છપ્પરપગી ( ભાગ-૩૨)
——————————
આશ્રમનાં વિશાળ પ્રાંગણમાં પ્રવેશ કરીને બસ ઉભી… બધા જ નીચે ઉતરીને જુવે છે તો આશ્રમની ચારે તરફ એક અદ્ભુત દ્રશ્ય જોવા મળી રહ્યું છે…
આશ્રમની એક તરફ પવિત્ર ગંગા મૈયા વહી રહ્યા છે… બીજી તરફ પાછળ અલૌકિક પર્વતમાળાનું સુંદર દ્રશ્ય દેખાય છે. આશ્રમની બિલકુલ બાજુમાં દેવાધિદેવ ભોળાનાથનું એક પ્રાચીન મંદિર, આસપાસ સુંદર મજાનાં લીલાછમ વૃક્ષોની ડાળીઓ મંદ મંદ શીતળ પવનથી લહેરાઈ રહી છે… પુષ્પોથી ઊભરાતા નાના નાના છોડ મીઠી મધુરી મહેંક છોડી રહ્યા છે..
એક વિશાળ કંપાઉન્ડ, જેમાં બાળકો માટે રમવા માટે પુરતા સાધન સુવિધાઓ, વડીલો અને ભાવિકો વહેલી સવારે કે સમી સાંજે બેસી ગંગામૈયાનો મધુર ધ્વનિ અને પંખીઓનો કલરવ સાંભળતા બેસી શકે તેવું સરસ મજાનો ગંગા કાંઠે બગીચો, બેસવાની લાકડાંની પાટો, સમગ્ર આશ્રમની ફરતે નાનકડો વોક વે, સ્પીકર્સ અને ચાલતી વખતે સંભળાતા મધુર ભજનો… આજુબાજુમાં ક્યાંય વધારે ભીડભાડ નહી… નિરવ શાંતિ.. માત્ર પંખીઓનો મધુર કલરવ, કર્ણપ્રિય ભજનો અને ગંગામૈયાનો ખડખડ વહેતા નીર નો નાદ.. લક્ષ્મી અને પ્રવિણ સિવાય બધા માટે પ્રથમ મૂલાકાત હતી.. એટલે બસમાંથી પગ બહાર મુકતા જ આશ્રમની અને ફરતે કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો જોઈ અવાક્ બની સર્વત્ર નિહાળી રહ્યા છે.. પલ તો દોડીને ગંગામૈયાનાં વહેતાં નીર ને જોઈ, એનાં મધુર નાદમાં જાણે ધ્યાનસ્થ થઈ જાય છે.. શેઠ- શેઠાણીનો મુસાફરીનો બધો જ થાક આશ્રમમાં પ્રવેશતા પહેલા જ અદ્રશ્ય થઈ જાય છે… અભિષેકભાઈ અને એનાં પત્નિ માટે તો આ દ્રશ્ય એક સ્વપ્ન સમાન હતુ.. એમનાં પત્નિ એમની સામે જોઈને તરત બોલ્યા, ‘ વ્હાઈ વી વેર નોટ હિયર બિફોર… અભિષેક.. ડોન્ટ યુ થિંક વી આર ટુ લેઈટ ટુ બી હિયર..।’
‘ આઈ થિંક… યસ. થેંક્સ ટુ પ્રવિણ ટુ ઈન્સીસ્ટ અસ ટુ બી હિયર..’ આટલો જવાબ આપી અભિષેકભાઈ થોડે આગળ ઉભેલ પ્રવિણને ભેટી ને કહે છે… ‘ પ્રવિણ તારો અને લક્ષ્મીનો જેટલો પણ આભાર માનીએ તેટલો ઓછો છે… મેં ભારતને જોયું જ નથી..અને એટલે જ કદાચ બહુ મિસઅન્ડસ્ટેન્ડ કર્યુ છે… આપણાં વિશાળ દેશમાં આવી કેટલી બધી પવિત્ર અને પ્રાકૃતિક જગ્યાઓ હશે જ.. અને હું માત્ર મુંબઈ કે એનાં અમુક વિસ્તારોને જ કૂવામાંના દેડકાં ની જેમ ભારત માની બેઠો છું..! ચાલો દેર આયે દુરસ્ત આયે..!’
બધા હવે આશ્રમની અંદર પ્રવેશે છે…અંદર તો સરસ મજાનાં ગામડાંમા જોવા મળે તેવાં એક માળનાં અલગ અલગ બ્લોક્સ.. દરેક બ્લોક્સમાં એક બેડરૂમ, અટેચ ટોઈલેટ બાથરૂમ, દરેક બ્લોક પાછળ ખુલ્લી જગ્યા એનાં નાનું સરખું ગાર્ડન, વાંસના બનાવેલ સોફા-ખુરશી, સેન્ટર ટેબલ.. ફરકતો બધા બ્લોકની આગળ મોટો ચોક… એક કોર્નરમાં કોમન રસોડું અને સામુહિક ભોજનાલય… આશ્રમની બીજા ખૂણે નાની નાની ધ્યાન કુટિર, એક યોગ મંદિર અને એની પાછળ એક વાંસ અને ઘાસથી બનાવેલ અમને ગાયનાં છાણથી લીંપણ કરેલ એક કુટિર જેમાં સ્વામીજી રહે છે.. બાજુમાં નાનકડી ગોશાળા અને તેમાં પાંચ ગીર ગાય અને બે વાછરડાઓ..
