"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:44"
આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ માલતીબહેનને તેમના કોલેજમિત્ર અર્જુનભાઈના ભરોસે છોડીને જાય છે.પાર્થિવ કેનેડામાં પોતાના કામ ને નવેસરથી શરૂ કરે છે...માલતીબહેન પોતાના દિકરા જોડે વાત કરવા તરસતા હોય છે...પરંતુ કેનેડાના નિયમને પણ માન્ય રાખવાનો હતો રવિવાર આવી જાય છે.પાર્થિવને માલતીબહેન બેઉ કોલ પર વાતચીત આગળ વધારે એ પહેલાં જ એક કોલ આવી જાય છે...
હવે આગળ...
માલતીબહેન: મારે એક દિકરો છે...આ ઉંમરે આવુ શોભે મને લોકો શું કહેશે...?દિકરો પરણવા જેવડો થયો ને મા ને યુવાની ફૂટી છે...છી...ઘોર કળિયુગ...બાપ...રે....આવા મેણાથી તો મને ભગવાન જ બચાવે...
અર્જુનભાઈ: માલતી બહાર ઊઠીને જો વિચારોને થોડી પાંખો આપ,અડધું તો તારુ મગજ ઘરમાં પૂરાઈને જ આવુ ખોખલું બની ગયું છે...
માલતીબહેન: તમે પુરુષો સ્વાર્થી બની શકો અમે નહીં...
અર્જુનભાઈ: એટલે તુ કહેવા શું માંગે છે કંઈ સમજાય એવી રીતે બોલ...
માલતીબહેન: સમજાય તો બધુ જ છે પણ ડોળ કરો છો ના સમજ હોવાનો...
અર્જુનભાઈ: અરે...માલતી કંઈ સમજાય એવું તો બોલ લાગે છે તારા ઉપર પણ તારા દિકરાના સાહિત્યની અસર પડી રહી છે...
માલતીબહેન: હા તો ખબરદાર મારા દિકરા વિશે નહિ બોલવાનું હા...
અર્જુનભાઈ: હા...મારી ભૂલ થઈ ગઈ બસ કહેતી હોય તો પગે પડું
માલતીબહેન: હવે ઘરડા ઘડપણે લડવાનો શો મતલબ?
અર્જુનભાઈ: માલતી મને કેમ એમ લાગે છે કે તને કોઈ વાત હેરાન કરી રહી છે,જે વાત તો નાની અમથી જ છે પણ તે એને રાઈનો પહાડ બનાવી છે?
માલતીબહેન: તુ તો જુએ જ છે,કે દિકરો 27નો થઈ ગયો...પણ એ લગ્ન માટે મોંઢુ નથી માંડતો..
અર્જુનભાઈ: થાશે...એમાં શું તુ આટલી બધી બેચેન છે દરેક માં બાપને ચિંતા હોય પણ એની તો મરજી તો હોવી જોઈએ ને...?
માલતીબહેન: જે કોઈ આવે તે એમ જ પુછે કે...
આટલું કહેવાની સાથે જ માલતીબહેન રડી રહેલા.
અર્જુનભાઈ: મારી એક દિકરી છે...એની મમ્મીએ તો મારો સાથ છોડ્યો...પણ....
માલતીબહેન: મને માફ કરજે અર્જુન પણ મારી સમજવામાં ભૂલ થઈ એ બદલે...પણ...શું...કંઈ ખબર ન પડી.
અર્જુનભાઈ: મારી દિકરી પાસે બે ઓપ્શન હતા એક હુ અને એક એની પસંદગીનો છોકરો...?
માલતીબહેન: તો તારી દિકરીએ કોની ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો મને તો વિશ્વાસ જ છે,તારા ઉપર જ ઢોળ્યો હશે...?તુ છે જ આટલો ફ્રેન્ડલી ફાધર તો દિકરી તને જ પસંદ કરશે ને...
અર્જુનભાઈ: એ તારો વ્હેમ છે તો...
માલતીબહેન: તુ કહે તો,મને કહે તો ખબર પડે...?
અર્જુનભાઈ: મારી દિકરીએ એના ગમતા છોકરા ઉપર પોતાની પસંદગી ઢોળી આ બળાપાએ તો મને હ્રદય રોગી બનાવ્યો...
