Jog laga de re prem ka roga de re - 28 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 28

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 28

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:28"

આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ ભારત પહોંચે છે એના મમ્મીને મળવા માલતીબહેનના ઘરે તો કોઈ ઉત્સવ ન આયો હોય તેવી સ્થિતિનુ નિર્માણ થાય છે.પાર્થિવને જોવા મહોલ્લાની બાઈઓ ટોળે વળી ઊભી હોય તો અમૂક એની ટિખળ કરતી હોય છે.પરંતુ ટિખળ હદ વટાવે છે તો કંકુ માં થી રહેવાતું નથી કંકુ માં ની ધાક કાફી હતી.માલતીબહેન પાર્થિવને ભાવે તેવી વાનગી બનાવે છે.જમીને કંકુમાં બીજા દિવસે તેમના ઘરે આમંત્રણ પાઠવે છે.પાર્થિવ પપ્પા વિશે માનસહ્રદય સહજ પુછી લે છે,માલતીબહેન વાત બદલી પોતાના મનને શાંત કરે પરંતુ પાર્થિવ જાણવા ઉત્સુક હોય છે તો માલતીબહેન આ રહસ્ય દિકરા સામે પ્રગટ કરે છે કે કેમ?એ આપણે હવે જોઈએ...

માલતીબહેન: બેટા પાર્થિવ નાયરા શું કરે છે...મજામાં...?

પાર્થિવ: આ શું વાત થઈ?
મમ્મી હું તને કંઈક પુછી રહ્યો છું,મને જવાબ તો આપ...

માલતીબહેન: બોલ બેટા તારે કામ કેમ ચાલે છે?ત્યાં તો બહુ ઠંડક હશે ને...?

પાર્થિવ: મમ્મી કામ તો સારુ જ ચાલે છે,પણ એક વાત સમજ નથી આવતી જ્યારે હું પપ્પા વિશે પુછુ તો તમે વાત ટાળવા પ્રયાસ કરો છો આનુ શું કારણ? મને કહે તો મમ્મી આજ નહીં તો કાલ તારે મને જાણ કરવી જ રહી.

માલતીબહેન: બેટા સાંજ પડી છે તારા માટે નાસ્તામાં શું બનાવું?

પાર્થિવ: મમ્મી હું તને કંઈક પુછી રહ્યો છું સાંભળ તો હું જ્યારે પણ પપ્પા વિશે કંઈ પણ પુછું ત્યારે તું વાત ટાળે છે એનું કારણ આજ નહીં તો કાલ તારે કહેવું જ પડશે ને મને તો પછી શું કામ ગોળ ફેરવે છે?

માલતીબહેન: બેટા સમય આવશે ત્યારે કહે,આ સમય આવી વાત કરવાનો નથી...

પાર્થિવ: મમ્મી આ શું બાળપણ છે તારુ?હવે કહી દેને હું 25 નો તો થયો હવે કેટલો સમય જોઈએ છે...તારે મને કહે તો,મમ્મી મને સીધી રીતે કહે તો નહીં તને મારા સોગંદ છે...

માલતીબહેનનો જે ગણો એ સહારો દિકરો હતો.તેમને પોતાનો દિકરો ખોઈ ન બેસે એ ભયવશ થઈને પણ આપવિતિ કહી સંભળાવી...

માલતીબહેન: જો દિકરા તુ જીદ્દ કરે છે તો સાંભળ...

પાર્થિવ: મારે આજે જાણવું જ છે...એવું તે શું રહસ્ય છે...મને કહે તો,જે તુ જણાવવા યોગ્ય સમયની તલાશમાં હતી.

માલતીબહેન: એક દિવસની વાત છે જ્યારે બેટા તુ નાનો હતો,તને સમજણ નો'હતી.ત્યારે તારા પપ્પા ઓફિસના કામ માટે તેઓ વિદેશ ગયેલા પરંતુ ત્યાં તેમની ઓફિસની એક કર્મચારીઓ સાથે તેમના સબંધો વધતા ગયાં સબંધો વધતા જતાં એ સબંધોએ હદ વટાવી
તેઓ લિવઈન રિલેશનશિપમાં રહે છે.

પાર્થિવ: ક્યાં રહે છે? મમ્મી મને કહે તો હું શોધી કાઢુ... એને સાલાને છોડીશ નહીં આ ઉંમરે આવા કામ કરે છે... તો આ મને શું સારી શિક્ષા આપવાનો હતો...

માલતીબહેન; બેટા એ તારા પપ્પા છે...

પાર્થિવ: અરે...મમ્મી હાય...હાય...આવું બની ગયું તે મને કહેવું પણ જરૂરી ન સમજ્યુ.

માલતીબહેન: દિકરા તુ નાનો હતો, એટલે હું નો'હતી ઈચ્છતી કે તુ તારા પિતાના રસ્તે જાય...

