Jog laga de re prem ka roga de re - 20 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 20

Featured Books
Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 20

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:20"


આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ અને નાયરા વચ્ચે જે તણાવ હતા એ દૂર થઈ પ્રેમરૂપી પુષ્પ ખીલે છે.અરે...રે...આ શુ જ્યારે મિલનની વેળા આવી ત્યાં જ વિરહ આવ્યો શું આ બેઉ પ્રેમી પંખીનુ યાદગાર મિલન કેવું રહે છે?પાર્થિવના જીવનમાં આવેલી કેવી પરિસ્થિતિ તેને સામાન્ય માણસથી રોમેન્ટિક લેખક બનવા માટે પ્રેરે છે તે હવે જોઈએ...

નાયરા સહેજ શરમાળ ચહેરે કહે" અરે...પાર્થુ એમ કહેને...

પાર્થિવ: તો તુ શું સમજી અક્કલમઠ્ઠીની...

નાયરા: હું તો કંઈક બીજું જ સમજી...

પાર્થિવ: બહુ તારી કલ્પનાઓ ન દોડાવ...આ ખડુશ જોડે એક કપ કોફી તો બને જ છે...

નાયરા: હા કેમ નહીં!

પાર્થિવ: તે મને બરાબર ન રંગ લગાડ્યો?

નાયરા: એટલે તું કહેવા શું માંગે છો?

પાર્થિવ: તુ સમજી નહીં કે પછી ના સમજ હોવાનું નાટક કરે છે...

નાયરા: મને સમજ પડે તેવું બોલ વાંકુ બોલીશ તો ક્યાંથી સમજ પડશે...?

પાર્થિવ: તુ પણ તો ગજબ છો સીધુ કહુ તો સમજે નહીં ને વાંકુ બોલુ તો તને પચે નહીં તુ જ કહે હું શું કરું?

નાયરા: બહુ થઈ મજાક હવે? સીધી રીતે બોલને...

પાર્થિવ: હું તો સીધું જ બોલુ છું કે આપણે બેઉ એકબીજા સાથે ધૂળેટી નથી રમ્યા તો આ વાત સાચી કે ખોટી...

ત્યાં રાધે ઊભો ઊભો આ બેઉની ઘેલષા જોઈ આનંદ લેતો હોય છે....

રાધે:અ....હ.....હ...

પાર્થિવ: રાધે તુ અહીં આવી ગયો બહેનની ચોકી કરવા...?

નાયરા: આ શુ વાત થઈ...?રાધે તુ ગયો નથી...તુ પણ તો તારે જીમ નથી જાવાનું કે શું?

રાધે: મને જીમ મોકલી શું કરવાનો ઈરાદા છે...હે...તુ તો નાયરા હાથમાંથી નિકળતી જાય છે...?

નાયરા: કંઈ પણ નહીં...શું તુ પણ...

પાર્થિવ: રાધે તુ વિશ્વાસ કરી શકે છે મારા ઉપર...

રાધે: તુ તો માસુમ ચહેરોનો ગ્લેટ લગાવીને ફરતો તોફાની છોકરો છે...હે મેં તો તને કેટલો સીધો ધાર્યો હતો....ને....તુ કેવો નિકળ્યો...જો તો...

પાર્થિવ: રાધે મને માફ કરી દે...હું બહેકી ગયો હતો. શાનભાન ભૂલી બેઠો હતો મારો ગમતો તહેવાર છે તો...? પ્લીઝ મને માફ કરી દે...

રાધે: એની સજા તો મળશે જ તને...
એ...પણ ગંભીર...તુ ઊભો રહે તો....

પાર્થિવ: આહ...આઉ...ચ...રાધે શું કરે છે...આમ કોઈ પોતાના દોસ્તને ભલુ મારતું હશે કોઈ....?

નાયરા આ દ્રશ્ય જોઈ મજા લઈ રહેલી...

પાર્થિવ નાયરાને ઈશારાથી કહી રહેલો...આને જાવા દે...પછી તારી વાત હું પણ જોવું કે તને કોણ છોડાવે છે....હું તમને બેઉને છોડે નહીં...આહ...

