Jog laga de re prem ka roga de re - 45 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 45

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 45

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:45"

આપણે આગળ જોઈ ગયા કે માલતીબહેન અને અર્જુનભાઈ પોતાના જીવન વિશે એકબીજા સાથે ચર્ચા કરતા હોય છે,અહીં એકાએક તાળી વાગવાનો અવાજ આવે છે...

હવે આગળ...

અજાણી છોકરી: વાહ...બાકી શુ સીન છે....હજી મમ્મીને અવસાન પામે બહુ દિવસો પણ નથી થયા...અને તમે હવે આજુબાજુ મો મારવાનું પણ શરૂ કર્યું...

માલતીબહેન: કોણ છે અને ક્યાંથી આવી છો?આ રીતે કેમ વાત કરે છો?

અજાણી છોકરી: તમારી માટે હુ અજાણી હશુ...પણ આમના માટે તો હું...એમની દિકરી છું...

માલતીબહેન: એક મિનિટ...તુ એ જ દિકરી છો...?

અજાણી છોકરી: કેવી છોકરી...મને કહેજો પહેલાં...તમે મારા ને મારા પપ્પા વચ્ચે બોલવાવાળા ત્રીજા ન બનશો....આન્ટી...

અર્જુનભાઈ: કોણ પપ્પા અને કોણ દિકરી સબંધો તો તે તોડ્યા હતા તો હવે અહીં શુ લેવા આવી છો?

અજાણી છોકરી અને અર્જુનભાઈ વચ્ચે ચાલી રહેલો સંવાદ જોઈ માલતીબહેનની તો આંખો પહોળી જ રહી ગઈ.

માલતીબહેન કંઈ બોલે તે પહેલાં,

અજાણી છોકરી: આન્ટી તમે ચૂપ રહેજો તમારો બેકાર વિચાર તમારી પાસે રાખો...

અર્જુનભાઈ: આ શુ રીત છે તારી આન્ટી સાથે વાત કરવાની...?

અજાણી છોકરી: હુ તમારા માટે અજાણી છું આમના માટે નહીં...મારી મમ્મીને મરે બહુ સમય પણ થયો નથી ને...આમના નાટક શરૂથઈ ગયા...પેલા દિવસે મને આબરૂ અને ઈજ્જત સમજાવતા હતા...અને આજે...એ પોતે...

અર્જુનભાઈ: બસ...બેટા...બહુ થયું તારુ...સબંધો તો તે પુરા કર્યા હતા તો હવે અહીં શું લેવા આવી છે...?તને આ સરનામું આપ્યું કોને...?

નિપા: પપ્પા એ બધું જવા દો,પણ પેલા દિવસે તમે તો મને જ્ઞાન આપતા હતા અને વાસ્તવિકતા તો ઘણી અલગ જ છે...?

કંઈ એવુ તો નહીં ને કે,તમે કરો એ જ સહી...

માલતીબહેન: આ શુ રીત છે પપ્પા સાથે બોલવાની...? અમે માં બાપ તમારી જરૂરિયાત પૂરી કરવામાં પોતાની ખુશીઓનુ પણ બલિદાન આપી દઈએ...અને તમે સંતાનો આ વળતર આપો છો?

નિપા: તમે કોણ છો? અમારા બે વચ્ચે બોલવાવાળા...મેં બહારનાને હક નથી આપ બોલવાનો...તમને શરમ આવવી જોઈએ,આમ કરતાં આ ઉંમર છે તમારી...?

હું પોતાની પસંદગીના છોકરા સાથે લગ્ન કરી ચાલી શુ ગઈ?તમને તો પપ્પા ફાવતું જળી ગયું...?

માલતીબહેન: બેટા,શુ બોલે છે?તારા પપ્પા છે,એ ન ભૂલ દિકરા...

નિપા: બહુ થયું તમને એટલી પણ સભ્યતા નથી કે બે વ્યક્તિઓની વાતમાં આપણે ન ચાંચ મરાય...

આટલી ઉંમર ક્યાં કાઢી તમે!મને તો સમજ જ નથી આવતી..

અર્જુનભાઈનો ગુસ્સો હદથી વધી રહ્યો હતો બહાર કેવી રીતે આવે તે માટે પ્રયત્ન કરી રહેલો તો અહીં પાર્થિવ પર એક ફોન આવ્યો,

પાર્થિવ:હેલ્લો...
કંઈ સામે ઉત્તર ન મળતા,

પાર્થિવે ફોન કટ કર્યો,આ ફોનવાળાને તો કંઈ કામધંધો તો હોતો નથી,ને માનસિક થકવે છે...

એજ નંબર પરથી મેસેજ આવ્યો"
હાય ડિયર,ફોન કાપવાની ભુલ ન કરતાં હું કહુ એ ધ્યાનથી સાભળ નહીં તો પછતાવવાનો પણ વખત નહીં રહે."

