Jog laga de re prem ka roga de re - 18 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 18

Featured Books
Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 18

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:18"


આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ રાધે ને ફોન લગાડી કરશનકાકાના ક્લબ હાઉસમાં ધૂળેટી રમવાની યોજના બનાવે છે.કેવી રહે છે.ધૂળેટી આ ધૂળેટી બે દિલોને એકમેકથી બાંધે છે?અને બાંધે છે તો કેવા એ આપણે હવે જોઈએ...

પાર્થિવની વાત સાંભળી રાધેને પણ લાગ્યું કે પાર્થિવની વાતમાં તથ્ય તો છે...પરંતુ રાધેએ મૌન સેવ્યું હતું.

રાત્રે સુઈ જાય તો વૃદ્ધ મહિલા નજર સમક્ષ દેખાયા કરે ને વધુમાં તેનો અવાજ કે જે માલતીબહેનને મળતો આવતો હતો.પરંતુ પોતાના મનનો વ્હેમ સમજી તેને આંખો મિંચવા પ્રયાસ તો કર્યો પરંતુ તેને ઊંઘ ન આવી પરંતુ જ્યારે આંખ મિંચાઈ તો જોયું કે સવારના 9;30 થયા હતા.

શરીરમાં પરસેવો તો હ્રદયના ધબકારા વધી રહેલા.
પાર્થિવ: અરે...હાય...બાપ...રે...આજે તો મારી વાટ લાગી ગઈ.આજે તો મોડું થઈ ગયું જો મોડો પહોંચીશ તો બોસ મને નોકરીથી નિકાળી દેશે.કહેવાય રાધેના પપ્પા પરંતુ નિયમ અને અનુશાસનમાં ખુબ કડક છે એ તો સહેજ પણ મોડું નહિ ચલાવે...

પાર્થિવ ફટાફટ તૈયાર શું થયો ત્યાં એકાએક મગજમાં ઝબકારો થયો;
"અરે...તારી તો...મારા જેવો મુરખ આ જગમાં બીજો નથી કોઈ...

હોસ્ટેલમાં તેના રૂમ પાર્ટનરની આ પ્રવૃત્તિ નિહાળી મનોમન હસી રહેલા પરંતુ માનસજીવ સહજ પુછ્યા વગર થોડુ જીરવાય ભલુ!

પ્રણવ: શું થયું ભાઈ કેમ 120ની ગતિએ ગતિ કરે છો?

જીનિત: હા....નહીં તો શું અહીં હવા હોય તો માનીએ કે વાયરો તને ઉડાડી રહ્યો છે પરંતુ એવું નથી તો શું વાત છે?

પાર્થિવ: અહીં મારી છેલ્લી હોળી છે તો...તમે આવશો...?

જીનિત અને પ્રણવ બંન્ને એકબીજાની સામે જોઈ પાર્થિવની વાતનું સમર્થન કરી રહેલા,કે આ કહેવા શું માંગે છે?

જીનિત:અબ્બે...પાર્થિવ અહીં તો અમારીય છેલ્લી જ હોળી છે...તો બોલો શું કરવું છે...?

પાર્થિવ:"કરસનકાકા કલ્બ હાઉસ"માં જાઈએ ધૂળેટી રમવાને હોળીના દર્શન કરવા સાજે ક્યાં જાઈએ...એ જ પ્રશ્ન છે..?

પ્રણવ: એક કામ કરો આપણે સૌ ભાઈબંધ ભેગા મળી હોળી માટે ફાળો ઊઘરાવીને હોસ્ટેલની પાછળની જગ્યાએ પ્રગટાવીએ તો કેવું રહે?

જીનિત: થઈ ગયું ભાઈ? તારુ બહુ જોક કરી દીધો હવે બસ કર...ફાળો ઊઘરાવશુ તો કોણ આપણને પૈસા આપશે કે તો...?કેટલુ સરળતાથી કહી દીધુ પ્રણવ પણ આ બનવું ઘણું અઘરું છે...

પાર્થિવ: અ...બે... ઝગડો શું કામ કરો છો?રાધેના ત્યાં જાઈએ...

જીનિત અને પ્રણવ: હા...બાપુ વિચાર તો સરસ છે...આમપણ તો અંકલ તારા બોસ છે અને બોસ તો તારા ઉપર ચાર હાથ રાખે છે સાંભળવામાં તો એવું આવ્યું છે?સાચી વાત પાર્થિવ?

પાર્થિવ: પછી વાત કરીએ અત્યારે આવી વાતોનો સમય નથી.

પ્રણવ: એવો તે શું જાદુ કર્યો છે તે બોસ ઉપર એ અમને તો કહે અમારો પણ પગાર વધારાવીએ...આમપણ મમ્મી પપ્પાને ઘરે પૈસા મોકલીએ એટલે બિલકુલ પૈસા વધતા જ નથી.

