Jog laga de re prem ka roga de re - 58 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 58

Featured Books
Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 58

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:58"

આપણે આગળ જોઈ ગયા કે નાયરાના અગ્નિ સંસ્કારની તૈયારી ચાલી રહી હોય છે.સૌ સબંધીઓની રાહ જોવાય છે.નાયરાના પોસ્ટમોર્ટમ માટે પોલીસ ઘરે આવે છે પરંતુ પાર્થિવ સ્પષ્ટ શબ્દોમાં ના કહી દે છે.નાયરાની અંતિમયાત્રા નિકળે છે.આર્વી નાયરાના શબને સજાવતી હોય છે એ જોઈ ચિંતનભાઈ અને રેખાબેનનુ હૈયું ભરાઈ આવે છે.આર્વીને જે નાયરા માટે અદેખાઈનો ભાવ મનમાં હતો એ આજે બળી ગયો હોય છે.નાયરાના અંતિમ દિવસોમાં તેને સગી બહેનની જેમ તેની સેવા કરી હોય છે.પાર્થિવના દિલમાં સ્થાન બનાવવા નહીં પણ માણસાઈના વાસ્તે...
રેખાબેન અને ચિંતનભાઈ એ આર્વીને પોતાની દિકરી માની લીધી હોય છે.

હવે આગળ...

નાયરાના અંતિમ સંસ્કાર કરી સૌ ઘરે આવે છે...ત્યારે પોલીસ પુછપરછ માટે આવે છે...

ત્યારે આર્વી,

આર્વી: આવો સાહેબ,

ઈન્સ્પેક્ટર: નાયરાના આકસ્મિક મોત બાબતે પુછપરછ માટે આવ્યા છીએ....

આર્વી: અંકલ...આન્ટી...
રેખાબેન: અમારી દિકરીની અંતિમ યાત્રા પતાવ્યા બાદ અહીં આવ્યા છીએ...શુ પુછપરછ કરવી છે...?

ઈન્સ્પેક્ટર: અત્યારે અમારે આવુ તો ન જોઈએ...પણ અમે આવ્યા છીએ...

સત્યવતી હોસ્પિટલમાં તમારી દિકરીનો જે સામાન રહી ગયો હતો એ પરત કરવા આવ્યા છીએ....

રેખાબેન: એ...ગોમતી આ સમાન મુકજે ઠેકાણે...

ગોમતી: જી...માસીસા...

ગોમતી બહુ ગરીબ અને ઈમાનદાર હતી.રેખાબેનના ઘરે વર્ષોથી કામ કરતી હોવાથી સબંધ શેઠાણી નોકરાણીના નહીં પરંતુ પરિવાર જેવા બની ગયેલા.રેખાબેન એમના માટે સાડી લાવે તો ગોમતી માટે પણ લાવતા.ગોમતીને પણ નોકરાણી હોય તેવો અહેસાસ પણ નો'હતો થયો. નાયરા સહિત ત્રણ બાળકનુ ધ્યાન ગોમતી જ રાખતી.

વિનુ તો ગોમતીને છોટી માં કહેતો.જાણે પોતાની દિકરી મૃત્યુ ન પામી હોય તેમ ગોમતી પણ કાંણ માંડતી હતી.

નાયરા સાથે જોડાયેલી તમામ વસ્તુઓને જોઈ રેખાબેનની આંખો ભિંજાઈ જાય છે.

ઈન્સ્પેક્ટર: હું સમજી શકુ છું પણ,આ સમય યોગ્ય નથી...પરંતુ તમે અમને સાથ સહકાર નહીં આપો તો અમે શુ કરી શકવાના છીએ...

તમારી દિકરીને મૃત દિકરીને ન્યાય કેવી રીતે અપાવવામાં મદદ થશે..

રેખાબેન: આ પરિવારનો પ્રશ્ન છે જે અમે સમાધાન લાવી દેશુ...

ઈન્સ્પેક્ટર: આ પરિવારનો પ્રશ્ન હોત તો વાત અલગ હતી પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો છે...

ચિંતનભાઈ અને રેખાબેન એકબીજાની સામે જોઈ શાબ્દિક અને અશાબ્દિક રીતે સવાલો કરી રહેલા...

ચિંતનભાઈ: ફરિયાદ કોને કરી...?
રેખાબેન:શુ ખબર?અમે તો ગયા નથી...?તો ગયું કોણ? ગોમતી તુલૃ ગઈ હતી?

