Amany Vastu Manglay.. - 10 in Gujarati Horror Stories by Darshana Hitesh jariwala books and stories PDF | અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 10

Featured Books
Categories
Share

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 10

હું છું પ્રેમનો દરિયો, તું મારી હસ્તી વિસરાવી જોજે!
જો શક્ય હોય તો તારા હદયપટ્ટને છીછરો કરી લેજે..


આરવના આવતા તહેવારની ઉજવણીમાં ચાર ચાંદ લાગી ગયા.

રાતે જમવાના સમયે આરવ પર ફોન આવ્યો ને તેનું મોઢું પડી ગયું.

શું થયું? તારુ મોઢું કેમ પડી ગયું?

મમ્મી, ભાઈબીજના દિવસે મારે કંપનીમાં લિગલી જોઈન કરવાનું છે, તો મારું બેગ પેક કરી લઈએ,એક અઠવાડિયું ભરૂચ રોકાવું પડશે!

તુ આજે આવ્યો ને પરમ દિવસે જતો રહેશે!

જોબ એટલે જોબ. મારે જવું પડશે. આથી સીમાએ ફટાફટ ઘરકામ પતાવ્યું. આરવ મોબાઈલમાં બિઝી થયો..

ઝરણાનો મેસેજ આવ્યો કે હું ઘરે આવ છું.

હમણાં આવે છે?

અત્યારે, હું સપનામાં આવીશ.

હમમ.... આઈ વેટિંગ ફોર યુ.. અને પછી શું.....?

કંઈ નહીં, તું મારા સપનામાં આવજે.

જો આમ ને આમ સપનામાં આવરો જાવરો કરીશું, તો સવાર થઈ જશે! કંઈ કરવાનો મોકો મળશે જ નહીં!

કંઈક કરવાનો મતલબ! મને તારો ઈરાદો નેક લાગતો નથી!

હું નેકી કરીશ તો પ્રેમ કયારે કરીશ?

આવતી કાલે બપોરે.

સાચું, કરવા દઈશ.

ઇડિયત, તારા ધરે આવવાની વાત કરું છું. હું આવતી કાલે તારા ઘરે આવ છું.

અત્યાર સુધી મોબાઈલ પર વાત કરતા, બે જુવાન હૈયા અચાનક એકબીજાને મળે છે. ધીરે ધીરે મુલાકાતો વધે છે, અને બંને એકબીજાને લગ્ન માટે પ્રપોઝ કરે છે.

આરવ અને ઝરણાના પ્રેમને મંજૂરી મળી ગઈ હતી, પણ પ્રોબ્લેમ એ હતો કે તે ફ્કત એક દિવસની રજામાં ધરે આવતો. તે આરામ કરતો નહીં અને સીધો ઝરણાને મળવા જતો.

શરૂઆતમાં આરવ પાસે બાઈક નહોતું. આથી તે મમ્મી પપ્પાની બાઈક લઈ તેને મળવા જતો. તે ખૂબ સ્વાભિમાની અને આત્મનિર્ભર હતો. તે બાઈક લેવા સક્ષમ હતો, પણ જોબને કારણે બાઈક લેતો નહોતો.

એક દિવસ ઝરણાએ કહ્યું: "આમ, ક્યાં સુધી મમ્મી પપ્પાની બાઈક પર ફરીશું?"

હું ફાલતુ ખર્ચમાં માનતો નથી, જે વસ્તુ હોય એમાં જ ખર્ચો કરવો પૈસાનો બગાડ છે. અને હું અઠવાડિયામાં એક વાર તો સુરત આવ છું.

તો, "તુ જિંદગીભર પોતાની બાઈક લેશે નહીં!"

આ સાંભળી આરવ એક પળ માટે તેની સામે જોતો જ રહ્યો. છતાં, તેને વાત બદલવાની કોશિશ કરી.

ઝરણા તેની કોઈ વાત સમજવા તૈયાર જ નહોતી. તેણે ફરીથી કહ્યું: તારી પાસે ગાડી નથી, તારું ઘર ખૂબ નાનું છે, તમારા બે ભાઈઓનો બેડરૂમ પણ એક જ છે. વળી, તુ ભરૂચમાં નોકરી કરે છે. મારી માસી કહેતા હતા કે તારી પસંદગી આવી છે. જેની પાસે સુરતમાં રહેવાનો સમય નથી, જેની પાસે કંઈ નથી! તુ નોકરી છોડી સુરત આવી જા.

