Prem Samaadhi - 30 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-30

Featured Books
Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-30

પ્રેમ સમાધિ
પ્રકરણ-30

કલરવે સાંભળ્યુ કે કલરવને ફોન આપ એણે માં પાસેથી રીતસર ફોન ઝૂંટવ્યો બોલ્યો “માં હમણાં રોકકળ ના કર પહેલાં બધી વાત સાંભળી લેવા દે.. એણે કહ્યું હાં પાપા બોલો..” સામેથી શંકરનાથે કહ્યું "કલરવ બેટા તું મારી વાત શાંતિથી સાંભળ... તારે આ વાત કોઇને પણ કરવાની નથી તને ઘરનાં જવાબદાર છોકરા રીતે વાત કરી રહ્યો છું... તારી માં તારી સામે જોઇ સાંભળી રહી છે ને ?” કલરવે માં ની સામે જોઇને કહ્યું "હાં પાપા” શંકરનાથે કહ્યું “મને ખબર હતી જો તું એક કામ કર માં અને ગાંર્ગીને ઘરે મૂકી તું મહાદેવનાં મંદિર તરફ જવા નીકળ.. પછી હું ફરી ફોન કરુ છું માં પૂછે તો કહેજે કે મંદિરે અત્યારેજ મારાં નિમિતનું શ્રીફળ મૂકવાનું છે એટલે બધી મુશ્કેલી ટળી જાય.. કોઇ રીતે સમજાવવામાં તું ઘરમાંથી નીકળ.. હું પાછો ફોન કરું છું...”
ફોન કપાયો એટલે કલરવે કહ્યું "માં આમ તું ચિંતા ના કર પાપાએ કહ્યું છે ઘરમાંથી શ્રીફળ લઇને મારે એકલાએ મહાદેવનાં મંદિરે મૂકવા જવાનું છે પાપા સલામત છે એમણે માનેલું છે શ્રીફળ હું મૂકીને આવું છું તમે ઘરની બહાર ના નીકળશો હું જઇને આવું છું..”
ઉમાબહેને કહ્યું "મને ખબરજ હતી મુશ્કેલીમાં મૂકાવાનાં છે શું જરૂર હતી દુશ્મની કરવાની ? આપણે આપણું સંભાળીને બેસી રહેવાનું હતું પેલાં મધુ ટંડેલને કનડવાનો નહોતો. પણ એમણે માનેલું પુરુ થયું હશે એટલેજ નાળીયેર માન્યું હશે જા તું મૂકી આવ અમે ઘરમાંજ છીએ... અત્યારે થોડાં બહાર નીકળવાનાં ?”
કલરવ મલકાયો એણે ઘરમાંથી શ્રીફળ લીધું થેલીમાં મૂક્યું અને ફોન લઇને ઘરની બહાર નીકળ્યો જઇને બહારથી સ્ટોપર મારીને ચાલતો નીકળ્યો ને આજુબાજુનાં ઘર પણ શાંત હતાં ક્યાંક લાઇટ ચાલુ હતી ક્યાંક રેડીયો પર ગીતો વાગતાં હતાં રસ્તા ઉપર ખાસ અવરજવર નહોતી બધું શાંત હતું.
કલરવ મહાદેવ તરફ જઇ રહ્યો હતો હવે એ ફોન આવવાની રાહ જોઇ રહેલો એ છેક તળાવ સુધી પહોચી ગયો ત્યાં રીંગ આવી... કલરવે કહ્યું "હાં પાપા બોલો.. શંકરનાથે કહ્યું "તું મંદિર આવી ગયો ? કલરવે કહ્યું પાપા મંદિરથી આગળ છેક તળાવ સુધી આવી ગયો. તમારાં ફોનનીજ રાહ જોતો હતો.”. શંકરનાથે કહ્યું “આ નંબર વિજયકાકાનાં ખાસ માણસ ભુરા ભાઇનો છે અમારી પાછળ મધુ ટંડેલનાં ગુંડા પડેલાં ત્યાં તમે પણ ધ્યાન રાખજો એ છેલ્લે પાટલે બેઠો છે.”
