"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:13"
આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ મુંબઈ જાય છે તો,પાર્થિવની મહેનત અને ધગશે તેના ભાગ્યને પળમાં જ બદલી નાંખ્યું.કોલેજમાં એડમિશન માટે ગયો ત્યાં લાંબી લાઈન હતી ફોર્મ ભરી ગેરેજમાં ગયો.રિઝલ્ટ સારું હતું તો એડમિશનમાં કંઈ ખાસ વાંધો આવ્યો નહીં.
પાર્થિવની સફર શરૂ થઈ ગઈ.કોલેજમાં પ્રવેશ મેળવ્યો.
તો અહીં માલતીબહેન તેને શોધતા શોધતાં મુંબઈ આવ્યા.
ગલી ગલી ફરી વળ્યા"મારા દિકરાને જોયો?
નવો એરિયા નવી ભાષા ન કોઈ સમજે ન કોઈ જાણે સૌ કોઈ એમને નિહાળી જ રહેલું...
મુંબઈની મરાઠી ભાષા તો ક્યાં આવડે નિશાળ તો ક્યાં જોઈ જ હતી એમને હિન્દી પણ તો ટીવી સિરિયલ પરથી શીખેલા.
માલતીબહેન:"હે ભગવાન મારા દિકરાને ક્યાં શોધું આ અજાણ્યા એરિયામાં..."આટલું કહી તેઓ રઘવાટ અનુભવી રહેલા.
કોઈ નો'હતુ મુંબઈ નામની માયાવી નગરીમાં પોતાનું...રોડ પર બેસીને રડી રહેલા.
ત્યાં રસ્તામાં એક વૃદ્ધ દંપતિ પસાર થઇ રહ્યુ હતું.તેમની નજર માલતીબહેન પર પડી.
માલતીબહેન અજાણ્યા રાજ્યમાં કોઈ પર ભરોસો કરવો બહુ મુશ્કેલ વાત હતી.
અહીં પાર્થિવની કોલેજ પણ પુરી થવા આવી હતી.
સૌ મિત્રો છેલ્લી બૅન્ચ પર બેસી ધમાલ કરતાં હતા તો પ્રોફેસર મેડમ પર રોમેન્ટિક ગીતો પસાર કરી મેડમને હેરાન કરતાં હતા.ફાઈનલ પરીક્ષાનો દિવસ આવ્યો.
જેમ જેમ નાયરા અને પાર્થિવનો સંપર્ક વધ્યો તેમ તેમ પ્રેમ પણ ગાઢ બનતો ગયો.
સૌ મિત્રો ગાર્ડનમાં બેસી ફાઈનલ પરીક્ષાની ચર્ચા કરી રહેલા.
રાધે,રાહુલ પાર્થિવ,નાયરા સૌ મિત્રો ફરી એક સાથે કોલેજમાં હતા કોલેજની સફર પણ પુરી થવા આવી હતી.એટલે નવા પરિચય અને નવી ઓળખાણનો તો કોઈ પ્રશ્ન જ નો'હતો ઊભો થઈ રહ્યો.
ગાર્ડનમાં સૌ મિત્રો બેઠા હતા.
રાધે પાર્થિવને સહેજ ચીડાવતા કહે,"પાર્થિવ જે મનમાં હોય તે કહી દે નહીં તો મનની મનમાં રહી જાશે...અને અઠવાડિયા પછી ફાઈનલ છે."
પાર્થિવ અચકાહટ અનુભવી રહ્યો હતો કે પોતાના મનની વાત કેવી રીતે રજુ કરવી તે...
પાર્થિવ:એ...રાધે...તુ છો...ને...મને ડર લાગે છે...મારા કહેવા પછી શું પ્રત્યુત્તર મળશે...?
રાધે: પહેલા મનની વાત કર તો ખરા પ્રત્યુત્તરની પછી ચિંતા કર... તુ કહીશ જ નહીં તો...કેમની વાત જાણી શકે?પરંતુ બની શકે કે નાયરા પણ...
પાર્થિવ: બોલતા બોલતા અચકાઈ શું કામ ગયો....?મને ડર લાગે છે...
રાધે:તુ તો જાણે એવી વાત કરે છે કે અહીં છોકરીઓને પ્રફોઝ કરવાની ફ્રી ટ્રાયલ તાલીમ આપતાં હોય?એક કામ કર તુ રહેવા દે તારાથી કંઈ જ નહીં થાય.
