"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:7"
આપણે આગળ જોઈ ગયા કે વાર્ષિકોત્સવની તૈયારી જોરશોરથી ચાલી રહી હોય છે,પરંતુ આર્વીને કોઈ સાથે નથી રાખતુ તો રિતિકા મેડમ તેને પોતાની આગવી કલાની રજૂઆત કરવાની તક આપે છે.મેડમ જોડે મિત્રતાથી વાત કરે છે.પરંતુ પાર્થિવનું નામ સાંભળી ચહેરો સોળેકલાએ ખીલી ઉઠે છે.તે પાર્થિવ સાથે વિતાવેલી પળને મનમાં ને મનમાં વાગોળતા વાગોળતા એકાંતે હસતી હોય છે. તો અહીં હાલ પાર્થિવના હોય છે આ રોમેન્ટિક સફર ક્યાં સુધી પહોંચે છે.એ જોઈએ...
વાર્ષિક ઉત્સવનો દિવસ પણ નજીક આવ્યો.સૌ કોઈની કૃતિઓ મન,હ્રદય અને આંખને ગમે તેવી હતી.
પરંતુ આર્વીનુ એકાંકી નાટક બહુ હ્રદયમાં વસી ગયું,આર્વીનુ સન્માન થયું તો,સૌ વધુ ખુશી રિતિકા મેડમને હતી.આર્વીનુ સ્થાન પ્રિન્સિપાલની નજરે વધી ગયું.
હરખના આંસુ સાથે પ્રિન્સીપલ એક જ કહી રહેલા"બેટા ખુબ પ્રગતિ કરો ને અધળક યશ પામો"
આટલું કહી,તેને મેડલ પહેરાવ્યો.
સૌ કોઈ આ દ્રશ્ય જોઈ ખુશ નોહતુ કેમકે એની ક્લાસમેટ માટે તે ઈર્ષાનુ કારણ હતી.પરંતુ શિક્ષકોની તે લાડલી બની ગઈ.
આર્વી માટે જે ખોટો વિચાર હતો એ દૂર થઈ ગયો.આર્વીને આ જ એકાંકી કૃતિ
લઈ રાજ્યકક્ષાએ જવાનું હોવાથી સૌ કોઈ ખુશ હતું પરંતુ પાર્થિવની તો ખુશી સાતમા આસમાને હતી."કેમકે ઘી ઢળીને તો ખીચડીમાં જ પડવાનું છે ને"
આર્વીની કૃતિ સિલેક્ટ થઈ તો જશ્ન આપણા હરખઘેલા ભાઈને હતો.
પાર્થિવ: એ...આર્વી માની ગયા...બાપુ તે તો કમાલ કરી દીધી હો...
આર્વી: અરે...મેં તો કંઈ જ કર્યું નથી આ તો તારા સાથ સહકારનું પરિણામ છે...
પાર્થિવ: સાચવીને જાજે...ત્યાં કોઈપર ભરોસો ન કરતી...કેમકે....
આર્વી: તુ આગળ ન બોલ હું સમજી ગઈ...
પાર્થિવ: પહોંચી જાય પછી મને ફોન કરજે...
આર્વી: હા...બોસ હવે...બીજું...
પાર્થિવ: હવે કંઈ જ નહીં તુ જા...
આર્વી: હજી એકવાર પુછી લે તારા મનને...નહીં તો રાત જગાડશે તને...
પાર્થિવ:ચાલ ને હવે ચાપલી ન જોઈ હોય તો મોટી...
આર્વી: પાર્થિવ મને કેમ એવું લાગે છે કે આપણે બેઉ સાથે જ જાશુ સ્ટેટ લેવલની સ્પર્ધામાં...
પાર્થિવ: શું ખબર એ તો કાલે ખબર પડે...કાશ એવું બને...તો...લા...જીવન બની જાય...
પાર્થિવ ઈશારાથી આર્વીને રોકી રહેલો,પરંતુ રાત પડે તો ઘરે તો જાવુ પડે...એક કહેવત બહુ સરસ છે દુનિયાનો છેડો ઘર...પરંતુ પાર્થિવનું દિલ એમ કેમ માને?
પરંતુ પાર્થિવને કેમ મનાવવો એ આવડત તેનામાં સારી હતી.પાર્થિવ માની પણ જાતો આમને આમ દિવસો વિતિ રહેલા.
પોતાના પ્રેમની વાતનું માન રાખી,તે ઘરે આવ્યો ઘરનો માહોલ મમ્મીનો બગડતો સ્વભાવ તેને અકડાવી રહ્યો હતો,મગજમાં ચિડિયાપણુ લાવી રહ્યો હતો.