મને એવું હતું કે તે મને સામેથી પ્રપોઝ કર્યું છે, તુ મને જોઈને આવી હશે! પણ, તુ તો મને મારી ઓકાત બતાવે છે! આજે તારો મતલબી ચહેરો મારી સામે આવી ગયો. આખરે તારા દિલની વાત તારા મોઢા પર આવી જ ગઈ..

એક સવાલ પૂછી શકું? "જ્યારે તે મને પ્રેમ કર્યો હતો ત્યારે તે માસીને પુછીને કર્યો હતો?" અમારું ઘર ભલે નાનું હોય પણ મારા મમ્મી પપ્પા વચ્ચે પ્રેમ પુષ્કળ છે. અને જ્યાં પ્રેમ હોય, ત્યાં દરેક વસ્તુ આસાનીથી મેળવી શકાય.. જ્યાં સમજ હોય, ત્યાં સમર્પણ કરાય. જ્યાં તુલના હોય, ત્યાં દખા જ હોય! મારો પરિવાર મારા માટે મારું માન છે.. પ્રેમને પૈસા સાથે તોલી, પ્રેમની તુલના ઓછી કરી દિધી..

તુ મને સમજવાની કોશિશ કર. મારો મતલબ એ નથી!

તારો મતલબ જે હોય તે! પણ તારું કેરેક્ટર મારી સમજમાં આવી ગયું છે.

આરવ, "હવે તુ હદ બહાર જાય છે!"

હું હદમાં રહીને જ વાત કરું છું.. તે મારું ભણતર જોયું નહીં, મારી નોકરી પણ નહીં જોઈ, મારી મહેનત મારો પ્રેમ કંઈ જોયું નહીં, અને તારી માસીની વાતમાં આવી, મારી પાસે શું નથી એ જોયું. હું આવતા મહિને બાઈક લેવાનો હતો. આવતા વરસમાં ઘરનું પણ પ્લાનિંગ હતું. મને મારો આઈનો બતાવા માટે હું આજીવન તારો આભારી રહીશ.. આજથી આપણે બ્રેક અપ કરી લઈએ..

આરવે બ્રેકઅપની વાત ઘરમાં બધાથી છુપાવી હતી. છતાં સીમાને ખબર પડી ગઈ હતી. કારણકે કેટલા દિવસોથી આરવ ઉદાસ રહેતો હતો, તેના મોઢાંનુ હાસ્ય ગાયબ હતું. વળી, એક મહિનાથી ઝરણાએ પણ ફોન કર્યો નહોતો..

આથી સીમાએ કહ્યું: "હું પૂછું એનો સાચો જવાબ આપશે!"

"શું?"

"તારોને ઝરણાનો ઝગડો થયો છે?"

હા, "અમે બ્રેક અપ કરી લીધું છે." આનાથી વધારે પૂછતાં નહીં.

તે આ સાંભળી શૌક થઈ ગઈ. તેણે આરવને કંઈ પુછ્યું નહીં.. ધીરે ધીરે કરી એક વરસ પૂરું થયું..

બ્રેકઅપના એક વરસ પછી..

૨૦૨૦ની શરૂઆત થઈ.. વિશ્વમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો હતો! ૨૩માર્ચે મોર્નિંગ શિફ્ટ કરી સાંજે આરવ ઘરે આવ્યો હતો.. અને વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ (કોરોના વાઈરસથી બચવા) જનહિત માટે આખા દેશમાં લોકડાઉન જાહેર કર્યુ હતુ..

જિંદગીમાં પહેલી વખત બધા લોકો કામધંધો છોડી મજબૂરીમાં ઘરે બેઠા હતા.. આ લોક ડાઉન ખૂબ પીડા દાયક હતું.. જે રસ્તે ચહેલ પહેલ હતી, તે સૂમસામ બન્યા હતા. દવાખાના અને હોસ્પિટલ ભરચક બન્યા. ડૉકટર, પોલીસ અને સફાઈ કામદારોની ડ્યુટી વધી ગઈ હતી. કામ વગર ઘરની બહાર નીકળી શકાતું નહોતું.. આ સમયગાળામાં પહેલી વખત એવું બન્યું કે માણસ માણસથી બીતો હતો.. છતાં અમુક સેવા ભાવી લોકોએ પોતાની પરવાહ કર્યા, વગર ગરીબ લોકોને જમવાનું પહોંચાડ્યું, અમુક લોકોએ ગાય અને કૂતરાનો ખ્યાલ રાખ્યો. આ દરમિયાન કેટલાંય લોકોએ પોતાનાં પરિવારજનોને ગુમાવ્યા હતા. એક સમય એવો આવ્યો કે લોકો દવાખાને જતા પણ ડરવા લાગ્યા.

