Jog laga de re prem ka roga de re - 9 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 9

Featured Books
Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 9

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:9"


આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવની પરીક્ષા હોય છે એમાં માલતીબહેન સહિત સૌને પરીક્ષા ન હોય એવો માહોલ સર્જાયો હોય છે.ન કોઈનુ હસવુ ન કોઈનુ રડવુ..ખાલી સન્નાટો છવાઈ ગયેલો.


જોત જોતા રીસિપ લેવાનો પણ દિવસ આવી ગયો...


હવે આગળ...


સૌ મિત્રો ઘણા સમયથી મળ્યા હોવાથી એકબીજા જોડે વાતો નો'હતી ખૂટતી.


એ...તારો નંબર ક્યાં આવ્યો?ને તારે કેવી તૈયારી?આવા સવાલો ને કિલકારીથી તો આખીય સ્કુલ ગૂંજે.સૌ કોઈ પોતપોતાની મસ્તીમાં.


પરંતુ રિતિકા મેડમની યાદે સૌ કોઈને ગળગળા કરી દીધા હતા.


પરંતુ મિલનને વિદાય એ તો કુદરતી સંજોગ છે.તે વાતથી પોતાની જાતને સ્વસ્થ કરી.


રિસિપ લઈ ઘરે આવ્યા.પરીક્ષાના માહોલમાં કોને પ્રેમપ્રકરણને વિસ્તારવુ ગમે...


પાર્થિવ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો પરંતુ ખબર નહીં કેમ તેને નર્વસતા છવાઈ ગયેલી.


ઘરમાં પણ તો મમ્મી પપ્પાને આશા હતી,દિકરો ખુબ સફળતા મેળવશે...પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતુ,એ નિયતિરૂપી તાળુ ખોલાવાની તો હજી પુખ્ત સમયની વાર હતી.


ધો દશની પરીક્ષાની ચિંતા પાર્થિવને નર્વસ કરી રહી હતી.


પોતાના દિકરાના વર્તનનો અભ્યાસ માલતીબહેન કરી રહેલા.પરંતુ તેમના તો મગજમાં એક જ ધૂન હતી કે"મારો દિકરો દરેક જગ્યાએ પહેલો હોવો જોઈએ."


પરંતુ પાર્થિવની નર્વસતાએ એને સાવ નિરાધાર બનાવેલો.


પરીક્ષા તો જોતજોતા જ પુરી થઈ ગઈ.પરિણામની ઘડી આવી


જ્યારે ધોરણ અને બારનુ પરિણામ આવે એટલે,"સૌ ઘરમાં એક જ આશ હોય કે મારો દિકરો અને દિકરી પહેલાં હોવા જોઈએ"બની શકે કે આ કારણ પણ હોઈ શકે પાર્થિવની ઉદાસીનુ.


ત્યાં જ પાર્થિવના ફોનની રિંગ રણકી


વિચારોના વમળમાંથી બહાર આવી પાર્થિવ કોલ રિસીવ કર્યો.


આર્વી:એ...કંઈ ઓળખાણ પડી કે નહીં..


પાર્થિવ: ન કોણ બોલો છો?


આર્વી: શ્વાસ ધબકારને કોઈ પરિચય હોય!


પાર્થિવ: આ શ્વાસ ધબકાર આ બધું શું છે?કંઈ સમજ ન આવે તમે વધુ ન ખેંચો મારી.


માલતીબહેન: એ...પાર્થિવ વેકેશનમાં પણ તારી ચિંતા ઓછી ન થઈ શું વાત છે...કોણ છે નવરી વેજા...કે જે તારુ લોહી પીએ જાય છે...મને આપ તો હું વાત કરુ લાવ...


પાર્થિવ:હવે રહેવા દે મમ્મી...


માલતીબહેન: ના...લાય...તો...કોણ છે મને પણ તો ખબર પડે...


