અંગ્રેજની વાપસી
દિવાલ ઉપર પ્રોજેક્ટર વડે એક પછી એક એમ અમુક ફોટા પ્લે થઈ રહ્યા હતા. ફોટામાં ખૂબ જ આરામથી સિરત સૂઈ રહી હતી. તેની બાજુમાં કોણ હતું એ તો ન્હોતું દેખાઈ રહ્યું પણ તેના હાથમાં એક બંદૂક હતી જેને સિરત ઉપર તાકી રાખવામાં આવી હતી. જો તે ઈચ્છે તો ત્યારે જ સિરતને મારી શકે એમ હતા પણ અહી ફોટા મોકલવાનો મતલબ માત્ર અને માત્ર એટલો જ હતો કે જેનાથી ડેની ડરીને તેમની મદદ કરે.
સિરત ઉપર રાખવામાં આવેલી બંદૂક જોઈ ડેની થોડીવાર માટે એકદમ ચકિત થઈ ગયો. તે સમજી ન્હોતો શકતો કે એટલી સિક્યોરિટી હોવા છતાં આવું કઈ રીતે બની શકે..! કોઈ સિરત ઉપર બંદૂક કઈ રીતે રાખી શકે..? આ દૃશ્ય જોઈ ડેની ખુબ જ ડરી ગયો. ભલે તે સિરતને છોડીને આવ્યો હતો પરંતુ તે એને ખુબ જ પ્રેમ કરતો હતો, એટલે તેને કોઈ નુકશાન પહોંચાડે એ તો ક્યારેય સહી ન શકે.
तुम्हारी आंखों का खौफ और दिल की तेज धड़कन चीख चीख कर बता रही है की तुम मेरी हेल्प करोगे। ડેનીના ચેહરાની એકદમ નજીક આવીને પેલો માણસ તેની આંખોમાં આંખો નાખીને બોલ્યો. તે ડેનીના મનનો ડર ઓળખી ગયો હતો. ડેનીના કપાળે વળેલો પરસેવો જોઈ તે મનોમન ખુશ થઈ રહ્યો હતો.
तुम आखिर हो कोन, और क्या चाहते हो? આ ફોટા અને પેલા માણસની કોનફિડન્સ જોઈ ડેની થોડીવાર માટે તો ખુબ ડરી ગયો. તે જાણતો નહોતો કે આ માણસ કોણ છે અને સિરતના દળમાં એવું ગદ્દાર કોણ હશે કે જે આ માણસની મદદ કરી રહ્યું હતુ. આ માણસને ડેની પાસે એવી તો કઈ મદદ જોઈતી હતી જેના માટે તેણે ડેનીને આવી રીતે મજબૂર કર્યો હતો.
वो मैं तुम्हे वक्त आने पर बता दूंगा। तुम अभी यहां आराम से रहो, जब हमे निकलना होगा तब तुम्हे बता दिया जायेगा। પેલો માણસ કંઇક સસ્પેન્સ ઊભી કરતા બોલ્યો.
लेकिन मुझे तुम्हारा क्या काम करना है? ડેની ન્હોતો જાણતો કે તેને શું કામ કરવાનું હતું એટલે તેણે પૂછ્યું.
मैं जानता हु की तुमने वो डायरी और नक्शा देखा है। तुम उस जहाज पे भी जा चुके हो जो असल में है। तुम्हे बस इतना करना है, हमे उस जहाज तक पहुंचाना है। પેલો અજાણ્યો માણસ ડેની ને મળેલી ડાયરી અને નકશા વિશે જાણતો હતો તે વાતથી ડેની એકદમ ચોંકી ગયો. પણ સિરત માથે તકાયેલી બંદૂકના લીધે તે મજબૂર હતો એટલે તે અત્યારે આ માણસનું કહ્યું માનવા માટે તૈયાર થઈ ગયો.
ठीक है मैं तुम्हे पहुंचाऊंगा उस जहाज तक, लेकिन तुम उसे कुछ नहीं करोगे। જો કે ડેની એ પણ તેનું કામ કરવા માટે એક શરત મૂકી જેથી પેલો માણસ સિરતને કોઈ નુકશાન ન પહોંચાડે.