રાધે સહેજ હળવેકથી કહે,"પાર્થિવ સોરી....બ્રો...હું જાવ....મન પર ન લેતો...જસ્ટ જોક..."

પાર્થિવ: હવે બહુ હલકીનો થયા વગર નો બેસ...છાનોમાનો...બહુ એટલી બધી જ લાગણી હોય તો મને એરપોર્ટ મુકવા આવજે....

રાધે: હા કેમ નહીં...?બાય...

રાધે પાર્થિવને પ્રેમથી આલિંગન આપી છૂટો પડે છે.

પાર્થિવ: એ...રાધે મને એન્જોય નહીં કહે...

રાધે: એ...ય...વધુ ડાહ્યો ન બન નહીં તો ધોઈ કાઢે...તારે આભાર માનવો જોઈએ કે મારી બહેન તારી પાસે છોડીને જાવ છું...

રાધે એ નાયરાનો ધરમનો ભાઈ હતો.પરંતુ નાયરા અને રાધેના સબંધો સગા ભાઈ બહેન જેવા હતા.

નાયરાની કોઈપણ પરિસ્થિતિમાં તે ઢાલ બની ઉભો રહ્યો છે ને આગળ પણ રહેશે...તેવી પ્રણ લઈ બેઠો હતો.

પાર્થિવ; એ...લા...તુ તો જબરો ચિંકણો જાય જ નહીં.. તારી બહેનને હું નહીં કંઈ કરી નાખું...

રાધે: પાક્કુ ને....?

પાર્થિવ: એક મારી હોય તને....રાધેડા...શું કંઈપણ બોલે છે.મારે કાલે જાવાનુ છે કેનેડા તો શું મારી નાયરા જોડે સમય પણ વિતાવી શકું?ફરી ક્યારે મળીશુ...?

રાધે: ચાલો ત્યારે હું જાવ...જો નાયરાની ખુશી તું ને તારી ખુશી નાયરા હોય તો હું વચ્ચે નહીં આવું...

પાર્થિવ: હા...હવે...

રાધે જીમમાં આપેલ ડાયટ ચાર્ટ મુજબ ખરીદી કરવા નિકળી ગયો.

પાર્થિવ લાંબા લ્હેકા સાથે "હા...શ.?

નાયરા: ચાલ હવે આપણી વાળી ધૂળેટી રમીએ...

પાર્થિવ: બહુ ઉતાવળ આવી છે કે શું....?

નાયરા: ઉતાવળ તો હોય જ ને બુદ્ધીના લઠ પછી ફરી ક્યારે મળીશુ...

પાર્થિવ: હા...કાલે હુ ફ્લાઇટમાં બેસી શકું એટલું ધ્યાન રાખજે...આપણી આ મુલાકાત તો આમેય નહીં ભૂલાય..

નાયરા રંગ હાથોમાં લઈ પાર્થિવને પ્રેમથી રંગી રહી હતી તો...પાર્થિવ પણ ઈંટનો જવાબ પથ્થરથી આપી રહેલો...આ વાતાવરણ વધુને વધુ રંગીન બની રહેલું પરંતુ ગ્રિષ્મઋતુ વધુ પોતાની શક્તિનો પરિચય આપી રહેલી....તો અહીં બે તરસ્યા દિલ પણ થોડી કંઈ પાછા પડે!

પાર્થિવ: ઉ....હ...હુ...

નાયરા: કેમ શું થયું?

પાર્થિવ: ન મજા આવી...?

નાયરા: ચાલને આપણે તહેવારને થોડો રંગીન બનાવીએ...

પાર્થિવ: પણ કેવી રીતે...? એ તો કહે...માની લીધું કે આ ઢળતી સાંજ છે પરંતુ ગરમી તો જો...

નાયરા: અરે...પગલે...આપણે આ ઘડીને રોમેંટિક બનાવીએ...હવે દિમાગની બત્તી સળગી કે પછી ઠંડક પ્રસરાઈ ગઈ.

પાર્થિવ: હા..કેમ નહીં...?

નાયરા: એક મિનીટ પાર્થુ આજે તો મને મન થયું છે...તને ખોતરવાનુ...

