Brahmarakshas - 8 in Gujarati Horror Stories by Jignya Rajput books and stories PDF | બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 8

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 8

વિરમસિંહ ને ગામમાં વૈદ્ય ના ઘરે પહોંચતા ખબર પડી કે જડીબુટ્ટી તેમની પાસે હાજર ના હોવાથી કાલિંદી અને શ્રેયા જંગલમાં જડીબુટ્ટી લેવા ગયા છે. હવે તો વિરમસિંહ ની ચિંતા ખુબજ વધી રહી હતી અને ઉપરથી એ અઘોરી દાદા ની કહેલી વાત... “ ના તેમને જવા દો. મા કાળી નો સંદેશો આવ્યો છે તેમને. કાલિંદી ખુદ તેના રહસ્ય તરફ જવા માંગે છે તેને ના રોકશો.” આ શબ્દો વિરમસિંહને યાદ આવ્યાં હવે તો તેને પાક્કી ખાત્રી થઈ ગઈ કે કઈક તો અનહોની થવાની છે.વિરમસિંહ વૈદ્ય ના ઘરની બહાર નીકળ્યા ત્યાંજ તેની નજર સમક્ષ નંદિની ઊભી હતી.


“નંદિની તું અહીંયા ?” વિરમસિંહે નવાઈ સાથે કહ્યું.

“તમે કંઈ પણ બોલ્યાં વગર ઓરડામાંથી નીકળી ગયા હતા એટલે મને ચિંતા થઈ અને સાથે સાથે કાલિંદી નું પૂછ્યું એટલે તમે અચાનક ત્યાંથી ભાગ્યાં. મારા મનમાં કાલિંદી માટેની ચિંતા મને સતાવી રહી હતી. ક્યાંય મારી લાડલી કોઈ મુસીબત માં તો નહિ હોય ને એવા અનેક મારા મનને વિચલિત કરી દે એવા વિચારો આવવા લાગ્યા. જેથી હું પણ તમારી પાછળ પાછળ આવી ગઈ.” નંદિની એ પોતાની વાતને સ્પષ્ટ કરતા કહ્યું.


“ પણ તારી તબિયત હજુ પણ નાજુક છે. તારે આરામ ની જરૂર છે. તું નિવાસસ્થાન પાછી જતી રહે. હું વચન આપું છું કે કાલિંદી જ્યાં પણ હશે હું તેને સહીસલામત તારી પાસે લાવીશ. "



“ જ્યાં હશે ત્યાં...?? તમે પણ નથી જાણતાં કે કાલિંદી અને શ્રેયા ક્યાં છે..!? ”

“ મારો કેવાનો તાત્પર્ય એવો નથી.હું જાણું છું તેઓ જંગલમાં ગયા છે તારા માટે જડીબુટ્ટી લેવા. પણ વાતાવરણ ભયંકર થતું જાય છે અને તેઓ જંગલ ના રસ્તાઓ થી વાકેફ પણ નથી. એટલે હું તેમને શોધવા જઈ રહ્યો છું. તું પાછી જતી રે.”


“ ના હું તો તમારી સાથે જ આવીશ.”

વિરમસિંહે ઘણું સમજાવ્યું પણ નંદિની એકની બે ના થઈ એટલે નાજ થઈ.



વિરમસિંહ અને નંદિની જંગલમાં શોધખોળ માટે નિકળી પડ્યા. જંગલ વધું ગાઢ અનો ઘનઘોર બન્યું. નીરજનતા ચોરેકોર ફેલાયેલી હતી.


***


આજ જંગલની બીજીબાજુ એક ગભરાયેલો વ્યક્તિ બાઈક પર સવાર થઈને આવી રહ્યો હતો. તેના ચહેરા પરથી અંદાજો આવતો હતો કે તે ચિંતિત છે. તેની ફરતી આંખો કહેતી હતી કે તે આ જંગલમાં કોઈકને શોધી રહ્યો છે.



ફૂલ સ્પીડ માં દોડી રહેલ બાઇક માં અચાનક ફોન ની રીંગ વાગી તે વ્યક્તિના ફોનની રીંગ વાગી એટલે તેને ચાલું બાઈકે જ ફોનને કાને રાખ્યો,


“ક્યા છે તું બેટા?”

“બસ મમ્મી અમરાપુર તરફ જઈ રહ્યો છું.”

“તું ચાલું બાઈકે વાત કરે છે!...દિકરા, તને કેટલી વખત કીધું કે આવું ન કરાઈ. ચાલું બાઈકે મોબાઇલ પર વાત ન કરવી...” વાતની અધૂરી છોડીને મમતાનો અવાજ રૂંધાયો. ક્ષણવાર સામેથી જવાબ ન આપ્યો.


“શું થયું મમ્મી?”

“એક દિકરાને તો હું ખોઈ ચુકી છું. હવે મારે તને નથી ખોવો...” આટલા શબ્દો સાથે જ રોકેલા આંસુ સરી પડ્યા.....


