Jog laga de re prem ka roga de re - 39 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 39

Featured Books
Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 39

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:39"

આપણે આગળ જોઈ ગયા કે માલતીબહેનને સરપ્રાઈઝ જાણવાની ખુબ આતુરતા હોય છે.પરંતુ પાર્થિવ સવારનો વાયદો આપે છે. પરંતુ માલતીબહેનને રઘવાટથી ઊઘ આવતી નથી.આપણે જોઈએ કે સરપ્રાઈઝ જોઈ માલતીબહેનનુ શું રિએક્શન હોય છે...

હવે આગળ...

પાર્થિવ મમ્મીને આંખ પર પાટો બાધી બેઠકરૂમ તરફ લઈ આવે છે.

માલતીબહેન: ઓહ...પાર્થુ બેટા કેટલીવાર પાટો ખોલ તો મને આંખ બળે દિકરા...

પાર્થિવ: મમ્મી બસ થોડી જ મિનિટ છે,આટલી પણ રાહ નહીં જૂએ...

માલતીબહેન: કેમ બેટા આવુ બોલે છે?તને શું તારી મમ્મી પરથી ભરોસો ઊઠી ગયો છે કે શું? માની લીધુ કે તારા પ્રેમ થી તને જુદો પાડ્યો મેં સમજ એ પણ તારા સારા માટે.

પાર્થિવ: અરે...વાત શું ચાલે છે ને તુ વાતને ક્યાં પહોંચાડે છે? મમ્મી થોડી જ વાર હું કહું પછી આંખો ખોલ.

માલતીબહેન: ઓહ...પાર્થુ તુ પણ હદ કરે છો...

પાર્થિવ: તુ થોડી શાંતિ રાખ...

પાર્થિવે મમ્મીની આંખ પરથી શું પટ્ટી હટાવી...તો માનો કે માલતીબહેનની તો માનો આંખો પહોળી થઈ ગઈ.

પાર્થિવ: અરે...મમ્મી તુ તો ક્યારનીય ઉતાવળી થાતી હતી?લે હવે તુ પણ જો...

અરે...મમ્મી તને સરપ્રાઈઝ કેવી લાગી કંઈક કહે તો ખરા?

માલતીબહેન શુ બોલે...તેમની નજલ પહોળી થઈ ગઈ.

પાર્થિવ સરપ્રાઈઝ વિશે માલતીબહેનને કંઈ પૂછે એ પહેલા જ પાર્થિવ પર ફોન આવ્યો.

"હુ તો ગુસ્સે શું થઈ ગઈ?તુ તો મને ભૂલી જ ગયો...આમ હોય સાવ...આપણા સબંધો શું આવા કામ ચલાઉ હતા?"

પાર્થિવ: કોણ બોલો છો?

આ લ્યો,બાદશાહ અવાજ પણ ભૂલી ગયા મારો...હું થોડા દિવસ રિસાઈ શુ બેઠી?મને મનાવવાની જગ્યાએ જીવનમાંથી જ બહાર નિકાળી દીધી બોલો...આ હતો આપનો પ્રેમ?

પાર્થિવ: સીધે સીધુ બોલો કે કોણ બોલો છો?નહીં તો...

નહીં તો શુ ઉખાડી લેશો?નામ ખબર છે દિલમા પણ હુ જ રમુ છું છતાંય આમ અજાણ્યા મને બનાવવાનો ડોળ શું કામ?
છોકરી ધીમા અવાજે બોલી રહેલી.

પાર્થિવને અવાજ તો ઓળખીતો જ પ્રતિત થઈ રહેલો...

પાર્થિવનો ગુસ્સો સાતમા આસમાને ચડી ગયો પરંતુ ઘરમાં મહેમાન હોવાથી ગુસ્સો દિલમાં દબાવી દીધો.

પાર્થિવ: એક મિનિટ,નાયરા બોલે છો?

"હજી ઓળખો કે હુ કોણ?"

