Gumraah - 43 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 43

Featured Books
Categories
Share

ગુમરાહ - ભાગ 43

ગતાંકથી....

પૃથ્વીની આતુરતા વધી ગઈ ."તમે તેનું શું કર્યું ?" એવો પ્રશ્ન તેના હોઠ સુધી આવ્યો પણ મિ. વિક્રમ રાયે તરત જ તેની આતુરતા જાણી લઈને કહ્યું : " મારા યુવાન મિ!ત્ર મહેરબાની કરીને હમણાં તું વચ્ચે કાંઈ જ પ્રશ્ન ન કરીશ. હું તને રજેરજ વિગત થી વાકેફ કરું છું હું તને પછીથી પ્રશ્ન પૂછવા જરૂર સમય આપીશ."
પૃથ્વી ઠંડો પડ્યો. મિ. વિક્રમ રાયે આગળ ચલાવ્યું. મેં ચકરડું ત્યાંથી નાખી દીધું હવામાં ઉછળીને તે મારા લખવાના ઉપરના ટેબલ લેમ્પ નજીક પડ્યું. હું છબી ટીંગાડી રહ્યો.બીજી પણ કેટલીક છબીઓ ટીંગાડી ને લગભગ અડધા કલાક પછી ટેબલ ઉપર મારા અભ્યાસ માટે પુસ્તક વાંચવા બેઠો ત્યારે ચકરડામાંથી સહેજ તેજસ્વી કિરણો નીકળતા જોઈને હું ચોંક્યો .એક સાધારણ પૂંઠાના ચકરડામાંથી કિરણો શા માટે નીકળે?

હવે આગળ....

તરત જ મારા ખ્યાલમાં એક બાબત આવી ગઈ. ગુપ્ત વિષ પ્રયોગ ને લગતા જુના શાસ્ત્રીય પુસ્તકોમાં મેં વાંચ્યું હતું કે કેટલાક છુપા કાતિલ ઝેર એવા હોય છે કે જે દિવાના પ્રકાશમાં સહેજ ચમકારા મારે .નક્કી આ પુંઠામાં એનું જ મિશ્રણ હોવું જોઈએ એમને માની લીધું. આ તો મારા વિષયને લગતી બાબત આ તો એક રસભર્યું રિસર્ચ હતું. હું ખોટા તરંગોમાં તો ભમતો નથી એ નક્કી કરવા માટે મેં એક પુસ્તક તે પુઠ્ઠા ઉપર થોડી વાર રાખીને તેને દબાવી દીધું .ચોપડી ઉપરથી કિરણો ન દેખાયા તે પછી જ્યારે ચોપડી પાછી ઉપાડી લીધી કે તરત તે પુઠામાંથી પાછા કિરણ દેખાવા લાગ્યા. અમે તો વહેમીલા અને પાછા વધુ ચોકસાઈ કરનારા લોકો એટલે મેં મારી વધુ ખાતરી માટે એક નાનું ચકરડું એ પૂંઠામાંથી બનાવ્યું. લોખંડના ચીપિયા થી આ કિરણ વાળું ચકરડાં ને પ્રકાશ આગળથી આઘું કરીને પહેલું નાનું સાધુ ચકરડું ત્યાં મૂક્યું. તો બિલકુલ કિરણ તેમાંથી નીકળ્યા નહિં .એ સાથે વળી મેં જોયું કે મને મળેલા ચકરડાં ઉપર જો અંધારું કરવામાં આવે તો એ કિરણો નીકળતાં નથી. બસ મારી શરૂઆતની શોધ પૂરી થઈ. હવે દવાઓનાં મિશ્રણ તેને લગાડીને તેને પૃથક્કરણ કરવાની જરૂર હતી. મેં તે કામ શરૂ કર્યું આખરે મને ખાતરી થઈ કે તેમાં એક છુપા કાતિલ ઝેરની ભૂકીની મેળવણી કરવામાં આવી છે .બસ એટલે જ આ ચક્કરને મેં 'પ્રાણ ઘાતક' કેમ કહ્યું તેની આ વિગત છે.હવે તારે આ સંબંધમાં વિશેષ શું જાણવું છે તે હવે બેશક પુછ."