“ અરે મમ્મી તું શું કામ આટલી ચિંતા કરે છે."


“ તું નહિ સમજે શિવમ રેવાદે. એક માને પોતાના બાળકની દરેક ક્ષણે ચિંતાજ થતી હોય છે. એટલા માટે મે તારા પોકેટ ની અંદર મંત્ર જાપ દ્વારા પવિત્ર કરાવેલી ભસ્મ મૂકી છે એ તને દરેક સંકટ થી બચાવશે. મને વિશ્વાસ છે કે તું જે કાર્ય માટે ત્યાં જાય છે તે કાર્ય સફળ થાય.


“ મમ્મી તું ચિંતા નાં કર હું સહી સલામત પાછો આવીશ અને સાથે એ પણ લેતો આવીશ જેના માટે હું અમરાપુર જઈ રહ્યો છું. ”


“ તારું ધ્યાન રાખજે.” આટલું બોલીને શિવમની મમ્મીએ ફોન કાપી નાખ્યો.


શિવમે પોતાનો ફોન ખિસ્સામાં મૂકી ને બાઈક ચાલુ કરી તેને અમરાપુરના જંગલ વાળા વિસ્તાર તરફ દોડાવી મુક્યું. જે જંગલમાં તે પોતાની ચીલ જેવી નજરને આમ તેમ ફેરવી રહ્યો હતો તેની આંખો માં એક અલગ જ ચિંતા તરવરી રહી હતી. તેના ચેહેરા ઉપર ડરના અનેક નિશાનો દેખાઈ રહ્યા હતા. શિવમે બાઈક ને એ કાળી માના મંદિર તરફ વાળ્યું. જે મંદિરની નજીક આવેલી ખાઈ શિવમ ને પોતાની તરફ ખેંચી રહી હતી.



****



કાલિંદી અને શ્રેયા જડીબુટ્ટી શોધતા શોધતા કાળી માના મંદિર તરફ આવી પહોંચે છે...


“ કાલિંદી ક્યારનાં આપણે જડીબુટ્ટી શોધી રહ્યા છીએ પણ મળતીજ નથી અને મને તો બઉ ડર લાગે છે આ જંગલમાં.”

જડીબુટ્ટી શોધવા છતાં ના મળતી હોવાથી શ્રેયાએ પોતાનો ડર વ્યક્ત કરતા કહ્યું.


અરે કુદરતના ખોળે કેવો ડર. અને સવારના પહોરમાં આ ઠંડી હવાઓ, જંગલમાં કલરવ કરતા પક્ષીઓ, પોતાની મસ્તીમાં ઝૂમી રહેલા વૃક્ષો. ખરેખર શું અદ્ભૂત નજારો છે.


“ હા પણ વાતાવરણ ભયંકર બનતું જાય છે અને આ વૃક્ષો થી ઘનઘોર જંગલમાં આપણે ખોવાઈ ગયા તો કોણ આપણને શોધવા આવશે ? અને આપણે નિવાસસ્થાન થી નીકળ્યા ને કેટલોય સમય થઈ ગયો. વિરમ અંકલ આપણી ચિંતા કરતા હશે. ”


“ હા પણ આપણે આટલા સુધી પહોચ્યાં છીએ તો જડીબુટ્ટી લઈને જ પાછા જઈશું. " કાલિંદી એ મક્કમ અવાજે કહ્યું.


કાલિંદી અને શ્રેયા જડીબુટ્ટી ની શોધ કરતા કરતા એ ખાઈ પાસે આવે છે.


“ કાલિંદી આ એજ તો ખાઈ નથી ને જેના વિષે વૈદ્ય જી એ કહ્યું હતું.” શ્રેયા એ પોતાની આંખો ની સામે દેખાઈ રહેલી ખાઈ સામે આંગળી ચીંધતા કહ્યું.


“ હા મને તો આજ ખાઈ લાગે છે જ્યાંથી આપણને જડીબુટ્ટી મળી રહેશે. ચાલ થોડા નજીક જઈને શોધીએ. ” કાલિંદી અને શ્રેયા ખાઈ તરફ વધી જ રહ્યા હતા ત્યાંજ અચાનક ખાઈ ની બાજુ આસપાસ આવેલી ઝાડીઓમાં કંઇક અવાજ થયો.શ્રેયા ને ઝાડીઓમાં કોઈ હોય તેવું લાગ્યું. શ્રેયા ખાઈ ની દિશા માં જવાને બદલે ઝાડીઓ તરફ આગળ વધી.


કાલિંદી તો ઝડપથી એ ખાઈ તરફ આગળ વધી રહી હતી. તેને ખરબ નથી કે જે ખાઈ ની નજીક રહેલી જડીબુટ્ટી કેટલાય લોકોના જીવન બચાવે છે એજ ખાઈ એ કેટલાય લોકો ના જીવ લીધેલા છે.


