Jog laga de re prem ka roga de re - 32 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 32

Featured Books
Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 32

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:32"


આપણે આગળ જોઈ ગયા કે માલતીબહેન અને પાર્થિવ ખુબ જ આનંદ કરે છે માલતીબહેન તેમની યુવાનીના દિવસોમાં ખોવાઈ જાય છે.માં દિકરો વાતે વળ્યા હોય છે ત્યાં એકાએક એક ફોન આવે છે,તો પાર્થિવ ફોનમાં વળગ્યો હોય છે.માલતીબહેનને રઘવાટ થાય છે?શું નાયરાનો માલતીબહેન પ્રતિ વિચાર યોગ્ય હોય છે કે પછી ગેરસમજ?શું ગેરસમજ દૂર થાય છે કે પાર્થિવ અને નાયરા વચ્ચેના સબંધો વધુ વણસે છે?માલતીબહેન નાયરાને પોતાની પુત્રવધૂ તરીકે સ્વીકારે છે? કે આર્વીને...
શું માલતીબહેન અને નાયરાના સબંધો ભવિષ્યમાં કેવા રહે છે?

હવે આગળ...

પાર્થિવ: નાયરા પ્લીઝ મમ્મીને અહીં હુ ટેકલ કરુ છું હવે મહેરબાની કરી તું શાંતિ રાખ તો સારુ છે...

નાયરા: કેમ સાચુ કહ્યું એટલે ખોટું લાગ્યું?

પાર્થિવ: હજી તો તુ લગ્ન કરીને આવી પણ નથી ને આવતાંની સાથે જ મમ્મી જોડે ઝગડો....?શું આ શિક્ષા આપી છે તને અંકલ આન્ટીએ...?

નાયરા: પાર્થિવ અહીં જ રોકાઈ જાજે હા,બહુ ઊંધુ ન બોલ તો સારુ છે...કોઈ મમ્મી પપ્પા પોતાના બાળકોને આવું ન શીખવે પરંતુ જેવા સાથે તેવા થવું જ જોઈએ...

પાર્થિવ: એટલે કહેવા શું માંગે છે? હા...શું મતલબ છે?

નાયરા: મતલબ એ જ કે તારા મમ્મીને હું પસંદ નથી આ સીધી વાત છે?

પાર્થિવ: બકા...તુ ખોટું સમજે છે...તુ સમજે એવું નથી મમ્મી જુનવાણી છે,બોલવામાં કડક છે પણ દિલની ખરાબ નથી.

નાયરા: એ તો દેખાય જ છે....

પાર્થિવ: તુ આ બધું જવા દે.

નાયરા: કેમ...જવા દઉ કહે તો, હું હજી આવી પણ નથી ને તારી મમ્મી આમ કરે છે...તો...લગ્ન પછી તો તારી મમ્મી મારો શ્વાસ રુધશે...આ પાર્થિવ નહીં ચાલે..

પાર્થિવ: તુ સાંભળ નાયરા ઘણા દિવસે વાત કરીએ છીએ તો શાંતિથી વાત કેમ નથી કરતી.

નાયરા: જો પાર્થિવ તારે મને કાતો તારી મમ્મીને બે માંથી એક ને જ પસંદ કર.

પાર્થિવ: કેમ આવુ બોલે છો નાયરા..?

નાયરા: જે તારી મમ્મીનો વર્તાવ છે એ જોઈ કહું છું પાર્થિવ...

પાર્થિવ: અરે....નાયરા ઘણા દિવસે આપણે વાત કરીએ છીએ તો શું તું મારા મમ્મીની ચટણી વાટી રહી છો?રોમાન્સથી ભરપૂર વાત કર ને....પ્લીઝ...

નાયરા: પરંતુ પાર્થિવ તારે નક્કી કરવું જ પડશે મારી વાત આમ પડતી મૂકીશ એ નહીં ચાલે...તને મારા માટે ક્યાં સમય છે?તારી મમ્મી તુ મને ન મળે એ માટે તો તને ઈમોશનલી બ્લેકમેઇલ કરી રોકી રાખ્યો હશે?

