Jog laga de re prem ka roga de re - 8 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 8

Featured Books
Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 8

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:8"


આપણે આગળ જોઈ ગયા,સૌ મિત્રો પરીક્ષાના ભારથી મુક્ત થવા પ્રવાસનું આયોજન કરે છે,ન તો કોઈ પાર્થિવ ને સામેલ કરતું કે ન કોઈ આર્વીને સામેલ કરતું તો પાર્થિવ અને આર્વી પોતાના વેકેશનનો ગોલ્ડન પિરિયડ કેમ માણે છે ને આગળ જીવનમાં કેવો વળાંક આવે છે તે હવે જોઈએ...

સૌ કોઈના ચહેરે ખિન્નતા પ્રવર્તી રહેલી,કે ઘરમાંથી મંજૂરી મળશે કે કેમ?આ વિચારીને ચહેરા પરનો ઉત્સાહ ઓગળવાના આરે હતો.

ચિંતા પણ તો હતી,આખરે જે વાતનો ડર હતો એ જ થયું.
સૌ કોઈ ઉદાસ ચહેરે ઘરમાં પૂરાઈ જ ગયા.

પરંતુ પાર્થિવ અને આર્વી પોતાની દુનિયામાં જ ખોવાયેલા રહેતા...

સૌ કોઇ છૂટા પડ્યા...

ઉનાળાની સિઝન હતી તો માલતીબહેન અથાણાં બનાવી વેચતા...પાર્થિવ મમ્મીને જોયા જ કરતો.તેને પણ મહેનત કરવાની પ્રેરણા જાગી આ દિવસથી પાર્થિવે પણ મનથી નક્કી કર્યુ કે એ જીવનમાં કંઈક નવું કરશે.સ્વયં ને શોધવાની સફર શરૂ થઈ,તેને પોતાની જાત ફિલોસોફરમાં મેળવી.ત્યારથી પાર્થિવ પોતાની જાતને વધુ ને વધુ સમય આપતો,એકાંત એને વધુ ગમતું.

માલતીબહેન:દિકરા પાર્થિવ ક્યાં ખોવાયેલો રહે છે.જમવા બેસે છે તો વિચારોમાં અટવાઈ જાય છો,સુઈ રહ્યો હોય છે ત્યારે પણ એકાંતે હસતો હોય છે...આ બધું શુ છે?

પાર્થિવ:મમ્મી તુ પણ શું નાહકની ચિંતા કરે છો,હું નથી નાનો બાળ મને એકાંત માણવુ ગમે પોતાની જાત સાથે વાર્તાલાપ કરવો ગમે છે..

માલતીબહેન:વાત સાચી બેટા લોકો શું કહેશે?આ બધા જ લક્ષણો તને પાગલ સાબિત કરશે...

પાર્થિવ: ઓ..હ...મમ્મી મહેરબાની કરી મને મારી જિંદગી મારી રીતે જીવવા દે હું પાગલ છું ગમે તેવો છું પોતાની જાતનો છું...અને મમ્મી મને લાગે છે કે પપ્પા ઘરે ન આવ્યા તો તુ પાગલ જરૂર થઈશ...

માલતીબહેન: પણ બેટા સમજ તો...
મારો મતલબ...

પાર્થિવ:મમ્મી મહેરબાની કરીને શાંતિ રાખો પરીક્ષાથી હવે હળવાશ મળી છે તો મને મારી જાત સાથે પણ તો સમય વિતાવવા દે..

માલતીબહેન:આ છોકરા પાછળ તો હું ખરેખર પાગલ બની જાઈશ કંઈ સમજવા જ તૈયાર નથી ને...

માલતીબહેનને તો દિકરાની વાત સમજ નો'હતી અને દિકરાની વાત એમને તો સમજ નો'હતી આવતી એટલે મૌન ધરવુ વધુ જરૂરી સમજ્યા,સમય બળવાન છે...તે સમજી ઘરકામમાં પરોવાઈ ગયા.

નવા દિવસે નવી આશ...ટી.વી જોઈ જોઈ કંટાળ્યો હતો.

નવરાશના સમયને યાદગાર બનાવવા વિચાર્યું.મમ્મી એ આપેલી પોકેટ મની તેને યાદ આવી.પોકેટમનીથી જરૂરી ખાવા પીવાની વસ્તુ ખરીદી એની કિટ બનાવી.

કોઈ જુએ નહીં તેમ પાર્થિવ તેની શેરી પાસેના ઝુંપડપટ્ટીના એરિયામાં આવ્યો.

તેને બેલના ઓપ્શનમાં થાળી અને વેલણ ખખડાવવાનુ જરૂરી સમજ્યું...ત્યાં રહેતા નાના બાળકોમા ઉત્સુકતા જાગી.

