Jog laga de re prem ka roga de re - 11 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 11

Featured Books
Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 11

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે...ભાગ:11"


આપણે આગળ જોઈ ગયાં કે,પત્રકારનુ ઘરે આવવુ પાર્થિવનો ઈન્ટર્વ્યુ છાપવો આ બધી જ ઘટનાક્રમ કઈ દિશામાં લઈ જાય છે તે હવે જોઈએ...

પત્રકારો: સર અમે આવી મજાક શું કરવા કરીએ...અમને કહો તો?

પાર્થિવ: મસાલા ન્યૂઝ છાપવા માટે...

પત્રકાર:તમે તો પહેલેથી જ સમજદાર લાગો છો...

માલતીબહેન: અરે...ભાઈ તમે શું લેશો....

પત્રકારો: કંઈ જ નહીં...ખોટી તકલીફ ન લેશો...

માલતીબહેન: આવુ તે કંઈ હોતું હશે...એમ નેમ ન જાવા દેવાય તમને..

એ પાર્થિવ બેટા,આઈસ્ક્રીમ લાવ તો...

પાર્થિવ: જી...હા...

પત્રકારો: એની કોઈ જરૂર નથી અમે નિકળીયે જ છીએ

માલતીબહેન:ફરી આવજો...

પત્રકારો:હા...જી....

ત્યારે અમે નિકળીયે...

માલતીબહેન: જા બેટા બહાર મૂકવા જા તો...

પાર્થિવ:જી...મમ્મી...

પાર્થિવની છાપ પત્રકારો સામે આજ્ઞાવાન દિકરા તરીકે ચિત્રણ પામી હતી.

આમને આમ વેકેશન પુરુ થઈ ગયું.
રસોઈ બનાવી રહેલા માલતીબહેનને એક પળોજણ રોજ રહેતી જે દરેક મહિલાઓને હોય છે

માલતીબહેન: એ પાર્થિવ આજે જમવામાં શું બનાવું?

પાર્થિવ: પુછવાનો ડોળ શું કામ કરે છે?

માલતીબહેન; કેમ આમ બોલે છો?

પાર્થિવ: તુ બનાવીશ તો એ જ કે જે તુ બનાવવાની છો તો પછી બનાવી દે.

માલતીબહેન: બહુ થયું બહાર ભણવા જા પછી તને ખબર પડશે મા નો પ્રેમ....

પાર્થિવ: મમ્મી બહુ થયું હવે,તુ તો રોજ આમ ચાલુ પડી જાય છો...

હું જાવ...તળાવે...

માલતીબહેન: એ...ઊભો રહે તું...તળાવે શું દાટ્યુ છે...મને તો એ નથી સમજાતું...તળાવ તળાવ કરી લોહી પી ગયો તું...

પાર્થિવ: મમ્મી તને ખબર ન પડે...અને હા જેમાં ખબર ન પડે એ બાબતે તુ ન વિચાર....

માલતીબહેન: ન જોયો હોય તે બહુ ડાહ્યો મોટો...

એ બધી પડાપુછ છોડ પહેલાં એ કહે,તો આગળ શું કરે...?

પાર્થિવ: મારે મુંબઈ જાવુ છે...શિવાજી મહારાજ યુનિવર્સિટીમાં...

માલતીબહેન: ઓહ...જ્યારે પણ માંગણી કરે ત્યારે મોટું મોં ફાડે છે...પણ આપણા ગુજરાતમાં શાળા કોલેજો ખૂટી ગઈ છે કે શું?

પાર્થિવ: મારે મુંબઈ ભણવા જાઉ છે.એકની એક જગ્યાએ કંટાળો ન થાય કંઈક નવું જોવા મળે...

માલતીબહેન: એક કામ કર તારા લગન આપણે મુબઈની છોકરી સાથે કરીશું...બસ હવે તો ખુશ ને...

પાર્થિવ: મમ્મી આ ભણવાની વાત ચાલે છે તો એજ બાબતે વાત કરને...

માલતીબહેન: મફત જવાશે?પૈસા નથી એટલા બધા અમારી પાસે
તારી માંગણી અમે પુરી નહીં કરી શકીએ માટે તું તારો ખર્ચો જાતે નિકાળતો થાય પછી જાજે...

પાર્થિવ: તમારી તો આજ રામાયણ હોય છે જ્યાર જોઈએ ત્યારે હવે રોવાનુ ચાલુ,આ સાંભળી સાંભળીને તો અમને પણ કંટાળો આવે છે.
મારા શોખ પુરા કરાવવાની તાકાત નો'હતી તો શું કામ જન્મ આપ્યો...?

હું પણ તો તારો જ છોકરો છું જઈશ તો ત્યાં જ.

