ૐ: સુરાજ મહાન બને..સુરા સંત અને દાની ત્રણેય નો સમનવય જેનામાં થયો ,
પ્રેમ વાતસલ્યની મૃતજ ઈશ્વર ને પામી શકે,
વાલીઓ વાલ્મીકિ બન્યા,
જેસલ જાડેજો જેસલ પીર, ભરથરી રાજા ..ભરથરી સાધુ, ગોપીચંદ,
સૌથી મોટો સંત સદાશીવ પાર્વતીનો પતી ભોળીયો નાથ..
પણ સુરાપણ જોઈએ..માય કાગલાં નહીં.. દેખાવ કરનાર ફટુકીયા ફુટી જાય..ખરાની ખરે ખબરૂ થાય..
છીપ્લા શંખલા અઢળક મળશે..સાચા મોતી કરોડોએ એક ...પારખનાર દ્રષ્ટિ જોઈએ...બાકી તો છીપલા શંખલા જોઈનેય અધીરા થાય...રામ🚩🕉️🙏
ૐ: એક કમજોરી બની મોહજાળમાં ફસાવી મીથ્યા શુખ માં મન પરોવી અધોગતી તરફ લઈ જાય, એક આત્માને ઉજાગર કરી ભવપાર કરાવી જાય..
એક ને અંતે નીરાશા સાપડે, દુજો હસતો હસતો કાયમ અમર થઈ જાય..
કોણે કહ્યું સન્યાસી સાધુ સંત બનો?? તત પુરુષ ને વરી અમર બનો...
આશક્ત દુઃખી મજબુર લાચાર આશ્રીત આત્મા નહીં, દીવ્ય રૂપ ધારણ કરી દીવ્ય આત્મા બનો..
કયા સુધી દેવી દેવતા પાસે હાથ લંબાવતા ફરછો?? દેવત્વને ધારણ નથી કરવું???
ૐ: દુઃખી આ સંસાર, જગતના શુખ મીથ્યા ક્ષણિક ક્ષણ ભંગુર તમામ,
કહી ગયા બુધ્ધ મહાવીર કબીર નાનક દેવીદાસ જેવા અનેક સંત તત પુરુષ..
અને કહી ગયા તોરલદે સતી નાર..
આવોને જેસલ રાય આપણ પ્રેમથકી મળીએ હોજી, સુરા નર હોય ત્યા જઈ ભળીએ હોજી, અનુભવી આયો છે અવતાર, જાવું ધણીને દરબાર..બેડી મારી ઉતરે ભવ પાર..
ૐ: એક પ્રવાહ છે સતનો..બસ એમાં ભળી જાઓ, શું સાચું શું ખોટું?? જગત મિથ્યા..માયા જાળ..દેખાય તે બધી માયા છે..
કા ભરમાય ..??
બસ આત્માને જાગૃત કર..
બહાર નહીં બધું અંદર છે..
બહારના પ્રકાસથી કયા લગીર અજવાળા?? ભીતરમાં પ્રકાસ જગાવ..
આશ્રિત ગ્રહ નહીં સુર્ય જેમ તારો બન..
જેમ ધૃવ બન્યો... રાક્ષસ કુળમાં જન્મયો તોય બ્રહ્માંડ નો સૌથી મહાન તારો..હરીને પ્રીય બની બન્યો
ૐ: અનુભવી આયો છે અવતાર..
લખ ચોરાસી માં એકજ એવો અવતાર છે કે જેમાં તમે મન બુદ્ધિ થી સ્વને અને ઈશ્વર ને ઓળખી શકો છો..બાકી તો પશું પક્ષી જીવ જંતું.. શું સમજી શકે ..
તરવાનો આ છેલ્લો અવસર... ગુરૂ દેવ🚩🕉️🙏😔
આ જીવન કેવું?? અરે ગયા જન્મના કર્મોનું કારક ..
ભલે ને પરીક્ષા લે ભગવંત..
બાળે તડપાવે ડુબાડે કચડાવે,
તારણ હાર એ ..આશા તૃષ્ણા મુકો , એ ક્ષણે વૈકુંઠ અનુભવશો જીવનમાં..
