"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:17"
આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવનું સામાન ખરીદવા જાવુ ને ઘટનાના પુનરાવર્તનરુપે લાજ કાઢેલી મહિલાનું મળવું શું સુચવે છે અને હા કેવી રહે છે આ ધૂળેટી...આ ધૂળેટી નાયરા અને પાર્થિવ વચ્ચે થયેલા મતભેદોને દૂર કરી શું પ્રેમના રંગે રંગે છે કે વિરહના રંગ બેઉને દઝાડે છે એ હવે જોઈએ...
પાર્થિવ લાજ કાઢેલી સ્ત્રીને ભિક્ષા આપી નિકળી ગયો.ત્યાં પાછળથી એક અવાજ આવ્યો
"ઊભો રહે તો દિકરા...ક્યાં જાય છે...?"
પાર્થિવને અવાજ તો જાણીતો લાગ્યો પરંતુ પોતાની જાતને વાળી લીધી કે ન મારી માં અહીં...ન હોય બની શકે કે મારો વ્હેમ હોય...?મારી મમ્મી તો અમદાવાદની પોળમાં છે...? એને તો મારી થોડી પડી છે...? જો પડી હોય તો?મને આમ થોડી અજાણી જગ્યાએ મોકલ્યો હોત...?
પાર્થિવ પોતાની જાતને સ્વસ્થ કરી ધૂળેટી માટે રંગ ખરીદવા ગયો.
રંગ ખરીદી તેના ક્વાર્ટરમાં આવ્યો.ધૂળેટીનો તહેવાર એને ખુબ ગમતો આ તહેવારમાં તે શાનભાન ભુલી બેસતો હતો.
પાર્થિવ ખુશ ચહેરે રાધે ને ફોન કર્યો.
રાધે: હેલ્લો....કોણ....?
પાર્થિવ: હમણાં એક મારી હોય તો?તારા મિત્રનો અવાજ નથી ઓળખતો...?
રાધે: અમારા જેવા બેકાર અને ખર્ચાળને.તમારો ફોન કેવી રીતે આવે આ જ તો પ્રશ્ન હતો...
પાર્થિવ: તુ મજાક સારી કરે છે.ધ્યાનથી સાંભળ હું શુ કહું છું બધા જ મિત્રો આપણે ધૂળેટી રમીએ...
બોલ પાર્થિવ કેમ ફોન કર્યો....
પાર્થિવ: હું પાર્થિવ બોલુ છું...ચાલ...ધૂળેટી રમીએ.એ બ્હાને સૌ મિત્રો મળીએ...
રાધે: હા...લે તે તો મારા મનની વાત કહી..મળીએ....
પાર્થિવ: તો પછી કરસનકાકાના ક્લબ હાઉસમાં...માં...
રાધે: હા...મળીએ...પણ પાર્થિવ એક વાત સાચે સાચી કહે મને...
પાર્થિવ: શું પુછવુ છે તારે મને...?
રાધે : તુ ગુસ્સો ન કરે તો જ પુછુ...
પાર્થિવ: આપણી દોસ્તી શું આટલી કમજોર હતી કે તારે આમ વાતની રજૂઆત કરતાં પહેલાં વિનંતી કરવી પડી.
રાધે: નાયરા...સાથે શું પ્રોબ્લેમ થઈ. તુ કેમ તેનાથી ખરાબ વર્તન કરે છો...કંઈક પ્રોબ્લેમ એવો હોવ તો બેઉ પરસ્પર વાત કરી સમાધાન લાવો....આમ પણ તારે ક્યાં અહીં રહેવાનું છે...કેનેડા તુ મતભેદ લઈ જાઈશ તો તને પણ નહીં ગમે.
પાર્થિવ: વાત નાની હોય તો સમાધાન પણ કરતો પરંતુ મારી ગરીબીમાં એને મારો મજાક ઉડાવ્યો હતો,મારી ઔકાત પર સવાલો ઉઠાવ્યા હતા ત્યાં સુધી પણ હું માફ કરતો પરંતુ એની સૌ મારી ગેરેજમાં આવી તોડફોડ કરી હતી,એ પાછી અકારણે...મારો પગાર તો કપાય ઠીક છે પરંતુ ગેરેજના માલિક મારા કારણે નુકશાન ન ભોગવવુ પડ્યું?રાધે માની લીધું તારા પપ્પાને પૈસા છે પરંતુ ગેરેજના માલિકને નુકશાન ન થયું...
રાધે: તું શું સાચુ કહે છે?
પાર્થિવ: આટલો બધો અંધ વિશ્વાસ છે આવી
બદમિઝ છોકરીથી રાધે...તુ પણ...
રાધે: જે છે તે છે...પણ હવે ભૂલી જા માંફી માંગશે હું એને મંગાવીશ...માંફી...
પાર્થિવ: રહેવા દે રાધે...આ સમજણનો વિષય છે કોઈને હેરાન કરવું કંઈ ખોટુ નથી, પ્રેમ અને જંગમાં બધુ જ ચાલે માની શકું છું પરંતુ આ વાત બે વ્યક્તિ વચ્ચેની હોવી જોઈએ ત્યાં સુધી બધું જ ચાલે પરંતુ જગ જાહેર કોઈ કમી દેખાડવામાં આવે તો એ પ્રેમ નથી રહેતો અભિમાનનું સ્વરૂપ ધરે છે...રાધે તુ અમીર છો...પરંતુ મારા માટે સ્વાભીમાન પહેલા...
રાધે: આટલું બધું થઈ ગયું ને કહેવું જરૂરી પણ ન સમજ્યું...
પાર્થિવ: તું સમજે તો કહું ને તને હું એ જ કહી રહેલો....પણ તને તો તારી બહેનની ખોટી જ તરફદારી કરવી હોય તો હું શું કરું?
રાધે: ભૂલ થઈ ગઈ બસ મારી...સોરી...કાલે તારી છેલ્લી ધૂળેટી છે અહીં...સારી યાદ લઈ જા કોઈ દુઃખ લઈને ન જા...તુ અહીંથી એજ હું ઈચ્છુ છું...
પાર્થિવ:મને મુબઈમા મારી મમ્મી જેવો અવાજ સંભળાયો..
રાધે:પાર્થિવ તુ તારી મમ્મીને ખુબ યાદ કરે છે તો બની શકે કે તને વ્હેમ થયો હોય.....
પાર્થિવ: કોઈને પ્રેમ કરવા માટે અભિમાન ત્યજવુ જોઈએ...કોઈની ઈજ્જત આમ બધા વચ્ચે ઉછાડવો એને પ્રેમ ન કહી શકાય....પહેલા તારી બહેનને કહે અભિમાન ઉતારે પછી આવે અહીં આ કોઈ કચરાપેટી નથી કે કોઈ ગમે ત્યારે આવે ને કચરો નાંખી ચાલ્યું જાય.
વધુમાં હવે આગળ....
પાર્થિવની સફર કેવી રહે છે? પાર્થિવ કેનેડા જાય છે તો નવો બિઝનેસ કેવો રહે છે....બિઝનેસમેનથી રોમેન્ટિક લેખકની સફર કેવી રીતે શરૂ થાય છે?આ સફર માટે જવાબદાર તત્ત્વ આર્વી હોય છે નાયરા હોય છે કે યાદગાર ઘટનાઓ એ..."જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:18"હવે જોઈએ.....