પાર્થિવ:તું આમ ન બોલ રાધે મને એક તો કામમાં પણ તણાવ થાય ને તારી વાતો...જે મને ડરાવી મૂકે છે...
રાહુલ: એ પાર્થિવ કહે તો ખરા મનની વાત કહ્યા વગર તો કેમની ખબર પડશે?નાયરા માન્યુ કે સરસ છોકરી છે...પરંતુ તું એને ખુશ રાખી શકીશ?
રાધે સહેજ કડકાઈ સાથે પાર્થિવને કહે,"જો પાર્થિવ જિંદગી તારી છે કહેવું ન કહેવું તારા મનની મરજી છે...પણ આમ ડર રાખીશ તો કહી જ નહી થાય...પછી રહેજે યાદમાં ઝૂરતો...."
પાર્થિવ:હું શુ કામ એકલો ઝુરુ...?નાયરા પણ ઝુરશે...
રાધે:એવા સપનાં ન જોવા કે દિલને વગર તાપમાને દઝાવી મૂકે...?
પાર્થિવ: આ હકીકત બનશે..
રાધે: તુ પાગલ ન બન નાયરાને તો છોકરાવની શું કમી છે...? એને તો તારા જેવા સો છોકરાવ મળશે...માટે અતિ આત્મવિશ્વાસ પણ અહી ખોટો સાબિત થઈ શકે છે.
તો અહીં નાયરાના મનમાં શું ચાલી રહ્યું હતું એ તો જાણવું મુશ્કેલ છે એવું તો કહી જ ન શકાય...
સૌ છોકરીઓ પાર્થિવને હેરાન કરવાની યોજના બનાવી રહેલી પરંતુ યોજના ક્યારે સફળ થાશે? એની રાહ જોઈ બેઠેલી પરંતુ એ દિવસ નજીક આવશે...એવી તો ક્યાં ખબર હતી?
ખરા બપોરની લુ એક તો પાણીના શોષ પાડતી અને તો પાર્થિવની વાતો તન અને મન તપાવવા કાફી હતી.
રાધે: ભાઈ બહુ ન વિચાર પરીક્ષા મસ્ત રીતે આપી દે...
પાર્થિવ: આપણે એ જ તો કરીશું...નહીં તો આમ કંઈ ચક્રવ્યૂહ માં થોડું ફસાવાય...મારી પાસે આમ પણ નખરા ઉઠાવવાનો સમય નથી મારે ગેરેજમાં જાવાનું છે...તો હું જાવ...
રાધે: બાપુ માની ગયા તારી હોશિયારી ને કહેવું પડે હો...બાકી... કામની પણ સાથે તારું રિઝલ્ટ ઊંચુ...આ...તે વળી કેવું આયોજન કરી વાંચે છો અમને તો સમજાવ...
પાર્થિવ: હું નથી કંઈ મોટી ટોપ ફોડતો માટે તમે પોતાની જાતને મજબૂત બનાવી મહેનત કરો.
રાધે: શું કરું એટીકેટી એટલી છે સોલ્વ કરવાની કેમ કરુ સમજ નથી આવતું...?એટલે ફરી પણ મારે આ કોલેજમાં આવવાનું થાશે...
પાર્થિવ: નહીં થાય આયોજન મૂજબ મહેનત કરીશ તો નહીં થાય...
રાધે: આ...આયોજન એટલે શું જો પાર્થિવ આટલા અઘરા શબ્દ ન વાપર...એક તો એટીકેટીને દિલ દઝાડ્યુ છે એમાં તું ઘી ન રેડ વ્હાલા...
વધુમાં હવે આગળ...
શું નાયરાની ગેંગ પાર્થિવને હેરાન કરવામાં કામયાબ રહે છે?શું પાર્થિવ નાયરાની ચાલને સમજી શકે?કેવી રહે છે પાર્થિવની ફાઈનલ યરની પરીક્ષા?શું માલતીબહેન તેમના દિકરા સુધી પહોંચી શકે છે?શું પાર્થિવને હેરાન કરવો એ નાયરાનો પ્રેમ હોય છે કે કોઈ જીવલેણ છડયંત્ર?"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:14"માં જોઈએ.