ગતાંકથી....
સંદીપ તે દુકાન ની સામેની દુકાન આગળ ઊભો રહ્યો. કલાક ,અડધો કલાક સમય વીત્યો પણ પોલીસના બે સિપાહીઓ વોશિંગ કંપની માંથી બહાર નીકળ્યા જ નહિં .એ દરમિયાન કેટલાય માણસો અંદર ગયા અને બહાર નીકળ્યા સંદીપે દુકાનમાં જ હવે તો કોઈ બહાનું કાઢીને જવાનું બરોબર લાગ્યું. તે વોશિંગ કંપનીની દુકાનમાં ઘૂસ્યો અને જુદા જુદા કપડા ધોવાના ભાવોની પૂછપરછ કરવા લાગ્યો. તેને છાપેલા ભાવનું એક પત્રક આપવામાં આવ્યું. તે વાંચવા લાગ્યો. વાંચતા વાંચતા આસપાસ નજર કરી તો પોલીસનો કોઈ પણ સિપાઈ ત્યાં બેઠેલ ન હતો!!!
હવે આગળ....
"વળી પાછા અહીંથી કાંઈ વેશપલટો કરીને તેઓ છટક્યા લાગે છે." એમ સ્વગત વિચાર કરીને છાપેલા ભાવ પત્રક સહિત સંદીપ તે દુકાનમાંથી બહાર નીકળી ગયો.
બપોરના ત્રણ વાગ્યાના સમય થયો હતો દસ વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી આમતેમ ખૂબ ધાંધલ ધમાલ કરી પણ આખરે તો પિંજરામાં પક્ષી સપડાયા નહિ ,તેમ હરેશનોય પતો મળ્યો નહિ, તેથી સંદીપને દિલગીરી થઈ .અફળ યત્ન પર શોક કરતો કરતો તે હવે પૃથ્વીને બધી હકીકત કહેવા તેના ઘર તરફ ચાલવા લાગ્યો.
સંદીપ પૃથ્વીને ઘરે ગયો તેણે સાન્તાક્રુઝની ટોળીને લગતી પોતાની હકીકત અથઇતિ પૃથ્વીને કહી .તે સાંભળ્યા બાદ પૃથ્વીએ તેને કહ્યું : "સંદીપ, જો કે તને નિરાશા મળી છે તો પણ તેમાંથી કેટલુંક નવું જાણવાનું મળ્યું છે. લાલચરણ આપણે ત્યાંથી નીકળી ગયો છે, એ ઘણું સારું થયું છે કેમકે તે બદમાશ માણસોની ટોળીમાં સંડોવાયેલો છે. તેની પાકી ખાતરી તારા આ અફળ પ્રયત્નમાંથી મળી આવે છે .તે ઉત્સાહભેર અને બની શકતી મહેનતે કામ કર્યું છે મને આ ઉપરથી મારા સદ્દગત પપ્પાની એક વાત યાદ આવે છે. 'ન્યુઝ પેપર એ સાહસ મંદિર છે; અને તેમાં કામ કરનાર દરેક જણ સાહસની એક મૂર્તિ સમાન છે જે રિપોર્ટર સાહસિક નથી, જે હિંમતવાન નથી, જે જોખમો ખેડવામાં આનાકાની કરે છે તે કશી જ સેવા કરી શકતો નથી.' સાહસોમાં નિષ્ફળતા મળે એ સંભવિત છે પરંતુ એ જ નિષ્ફળતાઓની હારમાળામાંથી આખરે સફળતા અવશ્ય મળે છે. સંદીપ, તારા આ સાહસ માટે હું તને ધન્યવાદ આપું છું અને હવે જ્યાંથી તારા પ્રયત્નોનો તાર તુટ્યો છે ત્યાંથી તેને સાંધવાનું કામ હું ઉપાડી લઉં છું. તે દરમિયાન તારો વિગતોનો અહેવાલ તૈયાર કરી ચીમનલાલને બતાવી આવતીકાલના પ્રગટ થાય એવી તજવીજ કર."
તેઓ બંને છુટા પડ્યા. પૃથ્વી ત્યાંથી ઇન્સ્પેક્ટર ખાનની ઓફિસે ગયો.
