Jog laga de re prem ka roga de re - 3 in Gujarati Love Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 3

Featured Books
Categories
Share

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 3

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:3"

આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ કકડાટ કરતો સ્કુલ પહોંચે છે મહેતા સાહેબ તેને સ્કૂલમાં મોડા આવવા બદલે સજા આપે છે.પરંતુ કોઈ પાર્થિવની તથાય લેતું નથી પરંતુ એક સૌથી અલગ તરી આવતી છોકરી આર્વી પાર્થિવની પાસે આવી.લંચબોક્ષમાંથી તેને પ્રેમથી ખવડાવી રહી હોય છે ત્યાં પાર્થિવનું મન સપનાંની દુનિયામાં ખોવાઈ ગયું હોય છે. એકાએક બેલ પડે છે,ત્યારે તે પોતાની જાતને સ્વસ્થ કરી દે છે...એકમ કસોટીનો સમય હોય છે.મોટું મોટું વાંચન કરી લે એટલે તેને હાશ થાય છે.આ નિર્દોષ લાગણી શું હોઈ શકે તે આપણે હવે જોઈએ...

શનિવારનો દિવસ હોવાથી એકમ કસોટી આપી સૌ કોઈ ઘરે આવ્યા,પરંતુ પાર્થિવનું મન પેલી આર્વીમા ફરી રહ્યું હતું.

તેની સાથે થયેલા વાર્તાલાપને વાગોળીને એકાંતમા મંદ મંદ હસી રહેલો.દિકરાનુ બદલાઈ રહેલુ વર્તન માલતીબહેન જોઈ જ રહેલા.વિચારમાં પડી ગયાં.સવારે તો ભાઈનો મૂડ ઓફ હતો પરંતુ હવે શું છે?

પતિ તો ઓફિસના કામથી સતત બહાર રહેતા જે ગણો તે તેમનું આ એક સંતાન હતું.તે જો સહેજ પણ કડકાઈ દાખવશે તો પોતાનો દિકરો ખોઈ બેસશે.માટે દિકરા સાથે કડકાઈ દાખવવાની જગ્યાએ મિત્રતાભર્યા સબંધો કેળવ્યા.

માલતીબહેન: એ...પાર્થિવ જમવા ચાલ તો...

પાર્થિવે વાતને ધ્યાનમાં લીધી નહીં...

સહેજ ઢંઢોળતા માલતીબહેન પાર્થિવને કહે,

"એ પાર્થિવ બેટા...ચાલ તો જમવાનુ ઠંડુ થઈ રહ્યું છે.આમ પણ આપણે અહીં લાઈટ ગમે ત્યારે જાય કશુ ક્યાં નક્કી હોય છે,માટે દિકરા ચાલ તો...?"

પાર્થિવ કંઈ કહે એ પહેલાં,"દિકરા તારુ ધ્યાન ક્યાં છે? ચાલ તો..."

પાર્થિવ મનમાં કહે,

"શાંતિથી સપનાંય નથી જોવા દેતી ખબર નથી પડતી કે આ કયા લોકમાંથી આવી છે.ન શાંતિથી જીવવા દે ન શાંતિથી મરવા દે..."

ચાલ હવે આવું છું...જમવા..

માલતીબહેનને મનમાં પણ થયું કે દિકરાને પૂછે કે"શું થયું?"

પરંતુ વાત માંડી વાળી તેઓ પોતાના દિકરાના બદલતા વર્તનને પણ પ્રેમથી નિહાળી જ રહેલા.
આમને આમ સવાર થઈ ગઈ કામની વહેંચણી મુજબ પાર્થિવ પાણી ભરવા તો ગયો પરંતુ ધ્યાન તેનું કામમાં નો'હતુ.ઘરમાં શાકભાજી અને કરિયાણુ ખૂટ્યુ તો માતૃશ્રીનો હૂકમ થયો.
પાર્થિવ નીચા મોંઢે ગયો ખરી પરંતુ હિસાબ બાદ પૈસા પાછા લેવા ભૂલી ગયો.

બે વર્ષથી એ જ કરિયાણાની દુકાનમાં ખરીદી કરતાં હોવાથી સબંધો પણ ગાઢ બની ગયેલા.

કાન્તિકાકા: એ...દિકરા ઊભો રહે તો...

પાર્થિવ: શું થયું કાકા?

કાન્તિકાકા: આ પૈસા લે...