આ બધુ જોઈને પલ તો આનંદથી ઝૂમી ઉઠે છે.. અને પછી લક્ષ્મીને પૂછ્યુ, ‘ મોમ કેમ આઈ વિઝીટ સ્વામીજીસ કુટિયા રાઈટ નાઉ.. આઈ હેવ નેવર મેટ ઓર ટોક્ડ ટુ એની મોન્ક યટ..?’
‘ નો.. બેટા નોટ નાઉ.. સ્વામીજી ઓન્લી કમ્સ આઉટ ઓન્લી થ્રાઈસ અ ડે.. એ ત્રણ ટાઈમ ગંગામૈયામાં સ્નાન કરવા નિકળે છે..એક ટાઈમ આશ્રમમાં બધા જોડે બપોરે ભોજન લે છે.. માત્ર સાંજે આરતી પછી થોડો સમય બધાં જોડે વાર્તાલાપ કરે.. બાકીનો બધો જ સમય એમની કુટિરમાં ધ્યાન, જપ, પૂજા અને લેખનમાં વિતાવે છે.. એમને ખબર છે..કે આપણે આ સમયે પહોંચી ગયા હોઈશું … એ એક બહુ જ સારા એડમિનીસ્ટ્રટેટીવ પણ છે.. બાકી તો તુ મળીશ અને વાત થશે ત્યારે જાતે જ નક્કી કરજે કે સ્વામીજી શું છે ? કોણ છે ? એણે તો આપણાં એક અઠવાડિયાનુ તો બધુ જ પ્લાનિંગ કરી એમનાં સહાયક વિશ્વાસરાવજીને સમજાવી દીધુ છે…’
‘ કોણ ? વિશ્વાસરાવજી ?’
એ આપણાં આશ્રમનાં એક અન્ય દાતા અને ટ્રસ્ટી પણ છે.. આશ્રમનું અન્નક્ષેત્ર, ગૌશાળા, બહારનું બધુ કામ.. અરે સમજ ને કે લગભગ બધુ જ સંભાળે છે.. એન્ડ યુ નો બેટા.. હી ઈઝ પી.એચ.ડી.. પોતાનુ રિસર્ચ કરી એક કેમિકલ પ્લાન્ટ ચલાવતા હતા.. બહુ પૈસા કમાતાં હતા.. એમનાં પત્ની અને બાળકો કેનેડા સેટલ્ડ છે.. પણ એકવાર સ્વામીજીને મળ્યા અને થોડો સત્સંગ થયો.. સ્વામીજીએ આ ઝેર ( કેમિકલ )નું પ્રોડક્શન બંધ કરવા સમજાવ્યા અને બિઝનેશ ચેંજ કરવાનુ કહ્યુ હતુ.. એમને સ્વામીજી એટલાં બધાં સ્પર્શી ગયા કે બીજો બિઝનેસ કરવાનુ માંડી વાળી.. ફેમિલીની સહમતીથી પરમેનન્ટ અહીં જ વસી ગયા..એમનો પરીવાર પણ દર વર્ષે અહીં દસ થી પંદર દિવસ રોકાવા અચૂક આવે જ.. હવે તો વિશ્વાસરાવજી આશ્રમનો પ્રાણ બની ગયા છે… તુ મળજે તને વાતો કરવાની બહુ જ મજા આવશે..!’
‘ યસ… મોમ.. વેરી ઈગર ટુ મીટ ધેમ..!’ પલ પણ હવે એ પળની રાહ જોઈ રહી છે કે ક્યારે હું બધાને મળીશ.. એનાં મનમાં કેટકેટલાંય સવાલો ફૂટી નિકળતાં હતા.. પણ હવે એ પોતાનાં બ્લોકમાં જઈ ફ્રેશ થવા જતી રહે છે.
લક્ષ્મી પણ આશ્રમ માટે જે સામાન બસની ડિકીમાં મુકાવેલ તે આશ્રમનાં સ્ટોરરૂમમાં સરખો મુકાવીને ફ્રેશ થવા જતી રહે છે..
શેઠ, શેઠાણી અને અભિષેકભાઈ-ભાભીને તેમનાં બ્લોકમાં સરસ ગોઠવાઈ જાય તે માટે પ્રવિણ જાતે જ બધી વ્યવસ્થા કરી દે છે.. અને પછી એ બધાને પુરતો આરામ કરી લે પછી.. સાડા બાર વાગે ભોજનશાળામાં ભેગા થઈએ એવું જણાવી છૂટો પડી પોતાનાં બ્લોકમાં જતો રહે છે.
પલ ને તો ઉંઘ કે આરામ કરવો જ નથી.. એની ક્યુરીયોસીટી ગજબની છે એટલે જેવો પ્રવિણ અંદર આવે છે તો.. પલે તરત પુછ્યુ, ‘ હે… બાપુ.. આ આપણો આશ્રમ છે ? જ્યારે આવવું રોકાવુ હોય ત્યારે આવી જવાનુ ? અહીં આશ્રમ મેનજમેંટનો એક્સપેંડીચર કેમ મેનેજ થાય… અને બાય ધ વે…વુ ઈઝ ધ સ્વામીજી ધેટ્સ હિયર ? મોમ ટોલ્ડ મી ધેટ હી વોઝ એ……!
વાર્તા ગમતી હોય તો પ્લીઝ મને ફોલો કરી રેટીંગ આપશો 🙏
( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા