"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:61"
આપણે આગળ જોઈ ગયા કે નાયરાના બેસણાની વિધિ બાદ ભજન હોય છે સૌ ભજનની તૈયારી કરે છે પરંતુ આનંદીબેનની પોતાની જાતને અણધડ વર્તનથી હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મૂકે છે.આર્વી મહેમાનની આગતા સ્વાગતાની સાથે વિનુ અને શોભાને પણ સાચવે છે...સાથે સાથે માલતીબહેનને પણ ખોવાયેલો દિકરો પરત આપશે તેવુ વચન આપે છે...તો અહીં એક પત્ર પાર્થિવને હચમચાવી મૂકે છે.પત્રમાં શુ હોય છે તે હવે જોઈએ...
રેખાબેન:એ આનંદી બોલ નહીં સૌ તારી ઉપર હસે છે...
આનંદીબેન: તો હસે છે એને હસવા દો...
રેખાબેન: એ...આર્વી બેટા આનંદીને મહેમાન રૂમમાં લઈ જા...
આર્વી: હા...જી...
ચિંતનભાઈ: પોતાની મૃત દિકરીને એના જન્મ દિવસે યાદ કરી રડે છે...
રેખાબેનને તો આર્વી સંભાળે છે...
પાર્થિવ ઘરે આવે છે.ચહેરે નિરાશા જોઈ રેખાબેન તેને પુછે છે...
રેખાબેન: બોલ બેટા પાર્થિવે શુ વાત છે?આમ કેમ સ્થિર બની ગયો છે?માની લીધું કે નાયરા તારો જીવ હતી પણ પરિસ્થિતિને તો સ્વીકારવી જ પડશે...આ તો કુદરતીસંજોગ હતા...આમ શોકમાં ડૂબ્યો રહીશ તો કેમ ચાલશે...
આમને આમ વર્ષ વિતિ ગયુ...આર્વીનુ નામ રેખાબેન અને ચિંતનભાઈએ કાલિંદી રાખ્યું હોય છે.
ચિંતનભાઈ; દિકરી આર્વી તને ખરાબ ન લાગે તો એક ભેટ આપવા માંગીએ છીએ...
આર્વી: પપ્પા ભેટ તમે આપો ને મને ખરાબ લાગે એવુ બને ખરુ?તમારી કોઈપણ ભેટ સ્વીકારવા તૈયાર છું...
રેખાબેન (અચકાટ સાથે):બેટા તારુ નવુ નામ વિચાર્યું...તને ખરાબ ન લાગે તો...
આર્વી: બોલો તો મમ્મી મને કહો તો..શુ વિચાર્યુ છે...
રેખાબેન: કાલિંદી...
આર્વી; આમાં ખરાબ લાગવા જેવું શું?દરેક સંતાનનુ નામકરણ માતા પિતા જ કરતાં હોય છે તો હુ પણ હવે નસીબદારની યાદીમાં આવી ગઈ.
રેખાબેન: કેમ તે વળી...?
ચિંતનભાઈ: કેવું લાગ્યું દિકરા તારુ નવુ નામ તને...
આર્વી: "આજથી હુ અનાથ નથી.મમ્મી પપ્પા છે મારા...જેમને મને નવુ નામ આપ્યું...મને બહુ ગમ્યું...
ચિંતનભાઈ: નાયરા નથી તો શુ થયું ભગવાને તારા જેવી દિકરી આપી અમને...જેની કંઈ ઓળખ નથી કંઈ છતાંય એને અમારી દિકરીનો મરણ પ્રસંગ સાચવ્યો સગા સબંધીઓને સાચવ્યા...
રેખાબેન: બેટા ખુબ સુખી થા...
કાલિંદી: આજથી હુ તમારી કાલિંદી,મને મમ્મી પપ્પાનો પ્રેમ મળશે...તમે તો મસ્ત નામ આપ્યું મને...પપ્પા પ્રેમ છે જ એવી અવસ્થા કે જેને પામવા માણસ ધિરજની સાથે સમર્પણ પણ કરી શકે.પોતાના પ્રેમની ખુશી પહેલાં હોય એને મન...
રેખાબેન: દિકરા તને ક્યારેય નાયરાની અદેખાઈ ન થયેલી....?
