Safar ek anokha premni - 43 - Last Part in Gujarati Fiction Stories by Dimple suba books and stories PDF | સફર-એક અનોખા પ્રેમની... - 43 (અંતિમ)

Featured Books
Categories
Share

સફર-એક અનોખા પ્રેમની... - 43 (અંતિમ)





(આપણે આગળનાં ભાગમાં જોયું કે નીયા પ્રીયંકા સાથે મોલમાં આવે છે. ત્યાં વિરાજ અને પ્રિતી પણ શોપિંગ કરવા માટે આવ્યાં હોય છે. પ્રિતી અને પ્રીયંકા બન્ને શોપિંગમાં લાગી જાય છે અને નીયા અને વિરાજ મોલમાં ચક્કર મારવા માટે નીકળે છે. ફૂડ કોર્ટમાં બેસીને બન્ને ઘણી વાતો કરે છે. વાત-વાતમાં વિરાજ કહે છે કે 'એક વ્યક્તિને કારણે તેનાં જીવનમાં ઘણુ પરિવર્તન આવી ગયુ છે.' આ સાંભળી નીયા તેને તે વ્યક્તિનું નામ પુછે છે ત્યારે વિરાજ નીયાને તે વ્યક્તિ સાથે મળવા એક કપડાંની શોપ પર લઇ જાય છે જયાં દીવાલમાં લાગેલા અરીસામાં નીયાને તેનુજ પ્રતિબિંબ દેખાડીને કહે છે કે, "નીયા જ એ વ્યક્તિ છે જેણે તેનામાં પરિવર્તન લાવ્યું છે." અને સાથે-સાથે તે નીયાને પોતાના દિલની વાત કહે છે. પરન્તુ સામે નીયા વિરાજને પ્રેમ નથી કરતી એમ કહે છે. આ સાંભળી વિરાજને ઘણુ દુઃખ થાય છે અને તે નીયાને તેનું કારણ પુછે છે. નીયા તેને કોઈ જવાબ નથી આપતી આથી વિરાજને ગુસ્સો આવે છે અને તે નીયાને પોતાના દિલમાં આટલા સમયથી રહેલી બધીજ વાત કહી દે છે અને આંખોમાં આંસુ સાથે તે ત્યાંથી નીકળી જાય છે. પાછળથી ત્યાં પ્રિતી અને પ્રીયંકા આવે છે જે નીયાને આ બધો તે બન્નેનો પ્લાન હતો તેવું જણાવે છે. પ્રિતી વિરાજને મોલમાં ચારે તરફ શોધે છે પણ તે ક્યાંય નથી મળતો આથી તેને ચિંતા થાય છે અને તે અજયભાઈને ફોન કરે છે. અજયભાઈ પ્રિતીને ચિંતા ન કરવાનું કહે છે. આ બાજું શોપની અંદર નીયાનાં આંખોમાંથી પણ આંસુ નીકળી રહ્યાં હોય છે, ત્યાંજ તેની નજર અરીસામાં દેખાતા પોતાના પ્રતિબિંબ પર પડે છે અને તે ગુસ્સામાં ને ગુસ્સામાં અરીસામાં બે-ત્રણ મુક્કા મારે છે અને અરીસાનો કાચ તૂટતા તેનાં કાચ નીયાનાં હાથમાં ખૂંચી જાય છે અને તેનાં હાથમાંથી લોહી વહેવા માંડે છે. અચાનક તેને કંઇ વિચાર આવતાં તે દોડીને મોલની બહાર જાય છે અને પોતાની કાર લઇને નીકળી પડે છે. હવે આગળ.....)


મુંબઈ શહેરમાં સર્વત્ર અંધકાર છવાઈ ગયુ હોય છે, રસ્તા પરની સ્ટ્રીટ લાઈટો ચાલુ હોય છે, નાની-મોટી બિલ્ડીંગો બધી લાઈટથી પ્રકાશિત થઈ રહી હોય છે. બધાં લોકો આખા દિવસનું કામ પુરૂ કરી, થાકીને ઘરે વહેલા પહોંચવાની ઉતાવળમાં હોય છે.

