Jog laga de re prem ka roga de re - 21 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 21

Featured Books
Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 21

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:21"

આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવને નાયરા મનમૂકી હોળી રમે છે.બેઉ પોતાની જીવનની સફર યાદગાર બનાવવા માટે બેઉ છેલ્લી મુલાકાતને યાદગાર બનાવે છે.
સમયનું પણ ભાન રહેતું નથી....કે ક્યારે દિવસ બદલાઈ જાય છે.સવાર પડી જાય છે.પાર્થિવ એરપોર્ટ જવા નિકળે છે.સાથે નાયરા અને રાધે હોય છે.પરંતુ એરપોર્ટમાં લાજ કાઢેલી સ્ત્રી ફરી મળે છે.આ સંકેત શું સૂચવે છે...એ હવે જોઈએ...

પાર્થિવ :રાધે આ માજીએ તો હદ કરી દીધી રોજ રોજ આમને શું આપવું મને લાગે છે કે એક દિવસ મારે પણ બેસવું પડશે...

રાધે: એ...માજી તમને શરમ જેવું કંઈ છે કે નહીં? તમને કોઈ આપે છે તો...મીઠા ઝાડના મૂળ કાઢવા બેઠા છો...

નાયરા: અત્યારે શું કામ હેરાન કરો છો...
લાજ કાઢેલી સ્ત્રી: હું આજે લેવા નહીં પરંતુ આપવા આવી છું.

રાધે: માજી અત્યારે એને વાતે ન વાળો...

નાયરા: માફ કરજો માજી પરંતુ એની ફ્લાઇટ આવી રહી છે જો ચૂકી જાશે...તો...એને મહિના સુધી ફ્લાઈટ નહીં મળે.

લાજ કાઢેલી સ્ત્રી: હું બધું જ જાણું છું સાથે સાથે એ પણ જાણું છું કે,આ દિકરાનો અહીં આજે છેલ્લો દિવસ છે...

નાયરા: પાર્થિવ શું વાત છે તુ આમને ઓળખે છો...?

રાધે: નાયરા શું પુછે છે એનો જવાબ આપો...

પાર્થિવ: અરે...આ માજી પેલા દિવસે મળ્યા હતા તો મેં એમને પૈસા આપ્યા હતા જમવા માટે...
વધુમાં પાર્થિવ સ્પષ્ટીકરણ કરતાં કહે "પછી આ માજી જોડે આજે ત્રીજી વાર મળવાનુ થયું."

લાજ કાઢેલ માજી: ઊભો નહીં રહે દિકરા...જાતાજાતા મોં મીઠું નહીં કરે...

નાયરા: પાર્થિવ તુ પાગલ થઈ ગયો છે કે શું આ મુંબઈ છે,અહીં કોઈ ઉપર વિશ્વાસ ન કરી લેવાય...તારી લાપરવાહી તને કેટલી હદે પીડશે તને ભાન છે...?

રાધે: અહીં ભિખારીઓ પણ લૂંટ ચલાવવા નવા નવા કારસ્તાન કરતાં હોય છે.

નાયરા: પાર્થિવ સાચવ અને હા તુ શું કામ અહીં બહાર ઊભો છો? અંદર જા...તારી ફ્લાઈટ આવતી જ હશે.

પાર્થિવ: મારો સામાન સાચવ તો...

નાયરા: હા જી... એ તો હું સાચવીશ...પણ તારે કેટલીવાર લાગશે...?

પાર્થિવ મૌન હતો એટલે નાયરા સમજી ગઈ.

રાધે અને નાયરા આ દ્રશ્ય જોઈ જ રહેલા કેમકે એમને તો સમજની બહાર જ જઈ રહેલું.

પાર્થિવ: મારી ફ્લાઈટ આવવા થઈ છે... તો પણ મારો અહીં છેલ્લો દિવસ છે તો હું તમને નિરાશ નહીં કરું.પાર્થિવે 500ની નોટ કાઢીને આપી...

ત્યાં લાજ કાઢેલી મહિલા બોલી,
લાજ કાઢેલી મહીલા બીજું કોઈ જ નહીં પરંતુ માલતીબહેન પોતે જ હતાં.

લાજ કાઢી ઊભેલી મહિલા: અરે...વાહ...તે મારા પ્રેમની અને તને નવ મહિના કૂખે રાખ્યો,સાથે સાથે તને પેટે પાટા બાંધી ભણાવ્યો તેની કિંમત શું તે માત્ર 500/-રૂપિયા જ કરી દીધી,અરે...વાહ રે દિકરા...વાહ...

પાર્થિવ: તમે કોણ છો?હું તમને નથી ઓળખતો...?

લાજ કાઢેલી મહિલા: ઓળખતો નથી કે પછી ન ઓળખવાનો ડ્રામા કરે છો...?

મહિલાએ પોતાના માથા પરથી ઘૂંઘટ હટાવ્યો.

પાર્થિવ; અરે...મમ્મી તુ અહીં...?

માલતીબહેન: શું કહેવું થાય છે...?બોલ શું કહેવું થાય છે...તને શું લાગ્યું દિકરા તુ મને 500/- આપી મારાથી પીછો છોડાવી સબંધ મિટાવી દઈશ...?તો સબંધ પુરો થઈ જાશે...

પાર્થિવ: પણ મમ્મી આમ એકાએક તુ મને મળી ન કોઈ જાણ ન કોઈ મેસેજ...