કાલિંદી: મમ્મી મેં ક્યારે નાયરાને મારી પ્રતિસ્પર્ધી માની જ ન'હતી.
રેખાબેન: કેમ...?
કાલિંદી: પ્રેમમાં કદી સ્પર્ધા ન હોય યોગ્ય સમયની રાહ હોય...જે આપણુ હોય એતો આપણને મળે છે... એમાં કોઈની ઉપર અદેખાઈ કરી નવુ પાપ શુ કામ કરવું? મમ્મી મારોને પાર્થિવનો પ્રેમ સ્કુલનો છે હુ મારા પાર્થિવની ખુશી ખાતર તેને સત્તર નાયરા આપી શકુ છું...
રેખાબેન: વાહ બેટા માની ગયા તારા પ્રેમ ને...
કાલિંદી: મમ્મી પ્રેમ આપણને બદલી નાખે છે...
ચિંતનભાઈ અને રેખાબેન પોતાની દિકરીની સમજશક્તિ જોઈ મનોમન હરખાઈ રહેલા...
કાલિંદી: મમ્મી પપ્પા તમે શુ ખાશો...વાતો તો થતી રહેશે...
ચિંતનભાઈ: દિકરા ચાલ તુ શોપિંગ કરવા...
કાલિંદી: પપ્પા એની જરૂર નથી નાયરાને ગયે કાલે મહિનો થશે...ઘરમાં આમ શોકનો માહોલ છે તો આ યોગ્ય નહીં લાગે...અને આમ પણ હું કેનેડાથી લાવી છું...
રેખાબેન: આની વાતો હવે વિદેશની...હોય
કાલિંદી: મમ્મી,તમે બેસો હું જમવાનું બનાવું...
વિનુ અને શોભા શરૂઆતમાં આર્વી જોડે આવતાં થોડા શરમાતા પરંતુ હવે તો એમને આર્વી જોડેથી ખસવુ જ ન ગમતું...
આર્વી ભગવાનનો મનોમનથી પાર માની રહેલી કે "ભગવાન આભાર તમારો આવો સરસ પરિવાર મને આપવા બદલે..."
આર્વી ઉર્ફે કાલિંદી નવા પરિવાર સાથે એવી તે હળીમળી ગઈ હોય છે કે જાણે દૂધમાં સાકર ન ભળી હોય!
રેખાબેન કાલિંદી જેવી ડાહી દિકરી મેળવીને ખુશ હતા...
કાલિંદી: મમ્મી આનંદીમાસી ઉઠ્યા...?એમને હુ મળતી આવુ...?
રેખાબેન: હા...બેટા...પણ થોડુ સાચવજે...
કાલિંદી: હા...મમ્મી...મારે કેનેડા જાવુ પડશે તો મને નહીં ગમે...
રેખાબેન: મને પણ તારી યાદ આવશે...આટલું દુઃખ તો અમને નાયરાના જવાનું પણ નો'હતુ.
કાલિંદી: મમ્મી મૃત જોડે વેર શાનુ? નાયરાના આત્માને તકલીફ આપે આ વાત માટે મમ્મી તમારો સબંધ એના શરીર સાથે હતો તમારે અણબનાવ તો શરીર સાથે હતો તો આત્મા માટે ખરાબ શબ્દો શું કામ?
રેખાબેન: મારી દિકરી કેટલી સમજુ છે...
પાર્થિવને ઉતરેલા ચહેરે ઘરે આવતાં જોઈ સૌ પરસ્પર એકબીજા સામે જોઈ જ રહેલું...
ચિંતનભાઈ: શું થયું...?પાર્થિવકુમાર તમે તો બહુ જોશ સાથે ગયેલા....ને...હવે કેમ ઢીલા પડ્યા?
પાર્થિવ: બસ કરો,અંકલ કેવા બાપ છો...તમે? તમારી મૃત દિકરીને ન્યાય મળે એ માટે હું ગયેલો...છતાંય તમે તમારી દિકરીને ન્યાય અપાવવાની જગ્યાએ મારે ધક્કો પડ્યો એ બાબતે હસી રહ્યા છો તમને શરમ આવવી જોઈએ...