રસ્તા પરનાં વાહનો પોતાનુ અંતર કાપી રહ્યાં હોય છે તે બધામાં નીયાની કાર પણ પૂરપાટ દોડી રહી હોય છે. નીયાની આંખો આંસુથી છલકાઇ રહી છે. તેનાં હાથમાંથી વહેતા લોહીને કારણે તેની કારનું સ્ટેરીંગ લોહીવાળું થઈ જાય છે. પણ નીયાને આ કોઈ વાતનું ભાન જ હોતુ નથી, તેનાં મગજ અને દિલ બન્નેમાં ફક્ત વિરાજના જ વિચારો આવી રહ્યાં હોય છે, તેની સાથે વિતાવેલી દરેક ક્ષણ યાદ આવી રહી હોય છે. તેની કાર સીધી મરીન ડ્રાઇવ પર આવીને ઊભી રહી જાય છે. કારમાંથી નીકળી નીયા આજુ-બાજુ બધે જ નજર ફેરવે છે, તેની નજર બસ વિરાજને જ શોધી રહી હોય છે. પણ વિરાજ ક્યાંય દેખાતો નથી આથી નીયાને ચિંતા થાય છે. ત્યાંજ વાદળોની ગર્જના સંભળાય છે અને ગાઢ અંધકાર ભર્યા આકાશમાં વીજળીનો સફેદ ચમકારો થાય છે. નીયાની નજરો હજું વિરાજને જ શોધી રહી હોય છે ત્યાંજ તેને વિરાજ દેખાય છે. વિરાજ મરીન ડ્રાઇવની પાળી પર બેઠો હોય છે. તેની આંખો સાવ કોરી હોય છે અને નજરો એકીટશે સામે ઘૂઘવાટા મારતા દરિયાને જોઇ રહી હોય છે. તેની આંખોમાં દિલ તૂટવાની વેદના સ્પષ્ટ દેખાઈ રહી હોય છે. વિરાજને જોઈને નીયાને રાહત થાય છે. તેનુ મન શાંત પડે છે.

તે પોતાના આંસુ લુંછી અને દોડીને વિરાજ પાસે જાય છે. તેની પાછળની બાજું ઊભી રહી જાય છે. નીયા ધીમા સ્વરે બોલી, "વિરાજ...." પણ વિરાજ પાછળ ફરીને જોતો નથી. આથી નીયા બોલે છે, "મને ખબર છે તું મારાથી નારાજ છે અને હોવું જ જોઈએ, જો હું તારી જગ્યાએ હોવ તો હું પણ એવું જ કરૂ (પછી તે પોતાના જ માથે ટપલી મારતા બોલી) નાં, હું તારી જગ્યાએ પોતાને કલ્પી પણ ના શકુ. કારણકે તે જે મારા માટે કર્યું છે તે બીજુ કોઈ પણ ના કરી શકે. હું પણ ના કરી શકુ. પ્રેમ... પ્રેમ એવું બોલતી રહી પણ ક્યારેય સાચા પ્રેમનો અર્થ સમજ્યો નહતો, જે આજે તે મને સમજાવ્યો છે. પ્રેમનો અહેસાસ કરતા શીખવ્યું છે, મારા દિલમાંથી નફરતને ફેંકીને પ્રેમને સ્થાન આપ્યું છે. આ બધાં માટે હું તારો આભાર માનું એટલો ઓછો છે. હવે મારા દિલને પ્રેમનો અહેસાસ થયો છે."

નીયા આ બધુ બોલી છતાં વિરાજે પાછળ ફરીને ના જોયું, નીયા ઘૂંટણભેર બેઠીને પોતાનો હાથ આગળ કરતા બોલી,
"મી. ડરપોક....આ તારી મિસ. બહાદુર તને ખુબજ પ્રેમ કરે છે અને તે તને આજીવન સંભાળવા માટે તૈયાર છે. શું તું પણ તેને આખું જીવન સંભાળવા તૈયાર છે??!, વીલ યું મેરી મી?"

ત્યાંજ પ્રિતી અને પ્રીયંકા પણ ત્યાં આવી પહોંચે છે, તે લોકો ત્યાં નીયા અને વિરાજની નજીક જ પાર્ક કરેલી કાર પાછળ છુપાઈને ઉભા રહી જાય છે અને આ દ્રશ્ય જુએ છે. પ્રિતી સ્વગત બોલે છે , 'ભાઈ, હા પાડી દે.'
પ્રીયંકા મનમાં બોલે છે, 'વિરાજ, પલટ...'