પાર્થિવના દિલમાં ભિંસાયેલો ગુસ્સો બહાર નીકળવા માટે ઉછાળા મારી રહ્યો હતો...પરંતુ નાયરા એનો પ્રેમ હતી એટલે એ એની પાસે શાંતિથી વાત કરી રહ્યો હતો...

પાર્થિવ વિચારમાં પડી ગયો,શું આ એજ નાયરા જે જેને તે મૂકી કેનેડા ગયો હતો...? શુ આ એ જ નાયરા જેને જોઈ મારુ મન હળવું થઈ જાતું હતું?
પરંતુ એટલી પ્રેમાળ નાયરા એકાએક આવી જિદ્દી,અવિશ્વાસુ,અતિ સ્વમાની કે પછી કર્કશ કેવી રીતે બની શકે? તે પોતે ક્યાં ખોટો હતો.તે વિચારવાની જગ્યાએ વિચારોમાં સરી સમજવા કોઈ તૈયાર ન'હોતી.નાયરામાં હાલત પહેલાં કરતાં સુધાર જગ્યાએ વધુ ને વધુ ચીડિયાપણું નાયરામાં આવી ગયેલું.

નાયરા જોડે સબંધ આગળ સબંધ વધારવો કે નહીં તેને સમજ નોહતુ આવતું.

નાયરા: એ...વિચારે છે શું પાર્થિવ? તને કહુ છું.તારુ આ દરવખતે હોય છે.

પાર્થિવ: કંઈ જ નહીં.

નાયરા: કહી દે ને...આજે હું પણ તો જાણું કે તુ સૌથી વધુ કોને પસંદ કરે છો મને કે તારી મમ્મીને?

પાર્થિવ: નાયરા તારુ મગજ ઠેકાણે નથી એટલે અત્યારે રહેવા દે...પછી વાત કરીશું.

માલતીબહેનની આંખો દિકરાની ઉદાસી વાંચી શકતી હતી.

પાર્થિવે ગુસ્સામાં વધુ કંઈક કરી બેસે એ પહેલાં ફોન કટ કર્યો.

માલતીબહેન: બેટા પાર્થિવ શું વાત છે?તુ ઉદાસ કેમ છો?અને હા કોનો ફોન હતો?મને કહે તો?

પાર્થિવ: કંઈ જ નહીં...

માલતીબહેનનુ જિજ્ઞાસાવશ હૈયું તેમને પાર્થિવની ઉદાસી જાણવા માટે સતત આગ્રહ કરી રહેલું.પરંતુ દિકરાને પુછી અપમાન કરાવવા નો'હતા માંગતાં.

પાર્થિવ: મમ્મી તારુ જમવાનું પુરુ...?

માલતીબહેન: જમવાનું તો મારુ તારા પપ્પા મૂકીને ચાલ્યા ગયા હતાં ત્યારનુય પૂરુ હતું...

પાર્થિવ: તો ચાલ મમ્મી જે વિત્યું છે,એ તો બદલાશે નહીં...જુનુ યાદ કરી રડે જાઈશ તો દુઃખ સિવાય કંઈ જ નહીં મળે.દુઃખને જેટલું ખોતરો એટલું વધુ દર્દ આપે...માટે મમ્મી તુ પણ હળવી થા,આ મારી તને વિનંતી ગણ તો વિનંતી શીખામણ ગણ તો શિખામણ આ તારી સમજણ અને દ્રષ્ટિકોણ મુજબ છે...

માલતીબહેનને આજે ખરા અર્થમાં સમજાઈ ગયું હતું કે પાર્થિવ અને નાયરા વચ્ચેનો ઝગડાનુ કારણ એ જ છે...

વધુમાં હવે આગળ...

શું માલતીબહેનનું આગળનું કદમ શું હોય છે? પાર્થિવની સાહિત્યસફર કેવી રહે છે? આર્વીનુ શું થાય છે?પાર્થિવની જીવનસફર કેવા વળાંકો લાવે છે? "જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:33" માં જોઈએ