Jog laga de re prem ka roga de re - 42 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 42

Featured Books
Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 42

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:42"

આપણે આગળ જોઈએ ગયા કે,માલતીબહેનને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે તો હૈયું દ્રવિત થઈ જાય છે.અર્જુન અને માલતીબહેન બેઉ ભૂતકાળમાં સરી પડે છે.કેટલોક સંવાદ મૌનથી જ સર્જાય છે.બેઉ મન મૂકી રડી પડે છે.તો અહીં પાર્થિવ સામાનનુ કામ પરવારી આવે છે.

અર્જુનભાઈ: માલતી શુ વિચાર્યું?

માલતીબહેન: શુ વિચારુ કંઈ ખબર ન પડી શુ પુછવા માંગે છે?

અર્જુનભાઈ: આપણે ચાલ ને પોતાના કોલેજકાળમાં ખોવાઈ જાઈએ...

માલતીબહેન: અરે...પાગલ છો કે શું?

અર્જુનભાઈ: એવું તો મેં શું કહી દીધું ?

માલતીબહેન: દરેક વાતનો ચોક્કસ સમય હોય છે...
અર્જુનભાઈ: એટલે તુ કહેવા શુ માંગે છે માલતી?

માલતીબહેન પોતાની જાતને સ્વસ્થ કરે છે.

અર્જુનભાઈ: મને એક તો તારી વાત સમજ ન આવે...સરખી રીતે કરે કે કંઈ સમજ જ ન આવે...

માલતીબહેન: અર્જુન સમજ તો આવે છે પણ ના સમજ હોવાનો ડોળ કરે છે તુ...

અર્જુનભાઈ: હુ સમજુ છુ તુ જ નથી સમજતી દિલના અવાજ અને તારી લાગણીઓને તુ જ દબાવી બેઠી છે...

માલતીબહેન: શું બકવાટ કરે અર્જુન ઠીક તો છો ને...તુ પહેલા તો આવો નો'હતો,આમ અચાનક આવો બદલાવ...

ચાલી રહેલી વાતચીત ઝગડામાં ફેરવાય એ પહેલાં જ પાર્થિવ આવ્યો.

માલતીબહેન: બેટા પાર્થિવ તુ આવી ગયો...?

પાર્થિવ: હા મમ્મી

માલતીબહેન: કોઈ વસ્તુ છૂટી તો નથી ગઈને...ન મમ્મી...

ચાલ પાર્થિવ તુ અંકલ જોડે બેસીને વાતો કર...

પાર્થિવ: મમ્મી આ શું મતલબ થયો?તુ બેસ હું જાવ છું...

માલતીબહેન: પણ બેટા,

પાર્થિવ: મમ્મી તુ બેસ આજે હું જમવાનું બનાવું...તુ અંકલ જોડે વાતચીત કર..

માલતીબહેન: બેટા પાર્થિવ તુ મને ખોટી સમજે છે દિકરા આ અંકલ...અને હું સાથે ભણતા હતા....આટલું કહી માલતીબહેન રડી પડેલા...

પાર્થિવ: અરે...વાહ...મમ્મી સરસ કહેવાય...

માલતીબહેને પાર્થિવને ઈશારો કર્યો.

પાર્થિવે અર્જુનના ચરણસ્પર્શ કર્યા.

પાર્થિવ: મજામાં અંકલ...

અર્જુન: ખુબ સુખી થાવ બેટા,માલતી પાસે તારા બહુ વખાણ સાંભળ્યા...મેં સાંભળ્યુ કે તુ સરસ લખે છે...સાચી વાત...?

પાર્થિવ: હા અંકલ મને લખવાનો શોખ છે...

અર્જુન:બહુ સરસ દિકરા...,મમ્મી બહુ વઢે છે તને...હવે એની વાત..

પાર્થિવ: ના...અંકલ એવી વાત નથી..

પોતે કંઈ ખોટું ન કરતા હોય તેમ અચકાઈ રહેલા.

પાર્થિવ: મમ્મી હું તને કહી તો રહ્યો છું,મમ્મી તુ બેસ હું રસોઈ બનાવુ છું,કોઈ વાર મારુ બનાવેલું પણ ટેસ્ટ કર...હું હવે કેનેડા જાવાનો છું...પછી તો તારે જ બનાવવાનું છે ને તો અત્યારે આરામ કર,અને હા આ અર્જુન અંકલને હું મળ્યો છું.

માલતીબહેન: ક્યારે મળ્યો દિકરા,

પાર્થિવ: આમને હું મળેલો...મમ્મી તે જ તો મને ઓળખ આપેલી...નાનપણમાં...

માલતીબહેન: હા...બેટા...
દિકરા હું તને છેલ્લે છેલ્લે મારા હાથે જમાડુ...મારી આટલી ઈચ્છા છે એ પુરી નહીં કરે..

