Brahmarakshas - 14 in Gujarati Horror Stories by Jignya Rajput books and stories PDF | બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 14

Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 14

દાદા તમે શું કહેવા માંગો છો, સ્પષ્ટ શબ્દોમાં કહો..!" અઘોરીની ગોળ ગોળ વાતો શિવમના મગજમાં બેસતી નથી.


અઘોરી એ પોતાના હાથમાં રહેલી થેલી શિવમના હાથમાં આપી. શિવમે જેવી એ થેલી ખોલી તો તેના હોશ ઉડી ગયા..........


શિવમે એ ધ્રૂજતાં હાથે થેલી ખોલી. થેલી ખોલીને અંદર નજર કરી તો શિવમના શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ.એ ક્યારેય હિંમત ના હારવા વાળો શિવમ આજે અંદરથી હારી ગયો. શિવમ જ્યાં ઊભો હતો ત્યાંજ જમીન ઉપર બેસી પડ્યો.


*******

“ અરે શ્રેયા આ શું...? આમ અચાનક નીચે કેમ બેસી ગઈ." જંગલથી ગામ તરફ આવતા અધ્ધ વચ્ચે જ શ્રેયા જમીન ઉપર બેસી ગઈ. તેને જોઈને કાલિંદી એ શ્રેયાને કહ્યું.

“ બસ હવે હું એક પણ ડગલું આગળ ચાલી શકું તેમ નથી.” શ્રેયાના શબ્દોમાં પણ હાંફ ચડી ગઈ હતી.


શ્રેયાને આમ એકાએક નીચે જમીન ઉપર બેસતાં જોઈને બધાં થોડી વાર અટક્યા.

“ શ્રેયા બેટા, શું થયું તને. તું અચાનક કેમ આમ ચાલતાં ચાલતાં બેસી પડી. તારી તબિયત તો ઠીક છે ને..!?"

નંદિનીના શબ્દોમાં માની મમતા તરવરી રહી હતી.


“ આંટી હવે નથી ચલાતું. પગ દુઃખવા આવી ગયા છે.” શ્રેયા એ નંદિનીને કહ્યું.

“ લે ચાલ મારો હાથ પકડી લે..!! હું તને મારા સહારે આપણા નિવાસસ્થાન સુધી લઈ જઈશ." વિરમસિંહે કહ્યું.


શ્રેયા વિરમ અંકલ અને નંદિની આંટીમાં પોતાના મમ્મી પપ્પા ને જોતી હતી. કાલિંદીની સાથે બાળપણ થી લઈને આજ દિન સુધી શ્રેયા તેમની સાથે જ બહાર જતી. વિરમસિંહ અને નંદિની શ્રેયાને પોતાની સગી દીકરી સમાન જ માનતા હતા.


“ અંકલ હવે તો હું નિવાસસ્થાન પહોંચીને જ રહીશ." શ્રેયાએ વિરમસિંહનો હાથ પકડતાં કહ્યું.

શ્રેયા વિરમસિંહના હાથના સહારે ઉભી થઇ. એક બાજુ કાલિંદી અને બીજું બાજુ વિરમસિંહ બંને એ શ્રેયાને ચાલવામાં સહારો આપ્યો. શ્રેયાએ હિંમત કરી અને બધાં ફરી ચાલતાં બન્યા.


*******


“ બેટા, આમ હિંમત ના હાર." અઘોરી એ શિવમને આશ્વાશન આપતાં કહ્યું.


અધોરીની વાત સાંભળીને શિવમે થોડી હિંમત કરી.તેને પોતાની જાતને સંભાળી લીધી.જમીન ઉપરથી શિવમ ઊભો થઈ અઘોરી પાસેથી સત્ય શું છે એ જાણવાની કોશિશ કરી.


“ દાદા, આ... આ... આતો મારા મોટા ભાઇની ઘડિયાળ અને વૉલેટ છે. આના ઉપર આ લાલ રંગના ટપકાં શેના છે..!?અને આ કંગન તો મારાં ભાભીને મારી મમ્મીએ આપ્યાં હતાં. આ બધું તમારી પાસે કેવી રીતે. તેઓ ક્યાં છે." થેલીમાંથી એક પછી એક વસ્તુ બહાર નીકાળીને શિવમ અઘોરીને પૂછી રહ્યો હતો.


શિવમ અઘોરીના જવાબની રાહ જોઈને રહ્યો હતો. અઘોરીની ચૂપી સીધી જ શિવમના દિલમાં ઊંડાણમાં ઘા કરતી હતી. “ દાદા કંઇક તો બોલો, તમારી ચુપ્પી હવે મારાથી સહન નથી થતી." શિવમ ધીમે ધીમે હિંમત ખોઈ રહ્યો હતો. અને ઉપરથી તેમના મોટા ભાઈ અને ભાભીની વસ્તુઓ એવી હાલતમાં મળી જેના લીધે શિવમને વધુ ચિંતા સતાવી રહી હતી.


“ એ રાતે મે તેમને રોકવાની ઘણી કોશિશ કરી. પણ તેઓએ મારી વાત ના સાંભળી અને ગાડી આજ અમરાપુરના રસ્તે હંકારી મૂકી. તેમની પત્નીએ પણ તેમને આ અમરાપુરના રસ્તેથી ગાડી શોર્ટ કટ લેવાની મનાઈ કરી હતી પણ એ નાનપણથી હઠીલો છોકરો આજે પણ એવોને એવોજ હતો. પોતાના જીદની આગળ કોઈને જીતવા ન દે. અને આખરે એજ જીદે એમનો જીવ લઈ લીધો.” અઘોરી એ આખરે પોતાનું મૌન તોડ્યું.