એ ફૂડ પેકેટ આપી ઘરે આવ્યો,સાથે,નિર્દોષ ચહેરા પર આવેલી મધુર મુસ્કાન કેદ કરી.

રોજનીશીના પાને તમામ સારા નરસા અનુભવો તે લખતો.તેનાથી તેના ચહેરે હંમેશા આનંદ રહેતો.
માલતીબહેન પોતાના દિકરાનુ નિરિક્ષણ કરી રહેલા.તો ખુશીના આંસુથી તેમની આંખો ભીની થઈ
ગઈ.

માલતીબહેન મનમાં પોતાની જાતને સ્વસ્થ કરતાં કહે,"આજે મારો દિકરો ખરા અર્થમાં મોટો થયો છે."
પરંતુ ક્યારે દિકરાની પર્સનલ ડાયરી એમને સફાઈના બ્હાને જોવાનો સાહસ નો'હતો કર્યો.

આમને આમ વેકેશન પણ પૂરુ થયું.સૌ કોઈ મિત્રો જાણે કે વર્ષો બાદ ન મળ્યા હોય તેઓ આભાસ થઈ રહ્યો હતો.

પરંતુ એક સમાચારે સૌને હચમચાવી મુક્યા,સમાચાર એવા હતા કે રિતિકામેડમે રાજીનામું આ સાંભળી સૌ કોઈના ચહેરા નમ હતા.

પરંતુ કેવી રીતે?કેમ?આ સૌ વિચારી રહેલા.

સૌ વિદ્યાર્થીઓ નારાજ પણ હતા"મેડમ ન કોઈ ચીઠ્ઠી ન સંદેશ આમ એકાએક ચાલ્યા જવાનું?"પરંતુ નારાજગી વ્યક્ત કરે તો કેવી રીતે મેડમ તો ચાલ્યા ગયેલા,મળવા આવે ત્યારે મેડમને કહીશુ...

સૌ કોઈ વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં લાગી ગયેલા,અત્યારે ન આર્વી કે પાર્થિવે ને પોતાની લવ સફરને ત્યાં જ સ્ટેન્ડ કરી દીધી. અભ્યાસમાં મન પરોવ્યું.

ધોરણ:9કનો મસ્તીખોર વર્ગ હવે અભ્યાસ પ્રત્યે સભાનતા કેળવી રહેલો આનાથી વધુ ખુશી બીજી કેવી હોઈ શકે?પ્રિન્સિપાલને પણ હાશ થઈ.

"જે આપણે સમજાવી સમજાવી થાકી ગયેલા તોય હજી સુધી આમના મગજમાં ઉતર્યું એ વાત સમય તે સમજાવી,તારાથી વધુ બળીયો બીજો કોણ હોઈ શકે."

આ ચર્ચા કરી સૌ કોઈ સ્ટાફમિત્રો ચર્ચા કરી રહેલા.

ટકોરા મૂજબ તેમનું કામ રહેતું,સૌ વિદ્યાર્થીઓ ઘરે બેસી અભ્યાસ કરવાનું વધુ પસંદ કરતાં જોતજોતામાં સ્કુલમાંથી વિદાય લેવાનો સમય પણ આવી ગયો.

"સૌ કોઈ મિત્રો ફરી હવે ક્યારેય મળીશુ એકબીજાને ભેટી પડેલા,ભુલ બદલે માંફી માગી હળવાફૂલ બની ગયેલા.

ધોરણ 10ના શુભેચ્છા સમારંભમાં આર્વીની સ્પીચે સૌને રડાવ્યા,એકબીજાને ભેટી યાદગાર પળો કેદ કરી ઘરે આવેલા.

પાર્થિવ અભ્યાસમાં લાગેલો હતો.

માલતીબહેન:દિકરા કંઈ જોઈએ છીએ?

પાર્થિવ: ન મમ્મી...મને ખાલી શાંતિ જોઈએ છે જે તમે આપતાં હોય તો આપો...

માલતીબહેન:હું કંઈ પણ પુછુ તો તુ તેના ઉલ્ટા જવાબ કેમ આપે છો,પગ નીચે રાખો જરા જીવનમાં ઘણું બધું મેળવવાનું બાકી છે એ ન ભૂલ...

પાર્થિવ:હા...હવે...

વધુમાં હવે આગળ...

કેમકે એસ.એસ.સી.બોર્ડ પણ તો રાહ જોઈ બેસી હતી.માતા પિતાની આશા ઉપર પાર્થિવ અને આર્વી સહિત તમામ મિત્રો ઉતરી શકે છે?
પાર્થિવ અને આર્વીની લવ સ્ટોરી આગળ વધે કે લાંબી બ્રેક વાગે છે?
શું ફરી આ મિત્રો મળી શકે છે કે કેમ?"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:9"આર્વી અને પાર્થિવના જીવન વળાંક આગવી સફરમાં મળીએ ત્યાં સુધી બાય બાય..