Jog laga de re prem ka roga de re - 60 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 60

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 60

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:60"

આપણે આગળ જોઈ ગયા કે નાયરાના મૃત્યુ બાદ બેસણાની વિધિ કરવામાં આવે છે.નાયરાનો બર્થ ડે હોય છે તો ચિંતનભાઈ સ્કુલમાં બાળકોને જમાડી અને ગરીબોને દાન કરવાની ઈચ્છા ઝંખે છે તો પાર્થિવ તેને ન્યાય અપાવવા માટેની ઈચ્છા જતાવે છે આ નાની અમથી વાત મોટી બબાલનુ સ્વરૂપ ધરે છે...

હવે આગળ...

આર્વી: પાર્થિવ તુ ઠંડા મગજે પોલીસ સ્ટેશન જા...

માલતીબહેન: દિકરા...ઊભો રહે તો...

પાર્થિવ: શુ કામ છે જલ્દી બોલો...
માલતીબહેન: મને માફ નહીં કરે...

આર્વી: એક મિનિટ આન્ટી...

માલતીબહેન:હા દિકરી બોલ તો...

આર્વી:તમે પાર્થિવના મમ્મી છો?

માલતીબહેન: હુ એજ અભાગણ છું...માતાના નામે કલંક...

આર્વી: આમ ન બોલો આન્ટી...
માલતીબહેન: મારો દિકરો તારી તો બહુ વાત માને છે તો...આટલી વિનંતી કરને દિકરા...

આર્વી: શુ આન્ટી મદદ જોઈએ...?

માલતીબહેન: મારો દિકરો મને માફ કરી મને માતા કહે...

આર્વી: હા...આન્ટી હુ પ્રયત્ન કરીશ કે તમારા અને પાર્થિવ વચ્ચેના સબંધો સુધરે..તમે રડશો નહીં...

પાર્થિવ પોલીસ સ્ટેશન પહોંચ્યો
મનમાં રોષ હતો...

ઈન્સ્પેક્ટર: આવો મિ.ઓઝા...

પાર્થિવ: નાયરાના મોત માટે જવાબદાર કોણ છે? કાતિલ મળ્યો કોણ છે?

ઈન્સ્પેક્ટર: હોસ્પિટલની લાપરવાહી...

પાર્થિવ: આ હોસ્પિટલને શીલ ન મરાવુ તો મારુ નામ પાર્થિવ નહી...

ઈન્સ્પેક્ટર: શાંતિ રાખવી પડશે.આમ ઉતાવળે કામ નહીં ચાલે....

પણ તમારી માટે આ પત્ર છે...

પાર્થિવ: પત્ર કોનો પત્ર...?

ઈન્સ્પેક્ટર: હોસ્પિટલમાંથી મળ્યો છે...

તો અહીં રેખાબેનને આર્વીમાં પોતાની છોકરી દેખાય છે...

રેખાબેન: બેટા,બેસ...આર્વી...
નાયરાના બેસવામાં મળવા આવેલ સૌ સગા સબંધીઓને આર્વી આવકારી રહેલી...

સૌ સગાવાલાને નવાઈ લાગી રહેલી...

તેઓ આર્વીને જોઈ જ રહેલા...

પાર્થિવના પરિવારને જોવાનો દ્રષ્ટિકોણ જ અલગ હતો...

આનંદીબેન: રેખા આ શુ બની ગયું?

રેખાબેન: ખબર જ ન રહી...બેઉ સહેલીઓ વર્ષો બાદ મળી હોવાથી ખુબ રડી..

આનંદીબેન: રેખાડી આ કેવી રીતે બન્યું...?

રેખાબેન: રસ્તામાં ચાલી રહેલી તો એકાએક લપસી પડેલ માથુ પથ્થર સાથે ટકરાતા એને હોસ્પિટલમાં ખસેડવામાં આવી...પરંતુ ત્યાં પણ એકાએક પડતા હેમરેજ થયું એ મટવાની જગ્યાએ વધતું ગયું...