પાર્થિવ: આ બધી વાત પછી કરીશું પહેલાં જાઈએ...નહીં તો મુહુર્ત વિતિ જાશે...

હોળીની પૂજા કરી ,પ્રદક્ષિણા કરી પાર્થિવ ધાણી ખજૂરની પ્રસાદ લઈ હોસ્ટેલ આવ્યો.

બીજા દિવસે ધૂળેટી રમવાની હોવાથી જીનિત,પ્રણવ અને પાર્થિવ ક્લબ હાઉસ પહોંચી ગયા.

પાર્થિવ રાધેને ફોન લગાડી રહેલો,પરંતુ રાધે ફોન ન ઉપાડતા તેની બેચેની વધતી ગઈ.

પાર્થિવ: આ રાધેની તો વાત આજે છોડું નહીં સાલાને...પોતે યોજના બનાવે છે ને પોતે જ તેમાંથી ફસકી જાય છે..આવુ કોણ કરે ભલું...

પાર્થિવ બેચેનીવશ થઈ મનમાં શું બોલી રહ્યો ત્યાં પાછળથી રાધે બિલ્લી પગે આવી પાછળથી સીધી છલાંગ લગાવી.પાર્થિવને રંગ લગાડી તેને રાડ નાંખી...

રાધે: હેપ્પી હોલી...પાર્થિવિયા...બોલ જડથા શું બોલતો'તો મારા વિશે...બોલ આટલુ કહી પાર્થિવને રેતીમાં રગદોળી રહેલો.

પાર્થિવ: રાધે ભૂલ તો તારી જ છે...તને ખબર ન પડે...ક્યારનોય આવી બેઠો છું...અને તને ફોન લગાવે જાવ છું ફોન ઉપાડવાની તો માનો કે ભાઈએ બાધા જ લઈ લીધી.

નાયરા આ બધું દૂરથી જોઈને મનોમન હસી રહેલી.

"આંખમાં આંસુ આવી ગયા,કાશ...મેં સૌ છોકરીઓની વાતોમાં આવી નેતાગીરી ન લીધી હોત તો પાર્થિવ મારી પાસે હોત...કાશ હું કોઈની ઉશ્કેરણીવશ ન થઈ હોત તો..મારો પ્રેમ મારી પાસે હોત...
પરંતુ હવે...એ તો કાલે કેનેડા જાવાનો છે...અને હું...?"

આટલું કહી રડી રહી હતી.

રાધે તેને ઈશારો કરી તેની પાસે બોલાવે છે પરંતુ નાયરા...મુંઝવણમાં મૂકાઈ જાય છે જાવુ કે ન જાવુ પાર્થિવે તો આકરા શબ્દોમાં તેને ન કહેવાનું કહ્યુ હોય છે,કે"આજ પછી તારુ મોઢું ન બતાવતી..."પરંતુ જ્યાં સુધી પોતાના પાપનો ભાર જ્યાં સુધી માફી રૂપે નહીં ઠાલવે ત્યાં સુધી મનમાં તો વજન જ લાગવાનું ને..."

પાર્થિવ: હેપ્પી હોલી રાધે....તારુ ધ્યાન ક્યાં છે આ પ્રણવ,જીનિત,અવંતિકા,અર્પણ નથી દેખાતા તને આ મુક્તિ છે...શ્રુતિ છે...

રાધે: હા...ભાઈબંધો અને સહેલીઓ ઘણાં દિવસે આપણે મળ્યા સૌ...

આપણે પાર્થિવ પાસે પાર્ટી લેવાની છે...

મુક્તિ: હા...લેવી જ પડે ને....પાર્થિવે કમાલ જો કરી છે...આઈ.એલ.ટી.એસ.માં 9 બૅન લાવીને...હવે તો આપણી પાસે નહીં રહે આપણો મિત્ર...

નાયરા ઉભી ઉભી રડી રહી હતી.

મુક્તિનું ધ્યાન ગયું.પરંતુ રાધે તે બાબતે પાર્થિવને પુછવાની ના પાડે છે.

પરંતુ અવંતિકાથી નથી રહેવાતું,

અવંતિકા: એ...નાયરા અહીં આવ ત્યાં કેમ ઊભી છો...?

વધુમાં હવે આગળ...

અવંતિકા અને મુક્તિ પાર્થિવ અને નાયરા વચ્ચે સુમેળ કરાવવામાં સફળ રહે છે કે કેમ?શું પાર્થિવ નાયરાને માફ કરી અપનાવે છે કે કેમ?એ આપણે "જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:19" માં જોઈએ.