ગોમતી: હુ પોતે જ વિચારી રહી છુ કે ગયું કોણ...?

ઈન્સ્પેક્ટર: તમે કોઈ સાચી માહિતી નહીં આપો તો અમે શુ કરી શકવાના છીએ...

ચિંતનભાઈ: દિકરીનુ બેસણું પુરુ થાય પછી આવજો...અત્યારે મહેમાનો છે...સાહેબ અમારી બદનામી થશે....કોઈ શુ વિચારશે?

ઈન્સ્પેક્ટર: અરે...વાહ...તમને દિકરીની અકાળે થયેલી મૃત્યુની ચિંતા નથી પણ સમાજ શુ કહેશે ને શુ વિચારશે એની ચિંતા છે...?

ચિંતનભાઈ: મહેરબાની કરીને આ અમારા ઘરનો મામલો છે અમે સમાધાન લાવી દેશુ...આ સમય આવી વાત કરવાનો નથી.

ઈન્સ્પેક્ટર: હું આવ્યો હતો તમારી દિકરી ન્યાય અપાવવા પરંતુ આ શુ તમને જ કંઈ પરવા નથી તો મારે શુ લૂંટાઈ જાય છે....

ઈન્સ્પેક્ટર: આમાંથી પાર્થિવ કોણ છે...?

પાર્થિવ: હું છું... સાહેબ શુ મદદ જોઈએ હું તમારી મદદ કરીશ મારી નાયરાને ન્યાય મળે એ માટે આખરી શ્વાસ સુધી લડીશ...બોલો કરવાનું શુ છે...?

ચિંતનભાઈ: આ બપોરનો સમય છે. ડૂમો પીવાની વિધિ ચાલે છે...મુહૂર્ત મૂજબ પુરુ થાય તો સારી વાત છે...

પાર્થિવ: અરે... અંકલ..હવે હદ થાય છે...

ચિંતનભાઈ: અહીં કોને નવરાશ છે...? પોલીસ સ્ટેશન ધક્કા ખાવાની...?જેને કારણે મોત થયું હશે એ ભોગવશે...પણ આ ઝંઝટમાં કોણ પડે?

પાર્થિવ: તમે બાપ છો કે કસાઈ કંઈ ખબર નથી પડતી તમને સમાજની પરવાહ છે...? સમાજ ક્યારેય કામમાં આવ્યો છે?

ચિંતનભાઈ: આ તો તમે કાલના ઊભા થયા છો એટલે તમને આ સારુ લાગે...? પણ જ્યારે અમારી ઉંમરના થશો તો તમેય આવી ઝંઝટમાં નહીં પડો....

પાર્થિવ: તમને તો હદ છે....ખરેખર...નાયરાએ નક્કી મોટા પાપ કર્યા હશે નહીં તો આવા લાપરવાહ માં બાપ ન મળે એને...મને બિચારી નાયરા ઉપર દયા આવે છે...

ઈન્સ્પેક્ટર: તમે થોડી ધરપત ધરો મિ.ઓઝા.

પાર્થિવ: કંઈ પણ થાય મારી નાયરાને આ અંજામ સુધી પહોંચાડનારને છોડીશ નહીં...

ઈન્સ્પેક્ટર: તમને મિ.ઓઝા કાનુનને મદદ કરવાની અરજ થઈ છે નહીં કે કાયદો હાથમાં લેવાની માટે શાંત થાવ તો સારુ છે...

સૌ સગા સબંધીઓ રેખાબેનને ભેટી રડે છે તો બહાર ચિંતનભાઈ મૃત દિકરીના આત્માની સદગતિ થાય એ માટે દાન પુણ્ય કરતાં હોય છે...

પાર્થિવ: રહેવા દો હવે ખોટો દેખાડો...આનો કોઈ અર્થ નથી...

વધુમાં હવે આગળ...

પાર્થિવ શુ ઈન્સ્પેક્ટરને મદદ કરવામાં સફળ રહે છે.આર્વીનો શુ ફાળો હોય છે? એ આપણે"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:59"માં જોઈએ

નાયરાની પરિસ્થિતિના મોત માટે જવાબદાર કોણ? સમય સંજોગ કે લાપરવાહી?તમારા મંતવ્યો જરૂરથી જણાવજો...