Jog laga de re prem ka roga de re - 35 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 35

Featured Books
Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 35

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:35"

આપણે આગળ જોઈ ગયા કે,નાયરાના વર્તનથી પાર્થિવ ભાંગી પડે છે.આર્વી મજાક કરી પાર્થિવને દુઃખથી બહાર લાવવા પ્રયાસ કરે છે.પરંતુ આ મજાક ઘડીક પુરતી જ પાર્થિવને અસર કરે છે.
આર્વી વાત બીજી દિશાએ વાળી પાર્થિવના ઉદાસ મિજાજને સુધારવા પ્રયાસ કરે છે

હવે આગળ....

આર્વી: પહેલાં કહે તો,તને મારી ઉપર વિશ્વાસ છે કે નહીં?

પાર્થિવ: એ...હે....તારો શું ભરોસો...?તુ તો મારુ રિલેશન તોડાવે તો?

આર્વી: તો છોડ હવે બીજી વાત કર...જ્યાં વિશ્વાસ ન હોય ત્યાં હું માથુ નથી પટકતી...જવા દે,બીજું કહે,

માલતીબહેન કાન માંડી તમામ વાતો સાંભળી રહ્યા હોય છે.

માલતીબહેન: એ...પાર્થિવ અહીં આવ તો...

પાર્થિવ વાતને અવગણીને વળ્યો હોય છે.

માલતીબહેન: બહુ થયું પાર્થિવ....તને ક્યાંરનીય કહુ છું સમજ નથી પડતી..

પાર્થિવ: મમ્મી તને દેખાતું નથી કે ફોન ચાલુ છે તે...?મમ્મી ફોન ચાલે છે ત્યાં સુધી તો તુ તારુ પ્રદર્શન રહેવા દે...તને કેટલીય વાર શાંતિથી કહ્યું પરંતુ મને નથી લાગતું કે મારી વાત તારી ખોપડી સ્વીકારી જ નથી રહી મમ્મી તો એમાં મારો શું દોષ?

માલતીબહેન: આ...તુ કેવી ભાષામાં વાત કરે છો મારી સાથે?જરા સભ્યતા કેળવ...તુ એ ભૂલ કે હું તારી મમ્મી છું તે?

પાર્થિવ: મમ્મી કામ શું છે અહીં અમે અગત્યની ચર્ચા કરીએ છીએ.પછી આવજે....

માલતીબહેને પાર્થિવના હાથમાંથી ફોન છીનવી લીધો.
પાર્થિવનો ચહેરો લાલઘૂમ બની ગયો.ગુસ્સો તેને કોની ઉપર ઉતારવો

આર્વી: હેલ્લો...હેલ્લો...હેલ્લો...પાર્થિવ અવાજ કેમ ન આવે...ક્યાં ગયો છો...

માલતીબહેન: હા એ તો મને દેખાય ,અને હા તુ જા હવે ફોનવાળી...જા બજારને શાકભાજી લઈ આવ.

આર્વી: હેલ્લો પાર્થિવ! પછી તું કહી રહ્યો....

માલતીબહેન: એ....તુ કોણ બોલે છો?ને મારા છોકરાનુ શું કામ લોહી પીધે રાખે છો....?ઘરે બાપને ભાઈ નથી કે?

આર્વી: મજામાં આન્ટી કેમ છો?

માલતીબહેન: હા હુ તો મજામાં મારા છોકરાને પહેલા નાયરા સજા આપી ગઈ તો હવે તારો વારો આવ્યો?

આર્વી: અરે...આન્ટી તમે મને ખોટી સમજો છો તમે સાંભળો તો ખરા!

પાર્થિવ મનમાં કહે,"હવે આ પણ ગઈ હાથમાંથી.હુ પણ તો મહામુર્ખ છું શું કામ મમ્મી જોડે વાત કરાવવાની આવે છે?હવે તો હું બરાબરનો સંડોવાયો...

માલતીબહેન: પહેલા જા બજારમાં અને શાકભાજી લઈ આવ...

પાર્થિવ: મમ્મી હું તો નથી જાવાનો...આવું છોકરીઓ જેવું કામ મને શરમ આવે?

