Gumraah - 51 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 51

Featured Books
Categories
Share

ગુમરાહ - ભાગ 51

ગતાંકથી.....

"સાહેબ, દિવાલમાં છૂપી સ્વીચની ખબર મેં આપી તેના આધારે આપ તરત જ ત્યાં ગયા હતા?" પૃથ્વીએ અધવચ્ચે પૂછ્યું.

"ના, ત્યાં જતાં પહેલા મેં એક બીજી દિશામાં તપાસ ચલાવી હતી." ઇન્સ્પેક્ટર એ કહ્યું :
"અને તે તપાસ લાલ ચરણની હતી...."

"લાલ ચરણની?"

હવે આગળ....

"બેશક. મૂંગા એ આપેલી ખબરને આધારે મેં લાલ ચરણને પોલીસ- સ્ટેશનને બોલાવ્યો. તે અડધાં કલાકે મારી પાસે આવ્યો...."

"તરત જ ન આવ્યો, સાચું ને?"

"ના, તરત જ નહિં ;કારણ કે તે તેની ઓફિસે ન હતો. ક્યાંક બહાર ગયો હતો. મૂંગાએ વિચિત્ર અક્ષરોના કવર લખનાર તરીકે લાલ ચરણને જણાવ્યા હતા .એ વિશે મેં લાલ ચરણનો ખુલાસો માગ્યો ત્યારે તેણે કહ્યું કે : હા. આવા કવર તો લગભગ દસેક હજાર મેં મારી ઓફિસમાં તૈયાર કરાવ્યા છે અને હું 'લોક સતા'માં જોડાયો તે પહેલા પણ એટલા જ તેના માલિકે તૈયાર કરાવ્યા હતા. જેમાં આ શહેરના તથા વિદેશના જુદા જુદા માણસોના સરનામાં લખાવ્યા હતા. લાલચરણનો આ ખુલાસો સાંભળીને મેં તેને પૂછ્યું: " તેમાં શું મોકલવામાં આવ્યું હતું? "તેણે જવાબ દીધો તેમાં મેં બે જાતની અપીલો છાપીને મોકલવામાં આવતી હતી. 'લોક સતા'ના કસ્ટમર થવાની અને બીજી બિઝનેસ ને લગતી જાહેર ખબરો 'લોક સતા'માં આપવાની અરજી નાઆવા કવરો મારી ઓફિસમાં મોજુદ છે. ક્રમે ક્રમે તે દરરોજ મોકલવામાં આવતાં રહે છે." મેં તેને પૂછ્યું: " તમે એમાં બીજું કંઈ મોકલવતા નથી? મને જવાબ મળ્યો :"ના જી. બીજું કંઈ શા માટે મોકલવું પડે ?આપ મારી ઓફિસે આવો તો આપને બતાવું કે એમાં અમે છાપેલી અપીલો જ રવાના કરીએ છીએ." એના જવાબે મને ગૂંચવણમાં નાખ્યો. મેં તેને ધમકી આપીને કહ્યું :" મને તદ્દન જૂઠું બોલો છો .એ કવરોમાં માણસનું તરત જ મોતની નીપજાવે એવા ઝેરી ચકરડાંઓ મોકલવામાં આવે છે હું તમને શંકા ના દાયરામાં જેલમાં પણ પુરી શકું ." તેણે જવાબ દીધો: "બેશક, જો મને આ પકડવા માંગતા જ હો તો હું ના પાડીશ નહિ .એક માનવંતા રિપોર્ટર ને કોઈ ખૂની પ્રયત્નમાં ભાગ લેવાનું કારણ હોય જ નહિ. પણ આપને મારે કહેવું જોઈએ કે, એક નિર્દોષને જેલમાં નાંખતા પહેલાં આપે સાતવાર વિચાર કરી જોવો પડે .હું આપને ત્રણ જ પ્રશ્ન પૂછું છું. પ્રથમ એ કે એ ઝેરી ચકરડાં આ કવરોમાં નાંખતા મને કોઈએ જોયો છે ?બીજો એક આ મૂંગા પાસે એવી કોઈ સાબિતીઓ છે કે જેથી 'લોક સતા'ની ઓફિસ આ કાવતરાં માટે શંકાના દાયરામાં આવે? ત્રીજો એ કે આ મૂંગો પોતે એવા કોઈ કાવતરાંખોરોની ટોળી માનો નહિં હોય એમ શાં ઉપરથી માનવું ? આ પ્રશ્નો એ મને મૂંગા વિશે વધુ તપાસ કરવા લલચાવ્યો. લાલચરણ નિર્દોષ હોય અને તેને હું પકડું એ મને ગેરબાજબી લાગ્યું. શું કરવું એ વિશે હું વધુ વિચારમાં હતો, તેવામાં વળી લાલ ચરણે કહ્યું : આ ઘટનામાં આ મારા હાથ તદ્દન સાફ છે. શહેરના પ્રતિષ્ઠિત ઘરોમાં
અને વેપારી પેઢીઓને ત્યાં આપ તપાસ કરાવો જે અપીલો હું કહું છું તે મૂંગાના અક્ષરોનાં કવરમાં તેમને મળી આવે છે કે નહિં ? આ નવો મુદ્દો હતો. એટલે મેં લાલ ચરણને મારી સાથે રાખીને શહેરમાં તપાસ શરૂ કરી. પ્રથમ તેની ઓફિસે જે જોયું તો હજી પાંચ હજાર કવરો 'ડિસ્પેચ 'કરવાના બાકી હતા. અને તેમાં 'અપીલો' હતી. બંને જાતની એક- એક અપીલ મેં પાસે રાખી. અમે વેપારીઓ અને પ્રતિષ્ઠિત ગણાતા લોકોના દસ બાર જણને ત્યાં ગયા અને ખાતરી કરી કે આ અપીલો ત્યાં મોકલવામાં આવે છે કે નહિં .આ ખાતરી થતાં માલૂમ પડ્યું કે અપીલો જ એ કવરોમાં મોકલાઈ હતી ,પણ ભેદી ચક્કરો યે તેમાં મોકલાયા તો હતા જ. એ મોકલનાર કોણ ?મૂંગો કે લાલચરણ બંને પર મને શક રહ્યો નહીં મેં તે બંનેને છૂટા કરી દીધા."