પાર્થિવ: મમ્મી મને વાંચવા દે તો...મને વાંચવુ ગમે છે.


માલતીબહેન મનમાં બબડાટ કરતાં ઘરના કામમાં લાગી ગયા.


આર્વી:કોણ હતું?


પાર્થિવ:હેલ્લો હેલ્લો અવાજ કપાય છે...પછી ફોન કરુ...બાય...


પાર્થિવ "બાર બાર બચ ગયે,"વરના જાન ચલી જાતી"


આટલું બોલતાની સાથે હાશ અનુભવી રહેલો.


પાર્થિવ તો પોતાના વાંચનના શોખને જીવંત રાખી રહેલો.


માલતીબહેન રાડો પાડતા કહે,"આ છોકરો ચોપડીઓમાં જ ડૂબેલો રહે છે,એ...લગ્ન પણ ચોપડી જોડે જ કરજે...એટલે મુઈ માર પણ ચિંતા મટે..."


પાર્થિવ: આનુ તો રાડો પાડવાનુ બંધ જ થાતુ નથી.


જે હોય એ...હવે રિઝલ્ટ આવે ત્યાં સુધી જ તો સહન કરવાનું છે ને...પછી તો આપણે આઝાદ પંછી હમ તો ઊડ ગયે...


રાત્રે આકાશના સંસર્ગે રહી તારા સાથે વાર્તાલાપ કરવો પાર્થિવને ગમતો.


ત્યાં ફરી ફોન રણક્યો.


આર્વી: પાર્થિવ તુ તો મને ભુલી જ ગયો.


પાર્થિવ: એ...બકુડી સમજ તો...મમ્મી બાજુમાં હતી.


આર્વી: એ...તો બધુ ઠીક છે,નજરથી છળવાનુ કોઈ તારી પાસે શીખે...


પાર્થિવ: ઓ...મેંને એસા ભી ક્યાં કર દિયા...


આર્વી;કુછ ભી ન કરકે ભી બહુત કુછ કર દિયા..


પાર્થિવ: ઓ...હ...


આર્વી: એ...બહુ થઈ વાતો કાલે રિઝલ્ટ છે આપણુ જોઈ ને કેજે...


પાર્થિવ: એ...મારી વ્હાલી તુ તો સાવ અક્કલમઠ્ઠીની છો...


આર્વી:કેમ તે વળી,આટલા સરસ શબ્દો બોલી મને રડાવવાની શી જરૂર?


આટલું કહી આર્વી રડી રહેલી.


પાર્થિવ:ઓર નહીં તો બીજુ શું કહુ જો રાત્રીના બાર વાગ્યા રિઝલ્ટ જોયા પછી જ તને ફોન કર્યો મેડમ...આમ લાપરવાહી ન રખાય...


આર્વી; એ...હે...શું આવ્યું રિઝલ્ટ મને કહે તો...


પાર્થિવ: વધુ નહીં પરંતુ 98℅જ.


આર્વી: તારી તો...તુ મળ એકવાર પછી તારી વાત...હાડકાં ભાગી ન નાંખુ તો મને કહેજે.


પાર્થિવ: આમ પણ તો તારી ચાહતમાં હું મરી ચૂકેલ જીવ છું વધુ મને કેટલો મારે...


આર્વી: તારી તો...તું મળ એકવાર


પાર્થિવ: એટલો બધો પણ મને ન મારતી કે તુ મને માર્યા પછી રડવાનું ન જ બંધ ન કરે...


આર્વી:બહુ શરારતી...તુ પણ એ કહે ને,તે કેવી રીતે પોતાની જાતને તે કેમ સંભાળી?


વધુમાં હવે આગળ...

બેઉ ફરી બંધ થવાના આરે આવેલી કહાની ફરી શરૂ કરી...પરંતુ હવે આ પ્રેમ કહાનીનુ આયુષ્ય કેવું હોય છે,એ હવે જોઈએ "જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:10"