“ જીવ લઈ લીધો...?? દાદા તને શું કહેવા માંગો છો મને કંઈ સમજાતું નથી." દાદાની વાત શિવમના મનમાં ના ઉતરતી હોવાથી શિવમે દાદાને સ્પષ્ટતા કરવા કહ્યું.


“ એ રાતે તેઓ આ અમરાપુરના ટૂંકા રસ્તેથી ગાડી હંકારી.મે તેમને રોક્યા છતાં પણ તેઓ ના રોકાયા. આખરે તેઓ આજ રસ્તે ચાલી નીકળ્યા અને એ રાતે એ શૈતાને તેમનો જીવ લઈ લીધો. મે તેમને બચાવાની કોશિશ પણ કરી પણ હું નિષ્ફળ ગયો.( ખાઈ સામે આંગળી ચીંધતા કહ્યું...) આજ ઊંડી ખાઈમાં તે ગબડી પડ્યો એ ખાઈ એટલી ઉંડી છે કે ત્યાંથી જિવિંત પામવું શૂન્ય બરાબર છે. બેટા, હું તેમને ના બચાવી શક્યો. મારી પુત્રી સમાન રાજેશ્વરી ના દીકરા દેવને હું ના બચાવી શક્યો એ વાતનું મને આ જીવન દુઃખ રહેશે." આટલું બોલતાંની સાથે જ અઘોરી ચોમેર આંસુએ રડી પડ્યા.


અઘોરીના શબ્દો સાંભળતાજ શિવમના પગો તળેની જમીન ખસી ગઈ. કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની જાનતે સંભાળી લેતો શિવમ આજે અઘોરીની વાત સાંભળીને તૂટી ગયો હતો. હંમેશા જેના ચહેરા ઉપર હાસ્ય છવાયેલું રહેતું એની આંખોમાં આજે આંસુઓ ની ધારા વહી રહી હતી.


શિવનમી આંખો હજુ પણ અઘોરી સામે મંડાઈ ને રહી હતી. અઘોરી ચોધાર આંસુએ રડી રહ્યાં હતાં.

શિવમે પોતાના સગાં ભાઈ અને ભાઈને ગુમાવ્યાં તેથી તેને ખૂબ જ દુઃખ લાગ્યું હતું. તેથી તેની આંખોમાં આંસુ હતાં. પણ અઘોરીને ખુબજ દુઃખ લાગ્યું જ્યારે એને ખબર પડી કે એ દેવ જેને તેઓ અને ગામલોકો એ સાથે મળીને બચાવવાની કોશિશ કરી હતી એ દેવ રાજેશ્વરીનો પુત્ર હતો એ વાત જ્યારે અઘોરીને ખબર પડી તો તેને ખૂબ જ દુઃખ લાગ્યું.


“ દાદા એ શૈતાન ને હું નહિ બક્ષુ. મારી મમ્મીને આપેલું વચન તો હું ના નિભાવી શક્યો પણ આજે હું એક વચન મારી જાતને આપુ ને છું. જ્યાં સુધી હું મારા ભાઈ ભાઈના હત્યારાને સજા નહિ આપુ ત્યાં સુધી હું અન્નનો દાણો પણ નહિ લઉં." શિવમના શબ્દોમાં ખૂબ જ ક્રોધ હતો.


“ અરે બેટા, આ તું શું બોલે છે, અન્નનો ત્યાગ...?? ના ના પૌત્ર એવું ના કરીશ. આવું વચન ના લેવાય. હું પણ દેવનો બદલો લેવા માંગુ છું. પણ જો અન્નનો ત્યાગ કરીશ તો આપણે નિર્બળ બની જશું. અને એ શૈતાન ને મારવો એટલો પણ સહેલો નથી.તેનું મૃત્યુ નક્કી જ છે આજ નહિ તો કાલ. પણ એ માટે આપણે હિંમત એકઠી કરીને જ રાખવી પડશે. પૌત્ર આવું વચન ક્યારેય ના લેવું." અઘોરી એ શિવમને સમજાવતા કહ્યું.


અઘોરીના મુખે થી પૌત્ર શબ્દ સાંભળતાજ શિવમના મનમાં કેટલાય પ્રશ્નો ઉભા થયા.


“ દાદા તમે મને જાણો છો...?? મારા પરિવારને જાણો છો..??" શિવમે પૂછ્યું.


“ બેટા, તારા મનમાં ઉદ્ભવેલા પ્રશ્નોના જવાબ હું યોગ્ય સમયે આપીશ. પણ અત્યારે તું મારી સાથે ચાલ."


“ પણ ક્યાં...." શિવમે કહ્યું.

“ રહસ્યોને શોધવા." અઘોરી એ કહ્યું.

“ રહસ્યોને શોધવા...??.......



“ રહસ્યોને શોધવા..." શું છે એ રહસ્ય જેને અઘોરી પણ જાણતા નથી....!?? જાણવા માટે બન્યા રહો....


વધુ આવતા અંકમાં....✍️