Jog laga de re prem ka roga de re - 49 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 49

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 49

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:49"

આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ મુંબઈ પહોંચે છે મેળવેલ સરનામા પ્રમાણે બહુ મુશ્કેલીથી હોસ્પિટલમાં પહોંચે છે.પરંતુ આર્વીની કમ્પાઉડર જોડે બબાલ અને પાર્થિવની નર્સ જોડે બબાલ
થઈ જાય છે.આ બેઉ તેમના ઝગડાળુ સ્વભાવ માટે પ્રખ્યાત થઈ જાય છે હોસ્પિટલમાં...નાયરાનો જીવ બચે છે કે કેમ? પાર્થિવ પર આવેલો ઘરેથી ફોન શું સુચવે છે..

હવે આગળ...

પાર્થિવ: અત્યારે કોનો ફોન આવ્યો છે?

પાર્થિવ ફોન કટ કરીને ડોક્ટરની વાતોમાં પરોવાઈ જાય છે.

ડોક્ટર પેશન્ટની જાણકારી આપતાં હોય છે.

ત્યાં ફરી ફોન આવે છે.

ડો અનુજ: સર ફોન ઉપાડો બની શકે કે કંઈક અગત્યનો હોઈ શકે?

પાર્થિવ: પરંતુ મારી નાયરા સિવાય અગત્યનું કોઈ નથી.

આર્વી મનોમન રડી રહી હોય છે.તેને પાર્થિવને ખોવાનો ડર હોય છે.

પાર્થિવ સાથેનો સબંધ આટલો જલ્દી પૂરો થઈ જાશે,એની ક્યાં એને ખબર હતી?

પરંતુ અત્યારે માનસિક રીતે તૂટેલા પાર્થિવની હિંમત બનવાનું હતું.

પાર્થિવ પર ફરી ફોન આવ્યો...

પાર્થિવ: કોણ બોલો છો? આ હોસ્પિટલ છે શું ફોન પર ફોન કરે રાખો છો...તમે નવરા હોય એમ સૌ નવરા તો ન હોય ને! અરે...બોલો શું કામ છે?

અર્જુનભાઈ અને માલતીબહેન નિપાને વાત કરવાની ના કહે છે પરંતુ નિપા ગુસ્સામાં કોઈને ગણકારતી નથી.

નિપા: આ ફોન ઉપાડે એટલી જ વાર...

માલતીબહેન: દિકરા પરંતુ અત્યારે પાર્થિવ કામમાં હોય દિવસ રાતનો ભેદ પણ હોય તો...

નિપા: બસ હવે બહુ થયું એક તો તમે મારા પપ્પા જોડે કોર્ટ મેરેજ કર્યા તો તમારા દિકરાને પણ તો ખબર પડવી જોઈએ ને કે એની મમ્મી શુ કાંડ કરે છે એની પાછળ...

અર્જુનભાઈ: જો તુ પાર્થિવને ફોન કરી કંઈ પણ આડી અવળી ભાષામાં બોલી છે તો મારાથી ભૂડો બીજો કોઈ નહીં હોય...નિપા હજીય કહુ છું માણસ બન...

નિપા: વાહ,પપ્પા તમે આ કાલના આવેલા,આન્ટી માટે તમે મને મારશો પણ,વાહ...આજ તો જોવાનું બાકી રહી ગયું...

અને...તમે આવ્યા એવા પોતાના તેવર બતાવી દીધા એમ જ ને હું અને મારા મમ્મી પપ્પા શાંતિથી રહેતા હતા? પરંતુ તમે આવ્યા એવા જ તમારા ઓજસ પાથર્યા એમ જ ને!

અર્જુનભાઈ: બસ નિપા તને છેલ્લી વાર કહુ છું તુ ચૂપ થઈ જા નહીં તો બાપ દિકરીના સબંધોની મર્યાદા નહીં રહે...

પરંતુ નિપા કોઈને સાંભળવાના મૂડમાં નો'હતી.

