Jog laga de re prem ka roga de re - 37 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 37

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 37

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:37"

આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ અને માલતીબહેન વચ્ચે નાયરાના કારણે તકરાર થાય છે.આર્વી પાર્થિવને શાંત પાડે છે.માલતીબહેનના દિલમાં શું રાજરમત હાલતી હોય છે તે હવે જોઈએ...

માલતીબહેન: જ્યાં સુધી સાચુ તુ નહીં સાંભળે ત્યાં સુધી મારી વાતનો વિશ્વાસ નહીં કરે એમ જ ને...

પાર્થિવ: મમ્મી તારા મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવું છે...શું કંઈ પણ વિચાર્યા વગર બોલે જાય છો?

માલતીબહેન: પાર્થિવ હકિકત જાણી લે નહીં તો પાછળથી પછતાવવાનો દાડો આવી શકે છે...

પાર્થિવ: જે કરવું હોય જે કહેવુ હોય તે જલ્દી કહે તો?

માલતીબહેન: એટલે મતલબ શું થયો?

પાર્થિવ: મારે કેનેડા જાવાનુ છે...પછી ફરી અવાય કે ન અવાય..

માલતીબહેન: શું મજાક છે...? પછી તુ પરંતુ પરત નહીં આવે...?દિકરા તારા વગર મેં કેવી રીતે દિવસો નિકાળ્યા છે એ મારુ મન જાણે છે...

પાર્થિવ: મમ્મી હવે રહેવા દે તો સારુ છે...વધુ તુ ડ્રામા ન કર મને સમજાય જ છે....મને મુંબઈ ઠોકરો ખાવા રામ ભરોસે છોડ્યો હતો ત્યારે તને વિચાર ન આવ્યો કે મારુ શું થાશે તો પછી હવે શું છે?

માલતીબહેન તો માંનો કે છોભીલા પડી ગયા,શબ્દો તો મોઢે હરામ નિકળે તો દાંત જ બંધાઈ ગયા.

આજે તેઓ પોતાની ભૂલ યાદ કરી મનોમન ગિન્નાઈ રહેલા.

"હે ભગવાન આવી ભુલ થાય જ કેમ મારાથી છોરુ કછોરુ થાય પણ માવતર તરીકે હું કૂમાતા બની જ કેવી રીતે શકું
પોતે આટલી લાપરવાહી કરી જ કેવી રીતે શકે તે વાત પર સતત પોતાની જાતને કોષે રાખતાં હતા."

પરંતુ હવે પોતાના હાથમાં કોઈ જ પરિસ્થિતિ નો'હતી.

દિકરો કેનેડા સ્થાયી થવા જ જાય છે તો તેને રોકી અપશુકન કરાવવા યોગ્ય નહીં રહે.

પાર્થિવ: મમ્મી હું નિકળુ છું...

માલતીબહેન: બધો સામાન પેક કર્યો?કંઈ છૂટી તો નથી ગયુ ને...

પાર્થિવ: મમ્મી રહી જાય છે ને ઘણુ બધું અહીં છોડીને જાવ છું આપણે વોટરપાર્ક ગયા હતા તે યાદ,હું જ્યારે પહેલા દિવસે આવ્યો હતો ત્યારે તે મારી મનપસંદ રસોઈ બનાવી હતી તે..

માલતીબહેન: પણ દિકરા,તારે આમ એકાએક જવાનું કેમ થયું....તારા બોસ પણ તો લાવ....તો મને વાત કરાવ તો....હું કહુ એમને...હજી દિકરાને આવે મહિનો પણ પૂરો નથી થયો...ને...

પાર્થિવ: રહેવા દે એની જરૂર નથી, અરે...મમ્મી કેનેડા કામ કરવા તો ગયો છું એનાથી જ તો દૂર ભાગીશ તો ક્યાં મારો છૂટકો થાશે...

માલતીબહેન: તુ ખરેખર કામ માટે જ જાય છો કે મારાથી કંટાળીને...?

પાર્થિવ: અરે...મમ્મી તુ પણ તો શુ સાવ કેવું વિચારે છો...સાવ....કોઈ જાતુ હોય એવી રીતે ઝગડો ઝગડાની રીતે...તે તો મને પપ્પાની પણ ગરજ નથી સારવા દીધી.

માલતીબહેન: તો બેટા આમ એકાએક તુ ચાલ્યો જાઈશ તો ઘર કેટલુ સુનુ લાગશે..હુ તો સાવ એકલી થઈ જાઈશ....

પાર્થિવ: મમ્મી તુ એકલી તો નહીં પડે એની તને હું ખાતરી આપુ છું...

માલતીબહેન: એ...હે...દિકરા આ તે કંઈ શું વાત થઈ તુ જતો રહીશ એટલે તો હું સાવ એકલી...

પાર્થિવ: મમ્મી તારો આ રઘવાટભર્યો સ્વભાવ સુધારી દે નહીં તો તુ ખુબ દુઃખી થઈશ...

માલતીબહેન: પાર્થિવ પહેલી ન બુઝાવ શું વાત છે મને નહીં કહે,હું એકલી નહીં રહું એનો મતલબ શો થયો કંઈ ચાચ ન ડૂબી....

પાર્થિવ: અમુક વાતો સમય પર છોડવાની હોય...સમયથી દ્વારા અપાતા સરપ્રાઈઝથી મોટું કોઈ જ સરપ્રાઈઝ નથી...ધિરજ રાખ તુ પણ જલ્દી સરપ્રાઈઝની ક્લુ સુધી પહોંચીશ..

માલતીબહેન: દિકરા કંઈ સમજ નથી આવતું મને ગોળ ન ફેરવ તો સારુ છે...

પાર્થિવ: અરે...મમ્મી તુ પણ તો સાવ હદ કરે છો,મારી માટે તે થેપલા અને રાયતુ અને રાયતા મરચાં ન બનાવ્યા,સાથે લસણની તીખી ચટણી તો ખરી...આ ન ભૂલાય કેમકે કેનેડામાં મને તારી બનાવેલી રસોઈ બહુ યાદ આવે,હુ ગમે તે કરુ પણ તારા હાથનો જાદૂ મારી બનાવેલી રસોઈમાં નથી લાવી શકતો.

માલતીબહેન: હા હવે બહુ ડાહ્યો ન બન તારો નાસ્તો ફટાફટ બની જાશે...

ત્યાં સુધી તુ કંઈ તારુ રહી તો નથી ગયું ને એ જો....માલતીબહેને વાક્યનું પુનરાવર્તન કર્યું.

માલતીબહેન પોતાના દિકરાની ખુશી બરબાદ કરવા માંગતા નો'હતા.એટલે નાયરા બાબતે મૌન સેવી બેઠેલા પરંતુ મૌન આજ નહીં તો કાલ તે જરૂર તોડશે તે માટે યોગ્ય સમયની રાહ જોઈ બેસેલા.

વધુમાં હવે આગળ...




માલતીબહેન માટે સમય અને પાર્થિવ બેઉ શુ સરપ્રાઈઝ છોડી જાય છે?સરપ્રાઈઝ મેળવ્યા પછી માલતીબહેનનુ જીવન સુધરે છે કે વધુ માનસિક તનાવમા સરી પડે છે.તે આપણે "જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:38"મળીએ...

સરપ્રાઈઝ શું હશે તમારા મતે?,આપ સૌ પ્રતિભાવરૂપે જણાવી શકો છો ત્યાં સુધી ટાટા બાય બાય...