Sandhya - 36 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | સંધ્યા - 36

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સંધ્યા - 36

સુનીલને કલ્પના પણ નહોતી કે, સંધ્યા આટલી બધી દુવિધા સાથે જીવી રહી હશે. એને ખુબ દુઃખ થયું કે પોતે સંધ્યાનું મન ક્યારેય વાંચી જ ન શક્યો. આજે પોતાને સંધ્યાના સ્થાન પર રાખીને જોયું તો એણે અનુભવ્યું કે, કેટલી વેદના વચ્ચે પણ એ ખુબ સરળતાથી જીવે છે. સુનીલથી પોતાનું કામ થઈ રહ્યું નહોતું. એણે સંધ્યાને બોલાવી અને કહ્યું, "તું આટલી બધી તકલીફમાં હતી તો તે કેમ મને ક્યારેય કોઈ જ વાત ન કરી? તું પરણી ગઈ એટલે આપણી વચ્ચે અંતર આવી ગયું?"

"ના એવું નથી. પણ તને કહીને પણ શું ફેર પડવાનો હતો? તું દુઃખી થાય એ સિવાય બીજું કઈ જ આપણે ન કરી શકીએ એ વિચારી હું ચૂપ હતી. તને એમ હોય કે હું તારાથી છુપાવવા ઈચ્છતી હતી તો એ તારો વહેમ છે."

"સંધ્યાબેન તમે છુપાવવાની વાતમાં તો હોશિયાર જ છો. તમે મને પણ ક્યાં કોઈ વાત કરો છો."
મોકો જોઈને પંક્તિએ પોતાની ભડાશ કાઢી જ લીધી હતી.

સંધ્યા સહીત બધાને પંક્તિની બે અર્થ વારી વાત સમજાઈ જ ગઈ હતી. પણ એની વાતનો સામો જવાબ બધાએ દેવાનું ટાળ્યું હતું. ખુદ સુનીલ પણ એમ વિચારી ચૂપ રહ્યો કે, જો પંક્તિને કંઈક કહીશ તો એ સંધ્યાને રોજ કોઈક ને કોઈક વાતથી પરેશાન કરશે.

સંધ્યાએ પંક્તિની ઉંધી વાતને પણ સીધી લઈને કીધું, "હા ભાભી. તમારી વાત સાચી છે. મેં તમારાથી ઘણી વાત છુપાવી છે. પણ પ્રોમિસ કે હવે હું નહીં છુપાવું." હસતા ચહેરે સંધ્યા બોલી ઉઠી હતી.

સંધ્યા લગ્ન બાદ આજ પહેલીવાર પોતાના રૂમમાં ઉંઘવામાટે પ્રવેશી હતી. રૂમમાં પગ મુકતા જ એને પોતાના બચપણથી લઈને લગ્ન સુધીના દરેક યાદગાર ક્ષણ જે આ રૂમ સાથે જોડાયેલ હતા એ યાદ આવી ગયા હતા. અભિમન્યુને એણે ઊંઘાડી દીધો હતો. પોતાને ઊંઘ આવી રહી નહોતી. મન એટલું બધું બેચેન હતું કે, એ બેચેનીમાં ફક્ત સૂરજની યાદો જ એને રાહત આપતી હતી. એ પોતાની બાલ્કનીમાં જઈને બેઠી. આકાશ તરફ નજર કરી ચાંદને જોઈ રહી હતી. એણે આજ ફરી ચાંદ પાસેથી જીલી શકાય એટલી શીતળતા પોતાનામાં જીલી રહી હતી. સંધ્યાના દેહમાં જે સૂરજથી વિયોગ થયો એ વિયોગની આગને ઠાળવાનો એ નીરર્થક પ્રયાસ કરી રહી હતી. કારણ કે, સંધ્યાને જે સૂરજના વિયોગથી અગન હતી એ ફક્ત સૂરજથી જ સમી શકે એમ હતી. સંધ્યા કેટલીએ વાર સુધી આંખ બંધ કરી એમ જ પડી રહી હતી. આંખમાંથી આંસુનું ટીપું સરકીને એના હોઠ સુધી પહોંચી ગયું હતું. સૂરજે એક પ્રગાઢ ચુંબન સાથે એ આંસુને જેવું પીધું કે, સંધ્યા સફાળી જાગી ગઈ હતી. પોતાને રોમાંચિત કરી જાય એવું સ્વપ્ન જોઈ સંધ્યા હકીકતમાં આવતાની સાથે જ ચોધાર આંસુએ રડી પડી હતી. સંધ્યાએ પોતાને આપેલા વચન સાથે જાતે જ આંસુ લૂછ્યાં અને પોતાનામાં શ્વસી રહેલ સૂરજના અંશના અહેસાસ સાથે પથારી પર સુવા માટેનો પ્રયાસ કરવા લાગી હતી.