“ વાહ..! શું અદ્ભૂત નજારો છે. કુદરતના ખોળામાં નિર્માણ પામેલું આ જંગલ જેટલું બહારથી સુંદર દેખાય છે એનાથી વધુ તો એની અંદર સૌંદર્ય છુપાયેલું છે. બસ મન તો થાય છે કે કુદરતને આધીન થઈ જાઉં” કાલિંદી એ ખાઈની સુંદરતા નિહાળતા શ્રેયા ને કહ્યું.


શ્રેયા નો વળતો જવાબ ના મળતા કાલિંદી એ પાછળની તરફ પોતાની નજર ઘુમાવી. શ્રેયા હજુ એ ઝાડીઓની નજીક ઊભી હતી.


શ્રેયા એ પોતાના હાથથી એ ઝાડીઓ માં રહેલા નાના નાના છોડો ને હાથ વડે થી દુર કર્યા ત્યાંજ તેની આંખો ની કીકી થંભી ગઈ. ઝાડીઓ માંથી એક લાલ રંગની રોશની નીકળી જે સીધી જ શ્રેયા ની આંખોમાં જઈને સમાઈ ગઈ. હવે શ્રેયા એક આમ ઇન્સાન નહોતી રહી તે કોઈના વશીકરણ ના જાળમાં ફસાઈ ગઈ હતી.


“ એય શ્રેયા ત્યાં શું ઊભી છે ઝાડીઓમાં ભૂત જોઈ લીધું કે શું ? ” કાલિંદીએ શ્રેયા ને બૂમ પાડતા કહ્યું.


શ્રેયાએ અવાજ ની દિશાના પોતાનું શરીર ફેરવ્યું. ધીમે પગલે તે કાલિંદી તરફ જઈ રહી હતી. જાણે શ્રેયા ના પૂરા શરીર ને કોઈ રિમોટ દ્વારા કંટ્રોલ ના કરતું હોય તેવીજ રીતે શ્રેયા ચાલી રહી હતી.


શ્રેયા ને પોતાની પાસે આવતા જોઈને કાલિંદી એ ખાઈ તરફ તેનું મોં ઘુમાવ્યું. કાલિંદી ખાઈ ની થોડી વધુ નજીક ગઈ. એક નજર નીચે કરી ખાઈ એટલી ઊંડી હતી કે કાલિંદી ની નજર નીચે જમીન સુધી પહોંચતી નહોતી. નીચે થી એક અલગજ પ્રકારનો અવાજ આવતો હતો. કાલિંદી એ વધુ ધ્યાનથી એ અવાજ આવતો હતો ત્યાં પોતાના કાન ઠહેરાવ્યા. કાલિંદી ખાઈ થી હવે બસ એક આંગળ જ દૂર હતી.


ત્યાં પાછળથી શ્રેયા આવી રહી હતી. તેની આંખોમાં લાલ રોશની ગોળ ગોળ ભમી રહી હતી. ઝાડીઓમાંથી એક ઝીણો અવાજ આવતો હતો જે ફક્ત ને ફક્ત શ્રેયાને જ સંભળાઈ રહ્યો હતો. શ્રેયા હવે એકદમ કાલિંદી ની નજીક પહોંચી ગઈ હતી. કાલિંદી તો કુદરતના ભવ્ય નજારાને નિહાળી રહી હતી. એતો પ્રકૃતિના આવા સૌંદર્ય રૂપ ને જોઈને એ પણ ભૂલી ગઈ હતી કે તે અહી જંગલમાં શા માટે આવી છે.


“ મારી દે ધક્કો એને એ મારી દુશ્મન છે...” સતત શ્રેયા ના કાને અથડાતાં આ શબ્દો કાલિંદી માટે એક નવો જ ખતરો લઈને આવી રહ્યા હતા.

શ્રેયા હવે કાલિંદીની નજીક પહોંચી ગઈ ફરી તેને એજ શબ્દો સંભલાણા “ મારી દે ધક્કો એને એ મારી દુશ્મન છે..” શ્રેયા એ પોતાનો હાથ લંબાવ્યો કાલિંદી ને ધક્કો મારવા. જોરથી ધકકો.........


“આઅઅઅઅઅ..... ”ભયંકર ચીસ પડી.........


“શ્રેયા.... ”કાલિંદી ના છેલ્લા શબ્દો હજી જંગલ માં ગુંજી રહ્યા હતા.....






એ ભયંકર ચીસ કોની હતી ??

શુ શ્રેયા એ કાલિંદીને ખાઈ ની નીચે ધક્કો મારી દીધો ??

શું એ વશીકરણ ની માયાજાળે કાલિંદી નો જીવ લઈ લીધો ?


બધાજ પ્રશ્નોના જવાબ મેળવવા માટે બન્યા રહો બ્રહ્મરાક્ષસ:- તાંડવ એક મોતનું! ધારાવાહિક ઉપર.......😊