यकीन मानो, अभितक तो उसे मारने का मेरा कोई इरादा नही है। लेकिन अगर तुमने मुझे धोखा देने की कोशिश की, तो यकीनन मुझे उसे मारना पड़ेगा। વળી પાછો પેલો માણસ પોતાના ચેહરા ઉપર થોડોક ગુસ્સો લાવતા અને ડેની ને ધમકાવતા બોલ્યો.
ठीक है, मैं तुम्हारी हेल्प करूंगा। ડેની એ તેની મદદ કરવા માટે હા કહી.
बॉस, वो हमारी हेल्प करने केलिए तैयार है। हां वो लोग कुछ ही दिनों में वहां पर पहुंच जायेंगे। क्या, आप इससे मिलना चाहते है? ठीक है अंदर आ जाइए। જ્યારે ડેની એ તેની મદદ કરવા માટે હા કહી એટલે તરત જ તે માણસે પોતાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને એક કોલ લગાવ્યો. તેને વાત કરતો સાંભળીને ડેની સમજી ગયો કે આ ભલે એટલો સ્ટાઇલિશ લાગી રહ્યો હતો પણ તેની ઉપર પણ તેનો માલિક તો કોઈ બીજો જ છે. ડેની વિચારી જ રહ્યો હતો કે તે કોણ હોય શકે ત્યાં જ જેમ તેની મનોકામના પૂરી થઈ રહી હોય એમ પેલો માણસ જ ડેની ને મળવા માટે આવી રહ્યો હતો. તેની વાત સાંભળીને ડેની મનોમન ખુશ થઈ ગયો. જો કે તેણે પોતાની ખુશી બહાર દેખાવા ન દીધી.
देखो डेनी तुम्हे अभी कोई मिलने केलिए आने वाला है, और उनसे तुम एकदम तमीज से पेश आना, अगर उन्हें तुमने नाराज कर दिया तो समझो तुम्हारी सीरत गई। समझ गए? પેલો માણસે ડેનીને ધમકાવતા આવનાર પોતાના બોસ જોડે ડેની સરખું વર્તન કરે તેમ કહ્યું.
ठीक है, जैसा आप कहो बॉस। જો કે ડેનીને આ વાત સાથે કોઈ વિરોધ નહોતો. તે ખુશી ખુશી તેમ કરવા માટે તૈયાર થઈ ગયો.
થોડીવારમાં જ ડેની સામે એક યુવક આવીને ઊભો રહ્યો. પેલો આધેડ ઉમરનો વ્યક્તિ જેને બોસ કહીને બોલાવતો હતો એની ઉંમર તો ડેની કરતા સહેજ વધારે એટલે કે કદાચ ત્રીસની આસપાસ હોય એવું લાગી રહ્યું હતું. આંખોમાં ચમક, ચેહરા ઉપરનું તેજ અને માથા અને આંખોના નેણ સહિત પાંપણના કંઇક વધારે પડતાં ભૂરા રંગના વાળ ઉપરથી લાગતું હતું કે તે ભારતીય તો ન્હોતો જ.
તે એક અંગ્રેજ હતો. ડેની જાણતો નહોતો કે આ અંગ્રેજ અને પેલા અજાણ્યા વ્યક્તિને એકબીજા સાથે શેનો સંબંધ હશે..? આ માણસ એક ભારતીય હોવા છતાં એક અંગ્રેજની મદદ શા માટે કરી રહ્યો હતો..?
Hello Mr. Deni, myself villiam Boris. I am here to go on journey that you all are going. And you are my friend, going to help me, to reach that ship. You have no other choice. By the way, I am an archeologist. I have to do some research there..
ડેની પેલા અંગ્રેજની વાત તો સમજી ગયો હતો કે તે કોણ હતો અને તેનું કામ શું હતું, પણ તેને એ વાત ન્હોતી સમજાતી કે આ બધી એટલે કે તેમની સફર વિશેની વાત જો આટલા બધા લોકો જાણે છે તો એમાં સિક્રેટ જેવું કંઈ હોય એવું લાગી નહોતું રહ્યું.