માલતીબહેન: જા....હું પણ તો જોવું છું..

પાર્થિવ:તેને મળેલા પૈસાથી મુંબઈ નિકળી ગયો.

સપનું હતુ ડોક્ટર બનવાનું પરંતુ પરિસ્થિતિને વશ થઈ એને સપનું અધૂરુ મૂકી હાલતને સંભાળવા લાગી ગયો.

11કોમર્સમાં પ્રવેશ લીધો,સાથે સાથે ન્યુઝ પેપર વેચવા જાતો હતો.જે પૈસા આવે એમાંથી ખાવા પીવાની સાથે સ્કુલની ફી નિકાળતો.

સરકારી સ્કુલ હોવાથી તેની ફી નહીંવત હતી એટલે કંઈ વાંધો આવ્યો નહીં.

સ્કુલમાં સૌ મિત્રો બહુ સહકાર આપે તેવા હતા.

પાર્થિવ પહેલા દિવસે સ્કુલ ગયો જગ્યા નવી નવી હતી.એરિયા નવો હતો નવા નવા મિત્ર મળ્યા એટલે જીવન બદલાયું.

આજુબાજુના પાડોશીઓ માલતીબહેન પર ફિટકાર વર્ષાવી રહેલા,"કે બાળકોને જન્મ તો અમૂક આપી દે છે.પરંતુ બાળકોના ખર્ચા ઉઠાવવાની વાત આવે એટલે રોદણાં રોવે."

"ભગવાન પણ કેટલો વિચિત્ર છે.જેને જરૂર ન હોય એના ખોળામાં બાળક રમતાં કરી દે છે....હું આટલી બધી માનતા બાધા રાખું છતાંય મારો ખોળો ખાલી છે...."આમ કહી પુષ્પાબહેન રડી પડેલા.

પરંતુ મંગુબા દિલાસો આપતાં કહે,એ....માર બેટા શાંત થા રડ નહીં જ્યારે પણ નવરી પડે ત્યારે શ્રીકૃષ્ણના ફોટા સામે જોઈ જ રહે માસુમ નજરે,

પુષ્પાબહેન: એનાથી શું થશે?

મંગુબા: અરે...પાગલ....તુ મોટી થઈ પણ હજીય નાના બાળક જેવી છે.પુષ્પા બાળ ગોપાલની સ્તુતિ કરવાની જેનાથી બાળક બહુ હોશિયાર આવશે...

પુષ્પાબહેન: મારે તો એવું નથી દિકરી હશે તો પણ ચાલશે...મારી દિકરીને હું રાજકુમારીની જેમ રાખે તે ખાલી....

માલતીબહેન: બસ...કર...બહુ સપનાં ન જો...મારા દિકરા જેવું આવશે તો હેરાનગતિનો પાર નહીં રહે...

પુષ્પાબહેન: એ...બહેન શરમ નથી આવતી તમને...તમારા લોહીને બદનામ કરે જાવ છો ક્યારનાય...મને પુછો સંતાન વગરની બાઈને સંતાન ન હોવાની પીડા...અને હા એક વાક્ય સાચે જ કહ્યું છે જેને જરુર હોય એને ક્યારેય નથી મળતું...

માલતીબહેન:હું સમજું છું બહેન તારુ દુઃખ....પણ શુ થાય કહે વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે તો તારી સમસ્યાઓનો હલ જલ્દી મળશે...

પુષ્પાબહેન:કેટલી દવા કરાયી કેટલી બાધા રાખી છતાંય કુદરત સામે નથી જોયું મારા...

મંગુબા: અન એક તુ મુઈ સ ક છોકરાને આમ કાઢી મેલ્યો...ક્યાં હશે તારો દિકરો કેવી હાલતમાં હશે...?તને તો હવે ટાઢક મળી હશે ને....?

પુષ્પાબહેન:જો તારો દિકરો ન સચવાતો હોય તો મને આપી દે...પણ આમ...

માલતીબહેન આ ગ્રામસભામાં ઉઠી રહેલા સવાલોથી કંટાળીને માલતીબહેન ઘરમાં આવ્યા રસોઈ બનાવવાની શરુઆત શું કરે ત્યાં તો તેને પુષ્પાબહેન અને મંગુબાના શબ્દો કર્ણપટલે સતત ટકરાયા કરે...
પાર્થિવ મુંબઈમાં હોસ્ટેલમાં જાય છે.રાજ્ય બદલાય છે રીત રિવાજ બદલાય છે.

વધુમાં હવે આગળ....

પાર્થિવનો સંઘર્ષ કેવો રહે છે?કેવી રહે છે સફર જીવનની એ જાણવા માટે મારી સાથે જોડાયેલા રહો,"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે...ભાગ:12"માં ફરી મળીએ.