Jog laga de re prem ka roga de re - 26 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 26

Featured Books
Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 26

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:26"


આપણે આગળ જોઈ ગયા કે,આર્વીના આવવાથી નાયરાને પાર્થિવને ખોઈ બેસવાનો ભય સતત મંડરાયા કરે છે.પોતાની જાતને સ્વસ્થ કરી ફોન બેડ ઉપર પછાડી તે નાહવા માટે ચાલી ગઈ તો અહીં આર્વી પાર્થિવને
કામનું ભારણ ઓછું થાય તે માટે આર્વી તેને કેફેમાં લઈ જાય છે,બેઉ સ્કુલના દિવસોની વાતોમાં ખોવાઈ જાય છે.બેઉને એકબીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની ઉત્સુકતા વધુ હોય છે.બેઉ વચ્ચે ફરી પ્રેમ થાય છે કે સફરની અલગ રાહ ફંટાય છે એ આપણે હવે જોઈએ....

બેઉ વાતોમાં ખોવાઈ જાય છે. ઘણાં વર્ષે મળ્યા હોવાથી કેટલોક સંવાદ મૌનથી થાય છે.

આર્વી: સ્કુલ સમયના પાર્થિવ અને અત્યારના પાર્થિવમા ઘણો ફરક છે કેમ? હું જાણી શકું....?

પાર્થિવ: માણસને જવાબદારીઓ અને પરિપક્વતા જ મોટો બનાવે છે ને બાકીનુ ભૂમિકા સંઘર્ષ અને અનુભવો જ બદલી નાંખે છે.

આર્વી: સોરી પાર્થિવ મને માફ કરી દે પેલા દિવસે હું તને આમ છોડી ચાલી ગઈ હતી...

પાર્થિવ: આ બધું હું પણ ભૂલી ગયો છું ને બહેતર પણ એ રહેશે કે તું પણ ભુલી જા...

આર્વી: મને તુ માફ નહીં કરે... તને મેં શોધવાના ખુબ પ્રયત્ન કર્યા હતા પણ આટલું કહી આર્વી રડી પડી હતી.

પાર્થિવ: આર્વી હું સમજી શકું છું તને શું વિતતી હશે પણ તુ ભૂતકાળમાંથી બહાર આવી વર્તમાનમાં જીવ મારા માટે એ શક્ય નથી.

આર્વી: પણ કેમ?પાર્થિવ શું આપણા રિલેશનશિપને એક મોકો ન આપી શકે...?

પાર્થિવ : અરે...આર્વી આ જગ્યા આવી વાતો કરવા માટે નથી...

વધુમાં પાર્થિવે રડતી આર્વીને પોતાની વાતને સ્પષ્ટ કરતાં કહે,"જો સૌ કોઈ આપણને જુએ છે તુ સૌ પહેલાં તો રડવાનું બંધ કર..."

આર્વી: એમ કેમ રડવાનું બંધ કરુ મારા હોવા છતાં બીજી સ્ત્રી તારા જીવનમાં આવી ગઈ મને રડવુ ન આવે તો શું થાય?ક્યાં ગયા એ વચનો...?ક્યાં ગયાં એ સપનાંઓ...?

પાર્થિવ: તુ સમજવાનો પ્રયાસ કર આર્વી અત્યારે એ શક્ય નથી.

આર્વી: કેમ હું જાણી શકું?

પાર્થિવ: તુ સમજ અમૂક વાતો સ્કુલ સમયની હતી પણ અત્યારે હકીકત મારી એ છે કે મારા જીવનમાં પણ કોઇ છે જે મારી રાહ જોઈ બેઠું છે...
આર્વી: હું તારી રાહ જોઈ બેઠી એનું શું...

પાર્થિવ: આર્વી તુ સમજવાનો પ્રયાસ કર આ હકીકત છે એને સ્વીકાર અને તુ પણ તારા જીવનમાં આગળ વધ.

આર્વી: તારા જીવનમાં બીજી સ્ત્રી શું આવી તે તો મને ઓળખવાની પણ ના કહી દીધી.

ત્યાં જ નાયરાનો ફોન આવ્યો.