ઇન્સ્પેક્ટર ખાન અહીં થોડી વાર શ્વાસ લેવા થોભ્યો અને પછી બોલ્યો: " પૃથ્વી, મારું કેવું હજી પૂરું થવા આવ્યું છે. એ બે જણને મારી પાસેથી વિદાય કર્યા બાદ મેં એક મક્કમ પગલું લેવા ઠરાવ કર્યો. એક પોલીસ ટુકડી સાથે હું તે ભોંયરાનો કબજો લેવા ગયો.તપાસ કરતાં ખાલી રૂમની દિવાલમાં સ્વીચ હતી અને તે સ્વીચ દબાવતા એક છૂપું બારણું ખોલ્યું પણ તેમાં મેં શું જોયું? એક કેમેસ્ટ્રીની લેબોરેટરી !વીજળીના દોરડા નું કબાટ હતું ખરું; પણ બીજા બે કબાટમાં દવાનીઓ બોટલો હતી. તેમજ પ્રયોગ કરવાના સાધનો, કાચના વાસણો વગેરે હતા. એક મોટાં ટેબલ ઉપર કોઈ પ્રયોગોની તૈયારી જેવો દેખાવ હતો અને તે ઉપર સાધનો, વાસણો, મિશ્રણોની બોટલો વગેરે પડેલાં હતાં. મતલબ કે, મિસ.શાલીનીના કહ્યા પ્રમાણે તે સર આકાશખુરાનાની લેબોરેટરી જ હોય એવી મને ખાતરી થઈ. હવે એમાં માણસને મારી નાખવા માટે જ રચના કરવામાં આવી હોય એમ, પૃથ્વી! તું કહે છે, તે શી રીતે મનાય ?પણ હું તને એ કહેવા માટે ગુનેગાર તરીકે ઠરાવવા માંગતો નથી સમજ્યો કે?"

