Brahmarakshas - 13 in Gujarati Horror Stories by Jignya Rajput books and stories PDF | બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 13

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 13

બધાજ ધીમે ધીમે મંદિરના પગથીયા ઉતરી ગયા. ત્યાંજ સામેથી અઘોરી તથા ગામના લોકો આવી રહ્યા હતા. કાલિંદી અને તેમના પરિવારને સહીસલામત જોઈને ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો.


વૃદ્ધ અઘોરીની નજર અચાનક એ તરફ ગઈ. એ કાલિંદીના પરિવાર સાથે રહેલો એ અજાણ્યો વ્યક્તિ તેનું વ્યક્તિત્વ અઘોરીને તેના તરફ ખીંચતું હતું.


શિવમની ગોળ ગોળ આંખો અઘોરીને કોઈકની યાદ અપાવતી હતી. શિવમના ચહેરાનું તેજ પણ એ યાદ આવેલી વ્યક્તિના ચહેરા સાથે મેળ ખાતું હતું. અઘોરી તો એકીટસે શિવમ સામે જોઈ રહ્યો.


આમ અઘોરી શિવમ સામે એકી નજરે જોતા જોઇને. ત્યાં ઉભેલા બધાં મુંઝવણમાં પડી ગયા.


“ આ શિવમ છે તેમનાં કારણે જ આજે હું અને મારો પરિવાર સહીસલામત છે." વિરમસિંહે સ્પષ્ટતા કરતાં જણાવ્યું.


“ શિવમ..." નામ લેતાની સાથે અઘોરીના ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ હતી.અઘોરી ની આંખોમાં ચમક દેખાઈ રહી હતી. શિવમના હાથ ઉપર અઘોરી એ એક નજર કરી. તેના હાથ ઉપર એ અર્ધ ત્રિશુલનું ચિન્હ હતું. જે એજ ત્રિશુલનો બીજો ભાગ કાલિંદીના હાથ પર હતો.


“ રાજેશ્વરી પુત્ર..." અઘોરી મનો મન બોલી ઉઠ્યા.


“ ચાલો હવે બધાં ગામ તરફ રવાના થઈ એ." ગામનાં એક વ્યકિતએ ઉતાવળ કરતાં કહ્યું.


“ હા ચાલો નહિતર વાતાવરણ ક્યારે પલટાઈ જાય તેની શું ખબર..!" વિરમસિંહે કહ્યું.


બધાં એ ગામ તરફ જવાની તૈયારી બતાવી. પણ શિવમ ત્યાંનો ત્યાંજ ઊભો રહ્યો.


“ બેટા, તું પણ ચાલ અમારી સાથે." શિવમ ને ત્યાંજ ઉભા રહેલા જોઈને વિરમસિંહે કહ્યું.


“ નાં અંકલ તમે બધાં જાઓ. હું જે કામ માટે અહિ આવ્યો છું પેલા એ કામને પૂરું કરી લઉં."શિવમે વિરમસિંહ ને ના પાડતાં કહ્યું.


“ સારું થયું બલા ટળી." કાલિંદી ધીમા અવાજે બોલી.


તેની પાસે ઉભેલી તેની મમ્મી એ તેને કૂણી થી ઈશારો કર્યો. કાલિંદી સમજી ગઈ કે તેની મમ્મી તેને ચૂપ રહેવાનું કહે છે.


“ ચાલો હવે બધાં કે પછી અહીં જ રાત્રી રોકાણ કરવાનું છે...!" શ્રેયા ઉભી ઉભી કંટાળી રહી હતી એટલે ના છૂટકે એ બોલી ઉઠી.

“ તમે બધાં જાઓ. મારે મંદિરમાં થોડું કામ છે." અઘોરી એ કહ્યું.

અને હા...“ ત્રિભુવદાસ વિરમસિંહ અને તેમના પરિવારને તેમના નિવાસસ્થાન સુધી મુકવા જજો." અઘોરી એ વધારાનું ઉમેરતા કહ્યું.


શ્રેયાની વાત સાંભળીને બધાં ગામ તરફ રવાના થયા. શિવમ એ ખાઈ તરફ આગળ વધ્યો.


******

“ લાસ્ટ લોકેશન તો અહીં નું જ બતાવે છે." શિવમ એ ખાઈ પાસે પહોંચી ગયો. અને પોતાના ફોનમાં જોઈને બોલી રહ્યો હતો.


શિવમ જીણવટ પૂર્વક ખાઈની આજુ બાજુ જોઈ રહ્યો હતો.

“ કંઇક તો એવો પુરાવો મળી જાય જેથી ખાતરી થાય કે તેઓ આ જગ્યાએ રોકાયા હતાં." શિવમ મનમાં ને મનમાં બોલી રહ્યો હતો. આમ તેમ શોધ્યા પછી શિવમ જેવો પાછળની બાજુ ઘૂમ્યો કે તેને વૃદ્ધ અઘોરી દાદા નજરે ચડ્યાં.


અઘોરીના હાથમાં એક થેલી હતી. શિવમની નજર તે થેલી તરફ ગઈ.


“ બેટા, શું શોધે છે આ ખાઈ પાસે?" અઘોરી એ શિવમને કહ્યું. અઘોરીના શબ્દો શિવમના કાને પડતાં જ શિવમે પોતાનું ધ્યાન એ થેલી ઉપરથી હટાવ્યું.


“ શોધું તો છું...!બસ ભગવાનની કૃપાથી સહીસલામત મળી જાય." શિવમે કહ્યું.


“ બેટા, તું મને જણાવી શકે છે, હું પણ તારી મદદ કરું એ વસ્તુને શોધવામાં. જેના માટે તું અહીં અમરાપુર આવ્યો છે."


અઘોરીની વાત સાંભળીને શિવમે તેમની તરફ આશા ભરી એક નજર કરી.


“ દાદા મારાં મોટા ભાઈ અને ભાભીની શોધખોળમાં અહીં આવ્યો છું. મોટા ભાઇનું લાસ્ટ લોકેશન અહીંનું જ બતાવે છે." શિવમે અમરાપુર આવવાવું કારણ બતાવ્યું.


“ એની આંખો પણ તારા જેવી જ હતી. એ આંખોમાં અલગજ પ્રકારની રોશની હતી. તેના ચહેરા ઉપર તેજ હતું પણ એ ડરના કારણે ક્યાંય અસ્તવ્યસ્ત થઈ ગયું. એ ચેહેરો નું તેજ હંમેશા માટે વિલીન થઇ ગયું." અઘોરીના શબ્દોમાં વેદના છલોછલ ભરાયેલી હતી.


શિવમ તો અઘોરીના શબ્દો સાંભળીને સ્તબ્ધ થઇ ગયો. શિવમ કંઈ પૂછે એ પેલાં જ અઘોરી એ સ્પષ્ટતા કરતાં કહ્યું...


“ બેટા, તું ઘણો મોડો પડ્યો છે." અઘોરી એ દુઃખ વ્યક્ત કરતા કહ્યું.


“ દાદા તમે શું કહેવા માંગો છો, સ્પષ્ટ શબ્દોમાં કહો..!" અઘોરીની ગોળ ગોળ વાતો શિવમના મગજમાં બંદબેસતી નહોતી.


અઘોરી એ પોતાના હાથમાં રહેલી થેલી શિવમના હાથમાં આપી. શિવમે જેવી એ થેલી ખોલી તો તેના હોશ ઉડી ગયા..........





વધુ આવતા અંકમાં....✍️