"હવે શકના દાયરામાં લાલચરણ જ છે; માટે તેને એકદમ પકડી લ્યો." એ ઇન્સ્પેક્ટરને ચોખ્ખું કહી દેવા તેણે પોતાના મનમાં મનસુબો ઘડ્યો .ખાનની ઓફિસમાં જતા તેને માલુમ પડ્યું કે તે ત્યાં ન હતો. ત્યાં એક સબ ઇન્સ્પેક્ટર બેઠેલો હતો તેને ખબર આપી કે ખાન સાહેબ કોઈ ગુનાની શોધ માટે વાલકેશ્વર ખાતે ગયા છે .પૃથ્વીએ ત્યાં સબ ઇન્સ્પેક્ટરને સાન્તાક્રુઝની ટોળી સંબંધી પૂછપરછ કરી. સબ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે હાલ તુરંત એ ટોળીનો કોઈ બદમાશ સપડાયો નથી પણ ત્યાં પોલિસી સિપાઈઓનો સખત પહેરો રાખવામાં આવેલો છે અને છૂપી પોલીસની પણ તપાસ ચાલુ છે એટલે તો તે ટોળી પકડાશે એમાં શંકા નથી."
પૃથ્વીએ તે સબ ઇન્સ્પેક્ટરને પૂછ્યું :" એ ટોળી પકડાય નથી તે દરમિયાન મારા ન્યુઝ પેપરમાં તેને લગતો તેનો અહેવાલ હું છાપુ કે કેમ એ સંબંધિત ઇન્સ્પેક્ટર ખાન ની સલાહ મારે તુરંત જ જોઈતી હતી..."
"તમારે તે ન છાપવી એ સહી સલામત રસ્તો છે."
"છાપવી, એમાં જ સહી સલામતી દેખાય છે. છતાં જો તમે મને યોગ્ય રીતે દોરવવા માગતા હો તો ઇન્સ્પેક્ટર ખાન જ્યાં હોય ત્યાં તેને તાબડતો જ ટેલીફોન થી પૂછાવી મને જવાબ આપો."
સબ ઇન્સ્પેક્ટરને આ રસ્તો વ્યાજબી લાગ્યો. તેણે ટેલિફોન હાથમાં લીધો.
ઇન્સ્પેક્ટર ખાન સાથે વાત કરી. એ બાદ પૃથ્વી તરફ ફરીને પૂછ્યું:
"મિસ્ટર, તમારું નામ પૃથ્વીને?સર આકાશ ખુરાના ના બંગલામાં ખાન સાહેબ છે. તેઓ તમને ત્યાં બોલાવે છે. તમે ત્યાં જશો એટલે તમારા પ્રશ્નના જવાબ ખાન સાહેબ જાતે જ આપશે."
પૃથ્વી હસ્યો. ઇન્સ્પેક્ટર ક્યાં છે તે આ યુક્તિથી પોતે જાણવા પામ્યો તેથી તેને આનંદ થયો; પણ વાલકેશ્વરના બંગલામાં વળી શું 'ઈતિયમ તૃતીયમ' જાગ્યું હશે, એ તે સમજી શક્યો નહિ.
સર આકાશ ખુરાનાના બંગલે જતા દરવાજામાં પણ સિપાઈઓ બેઠેલા હતા. પૃથ્વીએ પોતાના નામનું કાર્ડ એક સિપાઈના હાથમાં મુકતા તેને ડ્રોઈંગ રૂમમાં લઈ જવામાં આવ્યો. ત્યાં ઇન્સ્પેક્ટર ખાન તથા બે સજ્જનો ચિંતાતુર વદને બેઠા હતા. એ બે સજ્જનોમાં એક ને પૃથ્વી ઓળખ્યો તે સર આકાશ ખુરાના ના જાણીતા વકીલ હતા.
"મિસ. શાલીની ક્યાં છે, તેની તને ખબર છે, પૃથ્વી?" ઇન્સ્પેક્ટરે પ્રશ્ન કર્યો.
"ના, જી." પૃથ્વી એ જવાબ દીધો.
"જો ,આ ચિઠ્ઠી વાંચ."
પૃથ્વીના હાથમાં ઇન્સ્પેક્ટર એ ચિઠ્ઠી મૂકી. તેમાં નીચેનું લખાણ હતું: "મેં. વકીલ સાહેબ,મિ.કાનપરા, મને શ્રીમંતાઈ પસંદ નથી. ચિંતા વગરની અને સંતોષી ગરીબીમાં રહેવાનું મને વધુ ગમતું હોવાથી હું મારી રાજી ખુશીથી સર આકાશ ખુરાનાની મિલકત ઉપરથી મારો હક ઉઠાવી લઈને અહીંથી ચાલી જાવ છું - શાલીની."