પાર્થિવ: તો મારી માતૃશ્રી બતાવો કે આપ કોણ બોલો છો મને જણાવવાની કૃપા કરશો...ઘરે મહેમાન હતા એટલે તમે બચી ગયા નહીં તો તમારી ખેર નહીં...

" ઓહ આટલો બધો ગુસ્સો તો તો હું ગઈ...ઓય...માં..."

અવાજ તો કર્ણપ્રિય હતો.એટલે પાર્થિવનો ગુસ્સો ઓગળી ગયો.પણ અવાજ જાણીતો હતો એટલે ગુસ્સાનો લાવા જોઈએ એટલો શાંત નો'હતો થયો.

પાર્થિવ: તુ આર્વી બોલવી જોઈએ,એને બહુ મગજની નસ ખેંચવા જોઈએ...એને...તો...હું....

એ રોકાઈ કેમ ગયા મનની મનમાં ન રહી જાય...કહી જ દો...

પાર્થિવ: પણ તુ છો કોણ એ તો કહે?મને વધુ ન ભટકાવ...

"તમે મને આમ તો ભટકાવી હતી.બોલો ભટકવાની મજા આવે છે ને? કેટલુ સરળતાથી તમે ખિજાઈ લીધુ મારી ઉપર..."આટલું કહી છોકરી મનમૂકીને રડતી હતી.

જાણે કે મેનકા નામની અપ્સરા વિશ્વામિત્રનુ તપ ભંગ કરવા બદલ ગુસ્સાનો ભોગ ન બની હોય તેવા હાલ આ અજાણી છોકરીના હતા.

પાર્થિવ: બહુ થયું તમારું હવે,મારા મોં ની સાંભળો એ પહેલાં નામ જણાવી દો તો તમારા માટે સારુ છે..

માલતીબહેન: એ પાર્થિવ કેટલીવાર છે દિકરા અહીં આવ તો...

પાર્થિવ: હું ફોન મૂકુ છું મારુ મમ્મી પાસે હોવુ જરૂરી છે.

એ મીઠડી છોકરી મધુર હાસ્ય સાથે કહી રહેલી,"બાકીના ક્લાસ તમે એરોપ્લેપનમાં હોવ ત્યારે.

પાર્થિવ: હા મારી માં લેજે પણ અત્યારે મારી માં રણચંડી ન બને નહીં તો મારુ આજે આવી જ બનશે....

એ છોકરીએ ફરી શબ્દરૂપી બાણ છોડ્યા"એ....જા જા...ફટ્ટુસ....માવડિયા...તુ તો દેખાડે છો પોતાની જાતને બહાદૂર ને આ શું....સાવ બકરીને પણ બહાદુર કહેવડાવી...."

પાર્થિવ: અરે....તુ ફોન મૂક તો તને સરળ ભાષા સમજ ન આવે...?

માલતીબહેન:અરે બેટા પાર્થિવ ક્યાં રહી ગયો?અહીં આવ તો દિકરા...

માલતીબહેન મુંઝવણમાં મુકાઈ ગયેલા કે પાર્થિવ ક્યારે આવશે...?આ છોકરો પણ મને ક્યાં ફસાઈ ચાલ્યો ગયો છે? માલતીબહેનનુ શરીર ધ્રૂજતુ હોય છે...સખ્સ સામે નજર મેળવવાની પણ તાકાત નો'હતી.

માલતીબહેન મનોમન વિચારે ચડી જાય છે."આમને ક્યાંક જોયા છે પણ આ છે કોણ? ચહેરો પણ મારો જાણીતો છે પરંતુ યાદ નથી આવી રહ્યો

વધુમાં હવે આગળ...

કોણ હોય છે કે જેને જોઈ માલતીબહેન ચોકી ગયા હોય છે?શુ સબંધ હોય છે માલતીબહેન સાથે એમનો?આ સખ્સના આવવાથી પાર્થિવ અને માલતીબહેનના જીવન પર શુ પડે છે?"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:40"માં જોઈએ...