નેહા મલય સોનિયા અને રાજ બધા નાસ્તો કરવા ટેબલ પર ગોઠવાયા... કોઈ ને નાસ્તો કરવામાં બોવ ઇન્ટરેસ્ટ નહતો પણ નેહા જાણતી હતી કે હકીકત જાણ્યા પછી કોઈ ને ભૂખ નહિ લાગે.
એટલે એને બધા ને નાસ્તો કરાવડાવ્યો...
ત્યાર બાદ બધા હોલ માં સોફા પર ગોઠવાયા.
રામુકાકા ને પણ ત્યાં જ બોલવામાં આવ્યા.
રામુકાકા સૌ થી પહેલા મારે તમને કંઈક કહેવું છે.
રામુકાકા નેહા ની સામે જોઈ રહ્યા.
માફ કરી દો કે મારે તમને મારી સોગંદ આપવી પડી હતી કે તમે મલય ને કઈ પણ ના જણાવતા. પણ તમે જે વાત જાણો છો એ અધૂરી છે. કહાની ત્યાં ખતમ નથી રામુકાકા.
રામુકાકા પણ વિચાર માં પડી જાય છે અને એમના થી બોલાઈ જાય છે "તો સાહેબ ને મેડમ એ નથી માર્યા??" 🙄🙄
એટલુ સાંભળતા જ મલય ઉભો થઇ જાય છે અને રાજ સોનિયા ચમકી જાય છે.
વોટ ? ડેડ ને મોમ એ નથી માર્યા મતલબ? આ શુ બકવાસ કરો છો કાકા? મલય ભડકે છે.
રામુકાકા થોડા ડરી જાય છે એટલે નેહા આગળ આવી ને મલય ને શાંત રહેવા કહે છે.
અને રામુકાકા તરફ નકાર માં માથુ હલાવી ને રામુકાકા ને ના કહે છે કે ના અનિકા મેડમ એ સિંઘાનિયા સર ને નથી માર્યા.
હા એમનો તો એક્સીડન્ટ થયો હતો ને! રાજ પૂછે છે.
ના... પુરી કહાની હવે હુ જણાવીશ તમને લોકો ને... નેહા બોલી ને ભૂતકાળ માં સરી પડે છે.
બધા ના દિલ ની ધડકન વધી જાય છે..
તમને બધા ને ખબર હશે કે મારા પપ્પા એટલે કે મિસ્ટર મલ્હોત્રા કે જે સિંઘાનિયા સર ની કંપની માં એમના ખાસ મેનેજર હતા. સમય રહેતા બંને વચ્ચે સારી એવી દોસ્તી પણ થઇ ગઈ હતી.
સિંઘાનિયા સર હંમેશા પોતાની કંપની ના માણસો ને ઘર ની જેમ રાખતા.. જયારે અનિકા મેડમ ને હંમેશા બધા ને નોકર બનાવી ને કામ કરાવુ ગમતુ. જેના લીધે સિંઘાનિયા સર અને અનિકા મેમ વચ્ચે ઘણી વખત ઝગડા થતા. જેનો ફાયદો ઉઠાવ્યો સિંઘાનિયા ઇન્ડસ્ટ્રી માં કામ કરતો એક લોયર. ઉમર આશરે ૩૫ એક વર્ષ અનિકા મેડમ કરતા લગભગ ૧૦ વર્ષ નાનો.. પણ લોયર તો લોયર જ હોય છે. પોતાના ફાયદા માટે કોઈ પણ હદ સુધી જાય.
એને અનિકા મેમ ને પોતાની ચીકણી ચુપડી વાતો માં ફસાવાનુ ચાલુ કર્યુ. એના ચઢામણી માં આવી ને અનિકા મેમ અને સર વચ્ચે હંમેશા ઝગડા થતા.. જોત જોતા માં બંને એક બીજા ને અંદરો અંદર નફરત કરવા લાગ્યા હતા.
વકીલે અનિકા મેમ એટલે કે પોતાની બોસ ને ખોટી પ્રેમ ની માયા જાળ માં ફસાવ્યા.
એને અનિકા મેમ પાસે થી પ્રેમ ના નામે કેટલાય રૂપિયા ઠગ્યા અને ઉપર થી એમના અમુક પ્રાઇવેટ વિડિઓ લીધા જેની અનિકા મેમ ને ભનક પણ નહતી.
એક વખત મારા પપ્પા વકીલ અને અનિકા મેમ ને એક સાથે જોઈ ગયા. પણ મારા પપ્પા એમને જોઈ ગયા છે એ વાત ની ખબર એ બંને ને નહતી.
મારા પપ્પા ને પોતાના દોસ્ત સિંઘાનિયા સર માટે બોવ દુઃખ થયુ. એમણે આના વિશે સીધું જ અનિકા મેમ સાથે વાત કરવાનુ નક્કી કર્યું. કેમ કે એ પોતાના મિત્ર ને આવી વાત જણાવી ને દુઃખી કરવા નહતા માંગતા. મારા પપ્પા અનિકા મેમ ને મળવા માટે એમના કેબિન માં ગયા. ત્યારે એમને સમજાવાનો ખુબ પ્રયત્ન કર્યો કે એ વકીલ ફક્ત તમારા પૈસા ઈચ્છે છે. તમે મારા મિત્ર સાથે આવુ કેવી રીતે કરી શકો છો?
અનિકા મેમ ઉપર એ વખતે વકીલ ના ખોટા પ્રેમ ની માયા જાળ પથરાયેલી હતી.
મારા પિતા એમને સમજાઈ ને થાકી ને કેબિન માં થી બહાર નીકળ્યા અને દુઃખી ચેહેરે સિંઘાનિયા સર ની કેબિન માં ગયા. સિંઘાનિયા સર એ ઘણુ પૂછ્યું ત્યાર બાદ મારા પિતા એ એમને હકીકત જણાવી દીધી. જેના લીધે સિંઘાનિયા સર એ વકીલ ને ઓફિસ માં થી કઢાવી મુક્યો.
અનિકા મેમ અને વકીલ એમના ઘરે બેઠા હતા. ત્યારે અનિકા મેમ ગુસ્સા માં સિંઘાનિયા સર વિશે બોલી રહ્યા હતા જેમાં એમને સિંઘાનિયા સર નું ખૂન કરી નાખીશ શબ્દ પણ વાપર્યો હતો. જેનુ રેકોર્ડિંગ વકીલ એ પોતાના પ્રાઇવેટ રેકોર્ડર માં કરી લીધુ હતુ. જેની ખબર અનિકા મેમ ને હતી નહિ.
બીજે દિવસ એ સવાર એ જયારે અનિકા મેમ અને સિંઘાનિયા સર વચ્ચે ઝગડો થયો ત્યાર પછી એ ઓફિસે જવા માટે નીકળ્યા અને એક ટ્રક પાછળ થી આવી અને સિંઘાનિયા સર... એટલું બોલતા બોલતા નેહા ઢીલી પડી ગઈ.
મલય રાજ સોનિયા અને રામુકાકા ની આંખો માં પાણી આવી ગયા.
નેહા આ બધું કઈ રીતે જાણે છે?
કોણ છે આ વકીલ?
આગળ શું થાય છે એ જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરો...
વાચક મિત્રો આપ નો અભિપ્રાય તો લખતા જાઓ.
-DC