આજકાલના બાળકો સાથે જોર જબરાઈ કરવા જાઈએ તો નકામુ પડે.
માલતીબહેન: હાય....હાય....અર્જુન આટલું બધું વિતિ ગયું તે મને કહેવુ પણ જરૂરી ન સમજ્યું? વાત રહી તમારી દિકરીની તો દિકરીને પરત લાવવા ન તે કંઈ વિચાર્યું?
અર્જુનભાઈ: તને શું લાગે છે મેં પ્રયત્ન નહીં કર્યો હોય પોલીસ સ્ટેશનમાં ગયેલો પણ દિકરીએ મને ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી,કે હું મારા પ્રેમી સાથે ખુશ છું...હું ત્યાં જ રહીશ,
માલતીબહેન: અરે...આ તો ન બનવાનું બની ગયું...તારી સાથે...
અર્જુનભાઈ: તુ કહે છો કે દુઃખી એકલી તુ જ છો એવું નથી.બાળકોને બસ પોતાની ધાર્યુ જ કરવુ છે...
મને પણ એમ થાય છે કે હુ ક્યાં કાચો રહી ગયો હતો દિકરીના ઉછેરમાં...? એને જે વસ્તુ માગી છે એ બધી જ હાજર કરી છે...પરંતુ આ છોકરીએ મને ક્યાંય મોઢુ દેખાડવા જેવો ન રાખ્યો શુ કરુ આ છોકરીનું...અર્જુનભાઈ આંખોના ભીના ખુણા લૂછે છે...
માલતીબહેન: હુ સમજી શકુ અર્જુન પરંતુ છોકરીને ગમ્યું તે કર્યું.એમાં આમ નિરાશ ન થવાય.
અર્જુનભાઈ: હુ પણ તો તને એ જ કહી રહ્યો છુ કે,દિકરાને આમ તારા વિચાર ન થોપ જેમ મારે પણ એકના એક દિકરીએ મારુ ન વિચાર્યું...
અરે....માલતી હુ તો ભૂલી ગયો,જો તારા માટે રસગુલ્લા લાવ્યો તને બહુ ભાવે છે ને...?
માલતીબહેન: અરે...તને હજી પણ યાદ છે મારી પસંદ...વાહ...
અર્જુનભાઈ: આપણે કોલેજ બંક કરી કેવા કેન્ટીનમાં ફરતા...વરસાદમાં ભિંજાઈને બેઉ આવતા હતા એક દિવસ તને યાદ છે...? કે તુ માલતી વિજળીના ચમકારાથી ડરી ગયેલી...ભિજાયેલા કપડાં બદલવા તુ વોશરૂમ ગયેલી ત્યાં ગરોળી ભાળી તુ મને કેવી નાના બાળકની જેમ ચોટી ગયેલી....જ્યાં સુધી ગરોળી ન ગઈ ત્યાં સુધી તે મને ન છોડ્યો...
માલતીબહેન રડમસ અવાજે હામી ભરી રહેલા કેમકે બધુ જ બદલાઈ ગયેલું ભૂતકાળમાં તો જવાય કેમનુ? સમાજ અને પરિવારના મોભી હોવાની શરમ...
માલતી અને અર્જુન યુવાનીના દિવસ વાગોળી રહેલા ત્યાં...એકબીજાને ગળે મળી બેચેન મનને શાંત કરી રહેલા...
ત્યાં એકાએક તાળી પડવાનો અવાજ આવ્યો...
વધુમાં હવે આગળ...
આ તાળી પડવાનું રહસ્ય શુ છે? માલતીબહેનના ઘર સુધી કોણ પહોંચી ગયું હોય છે માલતીબહેન અને અર્જુનભાઈના દુશ્મન...શુ માલતીબહેન અને અર્જુનભાઈનો પ્રેમ અધુરો રહે છે...?પાર્થિવ પર આવેલો ફોન શું...દસ્તક દે છે...ખુશીની કે દસ્તકની એ આપણે
"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:45"મા જોઈએ મારી સાથે હંમેશા જોડાયેલા રહેજો...