ચિંતનભાઈ: તમારા કરમ તમે ભોગવો...
પાર્થિવ: આર્વી તુ પણ મારી વાત ધ્યાનથી સાંભળી લે...જ્યાં સુધી મારી નાયરાને ન્યાય નહીં અપાવુ ત્યાં સુધી હું તારી માંગ નહીં ભરુ...હું આ કેસના ઉંડાણ સુધી પહોંચે હું એમ કંઈ હાર માની બેસી રહીશ નહીં આ મારી ભિષ્મ પ્રતિજ્ઞા સમજવી હોય તો સમજી શકો છો...
ચિંતનભાઈ: અરે...માલતીબહેન તમે કેવો દિકરો પેદા કર્યો છે...હકીકત જુએ છે છતાંય ચેપ મુકતો નથી...તુ ગમે તેટલા ઉધામા કરીશ પણ કંઈ નાયરા પાછી આવશે?
પાર્થિવ: નાયરા પાછી નહીં આવે તો કંઈ નહીં પણ હું એના આત્માને શાંતિ તો આપી શકીશ ને.
ચિંતનભાઈ: કરો તમ તમારે મથામણ તને કહેવુ એના કરતાં દિવાલે માથુ પછાડવુ સારું...
કાલિંદી: પપ્પા...આમ ન કહો,હું આમ પણ રાહ જોવા તૈયાર છું.મેં એને પ્રેમ કર્યો છે.
ચિંતનભાઈ: અમને પણ ઈચ્છા ન હોય અમારી દિકરીને લાડેકોડે પરણાવવાની.તુ કેનેડા જઈશ તો દિકરા અમે એકલા પડી જાશુ...
વિનુ: હા દીદી...તમે તો નાયરા દીદીની ખોટ પૂરી કરી..આમ જતાં રહેશો તો અમે કેવી રીતે રમશુ...
કાલિંદી: હા...બેટા તારી અને નાનકીની યાદ મને પણ આવશે...
ચિંતનભાઈ: આજથી આ આર્વી નથી મારી દિકરી કાલિંદી છે...
પાર્થિવ: મજાક સારી કરો છો...
તમારી દિકરીને ગયાના દિવસો પણ બહુ નથી થયા...ને...આ...બધું છે શું...? આ પણ પાગલ માની પણ જાય છે...
ચિંતનભાઈ: એટલે તુ કહેવા શું માંગે છે?
પાર્થિવ: મારે તો કંઈ કહેવાનું થાતુ નથી...તમારી દિકરીના અવસાનને છ દિવસ પણ નથી થયા.તમારી માટે તો બહુ સરળ વાત છે આર્વી નહીં સોરી કાલિદીને પોતાની દિકરી તરીકે સ્વીકારવી પણ..
ચિંતનભાઈ: જે બની ગયું છે એને બદલી નથી શકવાના પરંતુ આ દિકરીને સ્વીકારીને પુણ્ય કમાવીએ એનુ કન્યાદાન કરીને તોય અમને કંઈ પુણ્ય કર્યું જીવતા એવું લાગશે
પાર્થિવ: સરસ અંકલ હવે તમારામાં બ્રહ્મજ્ઞાન આવ્યું એના કરતાં પહેલાં આવ્યુ હોય તો તમારી દિકરી નાયરા તમારી પાસે હોત...તમારા જેવા રૂઢ વડીલોની સમસ્યા જ આ છે પહેલાં કોઈને પીડા આપવી પછી ગંગામાં નાહ્વુ પરંતુ પહેલાંથી જ સમજીને કામ કરતા હોય તો...
ચિંતનભાઈ: હવે તુ અમને શીખવીશ?આજકાલનો ઉગેલો છોકરો તુ મને શીખ આપી જાય...
પાર્થિવ: અંકલ શીખ ગમે ત્યાંથી મળે ગ્રહણ કરવી જોઈએ...એમા તમે નાના ન બની જાવ...
વધુમાં હવે આગળ...
શુ હોય છે પત્રમાં ?પાર્થિવ અને કાલિંદી(આર્વી)ના લગ્ન કેવા રહે છે?નાયરાને ન્યાય મળે છે?એ આપણે..."જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:62" જોઈએ...