પાર્થિવ: મને પણ ઈચ્છા ન હોય કે હું મમ્મી ને મારા હાથે જમાડુ...

માલતીબહેન અને પાર્થિવ વચ્ચે ચાલી રહેલા વાર્તાલાપને અર્જુન ધ્યાનપુર્વક સાંભળી રહેલો.

અર્જુનને પોતાની લાડલી દિકરીની યાદ આવી ગઈ.પરંતુ એ ક્યાં શક્ય હતું.પત્નીએ કેન્સરની પીડામાં દુનિયા છોડી તો પુત્રી પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કર્યા એટલે તેને પરત બોલાવવી કેમ અહમે એક બાપના મન અને પગને જંજીરે બાંધી દીધા હતા.

પોતાની જાતને સ્વસ્થ કરીને કહે,

અર્જુન: માલતી હું નિકળુ...તબિયત સાચવજે...

પાર્થિવ: અંકલ આમ કેમ આન્ટીને સાથે લઈ રોકાય એવા આવજો...

માલતીબહેન: શું બોલે છો દિકરા...કંઈ વિચારીને તો બોલ...

પાર્થિવ: અરે...મમ્મી શું ખોટું કહ્યું મેં...મને કહે તો...?

માલતીબહેન: જા તુ તારો સામાન પૅક કરી દે કંઈ રહી ન જાય...

પાર્થિવ: બહુ ગજબ છે મમ્મી એમના મિત્ર શું આવ્યા વર્તન જ બદલાઈ ગયું...પરંતુ કંઈ વાધો નહીં મમ્મીની એકલતા તો દુર થશે...

પાર્થિવના મનમાં એક વિચાર આવ્યો આ અંકલ પણ એકલા છે ને મમ્મી પણ.

તો બેઉના લગ્ન કરાવી દઈએ તો શું રહે,મમ્મીએ આમ પણ તો જીવનમાં બહુ દુઃખ જોયું છે.જે શાંતિથી જીવન જાય અંકલના આગમનથી...

માલતીબહેન: એ દિકરા શું વિચારે છે...જલ્દી જલ્દી સામાન પેક કર આટલું ધીમું કામકાજ મારા દિકરાનુ ન હોય...

અર્જુનભાઈ: એ માલતી દિકરાને આમ ઉતારી પાડવાનુ બંધ કર...તારો દિકરો ઘણો સરળ છે એટલે તો તુ તેનો ફાયદો લે છે, નહીં તો મારી છોકરી હોય તો તને ખબર પડે?આમ શું છોકરાને જાતા જાતા પણ ઉતારી પાડે છે...બહુ શાણી છો તુ તે...

માલતીબહેન: દિકરો બોલવામાં ભાન ચૂકે તો કહેવું પડે...

અર્જુનભાઈ: એને ખબર છે...? મારા જીવનની વાત?તો પછી બાળક તો પુછે....એમાં શું આટલું બધું ઓવર કરે છો...

માલતીબહેન: દિકરો મારો નથી હવે નાનો એની ઉમરના છોકરાવને તો ઘરે બાળકો રમે છે...ને આટલી સભ્યતા ન હોય?

અર્જુનભાઈ: તુ રહેવા જ દે માલતી તુ પણ આવી જ હતી એટલે થોડી ટાઢી પડ...

આમને આમ રાત પડી જાય છે.
પાર્થિવની બૂકિંગ કરાવેલ સમય મુજબ ફ્લાઇટ આવી જાય છે...

પાર્થિવને એરપોર્ટ મૂકવા અર્જુનભાઈ અને માલતીબહેન બેઉ જાય છે.

પાર્થિવ ભાવૂક અવાજે એક જ વાત અર્જુનને કહે છે,"મમ્મીને અંકલ સાચવજો...હું તમારા ભરોસે અહીં છોડીને જાવ છું"

પાર્થિવ કેનેડા જાય છે...

પાર્થિવ પોતાના કામને ફરી શરૂ કરે છે...તેમાં સફળ થાય છે...

માલતીબહેનને ઘરે પૈસા પણ મોકલે છે...

માલતીબહેન અને પાર્થિવ વચ્ચે મહિનામાં એકવાર વિડિયોકોલમાં વાત થાય છે.પાર્થિવની ઉંમર આમ ને આમ 27વર્ષની થાય છે.

અર્જુનનુભાઈ અને માલતીબહેનની વધતી જતી મુલાકાત શું સૂચવે છે...પાર્થિવની સાહિત્ય સફર કેવી રહે છે?પાર્થિવના જીવન કેવો વળાંક લે છે?તે આપણે "જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:43"માં જોઈએ.