Gumraah - 52 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 52

Featured Books
Categories
Share

ગુમરાહ - ભાગ 52

ગતાંકથી....

"એ બાદ મારી પોલીસ ટુકડી સહિત હું ત્યાંથી વકીલ સાહેબ સાથે વિદાય થયો." ઇન્સ્પેક્ટર ખાને વકીલ ની મુલાકાત નું પ્રકરણ ખતમ કરતા કહ્યું : " પણ આજ સવારે મને આ મિ. રોહન ખુરાના તરફથી અહીં બોલાવવામાં આવ્યો." ઇન્સ્પેક્ટરે વકીલ ની સાથે બેઠેલ તરફ આંગળી કરીને મિ. રોહન ખુરાના તરીકે જે સજ્જનનો પરિચય આપ્યો તેના તરફ પૃથ્વીએ જોયું. એક પહેલવાન જેવી એની કાયા હતી. એનો શ્યામ વર્ણ ચહેરો તો આંખોમાં જાણે અંગારા વરસતા હોય એવી લાલઘૂમ અને ચકચકતી હતી. એની મૂછો ભરાવદાર હતી."

હવે આગળ....

"એ સજ્જન કોણ છે, સાહેબ? પૃથ્વીએ ઇન્સ્પેક્ટર ખાનને પૂછ્યું.

"મરહૂમ સર આકાશ ખુરાનાના ભાઈ."

એ સાંભળતા જ પૃથ્વીને મિસ.શાલીનીની વાત યાદ આવી. શાલીનીએ તેને ખબર આપી હતી કે, નકલી ઇન્સ્પેક્ટર તેમની પાસેથી મિ.રોહન ખુરાના નો ફોટો લઈ ગયો હતો. પૃથ્વીએ તે જ વખતે મનમાં કલ્પના કરી હતી," એ ફોટા ઉપરથી જરૂર કોઈ કાવતરું રચાશે !" આ જ તે પોતાની સામે, પોલીસ અધિકારીની સામે, વકીલની સામે કાવતરા બાદ ને બેઠેલો જુએ છે!"

તેઓ તો બહારગામ થી આવ્યા હશે ;ખરું ને સાહેબ ?" પૃથ્વી એ ઇન્સ્પેક્ટરને પૂછ્યું.

"તેઓ ગઈકાલે સવારમાં સાડા દસ વાગ્યે જ આ સિટીમાં આવી પહોંચ્યા છે .આજ સુધી તો પોતે આફ્રિકા હતા." ઇન્સ્પેક્ટર ખાને કહ્યું :
" મિસ.શાલીનીએ ખાસ વકીલસાહેબને બોલાવીને ગઈકાલે બપોરે જ તેમની ઓળખાણ કરાવી હતી. મિ.રોહન ખુરાનાનો પેલી દીવાલ ઉપર લટકતો ફોટો પણ તેમના પરિચયમાં વકીલસાહેબને ઉપયોગી થઈ પડ્યો હતો."

