Jog laga de re prem ka roga de re - 48 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 48

Featured Books
Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 48

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:48"

આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ અને આર્વી બેઉ હોસ્પિટલ પહોંચે છે.કમ્પાઉન્ડર આર્વીને ખરાબ નજરે જોઈ રહ્યો હોય છે,પરંતુ પાર્થિવ નાયરાના પ્રેમમાં અંધ હોય છે તો તે આ બધું ન જોતા આર્વીની દોસ્તી ભુલી જાય છે.શુ ઈરાદો હોય છે?કંમ્પાઉન્ડરનો?

હવે આગળ,

પાર્થિવ: એ...તમને કંઈ પુછુ છું,તમને સંભળાય છે...?

આ ચાલી રહેલા શોર બકોરથી અકડાઈ ડો.અનુજ આવે છે.

ડો અનુજ: શુ ચાલી રહ્યું છે?સર શુ પ્રોબ્લેમ છે?એ..કબિરિયા આ શુ ધતિંગ છે તારુ સર કંઈક પુછે છે,એનો જવાબ તો આપ...

કબીર આર્વી સામે આંખ મારી ચાલ્યો ગયો.

ડોક્ટર અનુજ: મારે બીજા પેશન્ટને ચેક કરવાના છે તો?હુ જાવ અને હા કબિરિયા ઊભો રહે કંઈ તમાશો કર્યા વગર આ સરને એમને પેશન્ટ જોડે મૂકી આવ,

કબિર આર્વીને હળવે રહી કહે,
હું નીચેના રૂમમાં છું મન થાય કરવાનું તો આવશે,

આર્વીએ લાફો માર્યો,સંભાળીને વાત કરો,

પાર્થિવ: આ શુ કર્યું આર્વી તને ભાન છે...કંઈ?

આર્વી: ચૂપ હવે એક શબ્દ નહીં મેં જે કર્યું એ બરાબર જ કર્યું છે...

કંમ્પાઉન્ડર: મારુ નામ કબીર ભોંસલે છે...તારો આ તીખો અંદાજ જોઈ હુ તારી ઉપર ફિદા થઈ ગયો.

આર્વી:આભાર ભાઈ,મદદ કરવા બદલે કાશ તમે લિમિટ બહાર ગયા હતા,તો તમને સીધી લાઈનમાં લાવવા જરૂરી હતા.

કબીર: આ ભાઈ ભાઈ કોને કહે છે?મારુ નામ કબીર ભોસલે છે...મારે તને મારી ગર્લફ્રેંડ બનાવવી છે ને તુ છે કે મને ભાઈ બનાવીને રાખે છે?ગજબ છે તુ તો...

આર્વી: તો હું શું કરું?

કબીર: આ છોકરી તો બહુ તેજ લાગે છે.

વાત,વધુ વણસે એ પહેલાં જ

પાર્થિવ: એ આર્વી આ હોસ્પિટલમાં આવ્યા છીએ થોડી તો સભ્યતા જાળવ...

આર્વી: તુ મને ન શીખવ તો સારુ છે..તુ ભલે પોતાની જાતને તિસ્માર ખા સમજતો હોય પણ સાવ જાહિલ છે...

પાર્થિવ: બધી જગ્યાએ તારે શક્તિ પ્રદર્શન કરવુ જરૂરી છે કે શું?

આર્વી: તે જોયું નહીં કેવી રીતે એ વર્તન કરી રહેલો...

પાર્થિવ: પરંતુ અહીં આપણે શક્તિ પ્રદર્શન કરવા નથી આવ્યા એટલી સમજ લાવો...

આર્વી: બસ હવે તુ બહુ ડાહ્યો ન બન તો સારું છે..હમણાં મારા કરતાં વધારે તો તુ કરે...

પાર્થિવ: જોઈએ એ તો...

નાયરા: તેના રૂમમાં આરામ કરી રહી હતી.

નર્સ: એક્સ ક્યુઝ મી...

પાર્થિવ કંઈ બોલે એ પહેલાં,

નર્સ: કહ્યું ને કે ખસો...મોડું થાય છે...
પાર્થિવ: પણ સરખી રીતે કહો ને,

નર્સ: હું તો સરખી રીતે જ કહું છું....

પાર્થિવ: અવાજ નીચો રાખ તારી તો વાત વણશે એ પહેલાં,

આર્વી: અબ્બે શાંતિ રાખ તો,
પાર્થિવ...બહેન સોરી આમનુ મગજ ફરી ગયું છે..

નર્સ: સમજાવો આમને...આવા ને આવા ક્યાંથી હાલ્યા આવે છે...?

પાર્થિવ: કેનેડાથી...આવ્યો છું...બોલ તારા બાપ ગોતરે કેનેડા ભાળ્યુ પણ નહીં હોય...

