"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:40"
આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવે આપેલી સરપ્રાઈઝ જોઈ માલતીબહેન તો માનો અવાક બની જાય છે.પાર્થિવ મમ્મીની હળવી મજાક કરે એ પહેલાં તેનો ફોન રણકે છે.માલતીબહેનનું અવાક થવાનું કારણ શું હોઈ શકે આ શખ્સ કોણ હોય છે? માલતીબહેનનો સબંધ ભૂતકાળમા શું હોય છે?
આપણે મળીએ એ શખ્સને જેને માલતીબહેન જેવી મજબૂત સ્ત્રીને કંપાવી છે એ કોણ છે તેનાથી અવગત થઈએ...તો ચાલો સૌ અમદાવાદની પોળોમાં મકાન નં:20માં
હવે આગળ,
આ છોકરો પણ ગજબ કરે છે.આમ,બેસવાની જગ્યાએ આમ છોડીને ચાલ્યો જાય આવે એટલે વાત...છોડુ નહીં સાલાને...માલતીબહેન મન માંને મનમાં બબડાટ કરતાં હોય છે.
સંધ્યાનો સમય હોય છે,પાર્થિવની ફ્લાઈટ રાત્રીની હોવાથી તે મમ્મીને પૂરેપૂરી ખિજવાડીને જાવા માંગે છે.એકલતા અને વિરહના ઝરણાં ઉતર્યા પછી માલતીબહેનનું માનસિક સંતુલન વધુને વધુ ખોરવાઈ ગયું હોય છે.
તેના કેનેડા ગયા પછી મમ્મી એકલવાયી ન બની જાય તે માટેની તેની યુક્તિ હોય છે...
માલતીબહેન: અરે...જી....બેસો...
અજાણ્યો સખ્સ: આ ફોર્માલિટી પોતાના માણસ વચ્ચે ન હોય....અને હા માલતી તુ અને હું આમ પણ તો ક્યાં અલગ હતા..?
માલતીબહેન: તમારી હિંમત કેવી મારા જ ઘરમાં મારા દિકરા સામે આવી ભાષા બોલવાની...અહીં જ અટકાઈ જાજે નહીં તો...
માલતીબહેન પાર્થિવને રસોડા તરફ લઈ જઈ પુછે છે કે;
માલતીબહેન: એ પાર્થિવ આ શું મુસિબત છે...?
પાર્થિવ: શું કહે છે મમ્મી?કંઈ સમજાઈ નથી રહ્યું...એક મિનિટ મમ્મી હું જાઉ બજારે મારે કેટલીક વસ્તુ ખરીદવાની રહી ગઈ છે તો બહાર જાઉ...
માલતીબહેન: એ...દિકરા ઉભો તો રહે તો...
પાર્થિવ: મમ્મી બાય...તુ એમને સાચવ મારે મોડું થાય છે...તને તો ખબર જ છે કે રાત્રીની મારી ફ્લાઇટ છે તો....દિલથી મમ્મી સોરી...
માલતીબહેન: પણ ઊભો તો રહે,દિકરા....અરે રે...આ તે શું મુસિબત છે...મને કહે તો આ છે કોણ...?
પાર્થિવ: તુ પુછી લે...મારે થાય છે મોડુ...બાય....
મમ્મી પછી મળીએ..આટલું કહી પાર્થિવ ઘરની બહાર નિકળી ગયો..
માલતીબહેન: અરે...દિકરા તુ પણ તો મને ક્યાં ફસાવી ગયો છો....?
તુ આવ પછી તારી વાત...
અજાણી વ્યક્તિ: આ શુ દિકરા ઉપર હંમેશા દાદાગીરી કરતી રહે છો?
માલતીબહેન: આ મારી અને મારા દિકરા વચ્ચેની વાત છે,એમાં અજાણ્યાને બોલવાનો કોઈ હક નથી.
"ન કોઈ જાન ન કોઈ પહેચાન મેં તેરા મહેમાન"
અજાણી વ્યક્તિ: બહુ તારી જોરહુકમી છે ભૈ'સાબ પહેલા તો તુ આવી નોહતી માલતી...આમ એકાએક આટલો બદલાવ કેમ આવ્યો?
માલતીબહેને શાંત નારીથી ફૂલનદેવી બન્યા.
એ....કોણ છો તુ મને કેવી રીતે ઓળખે છો...?
આનંદિત અજાણ્યો સખ્સ: અરે...શાંત પડ માલતી આટલો બધો રઘવાટ શાનો છે...?મને તો ખબર નથી પડતી...?
