Jog laga de re prem ka roga de re - 46 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 46

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 46

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:46"

આપણે આગળ જોઈ ગયા કે...નિપાનુ એકાએક માલતીબહેનના ઘરે પહોંચવુ સૌને વિચારતા કરી મૂકે છે.દિકરી દ્વારા મુકાયેલા આક્ષેપથી અર્જુનભાઈ ઉકળી ઉઠે છે પોતાના ગુસ્સો કાબુમાં ન રહેલા તેમની દિકરી ઉપર તે હાથ ઉપાડે છે.તો અહીં પાર્થિવ પર અજાણ્યા નંબરનો ફોન આવતાં તે માનસિક રીતે અકડાતો હોય છે પરંતુ નાયરા વિશે તેને સમાચાર મળતા તેને આઘાત લાગે છે...હવે આગળ...

પાર્થિવ: આ કેવી રીતે બની શકે કાલ તો એને સોશિયલ મિડિયામાં પ્રોફાઈલ બદલી છે ત્યાં સુધી તો તે ઠીક હતી,આ શુ એકાએક...?

અજાણ્યો નંબર: તમારે વિશ્વાસ કરવો ન કરવો એ તમારી મરજીની વાત છે....તમારો નંબર પહેલા જોયો મેં એમના ફોનમાં એટલે...તમને ફોન કર્યો પછી તમે જાણો ને એ...

પાર્થિવ આ સાંભળ્યા પછી તો માનો આઘાતમાં સરી પડ્યો,ત્યાં આર્વી હતી તેની પાસે એટલે પાર્થિવને માનસિક રીતે હિંમત મળી.

પાર્થિવ આઘાતમાં સરી પડ્યો, હાથમાંથી ફોન પણ પડી ગયો.

આર્વી: પાર્થિવ શું થયું મને કહે તો...?

પાર્થિવ: બધુ જ ખત્મ થઈ ગયું...મારુ...હવે...

આર્વી: આમ,ન બોલ...પહેલાં શાત થા તો

પાર્થિવ: અરે...કેવી રીતે શાંત થાઉ હું...મારી નાયરા...

પાર્થિવ ચિંતાગ્રસ્ત મગજથી આમ તેમ આંટો મારતો હોય છે.

આર્વી: તુ કહીશ કે શું થયુ નાયરાને...? કાલ સુધી તો બધું બરાબર નો'હતુ.તે અને એને વાત કરી કાલે મારી જોડે ઝગડો પણ કર્યો એને...

પાર્થિવ: એકદમ ચૂપ...આ જૂના ચોપડા ખોલવાનો સમય છે..?તને પ્રેમથી કહેતી હતી કે પાર્થિવ મેં તને સોપ્યો...

આર્વી: ચાલ એ બધું જાવા દે ચાલ આપણે,જાઈએ ક્યાં જાવાનું છે?

પાર્થિવ: રહેવા દે હું જાઈશ એકલો તારી મહેરબાનીની કોઈ જરૂર નથી...

આર્વી: પાર્થિવ મન શાંત રાખ અધિરાઈ હંમેશાં કામ બગાડે...

આર્વી મનોમન પાર્થિવને ચાહવા લાગી હતી.પરંતુ પાર્થિવ જોડે દોસ્તી ન તૂટે એ માટે મૌન હતી.

તે પાર્થિવ સાથે વિતાવેલી ક્ષણોને મનમાં વાગોળી રહેલી.તે પોતે પાર્થિવને ખોઈ બેસી ન હોય તેમ મનોમન ગિન્નાઈ રહેલી.

પાર્થિવ: એ...આર્વી તારે આવવુ હોય તો જલ્દી ચાલ...નહીં તો ફ્લાઈટ ચૂકાઈ જાશે...

આર્વી: હા...હા...

પાર્થિવ: હા...હા...ન કર...જલ્દી કર આપણી ફ્લાઇટ આવી રહી છે...અરે...આર્વી ખબર નથી પડતી કે તમારે છોકરીઓને આટલી તૈયાર થવામાં વાર કેમ લાગે...છે...?