સંધ્યા સવારે ઉઠી ત્યારે રાતની વેદનાની છાપ એના મમ્મી વાંચી ચુક્યા હતા. તેઓ ખુબ ભાવુક થઈ ગયા હતા. એમણે પોતાના પ્રેમને મનમાં જ રાખ્યો કારણ કે, તેઓ સંધ્યાને વધુ તકલીફ ન થાય તેમજ સવારમાં જૂની યાદોને સંધ્યા ન વાગોળે એવું ઇચ્છતા હતા. પંકજભાઈ જેવા નાસ્તો કરવા આવ્યા કે, તરત સંધ્યાને શોધી રહ્યા હતા. એમણે પૂછ્યું, સંધ્યા ક્યાં?

"સંધ્યા ઉઠી ને તૈયાર જ છે અભિમન્યુને તૈયાર કરીને આવતી જ હશે. તમે નાસ્તો શરૂ કરો." દક્ષાબહેન બોલ્યા હતા.

સંધ્યાએ આજ અભિમન્યુને તૈયાર કરતા એક બહુ જ સરસ વાત અભિમન્યુને કરી રહી હતી. એમાં જ સંધ્યાએ વાર લાગી હતી. સંધ્યાએ અભિમન્યુને કહ્યું, "જો બેટા! તને કોઈ તારા પપ્પા માટે પૂછે તો તું એને ચોખ્ખું જ એમ કહી દે જે કે, "મારા પપ્પા મારી સાથે નથી. અને એ જયારે મારાથી દૂર ગયા ત્યારે મને એટલો બધો પ્રેમ આપીને ગયા છે કે મને એવું લાગતું જ નથી કે મારા પપ્પા મારી સાથે નથી. તેઓ હંમેશા મારી સાથે જ રહી શકે એમ મારામાં પ્રેમરૂપી એમની હાજરી મુકતા ગયા છે. તું આવું કહી દેજે પછી તારી પર કોઈ હસશે નહીં.અને તેમ છતાં જો કોઈ હસે તો મને કહેજે પણ દીકરા તારે તો ખુબ મન ભણવામાં લગાવવાનું છે અને એકદમ હોશિયાર થવાનું છે."

"હા, મમ્મી હું એવું જ કહીશ. તું હવે ચિંતા ન કરતી હું ખુબ ભણીશ."

"હા બેટા! તારે એટલું બધું ભણવાનું છે કે, એ ભણ્યાબાદ કૃષ્ણજી સાથે આપણે વાત કરી શકીએ એવો ફોન તારે બનાવવાનો છે. બોલ પ્રોમીસને કે તું તારું મન ભણવામાં ખુબ લગાડશે?"

"હા, મમ્મી પ્રોમિસ!" આટલું બોલી અભિમન્યુ હરખમાં એના મમ્મીને ભેટી પડ્યો હતો. એ મમ્મી સાથેની વાતમાં એટલો રાજી થઈ ગયો કે એને એમ થયું કે, એ સાચે જ એવો ફોન બનાવશે કે એ પછી એ એના પપ્પાને વીડિયોકોલમાં જોઈ શકશે. એ ખુબ ખુશ હતો.