પાર્થિવ: બોલ નાયરા શું કેમ છો તું?તબિયત સારી છે ને...

નાયરા: બાબુ,ક્યારે આવીશ ઈન્ડિયા મને લઈ જા ને તારી પાસે તારી બહુ યાદ આવે છે...

પાર્થિવ: તને લેવા તારો હીરો જરૂર આવશે...

નાયરા: ક્યારે હું 24ની તો થઈ ગઈ.હજીય કેટલી રાહ જોવડાવીશ મને...?

પાર્થિવ:રાહ જોવાની મજા જ કંઈ અલગ હોય છે પ્રેમમાં...

નાયરા: પેલી ચિપકુ ગઈ?

પાર્થિવ: કોણ...?

નાયરા: પેલી તારી સ્કુલ ફ્રેન્ડ...?

પાર્થિવ: શું બોલે છે...નાયરા ધીમે બોલ એ સાંભળી લેશે તો ખાલી ખોટી બબાલ થશે...

નાયરા: કોણ કરશે બબાલ એ ગરોળી...એ બબાલ કરશે તો મેં પણ ક્યાં કોઈ મોંઢા ઉપર ટેપ મારી છે? ઈંટનો જવાબ પથ્થરથી આપે?, એકવાર મેદાનમાં તો આવ ભિંત ગરોળી?

પાર્થિવ: છોડ નાયરા...બીજી વાત કર...

નાયરા: કેમ મને સમજાતું નથી પાર્થિવ કે જે લોકો તને અધવચ્ચે છોડી ચાલ્યા જાય છે એના માટે તને આટલો લગાવ કેમ છે?એક હુ જ પાગલ છું કે જે હંમેશાં તારી સાથે રહી એનો મતલબ તો એવો જ થયો ને...?

પાર્થિવ: પણ નાયરા મારી વાત સાંભળ?શું કંઈ પણ બોલે જાય છે...

નાયરા: હું જે બોલું છું એ સાચુ જ તો કહુ છું..

પાર્થિવ: આ બધી જ વાત કરવી હોય તો મૂકુ ફોન કેમકે મારે બહુ કામ છે.

નાયરા:જો સાચુ કહ્યું તો મોં ચડી જશે એટલે જ તો કહેવાય છે કે સત્ય હંમેશા કડવું હતું છે અને રહેશે...હું પણ જોવું છું....કે તુ મને કેવો છોડી દે છે..

પાર્થિવે ગુસ્સામાં ફોન કાપી કામે લાગી જાય છે...

ફરી નાયરા ફોન કરે છે...

નાયરા: બોલ પાર્થિવ ફોન કેમ કપાઈ ગયો....સોરી કપાઈ શું કેમ કાપી નાંખ્યો?

પાર્થિવ: મોલમાં છું મારે ત્યાં ફરવાનું નહીં ત્યાં કામ હોય?

નાયરા: તને ખોટુ બોલતાં પણ નથી આવડતું

પાર્થિવ: એટલે કહેવા શું માંગે છે...?

નાયરા: પેલી ગરોળી છે...એટલે તને હું ક્યાં અગત્યની લાગે હવે?

આર્વી મનમાં ગુસ્સે થતાં કહે, આને શું કંઈ કામ નહીં હોય કે શું શું આખો દિવસ મંડરાઈ પડી છે...

પાર્થિવ: છોડ ને નાયરા મારી રાણી...

નાયરા તારા માટે કંઈ સરપ્રાઈઝ છે...

નાયરા: મને ખબર છે કે પેલી ગરોળીને હું કંઈ ન બોલું એટલે તુ મને બીજી દિશાએ વાળે છે...પણ વાહ જરા બતાવ તો શું છે?

વધુમાં હવે આગળ...

શું પાર્થિવ અને નાયરા લગ્ન કરે છે?શું આર્વી અને પાર્થિવ લગ્ન કરે છે?પાર્થિવનું આગળનુ કદમ પોતાના જીવન માટે શું હોય છે?કેમકે પાર્થિવના હાથમાં જીવનની ડિઝાઇન કરવાની હતી એ કેવી ડિઝાઇન કરે છે તે આપણે "જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:27"માં જોઈએ.