પાર્થિવ; એ...નાયરા...તુ પાગલ થઈ છે કે પાગલપનનો ઝાટકો આવ્યો છે...

નાયરા: પહેલાં મને પૂરી વાત તો કરવા દે વચ્ચે વચ્ચે શું મમરી પાડે જાય છે?

પાર્થિવ: તો તુ સરખુ બોલતી હોય તો...આમ કોણ બોલે...

નાયરા: ચાલ સમય ઓછો છે ને આપણે આનંદ ઝાઝો કરવાનો છે..

“अंग लगा दे”

अंग लगा दे रेमोहे रंग लगा दे रेअंग लगा दे रेमोहे रंग लगा दे रेमैं तोह तेरी जोगनियातू जोग लगा डे रेय
जोग लगा दे रेप्रेम का रोग लगा दे रेमैं तोह तेरी जोगनियातू जोग लगा डे रेयराम रतन धनलगन मगन मनतन मोरा चन्दन रेयउजली कोरि प्रीत प्यासतरंग लगा दे रेअंग लगा दे रेमोहे रंग लगा दे रेमैं तोह तेरी जोगनियातू जोग लगा डे रेय

रात बंजर सी हैकाळा खंजर सी हैरात बंजर सी हैकाळा खंजर सी हैतेरे सीने की लौमेरे अंदर भी हैतू हवा डे इससेतोह मेरा तँ जले
जला दे रे सान्ग जला डे रेयमोहे रंग लगा दे रेमैं तोह तेरी जोगनियातू जोग लगा दे रे..
रास है रात मेंतेरी हर बात मेंरास है रात मेंतेरी हर बात मेंबोल मैं क्या करूंऐसे हालात मेंहूँ मैं तेरी मलंगतू ही मेरा नशा

चढ़ा दे रे भंग चढ़ा दे रेप्रेम की भंग चढ़ा दे रेमैं तो तेरी जोगणियातू जोग लगा दे रेजोग लगा डे रेयप्रेम का रोग लगा दे रेमैं तो तेरी जोगणियातू जोग लगा डे रेयराम रतन धनलगन मगन मनतन मोरा चन्दन रेराम रतन धनलगन मगन मनतन मोरा चन्दन रे
राम रतन धनलगन मगन मनतन मोरा चन्दन रेराम रतन धनलगन मगन मनतन मोरा चन्दन रेराम रतन धनलगन मगन मनतन मोरा चन्दन रेराम रतन धनलगन मगन मनतन मोरा चन्दन रे"

આ રોમેંટિક સોંગ જે દિલમાં સૂનમૂન થઈ બેસેલી લાગણીઓને પ્રસરાવી ઉષ્ણતાભર્યા વાતાવરણ માટે કાફી હતી...

બેઉ મૌન હતા,ચુંબનો થકી વાર્તાલાપ થઈ રહેલો.પરંતુ પોતાને એકબીજાથી દૂર કરવી એમ કેમ હૈયું માને...પરંતુ સ્વીકારવુ જરૂરી હતું...આ વિરહ આ મિલનને વધુ રોમાંચક બનાવવાની યોજના ઘડી રહ્યો હતો.

ઠંડો પવન રાત્રીનો જે એસીની ભૂમિકા નિભાવી રહ્યો હતો.હવે પછીના દિવસો બેઉ માટે દુષ્કર હતા...

પાર્થિવ કેનેડા જવા તૈયાર થયો,એરપોર્ટ પર પણ ફરી એ લાજ કાઢેલી મહિલા મળી.

વધુમાં હવે આગળ...

પાર્થિવના અનુભવ જગતે ડાયરી લખવા માટે તો તેને બેબાકળો કર્યો હતો.પરંતુ આ યાદગાર પળ તેને રોમેન્ટિક માનસપટને ઝણઝણવા માટે કાફી હોય છે પછી...હજીય રોમેંટિક ડોઝ મળે છે...?લાજ કાઢેલી સ્ત્રીનુ વારંવાર ટકરાવવુ શુ સૂચવે છે?એ આપણે..."જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:21" માં જોઈએ.