પાર્થિવ: શેના છે ન હોય કાકા ઘરે આવો ત્યારે આપજો અહ...હ..

કાન્તિકાકા: મારો હિસાબ થયો 500 રુપિયા 2000 આ વધ્યા 1500એ આપું છું.આ પણ નથી જોઈતા કે શું..?

પાર્થિવ: હા...કાકા...એ તો ભુલી જ ગયો સારુ કર્યું હો નહીં તો મમ્મી મને લેવા પરત મોકલોત...

કાન્તિકાકા: થોડું ધ્યાન રાખ બેટા આ પૈસા છે.પૈસા સબંધો બગાડી પણ શકે છે...

પાર્થિવ: હા...કાકા...હું ધ્યાન રાખીશ.

પાર્થિવ ગીત ગણગણતો ઘરે આવે છે...
**********************

ઘરે આવ્યા પછી પાર્થિવ તેના રૂમમાં વાંચવા બેસી ગયો.

માલતીબહેન મનમાં વિચારે છે કે"દિકરાને રોજ રાડો પાડી પાડી ઘોઘડો દુખાડતી'તી તો વાંચવાનુ નો'હતુ સુઝતુ ભાઈને,પણ આજ જુઓ...સૂરજ દખ્ખણમાં ઉગ્યો લાગે છે.શું થયું છે આ છોકરાને...

રવિવાર આર્વીની સ્મૃતિ વાગોળવામાં વિતાવ્યો સોમવારના દિવસે તે સૌ પહેલાં સ્કુલ પહોંચી ગયો.

આગળનું ચેપ્ટર વાંચી રહ્યો હતો,ત્યાં એકાએક રાહુલ ,કરિશ્મા,કેતન,ફલક,પુર્વા,અંજના,આયુષ આવ્યા સૌ કોઈને નવાઈ લાગી રહેલી.

આયુષ:ઓ...પાર્થિવ શું વાત છે ગુરુ?

પાર્થિવ:શું શું વાત છે....વાર્ષિક પરીક્ષાનુ ટાઈમટેબલ મુકાયુ જોવો....

આયુષ:શું વાત કરે છે ભાઈ અમને તો ખબર જ નો'હતી,પણ એક વાત સમજ ન આવી કે તું ભણવા બાબતે આટલો ગંભીર કેમ થઈ ગયો.તને તો ટાઈમસર સ્કુલ પણ આવતાં જોયો નથી મેં.શું વાત છે આજે...

પાર્થિવ સૌની વાતને અવગણી વાચવા તો બેસે છે પોતાની જાતને બહુ મુશ્કેલીથી અભ્યાસમાં પરોવે છે ત્યાં તો...આર્વીનું આગમન થાય છે.ક્લાસમાં પ્રાર્થના માટેની તૈયારી હોય છે.સર ક્લાસમાં હોય છે.

આર્વી હાંફી રહી હતી મનમાં તો ડર હતો કે સર આજે મારો પણ વારો પાડશે..

મનમાં ડરતી હતી જે વાતનો ડર હતો એ જ થયું આર્વીને બેન્ચ પર હાથ ઊંચા કરી ઊભી રાખી.

કેમકે નિયમ સૌ માટે સરખા આ વાત મહેતા સાહેબની મને ગમી.

ક્લાસમાં સૌ કોઈ હસી રહેલું રોજ નવા નવા કોમેડી દ્રશ્યોને યાદ કરીને...

મહેતા સાહેબ: ચૂપ કરો...ચૂપ...કરો...શું હસો છો?પરિણામ તમારા કેવા છે એ ખબર છે...?હા...હા...હી...હી...માથી ઉપર ઉઠી ભણવામાં પણ ધ્યાન આપો.
કોઈને કંઈ જ નથી આવડયુ એકમ કસોટીમાં...

ચુપચાપ અવાજ કર્યા વગર ભણવામાં ધ્યાન આપો...સાલા...ડોબા ડોબીઓ...કંઈ અક્કલ જ નથી આમના માં તો...હ...હ...

મહેતા સાહેબે મેથ્સ શરૂ કર્યું ત્યાં તો આર્વીને ચક્કર ચડ્યા,એ બેન્ચ પરથી લપસવા જાય ત્યાં તો સફાળો પાર્થિવ ઊભો થયો.

ક્લાસમાં સૌ રાહ જોઈ બેસેલા કે આજે રોમેન્ટિક સીન જોવા મળશે ફિલ્મ જેવો..

