"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:33"
આપણે આગળ જોઈ ગયા કે માલતીબહેન અને પાર્થિવ બેઉ ગરમીના સમયે વોટરપાર્ક આવ્યા હોય છે ત્યારે નાયરાનો ફોન પાર્થિવ પર આવે છે.પરંતુ આ ફોન પાર્થિવના મગજ પર એક ગહેરી છાપ છોડી જાય છે.આ ફોન પરથી શું સાબિત થાય છે?શું નાયરા અને પાર્થિવના સબંધોની આયુ ઘટી હોય છે કે માલતીબહેનના અહમે આ અદભૂત પ્રેમસંબંધની હત્યા કરી હોય છે તે હવે જોઈએ....
હવે આગળ...
પાર્થિવના ચહેરાની ઉદાસી વાંચી માલતીબહેન પણ વ્યાકુળ થઈ ગયા હતા.
પાર્થિવની આંખોમાં આંસુ હતાં.
માલતીબહેન: દિકરા પાર્થિવ તુ કહીશ નહીં તો મને ખબર શું પડશે?
પાર્થિવ: મમ્મી તુ અત્યારે સવાલ જવાબ ન કર આપણે ઘરે જાઈએ...
માલતીબહેન: તુ નથી કહેવા માંગતો તો તારી ઈચ્છા...
સાંજ પડી સુરજ ઢળે તેમ તડકો હળવો વ્યંગ્ય કરતો હોય છે. વોટરપાર્કનો માલિક આવે છે...
પાર્થિવ: જી કહો સર...શું વાત છે?
વોટરપાર્કનો માલિક: સર ખરાબ ન લગાડો તો એક વાત બોલું...
પાર્થિવ: જી સર બોલો...
વોટરપાર્કનો માલિક: અમારો આજનો સમય પુરો થાય છે તો તમારે અહીંથી હટવુ પડશે.અમને ખોટા ન સમજતા....
આટલું કહીને વોટરપાર્કનો માલિક આટલું કહીને અચકાઈ ગયો.
પાર્થિવ: અરે...સર રિલેક્સ....એમાં શું ખરાબ લગાડવા જેવું કહ્યું છે...?તે મને ખરાબ લાગે મને કહો તો...?
વોટરપાર્કનો માલિક સહર્ષ સાથે:તમે સમજ્યા એ બદલે આભાર સર...
પાર્થિવ: અરે....એમાં આભાર શાનો હોય...મને કહો તો...સરસ જગ્યા છે...જી....
વોટરપાર્કનો માલિક: ફરી આવજો...સર...અને હા આભાર....તમારો તમને મળીને આનંદ થયો...
પાર્થિવ:જી....જી....ચોક્કસ ફરી મળીશું...
પાર્થિવ અને માલતીબહેન ત્યાંથી નિકળી જાય છે.
માલતીબહેન: પાર્થિવ મને કહે તો બેટા તને થયુ છે શું?
પાર્થિવ: મમ્મી તુ આમ પુછવાનો ડોળ ન કર તો સારુ છે...?
માલતીબહેન: એ... દિકરા આજે આમ કેમ બોલે છો? તબિયત બરાબર તો છે ને તારી....?
પાર્થિવ: આવુ ન બોલુ તો શું બોલુ મને કહે તો?
માલતીબહેન: બેટા મારો જીવ ગભરાય છે...
પાર્થિવે: મમ્મી થયું તારુ ધાર્યું તો જીવ ગભરાય છે એવો ડોળ શું કામ કરે છો?
માલતીબહેન: દિકરા આવુ કેમ બોલે છો...?
પાર્થિવ: તું સાંભળવા માંગે છો તો સાંભળી લે..
માલતીબહેન: બોલ તો મને કંઈક સમજાશે...તુ કહીશ જ નહીં તો મને કેવી રીતે સમજાશે?