"આ ચક્કર પ્રાણ લઇ શકે એવા ઝેરી મિશ્રણ વાળું છે એ તમે બરાબર રીતે સાબિત કરી શકો ખરા ?"

"બેશક સાબિત કરી શકું .પણ મારે જાણવું જોઈએ કે તું શા માટે આ ચક્કર સંબંધમાં આટલી બધી આતુરતા ધરાવે છે ?"

"તેના કારણો દેખીતા છે." આમ કહી પૃથ્વી એ પોતાના પપ્પાના અવસાન પછી તેમની ડાયરી ઉથલાવતા પોતાને આ ચક્કર કેવી રીતે મળ્યું હતું; અને ડાયરીમાં એક ભુરુ કુંડાળું છે પોતાને કેવી રીતે અચરજ થઈ હતી, તે સંબંધમાં હકીકત કહીને પોતાના પપ્પાના રહસ્યમય મૃત્યુ સાથે આ ચક્કરને સંબંધ હોવો જોઈએ એવી શંકા જાહેર કરી.

મિ. વિક્રમ રાયે તેની હકીકત શાંતિથી સાંભળ્યા પછી કહ્યું : "આ ચક્કર સંબંધી વધુ વિગતો તું કોઈ ખરાબ હેતુથી જાણવા માગતો નથી એ જાણ્યા બાદ હું વધુ ખુલાસો કરવા તૈયાર છું.
બાકી, ઘણીવાર બદમાશ ની છૂપી ટોળીઓ આવી વિગતો જાણ્યા બાદ તેનો દુરુપયોગ કરતી હોવાથી ગમે તેની આગળ હું કે અમારા ખાતા નો કોઈ પણ માણસ આવી શોધો ને લગતા વધુ ખુલાસા કરતા નથી. તારો હેતુ ન્યાયના કામમાં મદદ થઈ શકે એવો છે; એ ઉમદા હેતુ માટે હું તને મદદ કરીશ. તારા પપ્પાના અચાનક મૃત્યુના વાતની મને ખબર છે. જ્યારે આ ચકરડું મને મળ્યું ત્યારે એ બનાવ સાથે મેં આ ચકરડાંનો સંબંધ મેળવ્યો હતો. હવે મારા ખ્યાલમાં આવી શકે છે કે આ ઝેરી ચકરડું તારા પપ્પા ના મૃત્યુનું કારણ હોઈ શકે-"

"એમ ?તેમનું મૃત્યુ કેવી રીતે નીપજ્યું હશે?" પૃથ્વી એ શાંતિથી પૂછ્યું.

"ચકરડામાંથી જે કિરણો નીકળતાં હતાં ,તે એવા એક જાતના કાતિલ ઝેરી ભૂકીનાં હતાં કે જે માણસના શરીરની ચામડી, માંસ અને લોહીને અડકતાં જ પળવારમાં તો તેનો પ્રાણ લઈ લે. આ ઝેર ની શોધ જરૂર કોઈ અજીબ મગજે કરી હોવી જોઈએ .સામાન્ય પ્રકારના ઝેર એવાં હોતાં નથી. માણસના શરીરની રગેરગમાં સામાન્ય પ્રકારના ઝેર પ્રસરી જાય તે બાદ આકળવિકળ થઈને જ માણસનું મૃત્યુ થાય છે; પણ આ કાતિલ ઝેર એવું અસાધારણ પ્રકારનું છે કે માણસના માંસને તે અડક્યું એ તરત જ તેનું મૃત્યુ નીપજે."

પૃથ્વી અને દિનકરરાય બંને આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. પૃથ્વી તો આભો બની ગયો. 'મારા પપ્પાનું એકદમ મોત આ છૂપા ઝેરી ચકકરે કર્યું.' એ વિચારથી તે એકદમ અવાક્ જ બની ગયો પણ જો આ ઝેરમાં માણસને તરત જ મારી નાખવાની શક્તિ હોય તો પોતે કેમ બચ્યો હતો? ઇન્સ્પેક્ટર ખાન પણ કેમ બચ્યો હતો? આ વિચારો આવતાં તેણે મિ. વિક્રમ રાયને પૂછ્યું : "હું એક બાબત સમજી શકતો નથી જો આ ચકરડું મારા પપ્પાએ હાથમાં પકડ્યું કે તરત મૃત્યુ પામ્યા તો હું કેમ મરણ પામ્યો નહિં ?મારા ઉપર એ જ પ્રકારનું ચકરડું મોકલવામાં આવ્યું હતું. મારું મૃત્યુ કેમ નીપજ્યું નહિ?"