પાર્થિવ: એ...આર્વી શું થાય છે તને...

મહેતા સાહેબ: એ...હીરો શનિવારનો સીન ભુલી ગયા કે યાદ અપાવું ભણવામાં ધ્યાન આપો ચૂપચાપ...

પાર્થિવ; સર તમે આ છોકરીની તબિયત તો જુઓ એને ચક્કર આવે છે,અને તમે મને મદદ કરવાની ના પાડો છો એની જગ્યાએ પોતાની જાતને મૂકો તો ખબર પડે.

મહેતા સરના વિરોધમાં થઈ પાર્થિવે આર્વીને ઊઠાવી જમીન પર સુવાડી કરિશ્માને ઇશારાથી સેતરંજી લાવવા કહ્યું...

મહેતા સાહેબ: મને ખબર પડે જ છે મેં દુનિયા જોઈ છે હો...આ મદદની ભાવના તો નથી તમારી ઉંમરનો પ્રભાવ પડી રહ્યો છે મદદના નામ પર કોઈની સાથે રિલેશનશિપમાં પડવું એ...

તું રહે...કાલે પ્રિન્સિપાલ સરને કહી તારા વાલીને બોલાવું પછી તને ભાન પડશે...

પાર્થિવ: આ...સાહેબ આજે પગલાઈ ગયો છે...

સૌ કોઈ પાર્થિવને જોઈ જ રહેલું.પરંતુ છોકરીઓ માટે તો પાર્થિવ હીરો બની ગયો.

સૌ કોઈ છોકરીઓ: કાશ...અમને પણ ચક્કર આવે આવા...ને પાર્થિવ અમારી પણ મદદ કરતો હોય!પણ આવો દિ અમારો ક્યારે આવશે?

આર્વી તો સૌ માટે ઈર્ષાનું માધ્યમ બની ગઈ.

સૌ છોકરાઓ: હવે છાનીમાની બેઠી રહો તો સારુ છે...એટલો બધો પણ નહીં આ સારો...

ગામડિયો છે. આવુ કહીને તમે તો સૌ એની મજાક કરતાં હતા હવે આટલું બધું એકાએક પરિવર્તન કેમનું આવ્યું?તમારુ છોકરીઓનું તો ગજબ છે કોઈ નક્કી જ ન હોય...

પાર્થિવ આર્વીનુ માથું પોતાના ખોળામાં
લઈ તેને હોશમાં લાવવા ઢંઢોળી રહેલો.

પાર્થિવ: એ...આર્વી શું થાય છે તને? બહુ ગંભીર છે તબિયત કે શું?હોસ્પિટલમાં જાવુ છે?

પાણીની બોટલમાંથી પાણી લઈ સહેજ છટકોર્યુ.

આર્વી:ના પાર્થુ હું ઠીક છું તારે મારી પાસે ન હોવુ જોઈએ...નહીં તો સૌ તારા વિશે જેમતેમ બોલશે..

પાર્થિવ:બોલવા દે.લોકોનુ કામ છે બોલે રાખવાનું તને જો સારું હોય તો જ કહેજે નહીં તો આપણે હોસ્પિટલ જાઈ આવીએ...

સૌ છોકરાઓ: બહુ વધારે સીન ન કર ભાઈ ખાલી ખોટો લેવાઈ જાઈશ...પેલો લખોટો તારા વાલી બોલાવવાનો છે?

પાર્થિવ:મેં સાંભળ્યુ છે.

સૌ છોકરાવ;તો ભાઈ શું કામ પાગલ બને છે જો લાલ શેરો મારશે તો કઈ સ્કુલ તારી ધણી થાશે વાર્ષિક પરીક્ષા પણ આવી રહી છે...તો તારા આ ઊભરા છે એને દિલમાં દબાવી રાખ....

પાર્થિવ અને આર્વીની દોસ્તી ગાઢ થતી
ગઈ.

વધુમાં હવે આગળ...

આ દોસ્તી આગળ કેવો વળાંક ધરે છે?શું મહેતા સાહેબ પાર્થિવ ઉપર કાર્યવાહી કરે છે?અને કાર્યવાહી કરે છે તો શું કામ?આમા તેનો વાંક શું હોય છે કોઈની મદદ કરી એ જ એનો વાંક?પ્રિન્સિપાલનો પ્રતિભાવ શું હોય છે તે હવે જોઈએ...