પાર્થિવ: અરે...મમ્મી હું તારો દિકરો છું...તો તારા જ ગુણો આવશે ને મારામાં...

પાર્થિવ પોતાની મમ્મીના દુઃખનો અંદાજો લગાડી રડી રહ્યો હતો.મમ્મી આટલું બધું થઈ ગયું છતાંય તે મને કહેવું જરૂરી ન સમજ્યું...

માલતીબહેન ભૂતકાળમાં સરી પડેલા તેમની પણ આંખો ભીની થઈ ગઈ માલતીબહેન પોતાની જાતને સ્વસ્થ કરી કહે,બેટા તુ તારી વાસ્તવિક પરિસ્થિતિમાં આવને સંભાળ હું નો'હતી ઈચ્છતી કે તુ આ જાણીને દુઃખી થાય.

માલતીબહેન પોતાના પાર્થિવને શાંત પાડતાં કહે,તુ આ બધું જવા દે...તારે બોલ કેવું કામ ચાલે છે...?

પાર્થિવ: મમ્મી હમણાં જ પી.આર.મળ્યું...

માલતીબહેન: આ...તો...સરસ કહેવાય...બેટા આજે તો તે અમારું નામ રોશન કર્યું છે...ખુબ તરક્કી કર જીવનમાં...

આટલું કહીને માલતીબહેન ખુશીના આંસુએ રડી રહ્યા હતા.

પાર્થિવ: મમ્મી આ તારા તો આશીર્વાદની દેણ છે...તે તો મને મુક્તમને વિહરતો કર્યો ત્યારે તો હું શીખ્યો પરિસ્થિતિ સામે લડતા...

માલતીબહેન: એ વખતે તો હું તને ખરાબ લાગી હતી હવે જો...તને સમજાયું કે સંઘર્ષ શું છે?પરિસ્થિતિ શું હોય છે...?

પાર્થિવ: મમ્મી તુ તો મારી દુનિયાની બેસ્ટ મમ્મી છે...પપ્પાએ આવી કર્તુત કરી છતાંય તે મને બીજો બાપ નથી આપ્યો આનાથી તો વધુ મારા માટે જીવનમાં ઉતારવાનો આદર્શ બીજો કયો હોઈ શકે?

પાર્થિવના ચહેરે ઉદાસી છવાઈ ગઈ...

માલતીબહેન: દિકરા શું થયું ઉદાસ કેમ છે?કંઈ એવી વાત છે જે તને ખટકે છે...જો એવું કંઈ હોય તો મને કહી શકે છે...

પાર્થિવ: મમ્મી મારા જીવનમાં પણ કંઈક આવી જ ગડમથલ ચાલી રહી છે...

માલતીબહેન: તુ કહીશ નહીં તો મને કેમ સમજાશે....?

પાર્થિવ: મમ્મી એક તરફ નાયરા છે અને એક તરફ મારી સ્કુલ સમયનો પ્રેમ આર્વી છે...બેઉ વચ્ચે હું પિસાઈ રહ્યો છું...

માલતીબહેન: દિકરા આ બંન્ને માંથી તને કોણ ગમે છે...?

પાર્થિવ: મમ્મી બેઉ મારા નજીક છે...જો બેઉમાંથી મારે કોની પસંદગી કરવી એ મારા માટે ધર્મસંકટ છે...

માલતીબહેન: દિકરા નાયરાને તો હું મળી હતી પરંતુ આર્વીને નથી મળી બેઉને મળ્યા જાણ્યા વગર હું તને કોઈ જ સજેશન ન આપી શકું...

પાર્થિવ: શું મમ્મી દેખાવને પૈસો બેઉ પાસે છે,બેઉ હોશિયાર છે...બેમાંથી હું કોને પસંદગી કરું....

માલતીબહેન: અરે...પાર્થિવ બેઉને...રાખ...

પાર્થિવ: શું તું પણ મમ્મી સરખી રીતે કહે તો,આવી મજાક ન કર...તું...

માલતીબહેન મને કંઈક વિચારવા દે....

અત્યારે રાત છે તુ સુઈ જા દિકરા...

વધુમાં હવે આગળ...

માલતીબહેન શું યુક્તિ કરે છે?માલતીબહેનની યુક્તિ પાર્થિવના જીવનમાં શું બદલાવ લાવે છે...એ આપણે..."જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:29"માં જોઈએ.ફરી મળશું નાયક પાર્થિવની પળોજણ સાથે તમારી દ્રષ્ટિએ પાર્થિવે કોની પસંદગી કરવી જોઈએ પત્ની તરીકે એ આપ સૌ આપના પ્રતિભાવ સ્વરૂપે જણાવી શકો છો.