તેઓ કોઈ બીજી દુનિયામાં જઈ રહ્યા છે તે વાત ઘણા બધા લોકો જાણતા હતા કેમ અને કેવી રીતે એ ડેની ન્હોતો જાણતો. શું તેઓ ખાલી રિસર્ચ કરવા જ આવી રહ્યા હતા કે પેલા ખજાના વિશે પણ તેમને ખ્યાલ હશે? શું તે ખજાના માટે ત્યાં આવવા માગતા હશે?
બીબીઆવા અનેક પ્રશ્નો ડેનીને અત્યારે મનમાં ઘેરી વળ્યા હતા. તે એકદમ વિચિત્ર નજરે પેલા અંગ્રેજ સામે જોઈ રહ્યો હતો. તેને કંઈ જ સમજાઈ ન્હોતું રહ્યું કે આખરે એક અંગ્રેજને ભારત છોડ્યા ને આટલા વરસો પછી પણ તેમની આ બાબતમાં એટલો રસ કેમ છે?
No, no, I am not at all interested in that treasure of yours. It's all belongs to you and your country. I don't want that bloody treasure.
પેલો અંગ્રેજ તો જાણે ડેની ના મનની દરેક વાત સમજી રહ્યો હોય એવું લાગી રહ્યું હતુ. તેણે ડેનીના મનમાં ઉદભવેલા પ્રશ્નને જાણે સમજી લીધો હોય તેમ તેનો જવાબ આપતા બોલ્યો. જો તેને તે ખજાનામાં રસ નથી તો તે શા માટે જીવનું જોખમ લઇને તે દુનિયામાં આવવા માગે છે? વળી ડેનીના મનમાં એક નવો પ્રશ્ન ઉદ્ભવ્યો.
I am coming with you only and only for research, I want to see the world that I heard about from my father.
એકદમ શાંત અવાજમાં ડેનીના મનમાં ઉદભવેલા પ્રશ્નનો ઉત્તર પેલા અંગ્રેજના મોઢે સંભળાયો.
ડેનીને તેની વાતોમાં થોડી સચ્ચાઈ હોય એવું લાગ્યું. પણ તે જાણતો હતો કે તે એક અંગ્રેજ હતો અને તે આવી રીતે જ ભારતીયોનો વિશ્વાસ જીતીને અથવા તો ડરાવી ધમકાવીને કે લાંચ રૂશ્વત આપીને પણ કોઈપણ ભોગે પોતાનું કામ કરાવી લેવામાં ખુબ માહિર હતો. તેઓ એના માટે સામ, દામ, દંડ અને ભેદ એમ દરેક રિતી અપનાવવા માટે તૈયાર હતા. પણ જો કોઈ સાવ સામાન્ય રીતે વિશ્વાસ જીતીને પણ કામ કરી આપે તો એના માટે આ બધી રીત અપનાવવાની શું જરૂર..!
Regardless, I will help you do your work as needed.
ડેની પણ તેની વાતનો જવાબ આપતા બોલ્યો. તે જાણતો હતો કે આ વખતે આ અંગ્રેજ ખોટી જગ્યાએ ભરાઈ ગયો હતો. તે ભલે આ સફરમાં તેમની સાથે આવતો પણ આ વખતે તેની સાથે કંઇક અલગ જ બનાવો બનવાના હતા જેનાથી તે સાવ અજાણ હતો.
Good. Narayan, see to it that our guest should not be troubled by anything. Now our destination is not far.
પેલો અંગ્રેજ માણસ, આ સૂટ પહેરેલા માણસને હુકમ આપતા બોલ્યો. જો કે ડેની સમજી ગયો હતો કે તેઓ કઈ મંઝિલની વાત કરી રહ્યા હતા. સાથે સાથે ડેનીને પેલા વ્યક્તિનું નામ નારાયણ છે એ પણ ખ્યાલ આવી ગયો.
શું સાચે જ પેલો અંગ્રેજ રિસર્ચ માટે તેમની સાથે આવવા માંગતો હશે કે પેલા ખજાના માટે?
નારાયણ આ અંગ્રેજની મદદ કેમ કરી રહ્યો હતો??
આ સફરમાં તેમનો કેવો રોલ હશે??
આવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..
Dr Dipak Kamejaliya
'શિલ્પી'