"અને હા. આ ફોનવાળી વાત આપણી વચ્ચેનું સિક્રેટ છે. તારે કોઈને કહેવાનું નથી એ યાદ રાખજે હો."

"હા, મમ્મી હું કોઈ ને નહીં કહું."

સંધ્યાને એક્ વાતની શાંતિ થઈ કે, અભિમન્યુ હવે ભણવામાં ધ્યાન આપશે. અને એને સાથોસાથ એ દુઃખ થયું જ કે, એ પણ બીજાની જેમ અભિમન્યુની ભાવનાઓ સાથે રમત રમી રહી હતી.

સંધ્યા અને અભિમન્યુ બંને નાસ્તો કરવા આવ્યા ત્યારે મસ્તી કરી રહ્યા હતા. સુનીલને સંધ્યાને હસતા જોઈને ખુબ જ શાંતિ થઈ હતી. એ મનોમન બોલ્યો કે, સંધ્યા મારી આંખ સામે જ રહેશે તો એનું હવે પૂરતું ધ્યાન રહી શકશે. બધાએ નાસ્તો પતાવ્યો અને પોતપોતાની જોબ માટે ગયા હતા. પંક્તિએ અભિમન્યુને સ્કુલ મુકવા માટે જવાદારી લઈ લીધી હતી. પંક્તિને અભિમન્યુનો નિખાલસ સ્વભાવ ખુબ ગમતો હતો. પંક્તિને હવે અભિમન્યુ માટે ક્યારેય કોઈ ખટાશ મનમાં ઉદ્દભવતી નહોતી.

દક્ષાબહેન હવે એકલા પડ્યા એટલે પ્રભુ પાસે પોતાના મનનો બળાપો ઠેલાવવા પહોંચી ગયા હતા. તેઓ મનમાં જ બોલી રહ્યા કે, "હે ભગવાન! તે મારી દીકરીને ખુબ નાની વયમાં વિધવા બનાવી હું ચૂપ રહી, તે અભિમન્યુનાં ભાગનો પપ્પાનો પ્રેમ છીનવી લીધો હું ચૂપ રહી, તે મારા જીવનમાં પણ અનેક તકલીફો આપી હું ચૂપ રહી, પણ હવે તું આમ મારી દીકરીને પજવવાનું બંધ કર. એ મારી દીકરી જેટલું કોઈ આ સમયમાં ભોળું નહીં હોય એની કસોટી હવે બંધ કર અને એને જીવનમાં જે રાહ પસંદ પડે એ રાહ પર રસ્તો કરી આપ! આ એક મા ની પ્રાર્થના છે જે તારે સ્વીકારવી જ પડશે નહીતો તારા પર કોઈ મા ને ભવિષ્યમાં વિશ્વાસ જ નહીં રહે. પ્રભુ પહેલીવાર તારે શરણે આવી છું. મારી ઈચ્છા પુરી કરજે." એકદમ ભાવુક થઈ ને દક્ષાબહેન પ્રાર્થના કરી રહ્યા હતા.

પંક્તિ બંને બાળકોને મૂકીને આવી ગઈ હતી. એને પણ આજ પોતાના સાસુને આ હાલતમાં જોઈને દયા આવી ગઈ હતી. એ પણ પોતાના સાસુ પાસે ગઈ અને ભગવાનને બે હાથ જોડી પ્રાર્થના કરી કે, મારા સાસુએ જે પ્રાર્થના કરી હોય એ સ્વીકારજો. એ ક્યારેય કોઈ દુઃખી થાય એ જોઈ શકતા નથી.

શું હશે સંધ્યાના જીવનમાં નવો વળાંક?
કેવું હશે અભિમન્યુનું સ્કુલનું પહેલું પરિણામ?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