માલતીબહેન: અરે....હાય...હાય...આ છોકરો વાત તો કરે એ જો ગધેડુ પણ બિમાર પડે?

પાર્થિવ: તુ જાતે કેમ નથી લાવતી...?

માલતીબહેન: મને શરીર દુઃખે છે.

પાર્થિવ: એ તારો પ્રશ્ન છે મારો નહીં...હું નથી જાવાનો...માટે મારુ મગજ ન ફેરવ અને હા..મને મારો ફોન પાછો આપ...્

માલતીબહેન: અને ન આપ્યો તો...

પાર્થિવ: આ શું મજાક છે મમ્મી કહ્યું ને મને મારો ફોન આપ....મારી દોસ્તનો ફોન આવ્યો અને તું એને જેમતેમ બોલી...તને ભાન છે?તારાને પપ્પાનુ બગડ્યું એમાં મારો શું વાંક? તુ તો મારુ પણ રિલેશનશિપમાં તરાર પડાવવા બેઠી છો...તુ માં ન હોઈ શકે?

માલતીબહેન: તુ શાકભાજી લેવા જઈ રહ્યો છો.અને ઘરમાં તુ જ્યાંસુધી શાકભાજી લ ઈ નહીં આવે ત્યાં સુધી રસોઈ બનશે નહીં...આ વાત મનમાં ગાઠ વાળી રાખજે.....

પાર્થિવ: આ શું બાળપણ છે મમ્મી...?

માલતીબહેન:તુ સીધી રીતે જાય છો શાકભાજી લેવા કે....સોટી લઉ?

પાર્થિવ:અરે...જાવ છું આ શું દાદાગીરી છે....પપ્પા આગળ તો કંઈ ચાલ્યું નહીં તો અહીં પોતાના અંગતજીવનનો બદલો લેવા આવી ગઈ?

માલતીબહેન: તુ ગમે તે કર શાકભાજી તો તારે જ લાવવાનું છે...અને કરિયાણુ પણ...એટલે બકબક ન કર ને ઉપડ તારો સમય શરૂ થાય છે હવે...

પાર્થિવ બબડાટ કરતો શાકની લારીએ પહોંચ્યો.પાર્થિવે શાકભાજી ખરીદી બિલ જોયું.

અરે...રે...આ શુ....?તો માંનો સ્તબ્ધ
થઈ ગયો.

પાર્થિવ: અરે...મમ્મી ને પણ કંઈ ભાન જેવું જ નથી આટલી મોંઘવારીમાં 200 રૂપિયા કોણ આપે?શાકભાજીના ભાવ કેટલા છે?

પાર્થિવ મોલમાંથી બહાર આવ્યો.શાકભાજીનો ભાવ બહુ વધુ હતો,માટે તે રેગડી પર ગયો.રેગડીવાળા જોડે રકઝક કરી 200રૂ માં શાકભાજી તો લાવ્યો.

પછી કરિયાણાના પૈસા તેને ક્રેડિટકાર્ડથી કપાવ્યા.

પાર્થિવ: મમ્મી પણ હદ કરે છે ઘણીવાર તો એટલી મસ્ત બની જાય તો ઘણીવાર હોય એનાથી વિપરીત વર્તન કરે...ખબર નહીં શું થઈ ગયું છે?

પાર્થિવ:હે....હે.....લાલા...લાલા...
ગીતના ગણગણાટ સાથે,
મમ્મી....મમ્મી...હું શાકભાજી લઈ આવ્યો સાથે કરિયાણુ પણ....

વધુમાં હવે આગળ...

તેને કેનેડાના દિવસો યાદ આવી ગયા મહિનો તો માંનો ચપટીમાં જ પુરો થઈ ગયો.

પાર્થિવની જીવન સફર કેવી રહેશે?માલતીબહેનનું નાયરાને ઘરની વહૂ ન બનાવવાનું શું કારણ હતું?શું પાર્થિવ નાયરાને ભુલાવી શકે છે કે કેમ"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:36"માં જોઈએ.