સીમાને એક વાતની ખુશી હતી કે લોક ડાઉન વખતે આરવ પણ તેઓની સાથે હતો...

આરવે કહ્યું: મમ્મી, ત્રણ મહિનાનું વેકેશન છે, હવે તમારી ફરિયાદ દુર થઈ..

હા, ફરિયાદ તો દુર થઈ, પણ આ વેકેશનમાં ઘરમાં જ રહેવું પડશે! ક્યાંક બહાર ફરવા જવાશે નહિ!

આ સમયમાં ઘરનું કામ પણ વધી ગયું હતું. એક ચિંતા હતી કે આ સમય જલ્દી વીતી જાય, તેનાંથી ઉલટું સમય ધીરે ધીરે પસાર થઈ રહ્યો હતો..

પણ આ સમયમાં પરિવારની વેલ્યુ બરાબર સમજાઈ ગઈ.. બધાને સાથે હસતા રમતા જોઈને સીમા ખૂશ તો હતી, છતાં તેને કાલની ફીકર થઈ રહી હતી. ઘરનું શાકથી લઈ કરિયાણું હિમેશ લાવી આપતા હતા. બધાથી વઘારે તેને હિમેશની ચિંતા હતી. સોસાયટીમાં કોરોનાને કારણે બે ડેથ થઈ હતી! આમ, બીતા બીતા સમય પસાર થતો હતો.

આખરે મે મહિનો આવી ગયો. લોકોની એવું જ હતું કે 31 મેના દિવસે લોક ડાઉન પુરું થઈ જશે, પણ કોરોનાના કેસમાં તો સતત વધારો થઈ રહ્યો હતો. વળી, સોશિયલ મીડિયા પર અફવાનો વાયરો જોર શોરથી વાતો હતો. મોઢાની જુદી જુદી વાતો હતી!

ઓમે કહ્યું: "પપ્પા, તમને શું લાગે છે લોક ડાઉન લંબાશે?"

"શું ખબર?"

લોક ડાઉન લંબાય કે ના લંબાય, મારે પહેલી જૂને જોઈન કરવાનું છે!

દિકરા, ટ્રેન અને બસ બંધ છે. "તુ કેવી રીતે ભરૂચ જઈશ?"

એ તો ખબર નથી, પણ સુરતના ગૃપને પૂછી જોઉં કેવી રીતે જવુ છે?

આ સાંભળી સીમાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને મનમાં બેચેની થઈ રહી હતી. તે ચિંતા કરતા કરતા સૂઈ ગઈ. તેને ઉંઘમાં શીત લહેર સ્પર્શી રહી હતી.

તેને હિમેશને કહ્યું: "હિમેશ એસી બંધ કરો. મને ખૂબ ઠંડી લાગે છે.

"એસી તો બંધ જ છે."

મને ઠંડી લાગે છે. મને બ્લેન્કેટ ઓઢાડો.. બ્લેન્કેટ ઓઢતાની સાથે તેની આંખો સામે અંધારું છવાયું. વાદળોનો ગડગડાટ અને વીજળીનો ચમકારો થઈ રહ્યો હતો. અને તેની આંખો ખુલી ગઈ. તે પરસેવે રેબઝેબ હતી. પંખો બંધ હતો, હિમેશ પણ તેની પાસે નહોતો.

તે ઊભી થઈ હોલમાં આવી, તો હિમેશ ત્યાં પણ નહોતો.. તેણે છોકરાઓના રૂમમાં જોયું તો, બાપ દિકરા એક જ રૂમમાં સૂતા હતા..

તેની ઉંઘ ઉડી ગઈ હતી, આથી તેને ડાયરી લખવાનું વિચાર્યું.. તે ડાયરી લઈ બાલ્કનીમાં આવી, તેને લખવાની શરૂઆત કરી.. સર્વ મંગલ માંગલ્યે..

ક્રમશ:
વઘુ બીજા ભાગમા
અમાન્ય વાસ્તુ ને વાંચતા રહો..

જય શ્રીકૃષ્ણ
રાધે રાધે