ઇન્સ્પેક્ટર આ પ્રશ્ન પૂછી પૃથ્વીના ચહેરા તરફ જોઈ રહ્યો.
પૃથ્વીને અહીં ભોંયરામાંની ઝવેરાતની પેટીઓ યાદ આવી. બદમાશોની સ્ફૂર્તિથી તે છક થઈ ગયો. પોતાની ઉપર ઇલેક્ટ્રિક શોટનો પ્રાણ ઘાતક અખતરો કરવામાં આવ્યો તે સમયે જો ખાને એ ભોંયરાની તપાસ લીધી હોય તો જરૂર તે પેટીઓ તેના જોવામાં આવત પણ ઇન્સ્પેક્ટરે તેમ ન કર્યું અને સમય વિતાવી દીધો તે દરમિયાન ગઠિયાઓએ ચાલાકીથી એ પેટીઓ ભોંયરામાંથી ખસેડી લીધી!પણ, તે ક્યાં ખસેડી હશે? 'સૌભાગ્યવિલા' બહાર પોલીસ સિપાહીઓનો પહેરો હતો. ગટરના બાકોરાં એટલા નાના હતા કે તેમાંથી પેટીઓ બહાર કાઢી શકાય નહિં બેશક એ જ ભોંયરામાં જ ક્યાંક એવી જગ્યાએ છુપાવવામાં આવી હશે કે જે છૂપી જગ્યા નથી પૃથ્વીના જાણવામાં કે નથી ખાનના જાણવામાં.

તે આ વિચારમાં હતો તેવામાં ઇન્સ્પેક્ટરે તેને કહ્યું : " મારું કહેવું તું સમજ્યો ને, હું તને ગુનેગાર ઠરાવવા માંગતો નથી માટે બહુ ગભરાઈ ન જા."

પૃથ્વી હસ્યો અને બોલ્યો : " સારું, પછી મિસ.શાલીનીના ચાલી જવાના મુદ્દામાં આપણે વિગતોનું અવલોકન કરીએ છીએ ખરુ ને, સાહેબ?"

"બેશક ,બેશક "ઇન્સ્પેક્ટર એ કહ્યું :"લેબોરેટરીની રચના જોઈ હું ગટરના બાકોરાંથી બહાર નીકળ્યો ત્યાં આ વકીલ સાહેબને મેં દરવાજા આગળ જોયા-"

વકીલે કહ્યું : "હવે ની વિગત હું કહું ઇન્સ્પેક્ટર . મિ.ખાન દરવાજા આગળ આવ્યા અને મારા આગમનનું કારણ પૂછ્યું."
"ગયા પરમદિવસની આ વાત છે ને સાહેબ? " પૃથ્વી એ અધવચ્ચે પૂછ્યું.

"હા."
"ગયા પરમ દિવસે આશરે પાંચેક વાગ્યા આસપાસ હું ત્યાં ગયો હતો ત્યારની આ વાત છે." વકીલે કહ્યું .
"ઇન્સ્પેક્ટરને મારા આગમનનું કારણ કહેતા તેઓ અને હું મિસ. શાલીની પાસે ગયા.
સર આકાશ ખુરાના નું વસિયતનામું સત્તાવાર રીતે વાંચી સંભળાવવા હું તેની પાસે ગયો હતો. તેમાં કશું છુપાવવાનું નહિં હોવાથી મિ. ખાનના દેખતા મેં મિસ. શાલીનીને તે વાંચી સંભળાવ્યું.તેમાં તેને સર આકાશ ખુરાનાની વારસદાર ઠરાવેલી હતી. મેં અને ઇન્સ્પેક્ટરે એ બદલ તેણીને અભિનંદન આપ્યું....."

"એ બાદ મારી પોલીસ ટુકડી સહિત હું ત્યાંથી વકીલ સાહેબ સાથે વિદાય થયો." ઇન્સ્પેક્ટર ખાને વકીલ ની મુલાકાત નું પ્રકરણ ખતમ કરતા કહ્યું : " પણ આજ સવારે મને આ મિ. રોહન ખુરાના તરફથી અહીં બોલાવવામાં આવ્યો." ઇન્સ્પેક્ટરે વકીલ ની સાથે બેઠેલ તરફ આંગળી કરીને મિ. રોહન ખુરાના તરીકે જે સજ્જનનો પરિચય આપ્યો તેના તરફ પૃથ્વીએ જોયું. એક પહેલવાન જેવી એની કાયા હતી. એનો શ્યામ વર્ણ ચહેરો તો આંખોમાં જાણે અંગારા વરસતા હોય એવી લાલઘૂમ અને ચકચકતી હતી. એની મૂછો ભરાવદાર હતી."

કોણ હશે આ અજાણી વ્યક્તિ????
જાણવા માટે વાંચો આગળ નો ભાગ....
ક્રમશઃ.....