અને... અને...
વિરાજ પાછળ ફરે છે....અને નીયા સામું જુએ છે.
તે નીયાનો હાથ પકડીને હકારમાં માથું ધુણાવે છે. આ જોઇને પ્રિતી અને પ્રીયંકા બન્ને ખુશ થઈ જાય છે. નીયા ઊભી થાય છે. નીયા અને વિરાજ બન્નેનાં ચહેરા પર ચમકતી સ્માઈલ આવી જાય છે. વિરાજ જુએ છે તો તેણે નીયાનો જે હાથ પકડેલો હતો તે લોહીવાળો હોય છે. "નીયા, આ શું છે? જો તો ખરાં કેટલું વાગ્યું છે! તને કાઈ ખબર જ નથી પડતી, તારું ધ્યાન ક્યાં હોય છે!" વિરાજ એકી શ્વાસે બોલી ઉઠે છે.

જવાબમાં નીયા વિરાજને ભેટી પડે છે. નીયા બોલે છે, " આઇ લવ યુ વિરાજ."
વિરાજ કહે છે, " આઇ લવ યુ ટુ નીયા."
બન્નેની આંખોમાંથી આંસુ સરી રહ્યાં હોય છે. બન્નેનો પ્રેમ જોઇ ઉપરથી આકાશ પણ રડવા લાગે છે અને આખા શહેરને ભીંજવવાનું શરૂ કરે છે. વાતાવરણને વધું આહલાદક બનાવવા માટે પ્રિતી પોતાના મોબાઈલમાં ફુલ સાઉન્ડ પર સોંગ ચાલુ કરે છે,

"રહેનાં તું પલ પલ દિલ કે પાસ,
જૂડી રહે તુજ સે હર ઇક સાંસ....
ખુદ પે પહેલે નાં ઇતના યકિન,
મુજકો હો પાયા.....
મુશ્કિલ સી ઘડિયા આસાન હુઈ,
અબ જો તું આયા...
ઇક બાત કહુ તુજસે, તું પાસ હે જો મેરે
સીને સે તેરે સર કો લગા કે
સુનતી મે રહું નામ અપના......."

થોડીવારમાં પ્રિતી અને પ્રીયંકા તે બન્ને પાસે ગયા,
પ્રિતી બોલી, "જો..તો પ્રીયંકા, કેવો જમાનો છે! બે ભોળી છોકરીઓએ પ્રેમી પંખીડાને મેળવ્યા અને હવે તેનો આભાર માનવાની જગ્યાએ બન્ને એક-બીજાને ગળે લાગીને પોતાની દુનિયામાં ખોવાઈ ગયા. આ સાંભળી નીયા અને વિરાજ અલગ થયાં અને એક-બીજા સામું જોઇ હસવા લાગ્યા. નીયા અને વિરાજે તે બન્નેનો આભાર માન્યો.

વિરાજ ત્રણેય સામું જોઇને બોલ્યો, "તમને ત્રણેયને કઇ રીતે ખબર પડી કે હું અહિયાં છુ?"

"મને ખબર છે કે જ્યારે તારો મુડ સારો ન હોય ત્યારે તું અહિયાં આવે છે. તે જ મને એક વાર કહેલું." નીયા વિરાજ સામું સ્મિત કરતા બોલી.

"અને તું મોલમાં નહતો દેખાતો એટલે મેં અજયઅંકલને ફોન કર્યો તો તેણે મને કહ્યુ કે તું આવી પરિસ્થિતિમાં અહિયાં જ હોઇશ. આથી નીયા જ્યારે મોલમાંથી નીકળી તો હું અને પ્રીયંકા તેની પાછળ-પાછળ આવ્યાં." પ્રિતીએ કહ્યુ.

"નીયા હવે તો કહે તને હાથમાં વાગ્યું કઇ રીતે?" વિરાજે પુછ્યું.

"તારા ગયા પછી, અરીસામાં પોતાનુ પ્રતિબિંબ જોઇ મને ગુસ્સો આવ્યો આથી ગુસ્સામાં મે અરીસામાં બે-ત્રણ મુક્કા માર્યાં, એટલે અરીસાનો કાચ તૂટતા મારા હાથમાં ખૂંચી ગયો એટલે..." નીયા સહજતાથી બોલી.

"બાપરે.... આટલો ગુસ્સો! ભાઈ લગ્ન પછી તો તારું આવી જ બન્યુ." પ્રિતી વિરાજને મસ્તીમાં કહેતાં બોલી. વિરાજ હસવા લાગ્યો એટલે નીયાએ વિરાજનાં પેટમાં કોણી મારી, આ જોઇ પ્રિતી ફરી બોલી, "લે..આ તો મેરેજ પહેલા જ મારવા લાગી."

