નમસ્તે વાચક મિત્રો,
એક વખત ફરીથી આપ સર્વે માટે નવાં વિષય ને નવા વિચારો સાથે જીવનને ઉપયોગી બને તેવી વાતો ને વાર્તાઓ લઈ ને આવ્યો છું " અનુભવની સરવાણી"...
આપણે ઘણાં લોકો પાસે જીવનની સફળતાની પ્રેરણાદાયી વાતો સાંભળતા હોઈ એ છીએ પણ આજે હું આપના માટે નિષ્ફળતા માંથી પણ જીવનને સફળ બનાવી શકાય છે તેવી વાતો ને વાર્તાઓ લાવ્યો છું. આપ સર્વેને તે પસંદ આવશે... જે આપ આપના મિત્રો, બાળકો, સ્નેહીજનો સાથે પણ ચર્ચી શકો છો.
આપ સર્વે વાચક મિત્રો ને અહીં રજૂ કરેલી વાતો ને વાર્તાઓ પસંદ પડે... આપ આપના પ્રતિભાવો અહીં અચૂક જણાવશો જેથી અમારો ઉત્સાહ આમ જ બન્યો રહે ને આપ સમક્ષ આમ જ નવી નવી વાતો ને વાર્તાઓ રજૂ કરતો રહું.
આભાર
"અનુભવની સરવાણી"
એક ૪ વર્ષનો છોકરો તેની ૬ વર્ષની બહેન સાથે માર્કેટમાં ગયો, અચાનક છોકરાએ જોયું કે તેની બહેન પાછળ રહી ગઈ. તે ઉભો રહયો અને પાછળ જોયું તેની બહેન રમકડાની શોપ પાસે ઉભી હતી અને કંઇક ખૂબ જ ધ્યાનથી જોતી હતી. છોકરો ત્યાં ગયો અને પુછયું તારે કંઇ જોઇએ છે? તેની બહેને ઢીંગલી સામે આંગળી બતાવી, છોકરાએ તેનો હાથ પકડયો અને મોટા ભાઈની જેમ તેને ઢીંગલી અપાવી, બહેન ખૂબ જ ખુશ થઈ ગઈ. શોપવાળા ભાઇ બધું જોતા હતા એ આ જોઇ આશ્ચર્યચકિત થઈ ગયા. છોકરો શોપ કાઉન્ટર પાસે આવ્યો અને પુછયું સર આ ઢીંગલીની કિંમત કેટલી છે!
દુકાનદાર સારો માણસ હતો તેણે જીંદગીમાં ઘણું અનુભવ્યું છે તેણે છોકરાને ખૂબ જ પ્રેમ અને લાગણીથી પુંછયું “તું શું આપીશ!”
છોકરાએ નદીકિનારેથી લાવેલા બધા છીપલાં પોકેટમાંથી કાઢીને દુકાનદારને આપ્યાં. તેણે એ લઇ લીધા અને પૈસા ગણતા હોય એમ ગણવા લાગ્યો. પછી તેણે છોકરાની સામે જોયું. છોકરાએ ચિંતિત થઇને પુંછયું “આમાં કંઈ ઓછા છે!”, દુકાનદાર કહે ના ના આ તો કિંમત કરતા પણ વધારે છે, તેથી હું વધારાના તને પાછા આપીશ અને એણે ૪ જ રાખ્યા અને બાકીના પાછા આપ્યા. છોકરાએ ખુશ થઇને બાકીના છીપલા પોકેટમાં મુકી દીધા અને તેની બહેન સાથે ગયો.
દુકાનનો નોકર આ બધું જોઇને આશ્ચર્યચકિત થઇ ગયો. તેણે શેઠને પુછયું: “સર તમે આટલી મોઘી ઢીંગલી માત્ર ૪ છીપલામાં આપી દીધી. દુકાનદારે સ્માઇલ આપતા કહયું “આપણા માટે એ માત્ર સામાન્ય છીપલા છે, પરંતુ તે છોકરા માટે ખુબ જ કિંમતી છે, આ ઉમરમાં પૈસા શું છે તે સમજી નહી શકે , પરંતુ તે જયારે મોટો થશે ત્યારે તે ચોકકસપણે સમજશે. અને ત્યાંરે એ યાદ રાખશે કે તેણે પૈસાના બદલે છીપલાથી ઢિંગલી ખરીદી હતી , તે મને યાદ કરશે અને વિચારશે આ દુનિયા સારા માણસોથી જ ભરેલી છે. તેથી તેનામાં પોઝીટીવ વિચારો વિકસશે. તેથી હંમેશા પોઝીટીવ રહો , અને પોઝીટીવ વર્તન કરશે.
આવી જ બીજી વાર્તા આવતાં બીજા ભાગ માં આપ સમક્ષ રજૂ કરી...
રાધે રાધે
જીવવું એટલે શું ?
સવારે ઊગતા સૂરજને જોઈને તમને ખીલવાની અનુભૂતિ થાય તો તમે જીવો છો.
પક્ષીના ટહુકા સાંભળીને દિલમાં જરાકેય કલરવ અનુભવાય તો તમે જીવો છો. દરિયાની ભીની રેતી પર ખુલ્લા પગે ચાલીને અસ્તિત્વમાં ટાઢકનો અહેસાસ થાય તો તમે જીવો છો.
પોતાની વ્યક્તિનો હાથ હાથમાં લેતી વખતે ધબકારા થોડાકેય વધી જાય તો તમે જીવો છો.
કોઈ બાળકને ઠેસ લાગે અને તમારા મોઢામાંથી હાય નીકળી જાય તો તમે જીવો છો.
સાયરન મારતી એમ્બ્યુલન્સ નજીકથી પસાર થાય ત્યારે અંદર સૂતેલા અજાણ્યા દર્દીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના થાય તો તમે જીવો છો.
કોઈ ગરીબનું પેટ ભરીને તમને ઓડકાર આવે તો તમે જીવો છો.
કૂંપળને ફૂટતી જોઈને પ્રકૃતિને વંદન કરવાનું મન થાય તો તમે જીવો છો.
ક્યારેક એકલા બેસીને પોતાની સાથે વાત કરવાનું મન થાય તો તમે જીવો છો.
કડવી યાદોને ખંખેરી નાખીને ભૂલી જવાય તો તમે જીવો છો.
ભૂલ કરનારને માફ કરી દેવાનું મન થાય તો તમે જીવો છો.
કંઈક વાંચતી વખતે દિલના એક-બે તાર ઝણઝણી જાય તો તમે જીવો છો.
ક્યારેક કોઈ મસ્તીમાં પોતાને પણ ભૂલી જવાય તો તમે જીવો છો.
ક્યારેક કોઈની પાછળ ‘મરવાનું’ પણ મન થાય તો તમે જીવો છો.