તરત જ તે સાયન્ટીસ્ટે કહ્યું : " તેનું એક જ કારણ હોઈ શકે. એ ચક્કર થોડોક વખત તે હવામાં ખુલ્લું રાખ્યું હોવું જોઈએ .જે ઝેરી ભૂકો આ ચક્કરોમાં ભેળવવામાં આવે છે તેને બંધ રાખવો જોઈએ. એકાદ કાગળની બેવડમાં અથવા તો કપડાની વચ્ચે તે રખાય તો મૃત્યુ નિપજાવવાની તેની શક્તિ પૂરતા પ્રમાણમાં કાયમ રહે છે. જો તેનો ઉપયોગ થયા પહેલા તેને બહારની ખુલ્લી હવા લાગે છે તો તેને તે શક્તિ ઘટી જાય છે."

પૃથ્વીએ જવાબ આપ્યો: " બરાબર તમારો ખુલાસો સંતોષકારક છે. મને જ્યારે આ ચક્કરનું પાકીટ મળ્યું ત્યારે મેં તેને ખોલીને તેમાં ચક્કર જોયું એટલે આશ્ચર્યચકિત થઈને બે ત્રણ સેકન્ડ સુધી અડયા વિના જોયાં રાખ્યું હતું. મારા પપ્પાનું જ નહિ પણ સર આકાશ ખુરાના નું મૃત્યુ પણ આવા ઝેરી ચક્કર થી થયાના વિચારો તે વખતે મારા મગજમાં ચાલી રહ્યા હતા"
" હં. જોયું ને ? તે બે ત્રણ સેકન્ડ સુધી એમ જ મૂકી રાખ્યું તે સમયમાં તેની પ્રાણ લેવાની શક્તિ હવાના સંઘર્ષણથી ઓછી થઈ ગઈ હતી. પણ તે છતાં તું બેભાન તો થઈ ગયો હોવો જોઈએ .તારા બેભાનપણામાં તે ચક્કર નીચે પડી ગયું હશે અને તેથી ફક્ત થોડોક વખત બેભાન રહીને તું પાછો મૂળ હતો એવો ભાનમાં આવ્યો હોવો જોઈએ."

"હા.બરાબર એમ જ બન્યું હતું ."પૃથ્વી એ જવાબ આપ્યો.

સાયન્ટિસ્ટે આગળ ચલાવ્યું : " તું આ ચક્કરના હેરત ભરેલા પરિણામથી માહિતગાર હતો, પરંતુ બીજાઓ બિચારા અજાણ હતા. તેઓએ આ ચક્કરને હાથમાં જ પકડીને જિજ્ઞાસાથી જોવા માંડ્યું હશે તેથી તેઓ મૃત્યુ પામ્યા હશે."

"ઇન્સ્પેક્ટર ખાન પણ મારી જેમ જ બચી ગયા હતા. પણ તેને આ ચક્કર આપનારે હાથમાં મોજા પહેર્યા હતા."

"હાથના મોજા ?" હં, તે માણસે હાથમાં મોજાં પહેરેલાં એટલે તેનો તો જીવ જવાની બીક જ નહોતી ,પણ ઇન્સ્પેક્ટર બચ્યો તેનું કારણ એ હશે કે, ઇન્સ્પેક્ટરને આપતા પહેલા તેને થોડીવાર માટે હવા લાગી હોવી જોઈએ. સારું ,ત્યારે આ જાતના ચક્ર કેટલા જણ ઉપર અજમાવાયાં એમ તારું કહેવું છે ને? "સાયન્ટિસ્ટે પૂછ્યું.

"પાંચ વ્યક્તિ ઉપર, તેથી બે વ્યક્તિ મરી ગયા અને બે બેભાન થયા. અને એકના સંબંધમાં અગાઉથી સાવચેતી વાપર્યા ને લીધે તેને કંઈ ઇજા જ થઈ નહિ."

"કેવી સાવચેતી લેવાઈ હતી ?"

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ......
‌ ‌‌ક્રમશ: ‌‌.......