મારૂ મારૂં કર્યું વીકારને વસ થરા તો દુઃખ ના દાળીયા થવાના
સમભાવ..જગાવનાર તરે છે
માત્ર નીમીત બની સતના પ્રવાહ સાથે જોડવાનો પ્રયત્ન કરૂ છું, તે માટે ઉપાય ગમે તે કરૂં, પછી જે જેની નીયતી રંગ લાવે છે..
હરી કરે શો હોય
કર્તા હર્તા એ
મને મનુષ્ય રૂપમાં નહીં દેખો ન સમજો, ન મારા કાર્યો ને દેખો , અને તે દેખી ધારણા ન બાંધો સારી ખરાબ, કારણ??
હું કર્તા નથી, નથી કર્તા ના ભાવસાથે જીવતો,
મારી દોર હરિના હાથમાં..આદેશ એનો , એ કરાવે તેમ થાય..
પણ ત્યારે સંભવ જયારે હું નો ભાવ કર્તા પણાનો ભાવ ત્યજી શકો,
ભાવ તમે રાખો આમ કરીનાખું તેમ કરી નાખું, મનમાં ભાવ તમે ઘરો અને દોષ ઈશ્વર ને આપો એ ખોટું છે, કર્મ કરશો તો ફળ ભોગવવું જ પડશે, કર્મ કર્તા ભાવથી બંધાય છે, બાકી તો હરીની મરજી ચાલે, તમે ધારો તેમ ન પણ થાય
પોતાને કેમ ઓળખવા, અને બીજાને પણ, પછી સગા સંબંધી હોય પોતાના કે પારકા...
કેમ ઓળખવા??
સતો ગુણી કે તમો ગુણી...
અ કારણ ગુસ્સે થાય છે? કોઈકનું અહીત કરવાની ભાવના કયારેય દેખાય છે??પોતાના સ્વાર્થ માટે અન્યનું અહીત થાય તે જોતા નથી??લાલચ લોભ અભીમાન ઈર્ષ્યા અને જગડાળુ સ્વભાવ છે??મતલબી સ્વાર્થી સ્વભાવ છે??
આક્રમક વર્તન છે? હિંસાત્મક વલણ છે??
બસ આમાંથી એક પણ લક્ષણ છે તો તમો ગુણી સમજવું ,
આ બધા અવગુણ છે, આ જન્મ માં દુખ ના કારણ બનનાર છે, અને અંતે અધોગતી તરફ દોરનાર છે..
આખા જગતને સુધારી નહીં સકાય?? માટે પહેલા ખુદને સુધારો, પછી આપણા વર્તન દ્રારા લોકો પર અસર પાડો,
આપણે જેને માનો છો તેમના પર , રાહ ભટકેલ તો સુધરી જશે, પણ તમો ગુણી રાક્ષશી માયા નહીં સુધરે..
તમો ગુણી જોડે સંધર્ષ માં ન ઉતરવું, આપડે તેમના જેવું ન થવું, જતું કરી આપણું મન શાંત રાખવું, હિંસક સ્વભાવી માણસ, તોજડો સ્વભાવ, તોછડી ભાસા અને વર્તન ,એ નહીં સુધરે , નહીં તેમના પર કોઈ અસર થાય, માટે આપણે દુઃખી ન થવું ન એમની નજીક, અંતર દુર રાખવું,
કયારેય આપણે સારા છીએ ,બીજા કરતા કોઈ રીતે ચડીયાતા છીએ , તેવો વીચાર માત્ર અહંકાર કે અભીમાન ઉપજાવનાર છે, પરીસ્થીતી કે પ્રકૃતિ થી માણસ પીડીત હોય છે.. માટે આક્રમક બને છે..