"કલરવ બેટા ખાસ વાત સાંભળ.. વિજયકાકાએ અમને અહીથી દમણ જવા કહ્યું છે હું અને નારણકાકા ભૂરા સાથે દમણ જઇએ છે. ત્યાં પહોચી હું તમને બધાને ત્યાં બોલાવી લઇશ. હું વિજય કાકાનાં કામમાં જોડાઇ જઇશ ત્યાં બધી વ્યવસ્થા થઇ જશે એવો એમણે અમને વિશ્વાસ આપ્યો છે આમેય જુનાગઢની નોકરી ઘણી કરી રીટાયર્ડ થવા માંડ 3-4 વરસ રહ્યાં છે તું ભણી લે ત્યાં સુધી હું કામ કરીશ હજી હું ઘણું કામ કરી શકું એમ છું તમે હવે દમણ આવવાનીજ તૈયારી કરજો. તારી માં ને નાં કહેતો અત્યારે હજાર પ્રશ્ન કરશે હમણાં એટલો સમય નથી તમને લોકોને અહીં લઇ આવવાની પણ વ્યવસ્થા હું કરીશ ભુરા પાસેથી એડ્રેસ લઇને તને દમણનું એડ્રેસ મોકલું છું ચિંતા ના કરીશ તારી આ ઊંમરે તને આટલી મોટી જવાબદારી સોપું છું” આટલું બોલતાં બોલતાં શંકરનાથ ગળ ગળા થઇ ગયાં.
કલરવે કહ્યું “પાપા ચિંતા ના કરો.. હું મોટો થઇ ગયો છું હું ધ્યાન રાખીશ બધુજ તમે એડ્રેસ મોકલો હું ત્યાં આવવાની તૈયારી ચાલુ કરીશ માં ને પણ સમજાવીશ. દમણનું તો ખૂબ સાંભળ્યું છે નવા શહેરમાં મજા આવશે. હું અત્યારથીજ ઉત્તેજીત થઇ ગયો છું.”
શંકરનાથે કહ્યું “વિજય ખૂબ સારો માણસ છે અને આપણું ધ્યાન રાખવા વચન આપ્યું છે કેવા લેણદેણ છે સમજાતું નથી મારો મહાદેવ ખબર નહીં શું કરાવવા માંગે છે પણ એણે નક્કી કરેલું કંઇ ખોટું નહીં હોય હમણાંજ ભૂરાએ કહ્યું કે પોરબંદરથી વિજયકાકાનું ફેમીલી પણ દમણ આવી જવાનું છે...” કલરવે કહ્યું “વાહ બધાં એક સાથે ? મારો ભાઇબંધ સુમન પણ એનાં મામા એટલે વિજયકાકા સાથેજ કામ કરવાનો છે.. પાપા આ બધું શું પરીવર્તન છે ? હું ત્યાં આગળ ભણીશ તમે એકવાર ત્યાં પહોચો પછી બધુ ગોઠવાઇ જશે હવે હું પાછો ઘરે જઊં માં ચિંતા કરતી હશે”. શંકરનાથે કહ્યું “હાં બેટા જા. બધુ સાચવી લેજે પાછો ફોન કરીશ... મૂકું છું” કહી ફોન કપાયો.
કલરવ મનમાં અનેક જાતની કલ્પનાઓ અને વિચાર કરતો ઘર તરફ પાછો ફરી રહેલો ધીમે ધીમે ઘર તરફની ગલી તરફ આવ્યો ત્યાં એણે ગલીમાંથી ત્રણ મોટર સાયકલો મારા માર નીકળતી જોઇ.. એ ગભરાયો આગળ વધતો ગયો એમાં ચીસાચીસ સાંભળી એણે રીતસર દોટ મૂકી..
કલરવ ગલીમાં આવ્યો એણે જોયું એનાં ઘરનાં બારણાં ખૂલ્લા છે આડોશી પાડોશી એનાં ઘર તરફ આવી રહ્યાં છે ઘરની લાઇટો ચાલુ છે એનું હૃદય ધબકારા જાણે ચૂકી ગયું એની આંખો ભરાઇ આવી કોઇ અગમ્ય ભયથી એનું મન ડરી ગયું એણે ઘર તરફ દોટ મૂકી...
ઘરે પહોંચીને એણે જોયું ગાર્ગી અને એની માંની લોહી દડડતી લાશ જોઇ... ગુંડાઓએ ગોળીઓથી બંન્નેને વીંધી નાંખેલા એણે ચીસ પાડી “માં... ગાર્ગી..”. અડોશી પડોશી બધાં કલરવને કહ્યું “તું બહાર હતો બચી ગયો. ગુંડાઓએ ઘર ખોલી ધાંય ધાંય ગોળીઓ છોડીને ભાગી છૂટ્યા આ બેઊ નિર્દોષ માર્યા ગયાં. તારા પાપા ક્યાં છે?” કલરવ તો દશ્ય જોઇને અવાક થઇ ગયો હતો એનાં મોઢાંમાંથી ચીસ સિવાય કોઇ અવાજ નહોતો નીકળી રહ્યો.... પોલીસ આવી.. બધાને પૂછપરછ કરી રહેલી બેઊ લાશોને એમ્બુલન્સમાં લઇ જવાની વ્યવસ્થા કરવા માંડી બેઊ લાશમાં જીવ નહોતો પણ કલરવ.. સાવ અસહાય હતો એ બેભાન થઇ ગયો.

વધુ આવતા અંકે ---- પ્રકરણ-31