માલતીબહેનની બેચેની અને ગુસ્સા બેઉનો વધારો થઈ રહેલો.
પરંતુ પરિસ્થિતિને કેવી રીતે સંભાળવી તે સમજ ગુમાવી બેસવું આ તેમનો સૌથી મોટો વીક પોઈન્ટ હતો.
પાર્થિવ ઘરની બહાર હતો.એટલે તેઓ વધુ અકળાટ અનુભવી રહેલા.
તો અહીં પાર્થિવ પર ફરી ફોન આવ્યો...
એ જ નંબરથી...
પાર્થિવ: અબ્બે...તુ છો કોણ...તુ તો નવરી છો...મારે તો શ્વાસ લેવાની નવરાશ નથી...
અજાણી છોકરી: આપણે રોજ મળતા હતા,તે મારી સાથે ફ્લ્ટ પણ કરેલું છતાંય નામ ભૂલી ગયો....ગજબ છો...તુ તો...
પાર્થિવ: આ વાતને છ મહિના થઈ ગયા...કામમાં વ્યસ્ત હોવાથી મને ઘણીવાર છ દિવસનું પણ યાદ હોતું નથી ને તુ છ મહિનાની ક્યાં પત્તર રગડે જાય છો...કોણ છે સીધે સીધુ કહે...
અજાણી છોકરી: મારી જોડે દોસ્તી કરશો...
પાર્થિવ: અરે...ખોટી મગજના તાર હલાવતી વાતો ન કર,ખબર છે કે સ્ત્રીઓ માટે ઘણા કાયદા બન્યા છે એનો મતલબ એવો નહીં કે તુ...મારો લાભ લે...
અજાણી છોકરી: ગુસ્સો બહુ સરસ લાગે ચહેરે... આજ ગુસ્સાએ તમારા તરફ મને આકર્ષી છે....આટલા કડક કેમ છો?
પાર્થિવ: અરે...મારી મા...તારે..કામ...શુ છે...એ કહે તો...અરે...હા...એક મિનિટ તુ આર્વીની ફ્રેન્ડ છો ને...પણ તુ ગુજરાતી કેવી રીતે જાણે...?
અજાણી છોકરી: અડધી ઓળખાણ તો પડી પણ શું કામની...?દિલથી દિલ સુધી પહોંચવા ભાષા કરતા વધારે મૌનની જરૂર પડે છે...પરંતુ તારો પ્રેમ મેળવવા માટે તો કંઈપણ જોખમ ખેડે...
પાર્થિવ: અબ્બે મરવુ છે તારે આર્વીને ખબર પડશે તો તારી સાથે મને પણ જીવતો જમીનમાં દાટી દેશે...
અજાણી છોકરી: આર્વીથી આટલું ડરે છો...મેં સાભળેલુ કે તારી ગર્લફ્રેન્ડ બહુ મોટી હિટલર છે સાચી વાત...?
પાર્થિવ:એ...હે...તને પણ ખબર પડ ગઈ કે શું...?પણ તને કહ્યું કોને...ત્યાં જ માલતીબહેનના ફોન પર ફોન આવી રહેલા,દિકરા આ છે શું?આ મુસિબત કયા લોકથી આવી...?
માલતીબહેન દ્વારા આવેલા મેસેજ તે ટાળી રહેલો...
માલતીબહેન: એ...ય શું વાત કરો છો તમને ભાન છે?હુ રહી એક યુવાન છોકરાની માતા...તમને કોઈ ખોટો વ્હેમ થયો હશે...?
અજાણી વ્યક્તિ: મારુ દિલ ક્યારેય વ્હેમ રાખતું નથી,અને હા...આ ફોટા જોઈને પણ તુ એમ જ કહીશ કે આ વ્હેમ છે માલતી...?
વધુમાં હવે આગળ...
એવો તો કેવો ફોટો હોય છે કે માલતીબહેનનુ હૈયુ ભાવુક બની જાય છે?આ ફોટો પાર્થિવ અને માલતીબહેનના જીવનમાં ચક્રવાત સર્જે છે કે?ખોવાઈ ગયેલી ખુશીઓ પરત લાવે છે? પાર્થિવનુ પુનઃકેનેડા આગમન કેવું રહે છે?પાર્થિવના જીવનમાં હવે કયો વળાંક ટકોરા ખખડાવવા તત્પર છે?એ આપણે"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:41"માં જોઈએ...