આનંદીબેન: મેં એવું સાંભળ્યુ હતું કે તાર દિકરીને પ્રેમ હતો...? સાચુ છે આ?

રેખાબેન: આવુ તો બધાંની સાથે બનતું હોય છે...ઉંમરનો પ્રભાવ દરેક પર પડે છે...

આનંદીબેન: એ પણ તો છે...આ છોકરી કોણ છે...આની ઓળખાણ ન આપી તે...?

રેખાબેન: મારી એક દૂરની બહેન છે એની દિકરી છે...બહુ વ્હાલી છે...મારે અડધો ટેકો છે...આનો...

આનંદીબેન: અલી કે તો ખરા...હુ બે વાર આવી ગઈ ત્યારે તો આને ન જોઈ આય બેટા બેસ...

આર્વી: હા માસી...

રેખાબેન: આ છોકરીએ બહુ સાચવી છે નાયરાને...તેની બિમારીમાં...

આનંદીબેન: હા સારુ કહેવાય આજકાલ જેટલા નજીકના સગા કામમાં ન આવે એટલા દૂરના આવે...હુ પણ આવોત....પણ મારી તબિયત હમણાં જ સરખી થઈ...

રેખાબેન: શુ થયુ હતું તને...?

આનંદીબેન: બ્રેસ્ટ કેન્સર..

રેખાબેન: ઓહ...સારુ કહેવાય કે તુ ભાગ્યશાળી કહેવાય કે અત્યારે જીવતી છો...નહીં તો આ બન્યા પછી કોઈ જીવી પણ ન શકે...

આર્વી: તમે શુ લેશો આન્ટી...

આનંદીબેન: બેસ મારે કંઈ જ નથી લેવુ...મને તો ડોક્ટરે બધું જ ખાવાની ના પાડી છે...
આર્વી:આ પ્રસંગ નાયરાના ભજનનો છે એટલે વધુ દબાણ નથી કરતી...

આનંદીબેન: તુ પણ આ રેખા જેવી જ છો રઘવાઈ...શાતિથી બેસવાનું તો શીખવ્યું જ નથી...
રેખાબેન:મારી છોકરી કેવી હોય મારા જેવી જ હોય ને...
આનંદીબેન:શુ મજાક કરે છે રેખા આ...ને..તો કદી જોઈ જ નથી નાયરાને જોઈ,વિનુડા અને પેલી શોભાને...પણ આ તો ક્યાંય જોવા જ નથી મળી.

એ તારા વિશે કહે...ક્યાં રહેવાનું તારુ...

આર્વી: હું કેનેડા રહુ છું...

આનંદીબેન: હા...સરસ લે...તને જોઈ લાગ્યું મને તારી સ્કીન તો એકદમ પેલી અંગ્રેજી મેડમ જેવી જ છે...

રાત્રીનો સમય હતો ભજનમાં સૌ નાયરાને યાદ કરીને રડી રહેલા...પરંતુ આનંદીબેનને આમ મોટા અવાજે બોલતાં જોઈ સૌ એમની ઉપર હસી રહેલા....

રેખાબેન શુ બોલે પોતાની સહેલીના વર્તનથી છોભીલા પડી ગયેલા.

"સાઠે બુદ્ધિ નાઠી,તો કોઈ કહે ઘડપણમા તો બુદ્ધિ જાય પણ આને તો ઉમરનુ પણ ભાન નથી કે કઈ જગ્યાએ કેમ વર્તાય તે...રેખાને પણ આવુ પાગલ કેવી રીતે મળ્યું હશે...?

તો અહીં પાર્થિવને જિજ્ઞાસા હતી કે પત્રમાં શું છે?

વધુમાં હવે આગળ...

પત્રમાં શુ હોય છે....આ પત્રથી પાર્થિવ અને આર્વીના સબંધ પર શુ અસર થાય છે?આ પત્રમાં એવું તે શુ હોય છે તે "જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:61"માં જોઈએ.