Jog laga de re prem ka roga de re - 56 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 56

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 56

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:56"

આપણે આગળ જોઈ ગયા કે નાયરાના અગ્નિ સંસ્કારનો સમય હોય છે સૌ કોઈ નાયરા સાથે કરેલા અન્યાયને યાદ કરી પછતાવો કરી રહ્યું હોય છે.પરંતુ હવે શુ થાય છે...નાયરાની અંતિમ સફર કેવી રહે છે.

પાર્થિવ તમારુ મૌન મારા સવાલનો જવાબ નથી...
તમે જ તમારી દિકરી બાબતે હાથ ઉંચા કરી દીધા તો હું તો પરાયો હતો...
હવે એકાએક દિકરીની યાદ આવી કંઈ વાત સમજ ન આવી....

નાયરાના રેખાબેન અને ચિંતનભાઈ શુ બોલે...?

ભૂલ તો એમની પણ તો હતી ને...
પરંતુ રડવાથી શુ વળે હવે...

નાયરાને સુહાગણ સ્ત્રીની જેમ સજાવવામાં આવી.

માલતીબહેન નાયરાના અંતિમ દર્શન કરે છે.

પાર્થિવ: બહેન દૂર રહેજો...જીવ તો દેહમાંથી અલગ થઈ ગયો.હવે તમારે શુ વેર ઝેર...તમારા અહમે તો મારી નાયરાને મારાથી દૂર કરી છે...હવે કંઈ બાકી રહી જાય છે...

માલતીબહેન: આ શુ બોલે જાય છે પાર્થિવ તને ભાન છે...કોઈ માતા પોતાના દિકરાનુ કદીય ખરાબ ન ઈચ્છે...

પાર્થિવ: ક્યાંની માતા કોણ માતા ..?

માલતીબહેન: આવુ ન બોલીશ દિકરા?

પાર્થિવ: તમારા ખોટા પછતાવાના ડોળથી મારી નાયરા પાછી નહીં આવે...

રેખાબેન: એ નાયરા જો બેટા તને મળવા કોણ આવ્યું છે? જો..દિકરા તારી ઈચ્છા હતી કે પાર્થિવ સાથે લગ્ન કરાવીએ તો તુ જલ્દી ઉઠ મુહુર્ત નિકળી જાય છે...

ચિંતનભાઈ: બેટા દિકરી પ્રેમથી વિદાય આપવાનું દરેક માતા પિતાનુ સપનું હોય છે.પરંતુ તુ તો કાયમ માટે અમારાથી વિદાય લઈ બેઠી...

આર્વી: અંકલ આન્ટી મનોવ્યથા સમજુ છું...

રેખાબેન: તુ રહેવા દે તો સારુ છે...તુ અમારી મનો વ્યથા શુ જાણે?

પાર્થિવ: તમને એટલું જ બધુ જો દિકરીનુ થાતુ હોય તો આમ રખડતી ન કરો...ઘરમાં વિવાદ તો થતા રહે પણ દિકરીને આમ ન મૂકી દો...

માલતીબહેન: દિકરા પાર્થિવ થોડી શાંતિ રાખ...

પાર્થિવ: તમને બોલવાનું નથી કહ્યું મેં...

આર્વી: આ છે કોણ પાર્થિવ જેને તુ આમ અવગણી રહ્યો છો?

પાર્થિવ: તુ ન જાણે તો સારુ છે...

આર્વી: એ જે હોય તે...આમ અપમાન ન કરાય..તારા દુખમાં ભાગ પડાવવા આવ્યા છે,દુખમાં સામેલ થવા આવ્યા છે....

પાર્થિવ: દુઃખનુ કારણ એ જ છે...તો આવે...એમાં શુ છે...

આર્વી: એ...શુ બોલે છે જરા વિચાર તો કર શુ મનફાવે તેમ બોલે જાય છે...?

પાર્થિવ: હુ તો સમજાય એમ જ બોલુ છું...પણ તને સમજ નથી આવતું તો એ તારો પ્રશ્ન છે...

આર્વી: તમે કોણ તમારી ઓળખાણ ન પડી...?

પાર્થિવ: ન પડે તો સારુ છે...

આર્વી: એમ કેમ ન પડે...આન્ટી કોણ છો...

પાર્થિવ: એ...અત્યારે ઓળખાણ કરવાનો સમય છે?નાયરાના મમ્મી પપ્પાને મદદ કર નાયરાને સજાવવા...મારી નાયરા...

પાર્થિવનુ હૈયુ ભરાઈ આવે છે.

આર્વી: સગા સંબંધીઓને આવી જવા દે હજી એમને પણ તો નાયરાને મળવાનું હશે ને...

પાર્થિવ: હુ મારા હાથે સજાવી મારી નાયરાને અંતિમ વિદાય આપીશ...તમે સૌ ખસો...

આર્વી: પણ સૌને આવવા તો દે...

પાર્થિવ: મૂહુર્ત નિકળતુ જાય છે...

આર્વી:તને આવી ખબર પડે...પાછી ?મારા મનમાં...

પાર્થિવ: આર્વી અત્યારે શાંતિ જાળવ તો સારુ છે...આવી વાહિયાત વાત ન કર...

આર્વી: હા સોરી બાબુ કહેતો હોય તો...

પાર્થિવ: અહીં જ અટકી જા નહીં તો...બધી જ વાતમાં બાળક બુદ્ધિ જેવું વર્તન 27ની થઈ પણ ભાન તો ન જ આવ્યું...

માલતીબહેન: શુ છોકરીને ઉતારી પાડે છે...તુ તો જાણે એવી રીતે કહે છે કે અમે જ તારી નાયરાને મારી ન હોય...?

પાર્થિવ: મારી નાયરાને અંતિમ વિદાય આપવાની છે એટલે મારે કોઈની જોડે ઝગડો કરી મારી નાયરાની અંતિમ ગતિને વિઘ્નરૂપ નથી કરવી...

અંકલ આન્ટી હુ તમારો દિકરો જ છું આજથી...

રેખાબેન: જે બનવાનું હતું એ પાર્થિવ બની ગયું મમ્મી જોડે આવુ વર્તન દિકરા યોગ્ય નથી...એમને પણ તો જાણી જોઈ થોડું કંઈ કર્યું હશે...

પાર્થિવ: આન્ટી મમ્મી ચાહતી તો મને નાયરાની નજીક જવા માટે મદદ કરતી નાયરા અને મારા વચ્ચે થયેલા ઝગડાને કેવી રીતે સમાધાન કરવો એ સમજ આપતી પરંતુ આને હંમેશા તમારી દિકરી વિરુદ્ધ મને ઉપસાવ્યો જ છે...

વધુમાં હવે આગળ...

શુ માલતીબહેન પાર્થિવ અને આર્વીના લગ્ન માટે માને છે? કેવા રહે છે પાર્થિવ અને આર્વીના લગ્ન?આપ સૌ આવશો મારી સાથે આ લગ્નમાં જોડાવવા નવદંપતિને આશીર્વાદ આપવા તો ચાલો મારી સાથે અમદાવાદની પોળોમાં આપણે મળીએ"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:57"માં જોઈએ.