"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:22"
આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ નાયરા અને રાધે ત્રણ એરપોર્ટ પર ગયાં હોય છે.ત્યાં એકાએક લાજકાઢેલી મહિલા આવે છે એજ કપડાં એજ અવાજ કાને ટકરાઈ જાતા પાર્થિવ બેચેની અનુભવે છે.પરંતુ એ જ બાઈ માલતીબહેન નિકળે છે.માને દિકરાનુ મિલન થાય છે પણ એ પણ ઉતાવળમાં,નાયરા પાર્થિવની મમ્મીના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લે છે.
ત્યાં જ પાર્થિવની ફ્લાઇટ આવી જાય છે.નાયરા પાર્થિવને ભારે હૈયે વિદાય આપે છે...
"પાર્થિવ જીવનમાં આગળ વધજે મજબૂત બની મારી ચિંતા ન કરતો તારી રાહ હું આજીવન જોઈશ."તારા માટે સફળતા રાહ જોઈ બેઠી છે,એને મજાથી માણજે...આ નાયરાના છેલ્લા શબ્દો હતા...
પાર્થિવની સફર કેવી રહે છે ભારતથી કેનેડાની...આ સફર આગળ કેવી પરિસ્થિતિ નિર્માણ કરે છે તે આગળ જોઈએ...
**************
પાર્થિવ કેનેડા પહોંચે છે,પહેલાં દિવસે તો બધુ અલગ જ લાગે છે.
પહેલા દિવસ તો પાર્થિવ રડે છે મનમૂકી.
પરંતુ નાયરા તે જ્યારે નિરાશ થાય છે ત્યારે તેને હિંમત આપે છે.આમને આમ દસ વર્ષ વિતિ જાય છે.પાર્થિવ અને નાયરા વચ્ચે વાતચીત ઓછી થઈ જાય છે.
રેખાબેન: બેટા નાયરા તારા પાર્થિવને ગયે...તો દસ વર્ષ
થઈ ગયા....આ તો શું સાબિત કરે છે...?
નાયરા: મમ્મી મહેરબાની કરીને મને લગ્ન માટે દબાણ ન કરશો પાર્થિવનુ જે સ્થાન છે મારા દિલમાં એ બીજું કોઈ લઈ જ ન શકે...
રેખાબેન: ક્યાં સુધી તુ ભાવનાઓથી વિચારીશ થોડું પ્રેક્ટિકલ રીતે વિચાર દિકરા અમે તારા દુશ્મન નથી...તારા ભલા માટે કહીએ છીએ..તું શાંતિથી વિચાર...તારા કેતકી ફોઈ એક છોકરાની વાત લાવ્યા છે એની સામે તારો પાર્થિવ તો પાણી ભરે...એટલો સંસ્કારીને છોકરો વિનમ્ર પણ એટલો છે તું એને મળે એટલે તુ એને તો જીવનમાં...આટલું કહેતા કહેતા રેખાબેન પોતાની દિકરીને પરણાવવાના સપનામાં ખોવાઈ ગયા.
નાયરા: મમ્મી તને કહ્યું ને કે એ જે પણ છે એને કહે મારાથી દૂર રહે નહીં તો એનો હેન્ડસમ લૂક બદલતા મને એક મિનિટ પણ નહીં લાગે.
રેખાબેન: આ...કેવી રીતે વાત કરે છે...તારી મમ્મી છું એ ન ભૂલ...એ છોકરાને તુ કેવી નથી મળતી હું પણ જોવું...
નાયરા: મમ્મી પણ તુ એક તો સમજે નહીં તો શું કરુ હું?હું પાર્થિવ સિવાય બીજા કોઈ માટે વિચારી પણ ન શકું...એટલે મને આજ પછી કોઈની જોડે લગ્ન માટે દબાણ ન કરતાં હતાં મને નહીં તો તમે મારુ મરેલુ મોંઢુ જોશો...
રેખાબેન: આ...છોકરીને તો કંઈ પણ કહેવું બેકાર છે કંઈ પણ કહીએ તો બસ ગુસ્સો જ કરે છે...ખબર નથી પડતી કે આ છોકરીનું શું કરવું?
ચિંતનભાઈ: હજી ચડાવો મોઢે હજી ચડાવો...જોવો હું કહે તો હતો કે બહુ છોકરીને છૂટી ન મૂક પણ મારુ કોણ સાંભળે? છોડી દે એની હાલત પર...
રેખાબેન: એમ કેમ છોડી દેવાય આપણું લોહી છે...એમ કેમ ભુલી જવાય...તમે જોવો તો ખરા શું વાત કરવી જે પણ આવે તે એક જ વાત પુછે છે...કે તમારી છોકરી કેમ મોઢું નથી માંડતી...એને તો આપણી ઈજ્જતની પડી પણ નથી.
તો અહીં પાર્થિવ પોતાની જાતને કામમાં પરોવી દે છે...બીજા ત્રણ વર્ષ મંઝિલ સુધી પહોંચવામાં ખર્ચી દે છે.
નાયરા પાર્થિવની રાહ જોઈ બેઠી હોય છે...
ચિંતનભાઈ અને રેખાબેન પોતાની દિકરીની પીડા જોઈ દુઃખ નહીં પરંતુ સમાજમાં તેમની છોકરી વિશે કેવી આડીઅવળી વાતો ફેલાઈ હતી જે તેમની માનહાનીને હણી રહી હતી...એ માટે દિકરી પર સતત આકરા પ્રહારો કરી રહેલા.
પરંતુ નાયરા પાર્થિવ સિવાય બીજા કોઈને સ્વીકારવા કોઈ પણ હિસાબે તૈયાર નો'હતી.આ પ્રેમ નહીં તો શું કહેવાય...
પ્રેમની રાહ જોવી દિલને ગમશે...પરંતુ એક જીવનમાં બે ભવ કરવા તેને કોઈપણ કાળે મંજૂર નો'હતુ.
તો અહીં કેનેડામાં પાર્થિવ શોપિંગ મોલમાં કામ કરી રહ્યો હતો,તેનું ધ્યાન એક યુવતી તરફ વારંવાર ખેંચાતુ હતું.
ખબર નહીં કેમ તેને પણ સમજાતુ નો'હતુ આ તે કેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે...શું કરી શકાય તેને સમજ નોહતુ આવી રહ્યું...
પાર્થિવને મન થયું કે નાયરા જોડે વાત કરી મનને હળવું કરુ પરંતુ બે બે નોકરી તેને થકવી નાંખતી.ઘરનું કામ તો વહેચાયેલું હતું એ તો અલગ..
વધુમાં હવે આગળ...
આ યુવતી કોણ હતી? પાર્થિવ સાથે તેનો શુ સબંધ છે?આ યુવતીથી પાર્થિવ અને નાયરાના સબંધો પર શું અસર પડે છે? પાર્થિવની સામાન્ય માણસથી રોમેન્ટિક લેખક સુધીની સફર કેવી રહે છે? પાર્થિવની જીવનસાથી કોણ બને છે?આર્વી કે નાયરા...?પાર્થિવ આ માનસિક સંઘર્ષથી કેવી રીતે બહાર નિકળે છે? તે "જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:23" માં જોઈએ.