અર્જુનભાઈ: શું કરુ આ દિકરીનુ હુ...કંઈ સમજ નથી આવતી.તુ અહીં નવરી નકામી છો...પેલો બિચારો કામ કરતો હશે.તારી વાત સાંભળશે તો એને ખબર નહીં શુ વિતશે...

નિપા: એને પણ તો ખબર પડવી જોઈએ ને કે એની મમ્મી કેટલી કૂટીલ બુદ્ધિની છે એ....

અર્જુનભાઈ: આની ચામડી અને બુદ્ધિ બેય ઢોર જેવી થઈ ગઈ છે...

નિપા: પપ્પા તમારા તો તેવર જ બદલાઈ ગયા બીજા લગ્ન શું કર્યા તમને તો તમારી દિકરી જાહીલ લાગવા લાગી....વાહ આવતાંની સાથે આન્ટી જાદુ સારો કર્યો છે મારા પપ્પા ઉપર...

માલતીબહેન: બેટા તુ તમે ખોટી સમજે છે...તુ...

નિપા: આટલું કહીને અટકાઈ કેમ ગયા? તમારા રડવાનો પ્રભાવ મારા પપ્પા ઉપર પડશે...મારી ઉપર તમારો આ પ્રભાવ પડે એ વાત ભુલી જાજો...

માલતીબહેનને આજે પાર્થિવની યાદ આવે છે...પરંતુ દિકરાને પોતાની મનની વેદના જણાવી દુઃખી કરવા માંગતા નથી.

નિપા: પપ્પા આ ઉંમરે ભજન કરવાના હૈ નહીં કે આમ ખુલ્લમ ખુલ્લા નાગાનાચ...મમ્મી ભગવાનના ઘરે શુ ચાલી ગઈ તમે તો...આઝાદ થઈ ગયા...પરંતુ હુ છું મારી મમ્મીનુ સ્થાન આ ઘરમાં અને મારા દિલમાં બીજી સ્ત્રી નહીં લઈ શકે..
એ તમે કાન ખોલી સાંભળી લેજો...

માલતીબહેન: બેટા તને કેમ એવું લાગે છે કે હું તારા અને અર્જુન વચ્ચે દિવાલ બની છું? તને કેમ એવું લાગે છે કે તારી મમ્મીનુ સ્થાન લઈ રહી છું...? બેટા તારી મમ્મીનુ બલિદાન હશે આ ઘર માટે....હું જાણુ છું...તારી મમ્મીનુ સ્થાન એ તો તારી મમ્મીનુ જ છે...પરંતુ મારૅ જોડે દોસ્તી ન કરી શકે તુ?

નિપા: મને ખબર છે આન્ટી તમારી રાજ રમત કે તમે મારી મમ્મીની જગ્યા લેશો...પોતાની લોભામણી વાતોરુપી જાળ પાથરીને...

માલતીબહેન: બેટા નિપા તને કેમ એવું લાગે છે? હું માનુ છુ કે તુ મને ખરાબ સમજે છે...પણ હું...

નિપા: હવે તમે રહેવા દો મને ખબર જ છે...તમારી દાનત...તમારા દિકરાને પણ ઠોકર ખાવા છોડી દીધો હતો...એવી તમારી જૂઠી મમતા તમે તમારા સગા દિકરાને જો આ કરી શકતા હોય તો..તમે મારી સાથે પણ કરવાના...કેમકે હુ તો તમારી સાવકી દિકરી છું...

માટે મને ખોટો પ્રેમ અને મમતાના ચક્કરમાં ન બાંધો તમારી...
તમારી જૂઠી મમતા તમારી પાસે જ રાખો.ખબર નથી પડતી કે મારા પપ્પા તમારામાં શુ ભાળી ગયા છે?

વધુમાં હવે આગળ..

નાયરાનો ઈલાજ કેવો રહે છે? બે સ્ત્રીઓ વચ્ચે વહેચાયેલો પાર્થિવ પોતાની જાતને કામમાં કેવી રીતે પરોવે છે?શુ આ વાતની કામ ઉપર અસર પડે છે?અને પડે છે તો કેવી?
"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:50"માં જોઈએ.