આપણે દયાવાન બનવું, ધેર્યવાન બનવું,
ઘણીવાર આપણે પણ આવા વીકારીનો સીકાર બની ધેર્ય શાંતી ખોઈ એમના રંગે રંગાઈ જઈ ભુલ કરી બેસીએ છીએ, માટે હંમેશા જાગૃત રહેવું.સભાન અને સાવધાન રહેવું
જયારે માણસના દીમાગ પર કાળ સવાર થાય ત્યારે
તે અભીમાની કામી ક્રોધી લાલચી લોભી અહંકારી બની પોતાનેજ મહાન ગણે છે અને અન્યને તુચ્છ સમજે છે, અકારણ અન્યને પરેશાન કરે છે,
કાળ તેને સમવા નથી દેતો સત્ય સમજવા નથી દેતો, માટે તેને સમજાવવા કરતા આપણે સમજવું
સમય એવો બળવાન છે કે તે ભલ ભલાને ન કરવાનું કરાવે છે, જુકાવે છે ડરાવે ધમકાવે છે, દુર્બળ નીર્બળ બનાવે છે, તો સમય માણસને બળવાન શક્તિ શાળી બળશાળી ધેર્યવાન પણ બનાવે છે. માટે કોઈ વીશે સારી ન સારી ધારણા બાંધી ન ચાલવું, પરીસ્થીતી વસ માણશની પ્રકૃતિ બદલાતા વાર નથી લાગતી, માટે ધારણા બાધવા કરતાં વર્તમાન ને ધ્યાને રાખી ને ચાલવું વર્તવું
વીકારીની સહુથી મોટી ઓળખ શું છે ખબર??
રાગ અને દ્રેશ
રાગ એટલે પ્રેમ અને દ્રેષ અટલે નફરત,
સારી રીતે રાખીએ કે રહીએ તો ખુબજ રાજી રહે, અને કંઈ ભુલ ચુક થાય તો આપણને જીવના દુશ્મન માની વેવાર કરે..
આવા લોકોથી સદેવ સાવધાન રહેવું..
બાકી માણસ જાતને કોઈ ઓળખી શક્યું નથી, કંઈ ક્ષણે કંઈ દિશામાં પલટાઈ વર્તન બદલે કંઈ કહેવાય નહીં,
માટે હદથી વધું ખુદનોય ભરોસો કરશો નહીં,
અને આશા તૃષ્ણા કોઈની રાખશો નહીં, નહીતર દુઃખ પછતાવો, પીડા દર્દ વીના કશુંજ મળશે નહીં,
કોણ પોતાના કોણ પારકા, બધા સ્વાર્થ ના સંબંધ
મોટા મોટા શાંતી દાતા ની વાતો કરનાર , શુધ્ધ આત્મા દીવ્ય રૂપ કે સાધુ સંત તરીકે ખુદને ઓળખાવ નાર ની ભીતર જાઈ જાણ્યું અનુભવ્યું છે કે કેટલા વીકારોથી અસર ગ્રસ્ત અને વીકારોને ધારણ કરી વર્તનાર પીડીત દુઃખી આત્મા છે લોકો..
પણ મનને મનાવવા કેવા કેવા વ્યર્થ દેખાવ અને પ્રયત્ન કરે છે
આંખ ખુલી બહાર કંઈ દેખવા કે વર્તવાની જરૂરજ નથી,
ખુદ ને ભીતરથી ઓળખો..
બીજાના અવગુણ બહાર દેખાય તેને ખુદમાં ચકાશો, જો મળે તો સુધારો,
કોઈ શ્રધ્ધા રાખી તમને પુછે તો વીવેકી બની વચન બોલો
માણસ જાતની સૌથી મોટી ખામી, જ્ઞાની હોય કે અજ્ઞાની તે તેના કાર્ય કરતી વખતે એક કુ લક્ષ્ણ થી પીડીત છે, હું કેવો કેવું કાર્ય કરૂં, કેવો લાગું?? તેનો દેખાવ કરે અને જાતે પરખે અને ફુલો ન સમાય, બસ આ સ્વભાવ તેને અભીમાન ગ્રસ્ત કરી તેની ગરીમા ઓછી કરી દે છે..
અને અવગુણ ને છુપાવી થોડો થોડો થાય, પણ પોતાની જાતને આઈનામાં દેખી , ખુદમાં શું સુધાર લાવવાની જરૂર છે તે નથી સમજતો, નથી સુધાર લાવતો,
અને બીજાના અવગુણ ગાયા કરે છે
વાસ્તવમાં માણસ જાત પોતાની જાતને ખુદને એટલી ચાહે છે કે પોતે સ્વ જે કરે તેજ ઉતમ સાચું ન્યાયી અને વાલું લાગે છે, પછી વાસ્તવિકતા માં સારૂ હોય કે ખરાબ,
અને આ અવગુણ તે પોતાની જાતને ડગો આપે છે, ખુદ સાથે અન્યાય કરે છે, અને ખુદના વીનાશ અધોગતી , દુરગતી નું કારણ બને છે
આ બધી વાત ન મનાતી હોય તો , ખુદનું કે બીજા કોઈ પર આ બાબતો ને પરખાવી સરખાઈ જોજો..
