નેહા સોનિયા રાજ અને મલય એક જ ટેબલ પર બેઠેલા હોય છે. નેહા એ ઓર્ડર કરેલું બધું જ આવી જાય છે. નેહા બધા ને પૂછે છે ખાવા માટે બધા થોડુ થોડુ ટેસ્ટ કરે છે પણ નેહા તો એવી રીતે ખાય છે કે જાણે કેટલીય ભૂખી ના હોય એમ.. મલય રાજ અને સોનિયા ને અજીબ લાગે છે. પણ કોઈ કઈ બોલતું નથી બસ બધા ચુપચાપ હોય છે.
બધા જમ્યા પછી આઈસ્ક્રિમ ખાવા જાય છે. નેહા ત્યાં પણ ૨ આઈસ્ક્રિમ એક સાથે ઓર્ડર કરે છે અને ખાય છે.
બધા શાંતિ થી ઘરે આવે છે. નેહા ના હાથ માં બોવ બધી શોપિંગ ની બેગ હોય છે જેમાં એને પોતાના માટે કપડાં અને ઓર્નામેન્ટ્સ અને ચંપલ ખરીદ્યા હોય છે.
દરેક વસ્તુ મલય ના પસંદગી ની ખરીદી હોવાથી નેહા ને આજે વધારે ખુશી થાય છે.
સોનિયા અને રાજ પણ આજે થાક્યા હોવાથી અને બીજે દિવસ એ રવિવાર હોવાથી મલય ના ઘરે જ રોકાઈ જાય છે.
સોનિયા તો કપડાં ચેન્જ કરી ને તરત સુઈ જાય છે. નેહા ગેલેરી માં આંટા મારે છે.
મલય અને રાજ જે રૂમ માં હોય છે ત્યાં રાજ કંઈક વિચાર માં હોય છે. મલય રાજ ને પૂછે છે "શુ વિચારે છે રાજ?"
નેહા વિશે.... રાજ બોલે છે એટલે મલય પણ એના સામે જોવે છે.
નેહા કંઈક અલગ જ લાગે છે ને હવે... આઈ મીન પહેલા આવી બિલકુલ નહતી... એને મેં ક્યારેય આટલી સિરિયસ નથી જોઈ. એ હંમેશા હસ્તી રહેતી.. એના ચહેરા પણ એક સુકુન જોવા મળતું હતું મલય... આજ ની નેહા ના ચહેરા પણ એક ડર દેખાય છે. જે નેહા ને ક્યારેય ભૂખ જ નહતી લાગતી એ નેહા આટલુ બધુ ખાય?? અનબિલીવેબલ.. યાર! રાજ વિચારતા વિચારતા બોલે છે.
હમ્મ.. એ નેહા ચોરી પણ કરે છે... મલય બોલ્યો એટલે રાજ એકદમ જ ચમક્યો અને સોફા પર થી ઉભો થઇ ગયો... શુ વાત કરે છે.. નેહા અને ચોરી? જેણે પરીક્ષા માં ચોરી નથી કરી એ ચોરી કરે છે? તને કોને કીધું? રાજ પૂછે છે.
આજે હું એના રૂમ માં મારી અમુક ફાઈલ લેવા ગયો હતો તો ત્યાં મેં વૉર્ડરોબ માં નાસ્તો જોયો.. એમાં આલુ પરોઠુ પણ હતુ... મલય બોલ્યો...
વોટ? નાસ્તો છુપાવે છે નેહા? રાજ ને કઈ સમજ માં નથી આવતુ... એ મલય ના સામે જોઈ રહે છે..
એટલા માં રામુકાકા આવે છે ચા લઇ ને... જે મલય એ મંગાવી હતી.
રામુકાકા ને જોઈ ને મલય અને રાજ ચૂપ થઇ જાય છે.
મલય બાબા એક વાત કરવી હતી મારે તમને. રામુકાકા બોલે છે.
હા બોલો ને! મલય કહે છે.
રામુકાકા રાજ ને જોઈ ને ખચકાતા હતા..
એટલે રાજ ત્યાં થી ઉભો થઇ ને બહાર જ જતો હતો કે મલય એ એનો હાથ પકડી ને ઉભો રાખ્યો...
રામુકાકા રાજ મારી જાન છે. તમે જાણો છો ને કે રાજ થી હુ કઈ જ નથી છુપાવતો.. તો કહો જે કહેવું હોય એ...
મલય બાબા એ વાત નેહા મેડમ ને લગતી છે... એટલે જરાક હું.. રામુકાકા ડરતા ડરતા બોલે છે.
શું થયુ નેહા ને? મલય આશ્ચર્ય સાથે પૂછે છે.
નેહા મેડમ માટે મેં કાલે તમે કહ્યુ એમ આલુ પરાઠા બનાવ્યા હતા.. તો મેં ટોટલ ૧૦ બનાવ્યા હતા જેમાં થી ૬ આલુ પરાઠા મેડમ ખાઈ ગયા અને અને... રામુકાકા બોલતા બોલતા ડરતા હતા..
અને શુ? રાજ એ પૂછ્યુ...
અને પછી મને કહ્યું કે એમને મીઠુ જોઈએ છે તો હુ મીઠુ લેવા અંદર ગયો અને પાછો આવ્યો ત્યારે મેં જોયુ કે બાકી ના આલુ પરાઠા એમના જીન્સ ના ખિસ્સા માં મુકતા હતા... પણ મને જોઈ ને ચુપચાપ પાછો ચા નાસ્તો કરવા લાગ્યા..
કાલે મે જયારે સેન્ડવિચ બનાવી હતી એ પણ એમને પોતાના રૂમ ના વૉર્ડરોબ માં મૂકી દીધી... રામુકાકા ડરતા હતા ...
રાજ અને મલય બંને એક બીજા સામે આશ્ચર્ય થી જોઈ રહ્યા...
મલય એ પણ નાસ્તો જોયા ની આખી ઘટના રામુકાકા ને કહી સંભળાવી...
રામુકાકા ચુપચાપ નીચે આવી ગયા...
મલય એટલુ તો નક્કી છે કે નેહા આટલા વર્ષ માં જરૂર કોઈ મુસીબત માં હતી.. મુસીબત પણ એવી કે જેમાં એને ખાવાનુ પણ નહતું મળતુ... એટલે જ એ આવું કરી રહી છે... પણ શુ? એ સમજ માં નથી આવતુ યાર! રાજ બોલ્યો.
હમ્મ... કોઈ વાત તો છે.. પણ શુ? એ તો હવે નેહા કહેશે તો જ ખબર પડશે... મલય પણ વિચારો માં હતો...
જોઈએ નેહા કેમ ગઈ હતી મલય ને મૂકી ને?
શું નેહા બીજે લગ્ન કરવાની છે?
શુ મલય નેહા ની સચ્ચાઈ સુધી પહોંચશે?
જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરો.
આપ નો અભિપ્રાય?
-DC