સોનેરી દિવસો
●●●●○○○○○●●●●●○○○○○●●●●●○○○○○●●●●●
નાથમ-વિલાએ ઘણાં વરસોથી સોનેરી દિવસો જોયાં નહોતાં.અમોઘાની સાથે આ દિવસો પાછાં આવ્યાં.નાથમ અને અમૃતા તો જાણે નવાસવાં માતા-પિતા ,ઉંમરનાં તમામ વરસો ખરી પડ્યાં.એ ગુસ્સો એ સામાજિક ડર તો ક્યારનોય ગાયબ,એનું સ્થાન ભવિષ્યનાં સોનેરી સપનાઓએ લઈ લીધું.
ઉનાળાની રજાઓ પુરી થવાં આવી અમોઘાનાં પાછા જવાનો સમય થયો અને એ પણ હવે માને મળવા ઉતાવળી થઈ, પરંતું નાથમ હવે એને મોકલવાં ઈચ્છતાં નહોતાં.અને નવું નવ દા'ડા એ ન્યાયે અમોઘાને હવે ઘરની
તીવ્ર યાદ સતાવતી હતી, પરંતું એ નાના -નાનીને નારાજ કરવાં નહોતી માંગતી.
આ બાજું સાકરમાં ને થોડાં દિવસમાં જાણે વરસો
વિત્યાં હોય તેમ ચહેરો સાવ લેવાઈ ગયો.અનિંદ્રા અને જમવાં પ્રત્યેની અરુચિએ ઉંમરમાં વરસો ઉમેરી દીધાં.
એવામાં અમોઘા નાના નાની સાથે આવે છે એવાં સમાચાર
મળતાં હરખઘેલાં થઈ ગયાં.પરંતું નાથમનાં અવાજની ગંભીરતા અને એણે કરેલું સૂચન" ઘરે જ રહેજો અમોઘાનાં ભવિષ્ય અંગે નિર્ણય લેવાનો છે"એ અશ્ર્વિનીબહેનને ચિંતામાં મુકી દીધાં.એમની ચિંતા અસ્થાને નહોતી.
એમને પોતાની ફિકર નહતી ,સાકરમાં અમોઘા વિનાં પળવાર પણ રહી નહોતાં શકતાં એવામાં જો નાથમ એને અમેરિકા કે બીજા કોઈ દેશમાં ભણવાં મોકલવાનો નિર્ણય લે તો શું થશે? એ વિચારીને એ દુઃખી થતાં હતાં.
આખરે બે દિવસ પછી સાકરમાંનો સંતાપ પુરો થયો.
સવારમાં જ એમની વહાલસોઈ પધારી.મા દીકરી એકબીજાને ક્યાંય સુધી ભેટી રહ્યાં.નાથમ અને અમૃતા બંને નિરખી રહ્યાં, પોતે જેને મળ્યાં હતાં અને અત્યારે જેને મળ્યાં એ નાથમ જાણે અલગ જ વ્યક્તિ એ અશ્ર્વિનીબહેને નોધ્યું એમને ધરપત થઈ.
વિશાળ સંસ્થાની હરિયાળી , આત્મિયતા અને
હુફ અનુભવી નાથમને અમોઘામાં રોપાયેલાં સંસ્કારોનું
કારણ સમજાયું.બે ચાર દિવસનું નક્કી કરેલું અઠવાડિયું વિત્યું, પોતાનાં કરતાં સવાયો ઉછેર થાય છે એ જાણ હોવાં છતાં એનાં મનમાં જુનાં જખ્મો અને ડર ડોકાયાં કરતાં,ઉંમર સાથે વારસાગત લક્ષણો ઉતરશે તો? ખોટાં રસ્તે ચડી જશે તો?એનાં કરતાં અત્યારથી જીવનનું લક્ષ્ય
મળી જાય તો સારું...
ચર્ચાઓ ચાલતી હતી, નાથમની ઈચ્છા હતી અત્યારથી
અમોઘાને પેરીસ આર્ટસ્ સ્કુલમાં સમર પ્રોગ્રામમાં ત્રણ મહિના મોકલવી, સાથે તેઓ જાય પાછળથી અશ્ર્વિનીબહેન ત્રણ મહિનાનું ભણતર સંભાળી લે .આગળ અમોઘાને પણ ખ્યાલ આવે જિંદગીમાં શું કરવું.. અમોઘાએ નનૈયો જ ભણી દીધો.હવે હું મા વીના
ક્યાંય નહીં જાઉં. અંતે સહુંની સંમતિ સંધાઈ કે સાકરમાને પણ સાથે લેવાં , તો એમણે સાફ સાફ ના કહીં દીધી" હું
માસ્તરાણીને એકલી મુકી ને ડગલુંય નહીં માંડું આયાં લગી એનાં સથવારે સથવારે જીયવી હવે ઈમનમ છોડી દઉં સંગાથ..?"