પાર્થિવ: મમ્મી નાયરાએ મને બે ઓપ્શન આપ્યા છે એક તો હુ તને પસંદ કરુ કા તો એને તમારા બેઉનુ સાથે રહેવું યોગ્ય નથી લાગતું.
માલતીબહેન: આ છોકરીના તેવર તો જોવો! લગ્ન કરીને હજી આવી પણ નથી તોય આટલું બધું અભિમાન...
વધુમાં કહે,પણ હા દિકરા,તે કોની પસંદગી કરી...?
માલતીબહેનને જાણવાની ઉત્સુકતા હતી કે પાર્થિવ કોને પસંદ કરે છે તે?
પાર્થિવ: મમ્મી બસ કર હજી તારે શું બાકી રહી જાય છે...?કયા જન્મનો બદલો લે છો તુ મારી જોડે મને તો કંઈ સમજાતું નથી....?
માલતીબહેન:એ...પાર્થિવ આમાં હું શું કરુ નખરા તારી નાયરાના છે....અને હા તારુ તૂટ્યું એમાં હું ક્યાં વચ્ચે આવી?તારી નાયરા ચાલી જાય એમાં મારો શું વાંક...મને કહે તો...?
પાર્થિવ: મમ્મી તુ તો ખુશ હશે આજે...કે જેવુ મારે થયું એવુ પાર્થિવને થયું?
માલતીબહેન:પાર્થિવ હવે હદ થાય છે હો,તારી નાયરાએ તને છોડી દીધો એમાં હુ શું કરી શકુ કહે તો...?
પાર્થિવ: મમ્મી આ બધું તારા કારણે થયું છે,અમારા બંન્નેનુ રિલેશનશિપ સરસ ચાલતું હતું.પરંતુ તારા કારણે...?
માલતીબહેનને ગુસ્સો આવ્યો પાર્થિવ પર હાથ ઉપડી ગયો.
માલતીબહેન: શું ક્યારનોય કંઈ પણ બોલે જાય છે.
પાર્થિવ: સાચુ કહુ તો તને ખરાબ લાગશે...
માલતીબહેને બીજો લાફો પણ ઝિકી દીધો....
માલતીબહેન: એક શબ્દ નહીં.પાર્થિવ તને કહુ છું શાંતિ રાખજે,ગરમીમાંથી આવ્યા છીએ,નહીં તો હું કંઈક કરી બેસીશ...તારે બગડ્યું એમાં હું શું કરું?મને કહે તારામાં જ કંઈ ઊણપ હશે....તને પોતાની તો ઊણપ દેખાશે જ નહીં...આતો તારી પહેલેથી આદત રહી છે...તારા પપ્પાના ગુણો જ તારામાં આવ્યા છે..કોઈકે સાચુ જ તો કહ્યું છે...."વડ એવા ટેટા ને બાપ જેવા બેટા"
પાર્થિવ: મારી ખુશીઓ આજે છિનવાઈ ગઈ મમ્મી...તારા અહમે તો મારી ખુશહાલ જિંદગી બગાડી...તને શરમ ન આવી...?પોતાના છોકરાની આનંદિત જિંદગી તબાહ કરતાં....
પાર્થિવને લાગ્યું કે હું કોની આગળ કહી રહ્યો છું...?જે બાઈને પોતાના સંતાનની પણ ખુશી ન જોવાતી હોય એના આગળ દુઃખ કહેવાથી શું ફાયદો...?
પાર્થિવ આટલું કહી ઉદાસ થઈ જાય છે...રાત્રી આખી ઉજાગરામાં વિતે છે....
માલતીબહેન મનમાં બબડાટ કરતાં કહે,"કંઈ પણ થાય સીધો દોષ મારી ઉપર...
વધુમાં હવે આગળ...
પાર્થિવ અને નાયરાનુ રિલેશનશિપમાં સુધાર આવે છે? કે આમ એકાએક રિલેશનશિપમાં તકરારની આડઅસર પાર્થિવના મગજ ઉપર પડે છે?એ હવે...."જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:34"માં જોઈએ.