તમે જેટલી વાર તૈયાર થવામાં લગાડો એટલી વારમાં તો અમારે 10 પ્રોજેકટ પૂરા થાય...

આર્વી: હવે બહુ ડાહ્યો ન બન...હું તૈયાર જ છું...

ચાલ અડધો તો તારા બકવાસમા જ સમય જાશે...

પાર્થિવને આર્વી મુંબઈ જવા નિકળી પડ્યા..

તો અહીં,

નિપા વારંવાર માલતીબહેનનું અપમાન કરતી હોવાથી અર્જુનભાઈની સહનશક્તિની હદ આવે છે...

નિપા: તમે ગમે તેટલું કરો મારી પાછળ મરી પણ જાશો તોય તમે મારા મમ્મી નહીં બની શકો...એક વાત યાદ રાખજો...મારો ને તમારો સબંધ દુશ્મનનો છે અને એ જ રહેશે...હટ...માય...ફૂટ...

માલતીબહેન: પણ દિકરા મારી વાત...

નિપા: બહુ નાટક કરવા રહેવા દો તમારા વિશે તો મેં એવું સાભળેલુ કે તમે તમારા દિકરાને પણ રખડતો કરેલો ખબર નહીં કયા અભિમાની રાઈમાં પોતાની જાતને પકવીને!

અર્જુનભાઈ: બહુ થઈ ગયુ નિપા તારુ...તુ અહીંથી જાય છે કે સિક્યોરિટી બોલાવું...તુ ખુદ મને છોડીને ગઈ હતી તારા પેલા બે મિનિટના પ્રેમ માટે...અને હવે એકાએક પિતા માટે પ્રેમ ક્યાંથી આવ્યો...આજ શુ મેં મારી ખુશી વિચારી તો તને તકલીફ થવા લાગી...શું મને ખુશ રહેવાનો પણ અધિકાર નથી...

અને હા એક વાત સાંભળી લે આમની જોડે મેં કોર્ટ મેરેજ કર્યા છે...તને ગમે કે ન ગમે આમને મમ્મી તરીકે સ્વીકારવા જ પડશે..આ મારો આખરી નિર્ણય છે...

નિપા: અને ન સ્વીકાર્યા તો...

માલતીબહેન: રહેવા દો...ને હવે...બાળક છે ધીમે ધીમે એ પણ મને સ્વીકારી લેશે,એને આ વાતની અચાનક ખબર પડી,તમારી પત્નીના ગયે બહુ સમય પણ નથી થયો ને તમે આ નિર્ણય લીધો એટલે એને પણ સબંધને સ્વીકારતા વાર ન લાગે...

અર્જુનભાઈ: એ કોણ છે મને કહેવાવાળી...

નિપા: તો પપ્પા તમે વડીલ છો એટલે એનો મતલબ એવો નથી થાતો કે તમે કંઈપણ કરી શકો...

માલતીબહેન: યુવાન દિકરી જોડે વાત ન કરાય...માની લીધું કે દિકરીને આ સ્વીકરતા વાર લાગે...

અર્જુનભાઈ: આમ જો કે તારા કરતાં પાર્થિવ ન સારો...

માલતીબહેન: અરે...શું કામ દિકરીને રડાવો છો...બેસ બેટા...બેસ...આજે તો હું તને ગમે તે બનાવીશ...

નિપા: હું પાગલ નથી મને બધુ જ સમજાય છે...કે તમે મારી મમ્મીની જગ્યા લેવા માટે આમ કરો છો...મારા પપ્પાને વેતા વગરના સમજી ભલે ને તમે એમને ફસાવ્યા હોય પરંતુ તમારો આ દાવ અહીં નહીં ચાલે...

વધુમાં હવે આગળ...

નાયરાના શુ હાલ હોય છે? નાયરાનુ જીવન બચે છે કે પછી કાયમ માટે પાર્થિવનો સાથ છોડી પંચતત્વમાં ભળી જાય છે...?એ...આપણે...માયાવી નગરી મુંબઈ જાવુ પડશે આપ સૌ તૈયાર છો ને મારી સાથે મુંબઈ આવવા
"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:47" જોઈએ.