Balidan Prem nu - 20 in Gujarati Love Stories by DC. books and stories PDF | બલિદાન પ્રેમ નુ.. - 20

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બલિદાન પ્રેમ નુ.. - 20

મલય નેહા ને પૂછે છે કે તે આટલા વર્ષો માં મારો કોન્ટેક્ટ કેમ ના કર્યો?

નેહા એને સમજાવે છે કે એ વકીલ ની નજર નેહા પર હતી... એને બસ નેહા ને એના રૂપ ને પામવું હતુ... એ ઉમર માં નેહા ના પિતા સમાન હતો પણ નેહા નું રૂપ જોઈ ને સ્વર્ગ ની અપ્સરા પણ પોતાનું ભાન ભૂલે એમ હતુ. તો વકીલ કઈ ખેત ની મૂડી છે?

સોનિયા જયારે પૂછે છે કે તું આટલા વર્ષો ક્યાં હતી ત્યારે નેહા પાછી ભૂતકાળ ની યાદો માં સરી પડે છે.

મારા પિતા ના અંતિમ સંસ્કાર કર્યા પછી ના દિવસ એ વકીલ નો એક માણસ આવ્યો હતો મારા પાસે... એટલે એક નાટકબાજ ગુરુ જેને કહેવાય... એણે મારા મમ્મી ને અને મને વકીલ ના કહેવા પ્રમાણે અમને જણાવ્યું કે મારા પિતા એ મારા માટે એક છોકરો શોધ્યો હતો પણ અને મહારાજ ને અહીં આવી ને મુરત જણાવવા કહ્યું હતું પણ એ પહેલા મારા પિતા એ દુનિયા માં થી વિદાય લઇ લીધી હતી. એમને નોકરી માં થી કાઢી મુકવા થી એ સિંઘાનિયા ના દીકરા સાથે નહિ પણ પોતાના મિત્ર સાથે એટલે કે વકીલ સાથે મારા લગ્ન કરાવવા ઇચ્છતા હતા. એટલું કહી ને મહારાજ એ અમને એ વકીલ નો ફોટો બતાવ્યો જે જોઈ ને હુ તરત જ વકીલ ની ચાલ સમજી ગઈ.

અમે લગ્ન માટે ના પાડી દીધી ત્યારે વકીલ ગુસ્સે ભરાયો અને અમારા ઘર ના કોઈ પણ વ્યક્તિ કઈ પણ લેવા જાય તો વકીલ ના માણસો એના ભાવ ૪ ગણા કરાવી દેતા.

હું સિંઘાનિયા ઓફિસ ગઈ અને મેં બધી વાત અનિકા મેમ ને કરી ત્યારે એમણે મને જણાવ્યું કે વકીલ ને તારા સાથે લગ્ન કરવા છે અને જો તું નહીં કરે તો એ તને હેરાન કરશે અને મલય સાથે કરીશ તો મલય નો જીવ જોખમ માં મૂકી દેશે એ વકીલ.

અનિકા મેમ મને બંને હાથ જોડી ને વિનંતી કરવા લાગ્યા કે વકીલ સાથે લગ્ન કરી લઉ.

હુ ચુપચાપ ત્યાં થી નીકળી ગઈ. પણ મારો ફોન ત્યાં જ ભૂલી ગઈ. જયારે એ લેવા પાછી કેબીન માં જતી હતી ત્યારે ત્યાં વકીલ ના પગે નીચે બેસેલા અનિકા મેમ ને જોઈ ને મને ખુબ જ દુઃખ થયુ. એ વકીલ એમના ફોટોસ મીડિયા માં આપવાની ધમકી આપી રહ્યો હતો.

તે જેમ કહ્યુ એમ મેં કર્યુ. પ્લીસ હવે મારા ફોટોસ મીડિયા માં ના આપીશ નહિ તો મારા સાથે આખુ સિંઘાનિયા નો બિઝનેસ બંધ થઇ જશે. મારો દીકરો રસ્તા પર આવી જશે. પ્લીસ કહેતા કહેતા અનિકા મેંમ રડી રહ્યા હતા.

હુ અંદર કેબિન માં ગઈ અને વકીલ ના મોઢા પર બે તમાચા મેં લગાવી દીધા. તને શરમ નથી આવતી? કાશ તારી માં એ આ તમાચા તને નાનપણ માં માર્યા હોત તો સારુ થાત. નેહા બોલી.

નેહા મારી જાન! કહેતા એને મારો હાથ પકડી લીધો.

છોડ મારો હાથ! અનિકા મેમ મારો હાથ છોડવાની કોશિશ માં હતા.

તને તો હુ મારી બનાવી ને જ રહીશ. જો રાશન પાણી જોઈતા હોય તો મારી બની જા. નહિ તો બધું ભૂલી જા.

ઠીક છે. હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છુ. બસ એક શરત છે મારી! નેહા બોલી.

તારી બધી શરત મંજુર બોલ. વકીલ બોલ્યો.

અનિકા મેમ ના ફોટોસ એમને પાછા આપી દે.

વકીલ એ નેહા સામે જોયું અને ના પડી દીધી અને કહ્યું કે ત્યાર બાદ તુ લગ્ન ના કરે તો?

તું એક વાર મારી થઇ જા પછી આપી દઈશ એના ફૉટ્સ એને પાછા! કહેતા કહેતા વકીલ ન ચહેરા પર એક લુચ્ચુ હાસ્ય છવાઈ ગયુ. જે જોઈ ને અમને ખાતરી થઇ ગઈ કે સીધી આંગળી એ ઘી નીકળે એમ નથી.

હુ ત્યાં થી ચુપચાપ વિચારી ને જવાબ આપીશ કહી ને ઘરે નીકળી ગઈ. ત્યાં ઘરે રાતોરાત અમે અમદાવાદ છોડી ને હંમેશા માટે મુંબઈ આવી ગયા.

મુંબઈ માં ૨ દિવસ સુધી ફર્યા પછી અમે એક ધાબા પર ખાવા માટે રોકાયા. ત્યાં અમારા પાસે વધારે પૈસા હતા નહિ એટલે અમે વિચારી રહ્યા હતા કે કરવુ શુ મારે હવે? કેમ કે પપ્પા ના ગયા પછી વિહાન અને મમ્મી ની જવાબદારી મારા માથે આવી ગઈ હતી.


આખરે શું કરશે નેહા મુંબઈ માં?

નેહા કઈ રીતે લેશે એ બદલો?

નેહા કેમ આવી મુંબઈ માં?

જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરો.

આપ નો કિંમતી અભિપ્રાય મને જરૂર લખજો મિત્રો.

-DC