પૃથ્વી તેઓનો ફોટોગ્રાફ દિવાલ ઉપર ટિંગાડેલો જોઈ આશ્ચર્યચકિત થયો. આ ફોટોગ્રાફ અહીં મૂકનાર કોણ ?નકલી ઇન્સ્પેક્ટર ઉર્ફે બદમાશ સિક્કાવાળો જ! ઉર્ફે આવે વેષધારી રોહન ખુરાના જ! નક્કી મિસ. શાલીનીના ચાલી જવામાં અને આ મિ. રોહન ખુરાનાના ફૂટી નીકળવામાં અસાધારણ ભેદ છે, એમ પૃથ્વીએ માની લીધું.
"મિ.રોહન ખુરાનાના જણાવ્યા મુજબ" ઇન્સ્પેક્ટરેએ પોતાની વિગત આગળ ચલાવી : "વકીલ સાહેબને ગઈ કાલે બોલાવીને મિસ. શાલીનીએ પરિચય કરાવ્યા બાદ તે સર આકાશ ખુરાનાના બીજા બંગલામાં રહેવા આવી, અને મિ.રોહન ખુરાના ર ઘાટકોપરના બંગલામાં રહેવું ચાલુ રાખ્યું . વકીલસાહેબ કહે છે કે : મરનારના વસિયતનામામાં એવું ફરમાન છે .ગઈકાલે રાત્રે મિસ.શાલીની આ વાલકેશ્વરના બંગલામાં સૂતી હતી. આજ સવારે નોકરોએ તેને ત્યાં જોઈ નહિં તરત જ મિ. રોહનને ખબર અપાઈ તેઓ અહીં આવ્યા અને જુએ છે તો મિસ. શાલીનીની ચિઠ્ઠી મળી! પૃથ્વી !એ ચિઠ્ઠી મેં તમને વંચાવી છે એટલે તેની વિગતથી તું વાકેફ છે .ચિઠ્ઠીથી સાફ સાફ જણાય છે કે મિસ.શાલીની રાજી ખુશીથી ચાલ્યા ગયા છે. આમાં કોઈ જ સડયંત્ર કે કાવતરાંની ગંધ સુદ્ધાં નથી. પરંતુ મિ.રોહનને કુદરતી રીતે લાગ્યું કે તેણીની તપાસ કરાવવામાં ન આવે એ મરનારના આત્માને અન્ય કરવા બરાબર છે. મરનારે પોતાની મિલકત ચાહે તે હેતુથી તેમની સેક્રેટરીને આપી; એ મિલકત તેણી ભોગવે અને સુખી થાય એ જ મિ.રોહન ઈચ્છે છે, કેમકે સારા નસીબે તેઓ પોતે આફ્રિકાથી એક પૈસાદાર માણસ બનીને પાછા ફરેલા છે. પોતાની દિલદારીને લીધે તેમણે મને અને વકીલ સાહેબ ને અહીં બોલાવ્યા અને ઘટનાઓ નું બયાન કર્યું. હું આસપાસ તપાસ કરી વળ્યો, ઘાટકોપરને બંગલે તેમ જ તેમના ચોગાનમાંનાં ભેદી ભોંયરામાં અને સૌભાગ્ય-વિલામાં તપાસ કરાવી ચુક્યો પરંતુ મારી મહેનત ફોગટ નીવડી- આ નિરાશાજનક હાલતમાં મેં તને સહેજ એ જાણવા ખાતર બોલાવ્યો છે કે મિસ શાલીનીએ આ નિર્ણય કોઈ દબાણ ના કારણે કે ગમગીનીને કારણે કર્યો ?તેની પાસે તું આવતો જ હતો તેથી..."

" બસ હો સાહેબ!" પૃથ્વીએ અધવચ્ચે જ કહ્યું.
"ગઈકાલે અને આજે મારે તેની સાથે મુલાકાત થઈ જ નથી. પરમ દિવસે આપે મને અહીંથી જતાં રહેવા કહ્યું તે પછી તો મેં તેમને જોઈ જ નથી !"
"તું સાચું કહે છે?" ઇન્સ્પેક્ટર એ પૂછ્યું. "મેં તને ખુલ્લા દિલથી તમામ હકીકત શા માટે કહી છે તેનો તને ખ્યાલ છે?"

"નહિ જી. મને આ હકીકત જાણવાની જરૂર નહોતી."

"પૃથ્વી! દિલદાર અવાજે ખાને કહેવા માંડ્યું : "મને તારા ઉપર કશો શક નથી, એવી તને ખાતરી કરવા કરી આપવા અને તું પોલીસ ખાતા નો હિતેચ્છુ હોવાથી તારી મદદ આ બાબતમાં મેળવવા માટે જ મેં તને તમામ હકીકત કહી છે. મને ખાતરી છે કે ,જેવું મેં ખુલ્લુ દિલ રાખ્યું છે, તેવું રાખીને તું મને વિશ્વાસ મૂકવા જોગ ગણીશ."
"મારા ઉપર વિશ્વાસ મૂકવા માટે હું આપનો આભારી છું."
પૃથ્વી એ જવાબ દીધો:
"પરંતુ દિલગીરી સહિત મારે કહેવું પડે કે : હું કશું જ જાણતો નથી. મારું તેમની પાસે કેવળ એક જ કારણસર જવું આવું થતું તે આપ જાણો છો. હું અને તે અજાણ્યા હતા અને છીએ. ગમે તે અજાણ્યા ઉપર મિસ શાલીની વિશ્વાસ મૂકે, એ શું આપ માની શકો છો?"

