"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:34"
આપણે આગળ જોઈ ગયા કે,નાયરા અને પાર્થિવનો સબંધ તૂટવાના આરે હોય છે,પરંતુ માલતીબહેનનો અહમ અને પાર્થિવનો એકતરફી પ્રેમ બેઉમાંથી કોણ વિજયી બને છે તે હવે જોઈએ...
આતો શું વાત થઈ કંઈક થાય એટલે મારા ઉપર પણ ક્યારે પોતાની જાતને તો પુછવાનું જ નહીં કે પોતે ક્યાં ખોટો છે...?
મૂળ તો પપ્પાના ગુણો જ તો ઉતરી આવ્યા છે...
પાર્થિવ: મને પપ્પા ઉપર ગુસ્સો આવતો હતો પરંતુ આજે મને લાગે છે કે પપ્પા ખોટા નહીં હોય....કેમકે તારી વધુ પડતી કચકચથી કંટાળી ગયા હશે...તુ હંમેશાં બીજાનો દોષ જુએ છે તો થોડા પોતાના પણ તો જો...
માલતીબહેન: મને તો ખબર જ છે...મારો શું દોષ છે તે....તને તો તારી માટે શું યોગ્ય છે...?એ પણ તો ખબર નથી..ને આવ્યો છો મને કહેવા પહેલા તુ પોતે તો શીખ...
પાર્થિવ: તમે નોહતા મમ્મી ત્યારે હું અને નાયરા બેઉ મસ્ત જીવી રહ્યા હતા,આજે તારા કારણે અમારો પ્રેમસંબંધ ખરાબ થયો....
માલતીબહેન: હા સાચી વાત છે હું જ નથી સારી...તુ અને તારા પપ્પા બેઉ સારા....બસ જ્યાં સુધી તેમને ગમે તેવું બોલો ત્યાં સુધી જ સારુ...તારા પપ્પાના ગુણો વધુ છે તારામાં તો...
પાર્થિવ માલતીબહેનના શબ્દોનો વળતો પ્રત્યુત્તર આપે તે પહેલાં પાર્થિવનો ફોન રણક્યો.
પાર્થિવે પોતાની જાતને સ્વસ્થ કરવા ફ્રીજમાથી બોટલ નિકાળી,એક એક ઘૂંટળો ગળે ઉતારી પોતાની જાતને સ્વસ્થ કરતાં કહે,"
પાર્થિવ:એ ...હેલ્લો કોણ...?
માલતીબહેન: પેલી નાયરાડીનો તો નથી ને..અને જો એનો ફોન હોય એની પણ વાત...
સાલીને છોડીશ નહીં,શું ઘરમાં આગ લગાડવા બેસી છો બુદ્ધિ જેવું કંઈ છે કે નહીં?
પાર્થિવ: મમ્મી ફોન ચાલુ છે તો થોડી શાંતિ ન રાખી શકે?
માલતીબહેન: કંઈ બોલવાનું જ નહીં મારે...ઘરમાં કામ કરો ને ઉપરથી છોકરાનીય સાંભળવાની ખબર નહી કે હું આ જ જોવા જીવિત રહી છું...
પાર્થિવ: મમ્મી ફોન ચાલુ છે?શાંતિ રાખવાની ખબર નથી પડતી?તને કઈ ભાષામાં કહું....તો સમજે...?
હું જ પાગલ હતી આને..સાચવતી...હતી...
પાર્થિવ પગ પછાડી બહાર ચાલ્યો ગયો.
પાર્થિવ: બોલ આર્વી શું કામ હતું કેમ ફોન કર્યો મને કહે તો?
આર્વી: તુ તો ગુજરાત શું ગયો મિત્રને ભૂલી ગયો...
પાર્થિવ: આર્વી અત્યારે મગજ ઠેકાણે નથી મજાક ન કર...
આર્વી: મજાક કરવી એ તો મારો જન્મસિદ્ધ અધિકાર છે...એને તુ છીનવી નહીં શકે સમજ્યો ને...?
પાર્થિવનું મગજ વધુ ને વધુ તપી રહેલું એમાં આર્વીની વાતો તેના ગુસ્સાને શાંત પાડવાની જગ્યાએ વધુને વધુ ભડકાવતી હતી.
પાર્થિવ: આર્વી હજી પણ કહું છું કે મને ગુસ્સો ન અપાવ તુ ગુસ્સાનો ભોગ બનીશ ખાલી ખોટી...
આર્વી: એ....હે...પાર્થિવ એવું તો શું બન્યું...મને એ તો કહે,
પાર્થિવ: આર્વી બધી વાતને ચિતરવાની ન હોય....
આર્વી: ઓકે બાબા સોરી....તું શાંત થાય તારે કહેજે,બોલ બીજું કેવું ચાલે છે?
પાર્થિવ: આ જો તને તો શું કહું...?
આર્વી: તુ મને કહે તો ખબર પડે ને?
પાર્થિવ: વાત કંઈ એમ છે કે,
નાયરાને અચાનક શું થઈ ગયું છે કંઈ ખબર નથી પડતી...
આર્વી:હા....હા....હા....હા...
પાર્થિવ:એ....આર્વી તુ કેવી મિત્ર છો અહીં મારી લેવાય છે ને તુ હસે છો...તને શરમ છે કે કેમ?
આર્વી:હા....હા....હા....હા...આટલી નાની વાતે તને થકવી દીધો....?
પાર્થિવ: તને આ નાની વાત લાગે છે આ મજાક નથી...આ નાની વાત એટલી પ્રસરી છે કે મારો અને નાયરાનો સબંધ પર આવી પહોંચી છે.
આર્વી: પાર્થિવ તુ તારી ભૂલ સુધારી શકે છે.તુ ચાહે તો...?
પાર્થિવ: કેવી રીતે? આર્વી કંઈ સમજ પડે તેમ બોલ તારી વાત મને સમજ નથી આવતી...
આર્વી: વાત બહુ સાદી અને સરળ છે તુ મુબઈ જા અને નાયરાને મનાવ...
પાર્થિવ: નાયરા નહીં માને...
આર્વી: પ્રયત્ન કર્યા વગર જ યુદ્ધભૂમિમાં હાર માનીશ પાર્થિવ તો કેમ ચાલશે....?
પાર્થિવ: શું પ્રયાસ કરુ મને કહે તો નાયરાને તુ નથી ઓળખતી એ બહુ ગુસ્સાવાળી છે....
આર્વી: એમ કેમ વિચારી લીધું તે એકવાર પ્રયત્ન તો કર...તને તો મારામાં પણ જિદ્દીપણુ લાગેલું પેલા દિવસે....
પાર્થિવ: તુ મને મેણુ મારે એમ ને...?તુ એમ કહે કે વાંક મારો છે...?
આર્વી: પહેલા પ્રયત્ન તો કર...પછી વાક જોજે જેનુ રિલેશન જોખમમાં હોય એનખ પહેલાં વિચાર્યા વગર બગડેલો સબંધ સુધારવાની પડી હોય?વાત રહી નાયરાની તો બહુ કેરફૂલ છોકરી છે જો તને રહેતા આવડે તો....
પાર્થિવ: તુ આવું કેવી રીતે કહી શકે?તુ તો એવી રીતે કહે છો,કે જાણે તુ તો જન્મોજન્મથી તેને ન ઓળખતી હોય?
વધુમાં હવે આગળ....
શું આર્વી અને નાયરાનો શું નાતો હોય છે?આર્વીનુ આમ નાયરા માટે સેન્સિટિવ થવું શું સુચવે છે તે"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:35" માં જોઈએ.