એક તો ગરમી પણ અહીં બહુ છે,આ કેનેડાવાળા ખાલી મોટા મોટા સપના બતાવી ભારતીયોને છેતરવાનુ જ કામ કરે છે...માણસાઈના નામે પણ શુન્ય..અને એક વધુમાં ઓછું પડે તો...આ લોહી પી ગયું છે કોણ છે?હમણાં એની ખબર,

તો અહીંયા અર્જુનભાઈએ શણશણતો તમાચો તેમની દિકરીને માર્યો,....

માનો કે જે હવા આપતો પંખો હતો એ પણ તો બે ઘડી સ્તબ્ધ બની ગયો,લહેરાતા ફૂલ છોડ તો સ્તબ્ધ થયા સાથે સાથે કબૂતર પણ ભયભીત થઈ ફફડી રહ્યા હતા...

માલતીબહેન: રહેવા દો,બાળક છે ન સમજે...

અર્જુનભાઈ: ક્યાં સુધી બાળક છે?આજે તો હદ કરી દીધી...?પેલા દિવસે ભાગી હતી ત્યારે તો મોટી મોટી વાતો કરી રહી હતી.

નિપા: એટલું જ ખરાબ લાગ્યું એટલું જ ખરાબ લાગતું હોય તો એવા કામ જ શું કામ કરો છો...?મા બાપ તો બાળકોના આદર્શ હોય?પણ...

અર્જુનભાઈ: કહ્યું કે બંધ થઈ જા...

નિપા: તમે તો ખુશ હશો એક છોકરીથી એના પપ્પાને વિરોધ કરી તમારુ નામ અને વખાણ બહુ સાંભળેલા મેં અને મમ્મીએ,પણ આ તો કંઈ એવું છે કે નામ મોટા ને દર્શન ખોટા....

અર્જુનભાઈ: કહ્યું કે અહીંથી ચાલી જા નહીં તો હું કંઈક કરી બેસે...

માલતીબહેન: નિપા તો નાની છોકરી છે,તમે તો સમજો...

નિપા: તમારે સારા બનવાની કોઈ જ જરૂર નથી,કંઈ તમારે અને પપ્પાને કોઈ ચક્કર તો નથી ને,અને હા...એવુ હોય તો...અહીં જ અટકી જાજો,હુ મારી મમ્મીનું સ્થાન તમને નહીં આપી શકું...

તો અહીં પાર્થિવ ગરમીથી અકડાઈ રહ્યો હતો,અને આ ફોન કોલ. એસીની ઠંડકને પણ ફિક્કી પાડી રહેલો,

પાર્થિવ:ફોન કોલ એ કરે ગરજ એમને અને વર્તન તો જાણે એવું કે કોલ કરી મહેરબાની એ કરતાં હોય અને એમાંય વધુ પડે તો ધમકી પણ ફ્રીમાં લ્યો બોલો,

અજાણ્યા નંબરથી ફરી ફોન આવે છે,

પાર્થિવ: બોલો સરકાર,આપ વગર તો અમે અધૂરા છીએ તો બોલો શુ હુકમ આપનો?

અજાણ્યો નંબર: ફાલતુ ન બોલો હું કહુ એ ધ્યાનથી સાંભળો...

પાર્થિવ:હવે આવા દિવસ પણ આવ્યા છે હાય રે મારુ નસીબ...!કિડા પડે તને...

અજાણ્યો નંબર: કોષવાનુ પૂરુ થયું હોય તો હું બોલું...

પાર્થિવ: આ તો તમારી જબરી દાદાગીરી છે હો,બોલી નાખો તમતમારે ગમશે તો દિલમાં ઉતારીશુ,નહીં તો ખંખેરી દેશુ...તમતમારે બોલી દો...

અજાણ્યો નંબર: નાયરા તમારી શુ થાય...?

પાર્થિવ: આ શુ બેહુદા સવાલ છે?મગજના તાર ખેંચવા ફોન કર્યો છે?

અજાણ્યો નંબર: આડી અવળી વાતો ન કરો,પહેલા કહુ એ સાભળો...વાત બહુ ગંભીર છે?

પાર્થિવ: ન પરિચય,ન કોઈ ઓળખાણ તમે તો ઉતરી ગયા મારા ભૂતકાળમાં...ચાલો હવે બોલી દો...તીર છાતીમાં ઉતારી દેશુ...

અજાણ્યો માણસ: નાયરા બાથરૂમમાં લપસી જવાથી માથા ઉપર વધુ વાગ્યુ છે...તો તેમના મગજ પર ચોટ આવી છે...

વધુમાં હવે આગળ...

શું પાર્થિવ નાયરા સુધી પહોંચે છે?શું માલતીબહેન અને અર્જુનભાઈને પાર્થિવ એક કરી શકે છે?શુ પાર્થિવ મમ્મીની ખુશી ખાતર નિપાને મનાવવા સફળ થાય છે?"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:46"માં જોઈએ.