"એ એનું ક્યાં કરે છે, પ્રિતી! નીયા તો કાચ તોડીને ચાલી નીકળી. પછી દુકાનવાળાએ મારી પાસેથી બધાં પૈસા વસુલ કર્યા અને બે-ત્રણ ઠપકા પણ આપ્યાં." પ્રીયંકા મોં ફૂલાવતા બોલી. પછી ચારેય એક-બીજા સામું જોઈને હસવા લાગ્યા. વિરાજ નીયાને તરતજ હોસ્પિટલે લઇ ગયો, ત્યાં ડોક્ટરે નીયાને હાથમાં ડ્રેસિંગ કરી દીધું.

ત્યાં સુધીમાં પ્રિતી વિરાજનાં ઘરે ગઇ અને અજયભાઈને સમગ્ર ઘટનાની જાણ કરી. પ્રીયંકાએ આલોકને ફોન કરીને બધી વાત જણાવી અને નીયાનાં ઘરે જઇ ત્યાં તેમનાં પરિવારને પણ બધી વાતની જાણ કરી. આલોકે હેત્વિબહેન અને અભિજીતભાઈને બધી ઘટના વિશે કહ્યુ, આ બાજું અનન્યા અને રાહુલભાઈને તેમજ અવિનાશ અને તેમનાં પરિવારને પણ આ વાતની જાણ થઈ. બધાં નીયા અને વિરાજનાં મળવાથી ખુશ હતાં.

વિરાજ જ્યારે નીયાને તેનાં ઘરે મુકવા આવ્યો ત્યારે પ્રિયાભાભી ગેટ પર જ ઊભા હતા, તેણે વિરાજને ઘરની અંદર બોલાવ્યો. વિરાજ અને નીયા ઘરની અંદર પ્રવેશ્યા. તેમણે જોયું કે અંદર અજયભાઈ, અને નીયાનાં પરિવારનાં બધાં બેઠા હતાં. નીયા અને વિરાજ બધુ સમજી ગયા, બન્ને ત્યાં બેઠા અને ઘણી વાતો કરી.

રિતેશ ભાઈએ કહ્યુ "તમારા બન્નેના પણ અનન્યા-અવિનાશ, અને આલોક-પ્રિયંકા સાથેજ લગ્ન ગોઠવીએ તો?" તેઓ આ વાતથી સહમત થયા અને બધાં ફટાફટ લગ્નની તૈયારીઓમાં લાગી ગયાં.

વિરાજ, અજયભાઈ તેમજ પ્રિતીને શોપિંગ કરવાની બાકી હોવાથી તે લોકો શોપિંગ કરવા જાય છે અને નીયાને પણ સાથે લઇ જાય છે. શોપિંગ થઈ ગયા બાદ અજયભાઈ અને પ્રિતી ઘરે જાય છે. જ્યારે નીયા અને વિરાજ ફરવા જાય છે. દરિયામાં પગ ડુબાડયા, રેતી પર બેસીને શાંત દરિયાને નીહાળ્યો. થોડીવારમાં બન્ને વિરાજનાં ઘરે ગયા ત્યાં જમ્યુ અને ઘણી હસી-મજાક કરી. આમ, એક વીક પાણીનાં પ્રવાહની જેમ વિતી ગયુ... મહેંદી, દાંડિયા-રાસ, પીઠી બધી રસમ પુરી થઈ ગઇ હતી.

લગ્નનો મંગળ દિવસ આવી ગયો..........
મુંબઈના સહુથી મોટા પાર્ટી પ્લોટ પર રાત્રીનાં સમયે લગ્ન રાખવામાં આવ્યાં છે. વચ્ચે ત્રણ મોટા મંડપ છે જે ખુબજ સરસ રીતે શણગારેલા છે. બધાં મહેમાનો આવી ગયા છે. ગરીબ વસ્તીના નાનાં બાળકો તેમજ તેમનાં માતા-પિતા પણ ત્યાં હાજર છે. આખો પાર્ટી-પ્લોટ ખુબજ સરસ રીતે શણગારવામાં આવ્યો છે.

