Balidan Prem nu - 14 in Gujarati Love Stories by DC. books and stories PDF | બલિદાન પ્રેમ નુ.. - 14

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બલિદાન પ્રેમ નુ.. - 14

નેહા પાછળ ફરી ને જોવે છે તો ચોકી જાય છે.

મલય અને રાજ નેહા ની પાછળ જ ઉભા હોય છે.

મલય નેહા ની સામે જોઈ રહે છે. નેહા મલય સામે નજર નથી મેળવી શક્તિ એટલે નીચુ જોઈ ને ઉભી રહે છે.


સોનિયા રાજ ને બૂમ પાડે છે એટલે રાજ ત્યાં જાય છે. નેહા આગળ ચાલવા જાય છે ત્યાં જ એનો પગ સ્લીપ થઇ જાય છે. અને પગ સ્લીપ થવા થી પડતા પડતા મલય એને પકડી લે છે. નેહા અને મલય એક બીજા ની આંખો માં ખોવાઈ જાય છે.

ત્યાં જ મોલ માં એક સોન્ગ વાગે છે.

"વહી હે સુરતે અપની
વહી મેં હું વહી તુમ હો,

મગર ખોયા હુઆ હું મેં,
તુમ ભી કહી ગુમ હો..."

એટલા માં રાજ અને સોનિયા બંને ત્યાં આવે છે. રાજ અને સોનિયા ખોટી ખાંસી ખાય છે જે સાંભળી ને નેહા સરખી પોતાના પગ પર ઉભી થાય છે. મલય જોડે થી પોતાનો હાથ છોડાવા જાય છે. પણ મલય નેહા નો હાથ છોડતો નથી.

નેહા મલય ની આંખો માં પોતાના માટે ના સવાલો જોવે છે. નેહા ની આંખો ભરાઈ આવે છે. જે જોઈ ને સોનિયા મલય ના હાથ માં થી નેહા નો હાથ છોડાવે છે.

ચાલો ભૂખ લાગી છે યાર બોવ. રાજ વાત બદલવાની કોશિશ કરતા બોલે છે.

સોનિયા પણ નેહા ને લઇ ને ફૂડ કાઉન્ટર પાસે જાય છે. મલય હજી પણ ત્યાં જ ઉભો રહી ને નેહા ને જોઈ રહે છે.

રાજ પોતાનો હાથ મલય ના ખભા પર મૂકી ને એને કહે છે. એને થોડો સમય માંગ્યો છે તો આપ ને. એ કહેશે બધું જ તને! થોડી શાંતિ રાખ. પ્લીસ. રાજ મલય ને સમજાવે છે.

મલય પોતાની આંખો ખૂણા માં આવેલ પાણી ને લૂછી ને હકાર માં માથું હલાવી ને આગળ વધે છે. રાજ પણ મલય જોડે આવે છે.

બધા એક રાઉન્ડ ટેબલ જોડે ગોઠવાય છે.

સોનિયા પૂછે છે. નેહા શુ ખાઇશ?

કઈ પણ નહિ.. મને તો ભૂખ જ નથી બોવ યાર! રાજ નેહા ની કોપી મારતા મજાક ના મૂડ માં બોલે છે.

બધા હસી પડે છે.

નેહા નો તો એક જ આન્સર હોય કે મને ભૂખ નથી... રાજ હસતા હસતા બોલે છે.

નેહા પણ હસી પડે છે.

આજે તો કંઈક ખાઇશ ને? સોનિયા પૂછે છે.

તુ મેનુ તો આપ એક વાર. નેહા બોલે છે.

વેઈટર ઓર્ડર લેવા આવે છે.

નેહા ઓર્ડર આપે છે. એક છોલે ભટુરે, એક વડા પાઉ, એક દાબેલી, એક પ્લેટ ભેળ, એક મસાલા ઢોસા, એક પાણીપુરી પ્લેટ, એક સ્ટફ આલુ પરાઠા, એક ચીઝ સેન્ડવિચ, અને એક લાર્જ કોક.

મલય સોનિયા અને રાજ નેહા ની સામે પાલક ઝપકયા વગર જોયા કરે છે.

નેહા એક નજર બધા સામે જોઈ ને પૂછે છે. તમે લોકો શુ લેશો?

તો આ બધુ તુ એકલી ખાઈશ? ત્રણેય જન જણા એક સાથે પૂછે છે.

હા કેમ? નેહા બોલી.

બાકી બધા એક બીજા સામે જોઈ ને વિચાર કરે છે. આ એ જ નેહા છે જેને કોઈ દિવસ ભૂખ જ નહતી લાગતી?

************

અનુરાગ ને એક નંબર પર થી ફોન આવે છે.

અનુરાગ એની સાથે કંઈક વાતો કરી ને પછી પોતાનો સામાન એક બેગ માં મૂકે છે. એટલા માં જ એના ઘર ની બેલ વાગતા દરવાજો ખોલે છે અને સામે જ રોની ને જોઈ ને ડરી જાય છે.

અરે રોની તુ?
અહીં ?

હા યાર! આજે એક પાર્ટી માં જવાનુ છે. વિચાર્યું કે એકલા જવા કરતા તને લેતો જઉં.
એમ પણ તારા સિવાય કોઈ એવુ નથી જે મારા મન ને સમજી શકે. રોની બોલ્યો.

હા એ તો છે. પણ હુ આજે... એક્ટુઅલી માં.. અનુરાગ કઈ આગળ બોલે એ પહેલા જ રોની અનુરાગ ની બેગ ને જોઈ ને પૂછે છે.

તુ ક્યાં ઉપડ્યો? તુ પણ મને છોડી ને જતો રહીશ? મને કહ્યુ પણ નહિ તે?

અનુરાગ ચોકી જાય છે પણ વાત ને સાંભળતા બોલે છે. હુ થોડા કામ થી અમદાવાદ જઈ રહ્યો છુ.

તો પાછો ક્યારે આવીશ? રોની પૂછે છે.

હમ્મ બસ ૨ ૩ દિવસ માં જ... અનુરાગ વિચારી ને જવાબ આપે છે.

તો હુ પણ આવુ તારા સાથે? એમ પણ રાધા વગર હમણાં રેસ્ટોરન્ટ બન્ધ જ રાખ્યું છે. રોની પૂછે છે.

ના દોસ્ત. માફ કરજે પણ તને તો ખબર છે કે મારા અમુક કામ માં હુ એકલો જ જઉ છુ. જેમાં જીવ નુ જોખમ પણ હોય છે. તો આ વખતે નહિ... પછી ક્યારેક રોની. અનુરાગ સિફત થી જવાબ આપે છે.

હમ્મ ... ચાલ કોઈ વાંધો નહિ પણ આવ્યા પછી રાધા ને શોધવાનું ભૂલીશ નહિ. રોની બોલે છે.

તુ ચિંતા ના કર... રાધા ને ગમે ત્યાં થી શોધી કાઢીશ હુ.. અનુરાગ રોની ને આશ્વાશન આપે છે.


રોની રાધા સુધી પહોંચશે?

રાધા જ નેહા છે? નેહા રાધા કેમ બની?

અનુરાગ ક્યાં જાય છે?

શુ અનુરાગ અને નેહા નો આમનો સામનો થશે?

જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરો.

આપ નો અભિપ્રાય જરૂર લખજો મિત્રો.

-DC