માલતીબહેન: હા...મને એ બ્હાને દિકરા તારા વિચારો જાણવા મળ્યા,છોકરી પણ સારી પટાવી છે બિલકુલ તારા જેવી ખુદકર્ઝ...ન એને કોઈની પડી હોય...

પાર્થિવ: મમ્મી આમને મળ...
માલતીબહેન: મારે નથી મળવું અમૂક નમૂનાઓના પરિચય તેમના વિચાર અને કામ આપે છે...
નાયરા: જયશ્રી કૃષ્ણા આન્ટી...
રાધે:જય શ્રી કૃષ્ણ આન્ટી...
માલતીબહેન: હવે આ દેખાડા નાટકની કોઈ જરૂર નથી.તમારા મમ્મી પપ્પાએ સંસ્કારો સારા આપ્યા છે....એ તો જોઈ લીધા...પરંતુ તમારો શું વાંક કાઢુ,મારા જ સંસ્કારને જ ઉધઈ આવી હોય તો!

રાધે અને નાયરા (વારાફરતી):આન્ટી અમને ખબર નો'હતી.કે વાત..આટલું કહી નાયરાને પાર્થિવ રડી રહ્યા હતા.

પાર્થિવ: મમ્મી તુ મને મળી તો પણ કેવી રીતે મળી મારી ફ્લાઇટ પણ આવી ગઈ.

માલતીબહેન:મને લાગ્યું કે હું ખોટી હતી,દિકરાને મળતી આવુ દિકરા જોડે બે ઘડી સમય વિતાવીશ પણ જો...તારી તો ફ્લાઈટ આવી ગઈ...

નાયરા:તમે મને ખદકર્ઝ કહો છો,તો પહેલા પોતાની જાતને પુછો કે તમે કેટલામાં છો...એક દિવસ દિકરાની યાદ આવી છે...?દિકરો તમારો અહીં ઠોકરો ખાઈ રહેલો,એક દિવસ તો મરતાં મરતાં બચ્યો હતો....

પાર્થિવ નાયરાને ના પાડે છે....

પાર્થિવ:નાયરા તને મારી કસમ જો એક પણ શબ્દ બોલી છો તો...!

નાયરા:નહીં પાર્થિવ આજે તો મને કહેવા દે અને જો હું નહીં કહું તો મને તારી મમ્મી સામે ક્યારે સાચુ બોલવા મોં નહીં ખૂલે.આન્ટી આપણું જ ઘર શીશાનુ હોય તો બીજાના ઘરે પથ્થર ન ફેકાય...બિચારો મારો પાર્થિવ એક દિવસ એવો નહીં ગયો હોય કે તમને યાદ કરી રડ્યો નહીં હોય!તમારા આવા વર્તનના કારણે તો માં સબંધ બદનામ નથી થતો...?બિચારો મારો પાર્થિવ એને એવા તો શું પાપ કર્યા હશે....કે...!
આટલું કહી નાયરા રડી રહેલી.

પરંતુ એના આકરા પ્રહાર તો ચાલુ જ હતા"ત્યારે તમે ક્યાં હતા ને આજે અચાનક માતૃહ્રદયવશ પ્રેમની ગંગા કેમની વહેવા લાગી...?"

માલતીબહેનને મનમાં ઝબકારો તો થયો કે પોતે ક્યાં ખોટા હતાં...? પોતે કેટલા લાપરવાહ હતાં તે...?
પાર્થિવ:નાયરા બસ....કર...
નાયરા:પણ પાર્થિવ...
પાર્થિવ:કહ્યું ને કે બસ કર,આમ વાત કરાય મમ્મી સાથે...

નાયરા:સો વાતની એક વાત આન્ટી...નહીં માફ કરજો મમ્મીજી પરંતુ અત્યારે પાર્થિવને ઈમોશનલી બ્લેકમેલ કરી એનો ગોલ ન ભટકાવો મેં બહુ મુશ્કેલીથી મારુ મન મજબૂત કર્યું છે....તમે આવ્યા તો પણ એ સમયે...કે પાર્થિવની ફ્લાઇટ આવી ગઈ અને હા થોડી માણસાઈ બચી હોય તો દિકરાને આશીર્વાદ આપો કે જીવનમાં પ્રગતિ કરે..."

રાધે: દરવખતે સંતાનો ખોટા હોય એવો ઢાચો જે ઢળી ગયો છે સમાજમાં એ હટાવવાની જરૂર છે આ વિચાર હંમેશાં સંતાનોને જ ખરડે છે પરંતુ અમૂક માતા પિતા લાપરવાહી કરતા હોય છે સંતાનોમાં ભેદભાવ કરતાં હોય છે તો અથવા તો ફરજ ચૂકતા હોય છે એ કેમ નથી દેખાતું...?

વધુમાં રાધે કહે,પાર્થિવ તુ અહીંની ચિંતા કર્યા વગર જા...શાંતિથી પહોંચી જાય પછી ફોન કરજે...

નાયરા:હા...પાર્થુ...બાય બાય...આટલું કહી નાયરા પાર્થિવના કપાળને ચૂમી લે છે...ને આંખોમાં પાણી ભરી તેને વિદાય આપે છે.

વધુમાં હવે આગળ...

પાર્થિવની સફર કેવી રહે છે...નાયરા અને પાર્થિવનો પ્રેમ અકબંધ રહે છે...કે સમય સંજોગવશ અધુરો રહે છે...કે પુર્ણ થાય છે...એ...આપણે...
"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:22" માં જોઈશું.