અશ્ર્વિનીબહેન કહ્યુંય ખરું " મારી ફિકર ન કરો મને એકલતા કોઠે પડેલી છે.મારું ધ્યેય આ સંસ્થા જ છે , મારી રાખ આ સંસ્થાનાં ફુલો બનીને ખીલશે...." હાય
હાય માસ્તરાણી હું એકસઠેય કડે ધડે છું ને તું ...હજી તો ઉગવા ઈ ઉંમર...." સાકરમા બોલી પડ્યાં.
અંતે નાથમે કહ્યું " થોડાં દિવસ વિચારીને મને જણાવજો."...
આ બધી ઘટનાઓનાં મુક સાક્ષી યતિનભાઈ કંઈક અલગ
જ વિચારતાં હતાં.અશ્ર્વિનીબહેન માટે માનની સાથે લાગણીનું એવું બંધન હતું કે એમની ચિંતા પણ રહેતી.
નવાં ગણિતનાં શિક્ષક મહેન્દ્રભાઈ બે વરસથી આવ્યાં ત્યારથી અશ્ર્વિનીબહેન તરફ એમનો ઝુકાવ અછાનો નહોતો.અશ્ર્વિનીબહેનની કડક છાપ અને એમનાં ચારિત્ર્યનું તેજ એમને જરાય આગળ વધતાં રોકતાં.
યતિનભાઈ વડીલ સહજ વ્યવહારું અને દુરંદેશી હતાં. એ વિચારતા" જો એ બંનેને એકબીજાનો સાથ મળે તો ખોટું નથી, સાકરમાં કેટલો સાથ આપશે અને અમોઘાનું ભવિષ્ય ક્યાં દોરી જશે..".અશ્ર્વિનીબહેનને સીધી વાત
કરવાને બદલે એમણે સાકરમાને મળી એનું મંતવ્ય
જાણવાનું વિચાર્યું.
સાકરમા વાત સાંભળીને હરખાઈ ગયાં, થોડી મસલત પછી યોજના બની કેમ અને કેવી રીતે અશ્ર્વિનીબહેનને તૈયાર કરવા વચ્ચે અફસોસ પણ નીકળ્યો" મને મુઈને કેમ કોઈ દી વિચાર જ ન આયવો હું તો મારી દીકરીમાં જ એટલી ઓળઘોળ કે માસ્તરાણીનું વિચાર જ..."પહેલાં
એમણે મહેન્દ્રભાઈનાં મનની પાક્કી વાત જાણી અશ્ર્વિનીબહેનનો ભૂતકાળ જણાવ્યો અને પછી એમનાં નિર્ણયની મક્કમતા જાણી.
અશ્ર્વિનીબહેન માટે આ વાત સાવ અણધારી હતી એ મક્કમ ડગલે મંઝીલ તરફ આગળ વધતાં હતા પરંતું પોતાની ચિંતા સાકરમાનાં અને અમોઘાનાં કદમ રોકાઈ હતી.એકાદ અઠવાડિયાનાં મનોમંથન પછી એમણે નક્કી કર્યું મહેન્દ્રભાઈને મળવાનું" જુઓ હું મારાં ધ્યેયમાં એકદમ સ્પષ્ટ છું, આ સંસ્થાને આગળ વધારવી એ જ મારું ધ્યેય.તમે મારા ભૂતકાળની વાકેફ હશો જ..હવે મારા જીવનમાં લગ્નનું કોઈ સ્થાન નથી. હા કોઈ અપેક્ષા વીના ખાલી સહપ્રવાસી બનવાની ઈચ્છા હોય તો બોલો.
એક દસકા પછી પાછી ત્રણે જિંદગીઓ અલગ ફંટાઈ હતી.પહેલીવાર ફ્લાઇટમાં બેસેલાં સાકરમાંનાં કાનમાં અમોઘાએ ગણગણી લીધું" તમે સાચે વિમાનમાં ઉડવાનું
સપનું પુરું કર્યું ખરું.." ને મા દીકરી હસી પડ્યાં.
સમાપ્ત
ડો.ચાંદની અગ્રાવત
મિત્રો સાકરમાની છ દાયકાની સફર અહીં પુરી થાય છે.
આગળની સફર સથવારો ભાગ 2 માં નવાં વળાંકો સાથે જલ્દી મળશું.