સત્ય સધળું જાતે સમજી જશો,
કોઈ વ્હાલું કેમ લાગ્યું, અને ખારૂં ઝેર કેમ લાગ્યું...એ બાબતો પણ સંસોધન કરી જોજો... જવાબ મળશે જીવ સ્વાર્થી છે, પહેલો પોતાનું હીત દેખે છે..પછી બીજાનું
માણસની પ્રકૃતિ
જો ખુદનું ચાલે તો આખી પૃથ્વી પર રાજ કરવું છે, મનમાની કરવી છે, બધાને પોતાની ઈચ્છા મુજબ આજ્ઞામાં રાખવા છે, પણ કોઈની ઈચ્છા આજ્ઞામાં રહેવું નથી, બસ મનની ગતી મુજબ ચાલવું છે, પણ મનની ગતી મુજબ ચાલી શકાય?? પણ હાર માન્યા વીના જેટલી મનમાની સંભવ છે તેટલી મનમાનીથી જીવવાનો પ્રયત્ન કરે છે, અને પછી અંતે દશકો જાય એટલે કરેલ કર્મ વીપરિત દીશામાં ફરી જેટલું ભોગવ્યું હોય તે બમણું વસુલે છે, માણસને પરેશાન કરે છે
અરીસો રાખું છું સ્ટેટ્સ માં હું ખુદને જોવા, લોકો એમાં ખુદને પણ જુએ છે...
શુભ રાત્રી 🕉️🚩🙏💐 શબ્દોને પરખનાર પારખું આગળ બડાબોલ બોલી એ તો શું થાય?? જાણું છું માટે હું મૌન રહેવું પસંદ કરૂ છું...
કારણ હું ઈશ્વર નો દાસ છું, ઈશ્વર નથી
🚩🕉️🙏💐
જેણે ઈશ્વર બનવાનો કે ખુદને ઈશ્વર સમજવાની ભુલ કરી તેનો નાશ થયો ક્ષય થયો, રાવણ જેવો મહા જ્ઞાની બ્રાહ્મણ પણ મોતને ભેટયો, કંસ તારકા સુર જેવા પણ તો અભીમાની ક્રોધી કૌરવ દુર્યોધન જેવા નો પણ ક્ષય થયો,
બીજાની વાત છોડો અસત્યને સાથ આપનાર દાની કર્ણ ,ગંગા પુત્ર ભીષ્મ, ગુરૂ દ્રોણાચાર્ય અને અસ્વથામાં જેવા સ્વાર્થી અભીમાની બ્રાહ્મણ નો પણ અગાધ વધ થયો.
સતને બચાવવા માટે પણ જેણે અસત્યનો સહારો લીધો એમનો પણ ક્ષય થયો..
યુધિષ્ઠિર જુઠું ત્રક કરતાં સત હારેલ અને રથ સતના જોરે એક વેત ઉચે ચાલતો તે નીચે ઉતરેલ,
શ્રી કૃષ્ણ ને પારધીના હાથે બાણ ખાઈ પીડા વેઠી મૃત્યુ ને ભેટવું પડેલ,
પાંડવોને હાડ ગાળવા હેમાળે જવું પડેલ,
શ્રી મર્યાદા પુરુષોત્તમ રામ ચંદ્ર ભગવાન ને પણ તળાવમાં સમાધી લેવી પડેલ..
અજૃન જેવા ધનુરધર , મોટા મોટા ભુપ પણ ખાખમાં ખપી ગયા કાળ આગળ ન કોઈનું ચાલે, વાલા... આત્મા ઉજાગર કરી લેજો, ગયેલી પણ પાછી નહીં આવે, અવસર આયો મહામુલો.
સમાધી વાળાને સમરી લો..
કંઈ પળ આપણી કઈ કાળની કોઈ ન જાણે..
પછી પછતાવાનો વારોય ન મળે એ પહેલાં ચેતી જાઓ
જય ગુરુદેવ