"ત્યારે સવાલ એ ઉભો રહે છે કે :જાય ક્યાં? ખરું કહું પૃથ્વી! હું એમ માનતો હતો કે કદાચ તે તારે ત્યાં રહેવા આવી હશે!"

શેના આધારે આપે એમ માની લીધું?"

"અરે પાગલ,ભલા માણસ! ઇન્સ્પેક્ટરે હસીને કહ્યું: તમે બે યુવાન છો એ કારણથી !"

પૃથ્વી આશ્ચર્યથી તેના મોં સામે જોઈ રહ્યો. વકીલસાહેબે એ વખતે ટાપશી પૂરી : "આજકાલના યુવાનોનો તરંગવશ થઈને શું શું નથી કરતા ? પ્રેમ ને ખાતર પૈસદાર છોકરીઓ ગંધાતી ગરીબી સ્વીકારે, એ આજના જમાનામાં કેવળ બનવાયોગ છે !"

"બસ...બહુ બોલ્યા ...બસ કરો." એ બંને તરફ જોતાં પૃથ્વીએ જવાબ દીધો:" એ બધા આપના ખ્યાલી તરંગો આપને મુબારક ! મિસ. શાલીની મારે ત્યાં નથી એ વાત ખરેખર ચોક્કસ અને સાચી છે .તે ક્યાં છે, એ વિશે મને કાંઈ માહિતી નથી, એ પણ ચોક્કસ અને ખાતરીપૂર્વક ની વાત છે."

"સારુ; ત્યારે આ બનાવમાં તું અમને મદદ નહિ કરે?"

"મારી મદદ? ઇન્સ્પેક્ટર સાહેબ! આપે તે લેવા ચોખ્ખી ના પાડી છે, એ ભૂલતા નથી ને ?હું ખાતરીથી કહું છું કે :મારી મદદ આપને આપવા હું હંમેશા તૈયાર જ છું."

"તો હવે તે આપ. એ સંબંધમાં પ્રથમ સૂચના એ કરવાની કે: તારા પેપરમાં આ બનાવ વિષે તારે એક પણ શબ્દ ન લખવો."

પૃથ્વી તે છાપવા માગતો ન હતો. પણ ઇન્સ્પેક્ટર ઉપર અંદરખાનેથી તેને જ કંટાળો ઊપજ્યો હતો, તેની લાગણી એકદમ તેના અંતરમાં લાગી આવ્યા તે બોલ્યો : "હું લાચાર છું કે ,આપને એ વિષે હું કાંઈ જ વચન આપી શકતો નથી."

"કારણ?"

"પ્રેસવાળાઓ પોલીસખાતું લખાવે તેમ જ છાપવા માટે બંધાયેલા નથી."

"એટલે શું તમે લોકો મનસ્વીપણે ગમે તેમ છાપી મારો, એમ તારું કહેવું છે?"

"મારું કહેવું એવું છે કે," પૃથ્વીએ મક્કમ અવાજે જવાબ દીધો: " અમારા રિપોર્ટરો તો જે કાંઈ જાણે અથવા જુએ તે, તેઓની જાતમાહિતીને આધારે, અમે પ્રેસવાળાઓને આપે તે છાપવાના જ .જો એમાં તમો સત્તાવાળાઓને કાંઈ ખુલાસો કરવો હોય તો ,તમે તે લખી મોકલો અને અમે તેને માટે જગ્યા ફાજલ રાખીએ. અમારો ગુનો બેશક ત્યાં જ થાય કે ,અમે ખુલાસો છાપવા ના પાડીએ, એ સિવાય નહિં સાહેબ.
પ્રામાણિક પ્રેસવાળાઓનો આ સર્વ સામાન્ય રસ્તો છે. એમાં અમારે મોઢે તમે સત્તાવાળાઓ ડૂચો મારો તે સામે મારો સખત વિરોધ છે."

પૃથ્વીના હિંમતભયૉ પ્રત્યુતરનો ઇન્સ્પેક્ટર ખાન શો જવાબ આપશે???? તે જાણવા માટે વાંચો આગળ નો ભાગ.......
ક્રમશઃ....