નર્સ: હા,હવે...એ તો મને ખબર જ છે કે કેનેડામાં તુ બાથરૂમ ધોતો હશે...ને અહીં પાવર કરે સવાલાખનો....

અરે...બહેન આને લ ઈ જા તો...મારી સામેથી...

આર્વી: અબ્બે ચાલ જે પાર્થિવ થોડો ઠંડો પડ નાયરાને આમ પણ ચેક અપ માટે લઈ જાય છે...

કૅબિનમાંથી ડોક્ટરનો ફોન આવ્યો.

ડો અનુજ ભોસલે: એ...આ શોર બકોર શાનો છે?

નર્સ: કોઈ પાગલ આવ્યા છે જે શોરબકોર મચાવી રહ્યા છે...

ડો અનુજ: તમે શુ એમને હોસ્પિટલના નિયમ નથી બતાવ્યા કે અહીં રાડો પાડવાની મનાઈ છે તે?

નર્સ: સમજમાં આવે તો ને....?
ડો અનુજ: આપણે કેવી રીતે હેન્ડલ કરવાનું એ જ તો શીખવાનું છે...

રાત્રીના સમયે આમ કોણ બરાડી રહ્યું છે...

નર્સ: પેલા 108 રુમના દર્દીના આત્મિયજન...

પાર્થિવ ઘૂરીને જોઈ જ રહેલો...
નર્સ; આમ ન ઘૂરશો સાવ જાનવર લાગો છો...

પાર્થિવ: જાનવર કોને કહે છે?

આર્વી પાર્થિવને શાંત કરી રહી હતી.

પાર્થિવ: તને તો બહુ મજા આવતી હશે...

આર્વી: હા...હવે આજ તો દિવસની રાહ હતી મારે...

પાર્થિવ: તુ થા તમતમારે રાજી પછી જો હું...

આર્વી: હવે શાંતિ રાખ તો...તને નર્સ જોડે ઝગડો થયો એમાં મારો શું વાંક...

અડધી રાત્રે થઈ રહેલા શોર બકોરથી કંટાળીને દર્દી રડારોડ કરી રહેલા...છેવટે ડોક્ટરે ઉપર આવવુ પડ્યું;

ડો અનુજ: શુ સમસ્યા છે તમારી...?શુ ભાઈ તમે તો સારા ઘરના લાગો છો આવુ જાનવર જેવું વર્તન શોભે તમને...?

પાર્થિવ: એ આર્વી કહે તો,શું મે જાનવર જેવું વર્તન કર્યું...?

ડો અનુજ: હું સમજી શકું છું પણ જે છે એ ભગવાનના હાથમાં છે...અમે ભગવાન તો નથી જ ને...પ્રયાસ કરી શકીએ...જે અમે કરી જ રહ્યા છીએ...

પાર્થિવ: કંઈ પણ થાય સાહેબ જેટલા પણ પૈસા થાય એટલા હું ખર્ચવા તૈયાર છું.પણ...

ડોક્ટર અનૂજ: અમે તો પ્રયાસ કરીશુ...પણ એકવાત પૂછુ...?

પાર્થિવ: એક નહીં બે વાત પુછો...?પણ મારી નાયરાને બચાવી લો આમ પણ તો મારે પ્રાશ્ચિત કરવુ છે...

ડોક્ટર અનૂજ: આ દર્દી રસ્તામાં દયનીય હાલતમાં હતા...માથામાં વાગેલુ તો એમને ગંભીરતાથી ન લીધું એનું આ પરિણામ છે..

પાર્થિવ: સાહેબ કંઈ સમજાયું નહીં.

ડો અનુજ: આ દર્દી ચોટ સાથે આટલા દિવસો નિકાળ્યા એમની સહનશીલતાને ધન્ય છે...પરંતુ રસ્તામાંથી આવતા હતા તો બેહોશ થઈ ગયા તેઓ એકાએક પથ્થર સાથે ટકરાયા હોવાથી ઘા નાના મગજ પર છે.તેમનું જીવન બચાવવુ અશક્ય છે...જેટલા પણ દિવસ આ રહે એટલા દિવસ એમને કોઈ દુઃખદ પીડા પહોંચે એવી પરિસ્થિતિનુ નિર્માણ ન કરશો...

ચાલી રહેલી વાતચીતમાં પાર્થિવને ફોન આવ્યો.ફોન હતો ગુજરાતના અમદાવાદથી....

વધુમાં હવે આગળ,

નાયરાની બગડતી તબિયત શુ સુચવે છે?શુ પાર્થિવ આર્વીને સ્વીકારે છે?કે તેની સાથે અન્યાય કરે છે?માલતીબહેન અને અર્જુનભાઈનુ લગ્નજીવન કેવું રહે છે...? એ આપણે "જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:49"માં જોઈએ...