વિરાજ, આલોક, અવિનાશ ત્રણેયની જાન આવે છે. નીયા, અનન્યા અને પ્રિયંકાનો પરિવાર તેમનુ સ્વાગત કરે છે. બધાં મહેમાનો પાર્ટી-પ્લોટનાં ડેકોરેશનનાં વખાણ કરે છે. કોઈ નીયા અને 'આલોકની સગાઈ થઈ અને હવે નીયા અને વિરાજનાં લગ્ન થશે!!' આ ટોપિક પર અંદરોદર ચર્ચા કરે છે. કોઈ ડેકૉરેશનમાંથી નીરખી-નીરખીને ખામીઓ ગોતે છે. તો કોઈ પોતે પહેરેલા કિંમતી કપડા અને ઘરેણાં દેખાડીને બીજા સામું દેખાડો કરે છે. કોઈ જમવાના કાઉન્ટર પર વહેલા પહોઁચી જઇને પોતાનું યથા-યોગ્ય સ્થાન મેળવી લે છે. અમુક છોકરાં-છોકરી આ ત્રણેય જોડાનાં લગ્ન જોઈને પોતાના લગ્નના સ્વપ્ના જુએ છે. બાળકો તેમની ધૂનમાં મસ્ત હોય છે. કોઈ હાઈ-ફાઈ લાઈફ સ્ટાઇલ જીવતાં લોકો ગરીબ વસ્તીના લોકોને ત્યાં જોઈને મોં બગાડે છે તો કોઈ તેમની સાથે પ્રેમથી વાતો પણ કરે છે. તો કોઈ આ લગ્ન જોઇ ખુબજ ખુશ થાય છે અને એન્જોય કરી રહ્યાં હોય છે.


વિરાજ, અવિનાશ અને આલોક પોત-પોતાના મંડપમાં બેઠા છે. દુલ્હાનાં કપડામાં આજે ત્રણેય ખુબજ હેન્ડસમ દેખાઈ રહ્યાં છે. પંડિતજી, 'કન્યા પધરાવો સાવધાન...' એમ બોલે છે અને ત્રણેય કન્યાઓને બોલાવવામાં આવે છે. નીયા, અનન્યા અને પ્રીયંકા ત્રણેય મંડપ તરફ આવે છે. આજે ત્રણેય લાલ ઘરચોળામાં ખુબજ સુંદર દેખાઈ રહી છે. નખ-શીખ સુધી જાણે સ્વર્ગની કોઈ અપ્સરાઓ હોય તેવી લાગી રહી છે. ત્રણેય મંડપમાં પ્રવેશે છે. અનન્યાના માતા ન હોવાને કારણે અભિજીતભાઈ અને હેત્વિબહેન તેમનુ કન્યાદાન કરે છે. ત્રણેય જોડા સાત ફેરા ફરે છે. સપ્તપદીના સાત વચનો લે છે. આમ, બન્ને પ્રેમી પંખીડા એક થયાં. વિરાજ અને નીયા મળી ગયા. બન્નેનાં દિલ એક થઈ ગયા, અનોખા પ્રેમના સફરમાં બન્ને સફર કરનાર અનોખા પ્રેમીઓ એક થયાં.........

******

નીયા અને વિરાજની અનોખા પ્રેમના સફરની કહાની સાંભળી વેલેન્ટાઇન ડે પર જંગલનાં કેમ્પમાં તાપણું કરીને બેસેલા ત્યાં બધાં લોકો ભાવુક થઈ ગયા. મી. & મિસિસ. મલ્હોત્રા એટલે કે આપણાં નીયા અને વિરાજ બન્નેએ પોતાની પ્રેમ કહાની પુરી કરી. બધાએ તે બન્નેનાં પ્રેમને તાળીઓનાં ગળગળાટ વડે વધાવ્યો.

નીયા અને વિરાજ એક-બીજા સામું જોતાં બોલ્યા, "આ છે અમારી સફર-એક અનોખા પ્રેમની...."

"ભાઈ, અમે બન્ને ખોટા પડ્યા. તમારી પ્રેમ કહાની સાંભળીને તો અમારી આંખો ભીની થઈ ગઇ." જે કપલે શરૂઆતમાં વિરાજ અને નીયાની વાતની મજાક ઉડાવી હતી, તેજ કપલ ભાવુક થઈ બોલ્યું.

"અરે, હા... તમે તો એજ નીયા શર્મા ને કે જેને સોસીયલ વર્ક કરવા માટે એક અઠવાડિયા પહેલા જ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં." ત્યાં ઉપસ્થિત એક લેડીઝ બોલ્યા.

"હા, એ જ." વિરાજ સ્મિત કરતા બોલ્યો.

"તમારાં બન્નેની જોડી હમેશા સલામત રહે." ત્યાં ઉપસ્થિત એક વૃદ્ધ કપલે નીયા અને વિરાજને આશિર્વાદ આપ્યાં.

નીયા અને વિરાજ બન્નેએ એક-બીજાની સામું જોઇને સ્મિત કર્યું.

*********** સમાપ્ત ***********