"મને મિસ. શાલીની વિશે કેમ પૂછવામાં આવે છે, સાહેબ ?" પૃથ્વી એ પૂછ્યું.
"કારણ, તું તેની પાસે અગર-જવર કરતો હતો. કદાચ તેણે તને આ અંગે કાંઈ કહ્યું હોય એ બનવા જોગ છે." ઇન્સ્પેક્ટર એ જવાબ દીધો.
"સાહેબ, છેલ્લા પરમ દિવસના બનાવને યાદ કરો. આપ ઘાટકોપર ને બંગલે બપોરે આવ્યા તે વખતે હું ત્યાં બેઠો હતો. હું તે વખતે જ તેની પાસે આવેલો હતો. આપે આવીને મને જતા રહેવા હુકમ કર્યો હતો. આથી મારા કરતાં આપને તેની સાથે વાતચીતનો વધારે મોકો મળ્યો હતો."
"પૃથ્વી!" ખાને કહ્યું . "આ ખુરશી પર બેસ. આપણે સૌ આમાં પરસ્પર મદદ કરવાની છે અને મેં તને તેથી જ બોલાવ્યો છે. પરમ દિવસના બનાવોની આપણે તપસિલવાર યાદ કરીએ સાંભળ .તને મેં તેની પાસેથી વિદાય કર્યો તે વખતે હું ભોંયરાનો ભેદ તેને પૂછવા આવ્યો હતો. હું તારા કાપતો હતો ત્યારે તે મને કહેલું કે : કબાટ વાળો એક ભેદી રૂમ છે મેં તે વખતે તારું કહ્યું સાંભળ્યું નહિ અને ભોંયરામાંથી તને વિદાય કર્યો બાદ તેમાંના રૂમની તપાસ કરવા માંડી તો એક ખાલી રૂમમાં જ મળ્યો તેની આસપાસ સાંકડી ગલીઓ હતી. એમાંથી બહાર નીકળતા સર આકાશખુરાનાના ના મેદાનમાં ત્રણ ગટરના બાકોરાં માંથી બહાર નીકળાતું હતું. હું બહાર નીકળી મિસ.શાલીની પાસે ગયો. તારા જવા બાદ મેં તેને એ વિષે પૂછતાં પોતાની તબિયત ખરાબ હોવાનું જણાવી તેણે કહ્યું કે :"એ બાબતમાં હું એટલું જાણું છું કે સર આકાશ ખુરાના પોતાની લેબોરેટરી તરીકે ઘણીવાર તેનો ઉપયોગ કરતા. મને એ બાકોરાં માંથી અંદર જવા એમને ના પાડેલી. એટલે એમની હયાતીમાં કે તેમના ગયા પછી મેં કદી ત્યાં પગ મૂક્યો નથી." મિસ.શાલીની ના ખુલાસામાં મને કાંઈ શક નહિં લાગવાથી હું તારી ઉપર તે ટોળીના શાગિદૅ તરીકે શક લાવીને આવ્યો હતો; જ્યાં તે દિવાલમાં છૂપી સ્વીચ હોવાનું કહ્યું અને મુંગા કમ્પોજિટર ને પકડવાથી હું તે મૂંગા ને કેદ કરીને લઈ ગયો. પોલીસ સ્ટેશને તેને વધુ પૂછપરછ કરતાં જેટલું તેણે તારી ઓફિસે કહેલું તેટલાંથી વધારે કહ્યું નહિ..."
"સાહેબ, દિવાલમાં છૂપી સ્વીચની ખબર મેં આપી તેના આધારે આપ તરત જ ત્યાં ગયા હતા?" પૃથ્વીએ અધવચ્ચે પૂછ્યું.
"ના, ત્યાં જતાં પહેલા મેં એક બીજી દિશામાં તપાસ ચલાવી હતી." ઇન્સ્પેક્ટર એ કહ્યું :
"અને તે તપાસ લાલ ચરણની હતી...."
"લાલ ચરણની?"
આખરે ઇન્સ્પેક્ટરે લાલચરણ અંગે શું તપાસ કરી હશે !!???તે જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ......
ક્રમશઃ....