ગૂડ નાઈટ કહી છૂટા પડ્યા પાર્થિવ ઘરમાં પોતાના કામમાં અટવાઈ ગયો,તેના જીવનમાં બે જ મહત્વપૂર્વક વ્યક્તિ.એક ડાયરી ને બીજી આર્વી.માલતીબહેન જ કંકાસી જીવ થઈ ગયેલા જેના કારણે દિકરો ધીમે ધીમે તેમનાથી અંતર બનાવી રહેલો.
સવાર પડી નવી ઉમ્મીદ સાથે સૌ કોઈ સ્કુલમાં આવ્યું પરંતુ સૌ છોકરાવ પાર્થિવ માટે ગાળો નિકાળી રહેલા...
મેડમ પણ ખબર નહીં કેવા ને લિડર બનાવે...જેની કોઈ હેસિયત ન હોય એવા ને સાવ...
તો કોઈ બીજુ કહે,"અરે...છોડ ને હવે થોડુ સમજો આ લવરિયામાં તો આવુ જ હોય...એ જો ધારોત તો આપણને જિતાડી દોત પરંતુ..."
નિહાર:એ...છોડોને જે થયું એ થયું આમપણ તો પાર્થિવે સારુ જ કર્યું હતું...બગાડ્યું ધવલે હતું એમાં કોઈને દોષ ન અપાય...આ એક સ્પર્ધા યો હતી તમે તો જાણે યુદ્ધ હારી ગયા હોવ એવું કરો છો સાવ ખુશ રહો...નવી ઘોડીએ નવો દાવ...અને હા...આમ પણ તો 10th શરૂ થઈ રહ્યું છે તો હવે ભણવામાં પણ ગંભીરતા લાવવી જ રહી...
સૌ છોકરાવ: ઓ...ભણેશ્વરી...જા પાર્થિવ જોડે બેસ...હમણાં ધો:9ની વાર્ષિક પરીક્ષા પૂરી થઈ છે...ને તુ ખોટુ અમને ચિંતાનુ ભારણ ન આપ...
સૌ કોઈ ચર્ચામાં સમય બગાડી રહ્યું હતું. ત્યાં એકાએક રિતિકા મેડમ આવ્યા..
*********
રિતિકા મેડમ: ગૂડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો
સૌ વિદ્યાર્થીઓ: ગૂડ મોર્નિંગ મેડમ,
રિતિકામેડમ: વાર્ષિકોત્સવને લઈ પ્રતિભાવ રજૂ કરવા કહે છે,તો સૌ પોતાની વાત કરે છે...
સૌ કોઈ વિદ્યાર્થીઓ સારા નરસા મંતવ્યો આપે છે.
સૌ કોઈના મંતવ્યો જાણી મેડમ કહે,
રિતિકામેડમ: અરે...શાંત થાવ...પહેલાં તો...આર્વી તો જાશે...જ સાથે કૃષ્ણલીલા આધારિત આપણુ નાટક છે એ પણ ગમ્યું....સર ને...
સૌ છોકરાવ: ઓ...હો...આ મેડમ ખાલી ખાલી માખણ ચોપડે જાણે કે આપણે પાગલ ન હોઈએ...સરના મોઢે જરાય પણ ખુશી હતી નહીં આ મેડમ...ખબર નહીં અઘરી નોટ લાગે છે...
સૌ છોકરીઓ:ત્યારે નહીં તો શું...?
આટલું બધું જો હોય તો પેલી આર્વીને ઘરે લઈ જાય...આમ ખોટી ખોટી મશ્કાબાજી કરે...એ યોગ્ય ન કહેવાય.
છોડે જેવુ કરે એવુ ભોગવે આપણે ચાલો સૌ વેકેશન માણીશુ...મજાથી...
એ ચાલો ને આપણે સૌ ક્યાંક જવાનો પ્લાન બનાવીએ...
ક્લાસમેટ:વિચારો તો સારા છે પરંતુ ઘરમાં તો પુછવુ પડશે ને પૈસા કઢાવવા બહુ અઘરા છે...
ચહેરે સૌના ફરી નિરાશાભર્યા વાદળો છવાઇ ગયા.
વધુમાં હવે આગળ...
આ આયોજનમાં પાર્થિવ અને આર્વી પણ સામેલ હોય છે કે પછી ? કેવો રહે છે આ વેકેશનનો સમયગાળો...પરંતુ પાર્થિવ અને આર્વી શું કરે છે આ ઘડીને યાદગાર બનાવવા એ "જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:8"માં મળીએ ત્યાં સુધી બાય બાય...